નવેમ્બર ૧૦નું અઠવાડિયું
ગીત ૨૮ (221) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૪, ફકરા ૭-૧૪, પાન ૪૫ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પુનર્નિયમ ૧૯-૨૨ (૧૦ મિ.)
નં. ૧: પુનર્નિયમ ૨૨:૨૦-૩૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: જૂઠા શિક્ષણથી ઈશ્વર કંટાળે છે—td ૧૮ખ (૫ મિ.)
નં. ૩: મુસા અને હારુન ફારૂનને મળે છે—my વાર્તા ૩૧ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨ (15)
૧૦ મિ: સેવા નિરીક્ષકનું ઇન્ટરવ્યૂ. તમને મળેલી જવાબદારીમાં શાનો સમાવેશ થાય છે? પ્રચાર-ગ્રૂપની મુલાકાત લેતી વખતે તમારો ધ્યેય શું હોય છે? તમારી મુલાકાતથી એ ગ્રૂપનાં ભાઈ-બહેનોને કેવો લાભ થાય છે? કોઈ પ્રકાશકને સેવાકાર્યના અમુક પાસાઓમાં મદદ જોઈતી હોય તો, તમે કઈ રીતે એ પૂરી પાડો છો? પ્રચારમાં વિરોધ ન થાય એ માટે તમે કઈ રીતે તેઓને તાલીમ આપો છો?
૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—લોકોમાં રસ લઈએ.” ચર્ચા. લેખની ચર્ચા કર્યા પછી બે ટૂંકા દૃશ્ય બતાવો. પહેલામાં બતાવો કે ઘરમાલિકમાં રસ લીધા વગર પ્રકાશક મહિનાની ઑફર પ્રમાણે સાહિત્ય રજૂ કરે છે. એ જ સેટિંગનો ઉપયોગ કરીને બીજા દૃશ્યમાં બતાવો કે પ્રકાશક ઘરમાલિકમાં રસ લે છે.
ગીત ૨૪ (200) અને પ્રાર્થના