બાઇબલમાં રહેલો ખજાનો | એઝરા ૬–૧૦
ખુશીથી સેવા આપતા લોકોને યહોવા ચાહે છે
યરૂશાલેમ પાછા જવા એઝરાએ તૈયારી કરી
યરૂશાલેમ પાછા જઈ યહોવાની ભક્તિ આગળ વધારવા એઝરાને રાજા આર્તાહશાસ્તા તરફથી પરવાનગી મળી
યહોવાનું ઘર બાંધવા એઝરાની ‘સર્વ માંગ’ રાજા પૂરી કરે છે. રાજા તેને સોનું, રૂપું, ઘઉં, દ્રાક્ષદારૂ, તેલ અને મીઠું આપે છે. એ બધાની કિંમત આજે આશરે ૬.૬ અબજ રૂપિયા કરતાં વધારે થાય
યહોવા પોતાના લોકોનું રક્ષણ કરશે એવો એઝરાને ભરોસો હતો
યરૂશાલેમ પાછા જવું સહેલું ન હતું
તેઓએ આશરે ૧,૬૦૦ કિ.મી. મુસાફરી કરવાની હતી જેમાં જોખમકારક વિસ્તારો હતા
યરૂશાલેમ પહોંચતા ૪ મહિના લાગ્યા
પાછા આવેલા લોકોને અડગ શ્રદ્ધા તેમજ સાચી ભક્તિ માટે ઉત્સાહ અને હિંમતની જરૂર હતી
મુસાફરી વખતે એઝરા પાસે . . .
રહેલાં સોના-ચાંદીનું વજન આશરે ૭૫૦ તાલંત, આશરે આફ્રિકાના ૩ હાથીના વજન જેટલું હતું!
પાછા આવનાર લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો
લુટારા, રણ વિસ્તાર અને જંગલી જાનવરો