ડિસેમ્બર ૨૨નું અઠવાડિયું
ગીત ૨૮ (221) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૬, ફકરા ૧૧-૧૮ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યહોશુઆ ૯-૧૧ (૧૦ મિ.)
નં. ૧: યહોશુઆ ૯:૧૬-૨૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: નસીબ જેવું કંઈ નથી—td ૨૦ક (૫ મિ.)
નં. ૩: યહોવા પોતાના નિયમો આપે છે—my વાર્તા ૩૫ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: આપણને મળેલા જ્ઞાનના ખજાનામાંથી “સારું” કાઢીએ.—માથ. ૧૨:૩૫ક.
ગીત ૧૨ (93)
૩૦ મિ: “શીખવવાની કળામાં સુધારો કરવા ૨૦૧૫ની દેવશાહી સેવા શાળા મદદ કરે છે.” શાળા નિરીક્ષક દ્વારા ચર્ચા. તે અમુક ફકરાઓની ચર્ચા કરતા પહેલાં એને વંચાવવાનું પસંદ કરી શકે. અમુક ફેરફારો પર ભાર મૂકો. જેમ કે, સોંપણી નં. ૧, બાઇબલના મુખ્ય મુદ્દાઓનો સમય અને શાળા નિરીક્ષકનાં સલાહ-સૂચનો. ફકરો સાત વંચાવો અને એની ચર્ચા કરો. પછી, દૃશ્યથી બતાવો કે બાઇબલ વિશે જાણકારી પુસ્તિકાના પાન ૧૪ની માહિતીને આધારે એક વડીલ પોતાની પત્ની અને બાળક સાથે કુટુંબ તરીકે અભ્યાસ કરે છે. શાળામાં મળતી સૌથી સારી તાલીમનો લાભ લેવા અને બૅનિફિટ ફ્રોમ થીઓક્રેટિક મિનિસ્ટ્રી સ્કૂલ એજ્યુકેશન પુસ્તકનો સારો ઉપયોગ કરવા દરેકને ઉત્તેજન આપો.
ગીત ૮ (51) અને પ્રાર્થના