સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ગુસ્સે થયેલા ઘરમાલિક સાથે શાંતિ જાળવીએ
કેમ મહત્ત્વનું: આપણને પ્રચારમાં ઘણા નમ્ર લોકો મળે છે. જોકે, ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે, અમુક લોકો આપણને ધિક્કારશે. (યોહા. ૧૭:૧૪) એટલે, કોઈ ઘરમાલિક ગુસ્સે થાય તો, આપણને નવાઈ લાગતી નથી. એવું બને ત્યારે, આપણે યહોવાને પસંદ પડે એ રીતે વર્તવા ચાહીએ છીએ. (રોમ. ૧૨:૧૭-૨૧; ૧ પીત. ૩:૧૫) એનાથી પરિસ્થિતિ વધારે બગડશે નહિ. તેમ જ, ઘરમાલિક અને આપણા પર નજર રાખનારને સારી સાક્ષી આપી શકીશું. એટલું જ નહિ, યહોવાના સાક્ષીઓ બીજી વાર તેઓને મળવા જશે તો, કદાચ તેઓ સાંભળશે.—૨ કોરીં. ૬:૩.
આ મહિને આમ કરો:
કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે પ્રૅક્ટિસ કરો.
ગુસ્સે ભરાયેલા ઘરમાલિકના ઘરમાંથી નીકળ્યા પછી, તમારા સાથીદાર સાથે ચર્ચા કરો કે હજી કઈ રીતે વધારે સારી વાતચીત કરી શક્યા હોત.