એસ્તેર ઈશ્વરના લોકો વતી બોલ્યાં | એસ્તેર ૧–૫
એસ્તેર ઈશ્વરના લોકો વતી બોલ્યાં
ઈશ્વરના લોકો વતી બોલતી વખતે એસ્તેરે જબરજસ્ત શ્રદ્ધા અને હિંમત બતાવી
જો કોઈ વ્યક્તિ રાજાના બોલાવ્યા વગર તેમની સમક્ષ જાય, તો તેનું મોત થઈ શકતું હતું. એસ્તેરને ૩૦ દિવસથી રાજાની હજૂરમાં બોલાવવામાં આવ્યાં ન હતાં
રાજા અહાશ્વેરોશ (કે શાસ્તા પહેલા) ગરમ મિજાજના હતા. એકવાર તેમણે બીજાઓને ચેતવણી આપવા એક માણસના બે ટુકડા કરવાનો હુકમ આપ્યો. વાશતી રાણીએ તેમની આજ્ઞા ન માની ત્યારે, તેને રાણીની પદવી પરથી દૂર કરી
એસ્તરે જણાવવાનું હતું કે, પોતે યહુદી છે. તેમ જ, રાજાને ખાતરી અપાવવાની હતી કે એક વિશ્વાસુ અધિકારીએ તેમને છેતર્યા છે