સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—વાતચીત અટકાવનારને જવાબ આપીએ
કેમ મહત્ત્વનું: ધારો કે જલદી જ કુદરતી આફત આવવાની છે એવું તમે જાણો છો. લોકો સલામત સ્થળે નહિ જશે તો તેઓ મરણ પામશે. પડોશીના ઘરે તમે ચેતવણી આપવા જાઓ છો. પણ, હું વ્યસ્ત છું એવું કહીને તે તમારી વાતચીત અટકાવે છે. તોપણ, તેમને મદદ કરવાનું તમે છોડી નહિ દો. આપણા પ્રચાર વિસ્તારમાં પણ ઘણા લોકો જીવન બચાવનાર સંદેશાનું મહત્ત્વ જાણતા ન હોવાથી, આપણું સાંભળતા નથી. કદાચ આપણે જઈએ ત્યારે તેઓ કામમાં વ્યસ્ત હોય છે. (માથ. ૨૪:૩૭-૩૯) અથવા કદાચ ખોટી અફવાઓ તેઓના મનમાં ઘર કરી ગઈ હોય. (માથ. ૧૧:૧૮, ૧૯) તેઓને કદાચ લાગે કે ખરાબ કામ કરતા બીજા ધર્મના લોકો જેવા જ આપણે છીએ. (૨ પીત. ૨:૧, ૨) જો ઘરમાલિક રસ ન બતાવે તેમ જ વિરોધ ન કરતા હોય, તો આપણે હિંમત ન હારવી જોઈએ.
આ મહિને આમ કરો:
વાતચીત અટકાવનાર મળે ત્યારે તેમના ઘરમાંથી નીકળ્યા પછી, તમારા સાથીદાર સાથે ચર્ચા કરો કે હજી કઈ રીતે વધારે સારી વાતચીત કરી શક્યા હોત.