બીજાઓને શીખવવા ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીએ
૧. ખુશખબર પુસ્તિકાને કઈ રીતે તૈયાર કરવામાં આવી છે?
૧ જુલાઈ મહિનાની આપણી રાજ્ય સેવામાં આપણે શીખી ગયા કે, બીજાઓને શીખવવા માટે એક મહત્ત્વનું સાહિત્ય ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા પણ છે. ઉલ્લેખ કરેલી કલમો બાઇબલમાંથી ટાંકવામાં આવી નથી, જેથી ઘરમાલિક એને સીધેસીધી બાઇબલમાંથી વાંચે અને શીખવાનો આનંદ માણે. જોકે, વાંચનાર પોતે જ સમજી શકે એ રીતે આપણું મોટા ભાગનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ, આ પુસ્તિકાને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, સમજવા માટે શીખવનારની જરૂર પડી શકે. એટલે, આ પુસ્તક આપીએ ત્યારે, એમાંથી કઈ રીતે અભ્યાસ થાય છે એ બતાવીએ. એનાથી, ઘરમાલિક જોઈ શકશે કે, બાઇબલમાંથી શીખવું ખૂબ આનંદ આપનારું છે.—માથ. ૧૩:૪૪.
૨. પહેલી મુલાકાતમાં આપણે ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ?
૨ પહેલી મુલાકાત વખતે: તમે કદાચ આમ કહી શકો: “હું આજે લોકોને મળી રહ્યો છું. કારણ કે, ઘણાને ભાવિ વિશે ચિંતા થાય છે. શું તમને લાગે છે કે આ પરિસ્થિતિ ક્યારેય સુધરશે? [જવાબ આપવા દો.] ભાવિ વિશે આશા આપતી એક ખુશખબર છે, જે આપણા સર્જનહાર આપે છે. આ પુસ્તિકામાં અમુક સવાલો આપવામાં આવ્યા છે, જેના તમે સંતોષકારક જવાબો મેળવી શકો છો.” ઘરમાલિકને પુસ્તિકા આપો અને છેલ્લા પાન પર આપેલા સવાલોમાંથી કોઈ એક પસંદ કરવાનું કહો. એ પાઠના પહેલા ફકરા દ્વારા બતાવો કે અભ્યાસ કઈ રીતે થાય છે. બીજી રીત છે કે, તમે કોઈ પાઠ પસંદ કરો અને એના આધારે ઘરમાલિકને રસ પડે એવો સવાલ પૂછો. એ પછી, આ પુસ્તિકા કઈ રીતે સવાલોના જવાબ બાઇબલમાંથી શોધવા મદદ કરે છે એ બતાવો. એ પાઠને લગતો કોઈ વીડિયો jw.org પર હોય તો, અમુક પ્રકાશકો રજૂઆત કરતી વખતે એ બતાવે છે.
૩. ખુશખબર પુસ્તિકામાંથી અભ્યાસ કઈ રીતે ચલાવવામાં આવે છે એ સમજાવો.
૩ અભ્યાસ કઈ રીતે ચલાવવામાં આવે છે: (૧) ઘરમાલિક મુખ્ય મુદ્દા પર ધ્યાન આપી શકે માટે ઘાટા અક્ષરમાં છાપેલો સવાલ વાંચો. (૨) એ પછી ફકરો વાંચો. (૩) ત્રાંસા અક્ષરોમાં આપેલી કલમો વાંચો. સવાલનો જવાબ કલમમાં કઈ રીતે આપવામાં આવ્યો છે એ પારખવા સમજી-વિચારીને સવાલો પૂછો. (૪) એ સવાલની નીચે બીજો ફકરો હોય તો, પગલાં ૨ અને ૩ પ્રમાણે કરો. પછી, જો એ સવાલને લગતો કોઈ વીડિયો હોય અને હજી તમે ઘરમાલિકને બતાવ્યો ન હોય, તો એ મુદ્દાની ચર્ચા કરતી વખતે બતાવો. (૫) છેલ્લે, ઘરમાલિકને મુખ્ય સવાલ પૂછો જેથી, તેમને સમજાયું કે નહિ એની ખબર પડે.
૪. આ પુસ્તિકાને સારી રીતે વાપરવા આપણને શું મદદ કરશે?
૪ આ પુસ્તિકાને સારી રીતે વાપરવાનું શીખો. દરેક યોગ્ય સંજોગોમાં એનો ઉપયોગ કરો. અભ્યાસ પહેલાં વિદ્યાર્થીનો વિચાર કરો. તેમ જ, વિચારો કે પાઠમાં આપેલી કલમ દ્વારા કઈ રીતે તેની સાથે ચર્ચા કરી શકાશે. (નીતિ. ૧૫:૨૮; પ્રે.કૃ. ૧૭:૨, ૩) તમે જેમ જેમ અનુભવી બનતા જશો તેમ તેમ આ પુસ્તિકા સત્ય શીખવવા માટે તમારી સૌથી મનપસંદ પુસ્તિકા બની જશે.