સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—લોકોમાં રસ લઈએ
કેમ મહત્ત્વનું: ઈસુને દરેક વ્યક્તિ માટે પ્રેમ હતો. એટલે, તેમણે તેઓમાં રસ બતાવ્યો. દાખલા તરીકે, એક બહેરા માણસને સાજો કરતી વખતે, ઈસુ તેની ગભરાટ જોઈ શક્યા. એટલે, ઈસુએ તેને ટોળાથી થોડા દૂર લઈ જઈને સાજો કર્યો. (માર્ક ૭:૩૧-૩૫) પોતાના શિષ્યોને શીખવતી વખતે ઈસુએ ધ્યાન રાખ્યું કે તેઓ કેટલું સમજી શકશે. તેમણે તેઓને એક સાથે બધું જણાવ્યું નહિ. (યોહા. ૧૬:૧૨) સ્વર્ગમાં ગયા પછી પણ ઈસુએ લોકોમાં રસ લીધો. (૨ તીમો. ૪:૧૭) ઈસુના શિષ્યો હોવાથી આપણે પણ તેમના પગલે ચાલવા માગીએ છીએ. (૧ પીત. ૨:૨૧; ૧ યોહા. ૩:૧૬, ૧૮) એટલું જ નહિ, સેવાકાર્ય પણ અસરકારક બનાવવા ચાહીએ છીએ. એ માટે આમ કરી શકીએ: ઘરમાલિકમાં રસ બતાવીએ, તેમના સંજોગો, તેમની ચિંતાઓ અને તેમને શામાં રસ છે એ પારખીએ. જો તેમને લાગશે કે આપણે સંદેશો કે કોઈ સાહિત્ય જ આપવા આવ્યા નથી, પણ તેમનામાં રસ લઈ રહ્યા છીએ, તો તે ધ્યાનથી આપણી વાત સાંભળશે.
આ મહિને આમ કરો:
ઘરમાલિકની વાત ધ્યાનમાં રાખીને કઈ રીતે પોતાની રજૂઆતમાં ફેરફાર કરવો એની પ્રૅક્ટિસ કુટુંબ તરીકે ભક્તિમાં અથવા એક ઘરેથી બીજા ઘરે જતી વખતે કરો.
પ્રચાર માટેની સભા લેતા ભાઈ કોઈક વાર આમ કરી શકે: લોકોમાં રસ બતાવવાની રીતો વિશે ચર્ચા કે દૃશ્યની ગોઠવણ કરી શકે.