વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૨ પાન ૧
  • શું તમે આ મોટી પુસ્તિકાઓ વાપરો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે આ મોટી પુસ્તિકાઓ વાપરો છો?
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ વિષે થોડું જાણનારા અને ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના નથી, તેઓ માટે આ પુસ્તિકા તૈયાર કરી છે
  • મુસ્લિમ ધર્મ પાળતા અને ખાસ કરીને છૂટથી બાઇબલનો અભ્યાસ કરી શકનાર માટે આ પુસ્તિકા તૈયાર કરી છે
  • શોક કરનારને દિલાસો મળે અને ગુજરી ગયેલાને સજીવન કરવામાં આવશે એવી શ્રદ્ધા વધે માટે આ પુસ્તિકા તૈયાર કરી છે
  • નવું બ્રોશર કેવી રીતે આપવું જોઈએ?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું:
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • બીજાઓને શીખવવા ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • બાઇબલ શીખવે છે પુસ્તક માટે હજુ તૈયાર ન હોય તેઓને મદદ કરવી
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧/૧૨ પાન ૧

સાચવીને રાખો

શું તમે આ મોટી પુસ્તિકાઓ વાપરો છો?

બાઇબલ વિષે થોડું જાણનારા અને ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના નથી, તેઓ માટે આ પુસ્તિકા તૈયાર કરી છે

આમ કહી શકીએ: “આ શાસ્ત્ર વચન વિષે તમને કેવું લાગે છે. [ગીતશાસ્ત્ર ૩૭:૧૧ વાંચો, જેનો પાઠ ૧૧માં ઉલ્લેખ થયો છે.] આ વચન પૂરું થશે ત્યારે દુનિયા કેવી હશે? [જવાબ આપવા દો.] બાઇબલ બધી જ જાતિ, સમાજ અને ધર્મના લોકોને સુંદર આશા અને દિલાસો આપે છે.” પાન ૩નો પહેલો ફકરો વાંચો અને પુસ્તિકા આપો.

આમ પણ કરી શકો: બીજા કોઈ ધર્મની વ્યક્તિ સાથે બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ ચલાવતી વખતે તમે આમ કરી શકો: શરૂઆતમાં કે અંતમાં પુસ્તિકામાંથી એક ભાગ વાંચો, જેથી તેઓને બાઇબલની ઝલક મળે.

મુસ્લિમ ધર્મ પાળતા અને ખાસ કરીને છૂટથી બાઇબલનો અભ્યાસ કરી શકનાર માટે આ પુસ્તિકા તૈયાર કરી છે

આમ કહી શકીએ: “બધા મુસ્લિમ ભાઈઓ ફક્ત ખુદા અને તેમના પયગંબરમાં માને છે, ખરું ને? [જવાબ આપવા દો.] હું એક જૂની ભવિષ્યવાણી વિષે વાત કરવા ચાહું છું જે બતાવે છે કે આખી ધરતી ફિરદોસ બની જશે. એના વિષે એક પયગંબરે શું લખ્યું એ વાંચી આપું? [યશાયા ૧૧:૬-૯ વાંચો.] ઘણા લોકો વિચારે છે કે ખુદા કઈ રીતે આવી દુનિયા લાવશે. આ પુસ્તિકા જણાવે છે કે એના વિષે અનેક પયગંબરોએ શું કહ્યું છે.”

આમ પણ કહી શકો: જો ઘરમાલિક પુસ્તિકા સ્વીકારે તો આમ કહો: “ખુદાએ આપેલી કિતાબ જણાવે છે કે શરૂઆતમાં મનુષ્ય ફિરદોસમાં રહેતો હતો. બીજી વખતે આપણે વાત કરીશું કે ‘ઇન્સાને કઈ રીતે ખુદાનો માર્ગ છોડી દીધો અને ફિરદોસનું જીવન ગુમાવ્યું?’” પાછા જાઓ ત્યારે પાન છ પરના શરૂઆતના ફકરાની ચર્ચા કરો.

શોક કરનારને દિલાસો મળે અને ગુજરી ગયેલાને સજીવન કરવામાં આવશે એવી શ્રદ્ધા વધે માટે આ પુસ્તિકા તૈયાર કરી છે

આમ કહી શકીએ: “કુટુંબમાંથી કોઈ ગુજરી જાય ત્યારે ખૂબ દુઃખ થાય છે, ખરુંને? એ દુઃખ સહેવા ક્યાંથી મદદ મળી શકે? [જવાબ આપવા દો.] ઈસુના આ વચનથી ઘણાને દિલાસો મળ્યો છે. [પુસ્તિકાના પાન ૨૭ ઉપરથી યોહાન ૫:​૨૧, ૨૮, ૨૯ વાંચો.] પાન ૨૬ પરનું ચિત્ર જુઓ. [લાજરસને સજીવન કરવામાં આવ્યા એ ચિત્રની વાત કરો.] આ બતાવે છે કે ઈસુએ ગુજરી ગયેલા લાજરસને સાચે જ સજીવન કર્યા હતા. આ પુસ્તિકા જણાવે છે કે દુઃખના સમયમાં કઈ રીતે દિલાસો પામી શકીએ અને બીજાઓને પણ દિલાસો આપી શકીએ.”

આમ પણ કહી શકો: જો ઘરમાલિક પુસ્તિકા સ્વીકારે તો, પાન ૨૮, ફકરો ૪ સાથે વાંચો. પછી કહી શકો: “બીજી વાર તમને બતાવીશ કે બાઇબલના શિક્ષણ પ્રમાણે કેવી દુનિયામાં રહેવાની આશા રાખી શકીએ.” પાછા જાઓ ત્યારે પાન ૩૦ ઉપરથી એકાદ મુદ્દાની ચર્ચા કરો.

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania સર્વ હક્ક સ્વાધીન

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો