સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક આપીએ
કેમ મહત્ત્વનું: સત્ય શીખવવા બાઇબલ શીખવે છે પુસ્તક આપણું મુખ્ય સાધન છે. જોકે, બાઇબલ અભ્યાસ શરૂ કરતા પહેલાં, આપણે ઘરમાલિકને એ પુસ્તક આપવું પડશે. એટલે જ આપણે બધાએ સેવાકાર્યમાં બાઇબલ શીખવે છે પુસ્તક આપવામાં કુશળ બનવું જોઈએ. (નીતિ. ૨૨:૨૯) એ પુસ્તક આપવાની ઘણી રીતો છે, જેમાંથી પ્રકાશક કોઈ પણ અસરકારક રીતનો ઉપયોગ કરી શકે છે. મોટા ભાગે આપણે બાઇબલ અભ્યાસ શરૂ કરવા ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર બાદ, બાઇબલ શીખવે છે પુસ્તક તરફ ઘરમાલિકનું ધ્યાન દોરીને એમાંથી અભ્યાસ શરૂ કરીએ. અમુક કિસ્સામાં જો ઘરમાલિક વધારે રસ બતાવે, તો કદાચ પ્રકાશક તેને શરૂઆતથી જ બાઇબલ શીખવે છે પુસ્તક આપી શકે.
આ મહિને આમ કરો:
કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે પ્રેક્ટિસ કરો.
પ્રચારમાં હો ત્યારે સાથીદારને જણાવો કે ઘરમાલિકને તમે શું કહેશો. (નીતિ. ૨૭:૧૭) રજૂઆત અસરકારક બનાવવા જરૂરી ફેરફાર કરો.