ઘરમાલિક સમજી શકે એ રીતે વાત કરીએ
૧. પ્રચારમાં કઈ રીત વધારે અસરકારક છે?
૧ પ્રચારમાં આ બે રીતોમાંથી તમને કઈ અસરકારક લાગે છે: પોતાના વિચારો ઘરમાલિક પર થોપી બેસાડવા કે પછી તેમને એ રીતે સમજાવીએ કે પોતે ખરા નિર્ણય પર આવે? પ્રેરિત પાઊલે થેસ્સાલોનીકામાં રહેતા યહુદીઓ સાથે એ રીતે વાત કરી કે તેઓ પોતે ખરા નિર્ણય પર આવ્યા. તેમ જ, તેઓમાંના અમુકે “વિશ્વાસ કર્યો.” (પ્રે.કૃ. ૧૭:૨-૪, IBSI) લોકોને સારી રીતે સમજાવવા શું કરવું જોઈએ?
૨. પ્રચારમાં પાઊલની જેમ વાત કરવા આપણે શું કરવું જોઈએ?
૨ લોકોની માન્યતા અને વિચારો જાણીએ: પ્રચાર વિસ્તારના લોકોની માન્યતા અને વિચારો જાણતા હોઈશું તો, સારી રીતે વાત કરી શકીશું. પાઊલે અરેઓપાગસમાં ગ્રીક લોકો જાણકાર હોય અને સ્વીકારતા હોય એવી બાબતો પર તેઓ સાથે કરી. (પ્રે.કૃ. ૧૭:૨૨-૩૧) એવી જ રીતે, આપણે રજૂઆતની તૈયારી કરીએ ત્યારે વિચારીએ કે લોકો શું માને છે અને કેવી બાબતો તેઓને પસંદ નથી. (૧ કોરીં. ૯:૧૯-૨૨) જો ઘરમાલિક કોઈ બાબત પર વાંધો ઉઠાવે, તો તેઓ સહેલાઈથી સ્વીકારે એવા વિષય પર આગળ વાત વધારો.
૩. ઘરમાલિક ખરા નિર્ણય પર આવે માટે આપણે શું કરવું જોઈએ?
૩ સમજી વિચારીને સવાલ કરીએ: ધારો કે કોઈ આપણને ફોન પર ફલાણી જગ્યાએ કઈ રીતે પહોંચવું એ પૂછે છે. પણ આપણને ખબર જ ન હોય કે વ્યક્તિ ક્યાં છે તો, કેવી રીતે માર્ગદર્શન આપી શકીએ! એવી જ રીતે, જો આપણને ખબર ન હોય કે ઘરમાલિક શું માને છે, તો તેમને મદદ નહિ કરી શકીએ. ઈસુને લોકો કંઈ પૂછતા ત્યારે એનો જવાબ આપતા પહેલાં તેઓ શું માને છે એ જાણવા સામે સવાલ કરતા. દાખલા તરીકે, એક વ્યક્તિએ ઈસુને પૂછ્યું, “અનંતજીવનનો વારસો પામવા સારું મારે શું કરવું?” ઈસુએ એનો જવાબ આપતા પહેલાં, એ વ્યક્તિ શું માને છે એ પ્રથમ જાણ્યું. (લુક ૧૦:૨૫-૨૮) એક સમયે પીતરે ખોટો જવાબ આપ્યો ત્યારે, તેના વિચારો સુધારવા ઈસુએ યોગ્ય સવાલો કર્યા. (માથ. ૧૭:૨૪-૨૬) એવી જ રીતે આપણે પણ સમજી-વિચારીને યોગ્ય સવાલ પૂછવા જોઈએ, જેથી ઘરમાલિક ખરા નિર્ણય પર આવી શકે.
૪. શા માટે ઘરમાલિકને સમજાવવાની કોશિશ કરવી જોઈએ?
૪ ઘરમાલિકને સારી રીતે સમજાવવાથી આપણે મહાન શિક્ષક ઈસુ અને પહેલી સદીના ઈશ્વરભક્તોની શીખવવાની રીતની નકલ કરીએ છીએ. એમ કરવાથી આપણે ઘરમાલિકને માન બતાવીએ છીએ. (૧ પીત. ૩:૧૫) આમ તે આપણને ફરી આવવા આમંત્રણ આપશે.