સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક અથવા ખુશખબર પુસ્તિકામાંથી અભ્યાસ કઈ રીતે ચલાવવો એ બતાવવું
કેમ મહત્ત્વનું: બાઇબલમાંથી મફત અભ્યાસ કરાવીએ છીએ એવું આપણે કહીએ છીએ ત્યારે, ઘણા લોકો કદાચ એનો અર્થ સમજતા નથી. તેઓ કદાચ વિચારે કે, કોઈ ગ્રૂપ સાથે જોડાવું પડશે અથવા કોઈ કોર્સ કરવો પડશે. બાઇબલ અભ્યાસ કરાવીએ છીએ એમ કહેવાને બદલે કઈ રીતે કરવામાં આવે છે એ બતાવીએ. થોડી જ મિનિટમાં તમે બતાવી શકો કે, બાઇબલમાંથી શીખવું અને સમજવું કેટલું સહેલું છે. એ તમે ઘરના બારણે પણ કરી શકો.
આ મહિને આમ કરો:
બાઇબલ અભ્યાસ શરૂ કરવાના તમારા પ્રયત્નોને આશીર્વાદ મળે માટે યહોવાને પ્રાર્થના કરો.—ફિલિ. ૨:૧૩.
પ્રચારમાં હો ત્યારે ઓછામાં ઓછું એક વાર બાઇબલ શીખવે છે પુસ્તક અથવા ખુશખબર પુસ્તિકા દ્વારા બાઇબલ અભ્યાસ કઈ રીતે થાય છે એ બતાવવાનો પ્રયત્ન કરો. અથવા બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો બતાવો.