વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૦ પાન ૨
  • નવું બ્રોશર કેવી રીતે આપવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવું બ્રોશર કેવી રીતે આપવું જોઈએ?
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું:
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • શું તમે આ મોટી પુસ્તિકાઓ વાપરો છો?
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • બાઇબલનો સંદેશો પુસ્તિકા આપવાની એક રીત
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • બીજાઓને શીખવવા ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૦ પાન ૨

નવું બ્રોશર કેવી રીતે આપવું જોઈએ?

૧. નવેમ્બરમાં આપણે શું ઑફર કરીશું? આ સાહિત્ય કેમ બહાર પાડવામાં આવ્યું છે?

૧ ૨૦૦૯ના “જાગતા રહો!” ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં બાઇબલનો સંદેશો શું છે? એ નવું બ્રોશર બહાર પડ્યું હતું. નવેમ્બરમાં આ બ્રોશર પહેલી વાર મંડળો લોકોને આપશે. આ બ્રોશરથી લોકોને કેવી મદદ મળશે? બાઇબલ વિષે બહુ ઓછું જાણતા લોકો પાન ત્રણ પર ‘બાઇબલમાં શું સમાયેલું છે એ વિષેની ઝલકʼમાંથી વધારે માહિતી મેળવીને લાભ મેળવી શકશે.

૨. આપણે આ બ્રોશર કેવી રીતે આપી શકીએ?

૨ બ્રોશર કેવી રીતે આપવું: જો ઘરમાલિક ચર્ચમાં જનાર હોય તો આપણે આવું કંઈક કહી શકીએ: “હું કંઈક વાંચું એ વિષે તમારો અભિપ્રાય જોઈએ છે. [૨ તીમોથી ૩:૧૬ વાંચો.] ઘણા આ શબ્દો સાથે સહમત થતા હોય છે, જ્યારે કે અમુક બાઇબલને ખાલી એક સારા પુસ્તક તરીકે જોતા હોય છે. પણ બાઇબલ વિષે તમારું શું માનવું છે? [જવાબ આપવા દો.] વ્યક્તિ ગમે તે ધર્મ પાળતી હોય બાઇબલમાં શું છે એ જાણવાનું એક સારું કારણ રહેલું છે. [પાન ૩ પરના શરૂઆતના ફકરા વાંચો.] તમે બ્રોશર વાંચો તેમ જોઈ શકશો કે આખા બાઇબલનો એક જ મુખ્ય વિષય છે.”

૩. ખ્રિસ્તી ના હોય એવા લોકોને બ્રોશર ઑફર કરવા માટે કેવી રજૂઆત કરવી જોઈએ?

૩ જે લોકો ખ્રિસ્તી નથી પણ બાઇબલને માન આપે છે એવા લોકો સાથે વાત કરતા કહી શકીએ: “તમને લાગે છે કે જેઓ જુલમ અને અન્યાય સહી રહ્યા છે એવા લોકોની પરમેશ્વર કાળજી રાખે છે? [જવાબ આપવા દો.] શું હું તમને બાઇબલમાંથી પરમેશ્વરે આપેલા વચન વિષે કંઈ વાંચી આપું? [જો ઘરમાલિક ચાહે તો ગીતશાસ્ત્ર ૩૭:૧૧ વાંચો.] જ્યારે આ વચન સાચું પડશે ત્યારે આ દુનિયા કેવી હશે? [જવાબ આપવા દો.] આજે જુદી જુદી સંસ્કૃતિ અને ધર્મના લોકોને બાઇબલ દિલાસો અને આશાનો સંદેશો આપે છે. પાન ૩ પરનો ફકરો વાંચો અને પછી બ્રોશર ઑફર કરો.

૪. બાઇબલ અભ્યાસ શરૂ કરવા આ બ્રોશર કેવી રીતે વાપરી શકીએ?

૪ બાઇબલ અભ્યાસ શરૂ કરો: ફરી મુલાકાત કરવા જાવ ત્યારે પહેલી મુલાકાતમાં જે વિષય પર વાત કરી હોય એ વિષય પર વાત શરૂ કરી શકો. એ વિષયના પ્રકરણમાં નીચે જે સવાલો આપ્યા હોય એને ધ્યાનમાં રાખીને એક-બે ફકરા પર ચર્ચા કરી શકો. અથવા તમે બ્રોશરનું છેલ્લું પાન તેમની સાથે વાંચી શકો અને બાઇબલ શીખવે છે પુસ્તક ઑફર કરી શકો. તેમને પુસ્તક હાથમાં આપી વિષયો બતાવી પૂછી શકો કે તેમને કયા વિષય પર ચર્ચા કરવાનું ગમશે. ઘરમાલિક જે વિષય પસંદ કરે એ પ્રકરણના એક-બે ફકરા પર ચર્ચા કરી શકો. ચાલો આપણે બધા નવેમ્બર મહિનામાં આ બ્રોશર આપવામાં ઉત્સાહથી ભાગ લઈએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો