વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૦ પાન ૬
  • સ્ટડી કેવી રીતે ચલાવવી એ બતાવવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સ્ટડી કેવી રીતે ચલાવવી એ બતાવવું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક અથવા ખુશખબર પુસ્તિકામાંથી અભ્યાસ કઈ રીતે ચલાવવો એ બતાવવું
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • બીજાઓને શીખવવા ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક આપીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૫/૧૦ પાન ૬

સ્ટડી કેવી રીતે ચલાવવી એ બતાવવું

જ્યારે તમે બાઇબલમાંથી શીખવવા વિષે પૂછો ત્યારે ઘણા ઘરમાલિક કહેશે કે ‘મને રસ નથી.’ અથવા તો એવું પણ કહેતા હોય છે કે ‘અમને ચર્ચમાં બધું શીખવે છે.’ જોકે તેઓને ખબર નથી કે ચર્ચમાં જે શીખે છે અને આપણી પાસેથી બાઇબલમાંથી જે શીખવા મળશે એમાં જમીન-આસમાનનો ફરક છે. તેઓને ખબર નથી કે સ્ટડી કરવાથી કેટલું બધું જાણવા મળશે, કેટલી ખુશી મળશે. એટલા માટે ફક્ત બાઇબલમાંથી શીખવવા વિષે પૂછવાને બદલે કેમ નહિ કે થોડી મિનિટો લઈને બતાવો કે તે કઈ રીતે બાઇબલમાંથી શિક્ષણ લઈ શકે છે. દાખલા તરીકે, ખાલી એમ ના કહો કે તમે સરસ વાનગીઓ બનાવો છો અને ફરી આવશો ત્યારે એ લઈ આવશો. એને બદલે વાનગીનો ટેસ્ટ તરત જ કરાવો. તમે થોડી મિનિટોમાં એ કઈ રીતે કરી શકો, એ માટે જાન્યુઆરી ૨૦૦૬ની આપણી રાજ્ય સેવાના પાન ૬ પર સરસ માહિતી આપેલી છે.

તમને લાગે કે ઘરમાલિક ખરેખર રસ બતાવે છે, તો તમે કહી શકો: ‘તમને લાગે છે કે એવો દિવસ આવશે જ્યારે શાસ્ત્રના આ શબ્દો સાચા પડશે? [યશાયાહ ૩૩:૨૪ વાંચો અને વ્યક્તિને જવાબ આપવા દો.] આ વિષયમાં તમને રસ પડે એવું કંઈક બતાવું.’ પછી ઘરમાલિકને બાઇબલ શીખવે છે પુસ્તક આપો અને પાન ૩૬ પરના ફકરા ૨૨ પર ધ્યાન દોરો. નીચે આપેલો સવાલ વાંચો. પછી તમે ફકરો વાંચો ત્યારે ઘરમાલિક એમાંથી જવાબ શોધવા કહી શકો. ફરીથી સવાલ પૂછો અને ઘરમાલિકના જવાબને ધ્યાનથી સાંભળો. એ ફકરામાં ટાંકેલી કોઈ એક કલમ સાથે વાંચો. પછી છેલ્લે એક સવાલ પૂછો અને કહો કે એનો જવાબ ફરી આવીશ ત્યારે આપીશ. ફરી મુલાકાતનો સમય અને દિવસની ચોક્કસ ગોઠવણ કરો. આવી રીતે તમે બાઇબલ સ્ટડી શરૂ કરી શકો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો