“સઘળાં માણસોની સાથે હળીમળીને” રહીએ
૧. ઘરમાલિક ગુસ્સે થઈ જાય ત્યારે બાઇબલની કઈ સલાહ પાળવી જોઈએ?
૧ યહોવાના લોકો તરીકે આપણે હળી-મળીને રહીએ છીએ. આપણે શાંતિ ચાહીએ છીએ. અરે, આપણો સંદેશો પણ શાંતિનો છે. (યશા. ૫૨:૭) પરંતુ, અમુક વાર પ્રચારમાં કોઈ ઘરમાલિક ગુસ્સે થઈ જાય છે. એ સમયે શાંતિ જાળવવા આપણને શું મદદ કરશે?—રોમ. ૧૨:૧૮.
૨. આપણે કેમ લોકોને સમજવું જોઈએ?
૨ લોકોને સમજીએ: ખરું કે, અમુક લોકો સત્યનો વિરોધ કરતા હોવાને લીધે ગુસ્સે થાય છે. જ્યારે કે, અમુક બીજા કોઈ કારણને લીધે ગુસ્સે થયા હોય શકે. બની શકે આપણે ખોટા સમયે ગયા હોઈએ. અથવા ઘરમાલિક પોતાની કોઈ મુશ્કેલીને લીધે ગુસ્સે થયા હોય શકે. જો આપણા સંદેશાને લીધે ગુસ્સે થયા હોય, તોપણ ભૂલીએ નહિ કે તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. (૨ કોરીં. ૪:૪) આવી બાબતો ધ્યાનમાં રાખીશું તો શાંત રહી શકીશું. તેમ જ, સમજી શકીશું કે વ્યક્તિ કઈ આપણાથી ગુસ્સે નથી.—નીતિ. ૧૯:૧૧.
૩. આપણે કેવી રીતે ઘરમાલિકને માન આપી શકીએ?
૩ માન આપીએ: પ્રચાર વિસ્તારમાં ઘણા પોતાની માન્યતાને ચુસ્ત રીતે માનતા હશે. (૨ કોરીં. ૧૦:૪) આપણું સાંભળવું કે નહિ એ તેઓનો હક છે. કદી એવું નહિ બતાવીએ કે આપણે બધું જાણીએ છીએ અને તેઓને ખાસ કંઈ ખબર નથી. જો ઘરમાલિક આપણને જતા રહેવાનું કહે, તો તેમને માન આપવા ત્યાંથી નીકળી જઈશું.
૪. નમ્રતાથી વાત કરવાનો શું અર્થ થાય?
૪ નમ્રતાથી વાત કરીએ: વ્યક્તિ આપણને ગમે તેમ બોલી જાય તોપણ આપણે તેમને શાંતિ અને નમ્રતાથી જવાબ આપીશું. (કોલો. ૪:૬; ૧ પીત. ૨:૨૩) દલીલો કરવાને બદલે, એવું કંઈક કહીશું જેમાં તે આપણી સાથે સહમત હોય. કદાચ ઘરમાલિકના ગુસ્સે થવાનું કારણ નમ્રતાથી પૂછી શકાય. જોકે, કેટલીક વાર વ્યક્તિ વધારે ગુસ્સે ન થાય, એ માટે આપણે વાત ટૂંકાવી દેવી જોઈએ.—નીતિ. ૯:૭; ૧૭:૧૪.
૫. પ્રચાર કરતી વખતે શાંતિ જાળવવાથી શું ફાયદો થઈ શકે?
૫ હળીમળીને રહેવા આપણે શાંતિથી વર્તીશું તો, કદાચ ઘરમાલિક એ યાદ રાખશે. પછી, બીજી કોઈ વાર સાક્ષીઓ તેમને મળે તો તે સાંભળે પણ ખરા. (રોમ. ૧૨:૨૦, ૨૧) વ્યક્તિ સખત વિરોધ કરે તોપણ તે એક દિવસે આપણો ભાઈ બની શકે છે. (ગલા. ૧:૧૩, ૧૪) ભલે વ્યક્તિ સત્યમાં રસ ન બતાવે તોપણ આપણે કાબૂ રાખીશું અને શાંતિથી વર્તીશું. એમ કરવાથી, આપણે યહોવાને અને તેમના શિક્ષણને માન આપીએ છીએ.—૨ કોરીં. ૬:૩.