ફેબ્રુઆરી ૨૯–માર્ચ ૬
એસ્તેર ૧–૫
ગીત ૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“એસ્તેર ઈશ્વરના લોકો વતી બોલ્યાં”: (૧૦ મિ.)
[એસ્તેરની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]
એસ્તે ૩:૫-૯—હામાન ઈશ્વરના લોકોનો નાશ કરવાનું કાવતરું ઘડતો હતો (ia-E ૧૩૧ ¶૧૮-૧૯; w૦૬ ૩/૧ ૩ ¶૪)
એસ્તે ૪:૧૧–૫:૨—એસ્તેરની શ્રદ્ધા એટલી મક્કમ હતી કે તેમને મરવાનો પણ ડર ન હતો (ia-E ૧૨૫ ¶૨; ૧૩૪ ¶૨૪-૨૬; w૧૨ ૨/૧ ૨૧ ¶૧૪-૧૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
એસ્તે ૨:૧૫—એસ્તરે કઈ રીતે સંતોષી વલણ અને નમ્રતા બતાવ્યાં? (w૦૬ ૩/૧ ૫ ¶૪)
એસ્તે ૩:૨-૪—મોર્દખાયે હામાનની આગળ નમવાનો કેમ નકાર કર્યો? (ia-E ૧૩૧ ¶૧૮; w૦૬ ૩/૧ ૫ ¶૧)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: એસ્તે ૧:૧-૧૫ (૪ મિ. કે એનાથી ઓછું)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ભગવાનનું સાંભળો પુસ્તિકા આપો. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ભગવાનનું સાંભળો પુસ્તિકા લીધી હોય તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો. પાન ૨-૩ની ચર્ચા કરો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) પહેલી મુલાકાતમાં કોઈએ ભગવાનનું સાંભળો પુસ્તિકા સ્વીકારી હોય તો, ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકાના પાન ૪-૫નો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસનું દૃશ્ય બતાવો. (km ૭/૧૨ ૩ ¶૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
સભાની નવી ગોઠવણથી અને સભા પુસ્તિકાથી તમને કેવા ફાયદા થઈ રહ્યા છે?: (૫ મિ.) ચર્ચા. બધાને પૂછો કે સભાની નવી ગોઠવણથી તેઓને વ્યક્તિગત રીતે શું ફાયદો થયો છે. વધારે લાભ મેળવવા સારી તૈયારી કરવાનું બધાને ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૯ (૩૦ મિ.)
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)