વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ માર્ચ પાન ૭
  • ગુજરી ગયેલા લોકો ઈસુના બલિદાનથી સજીવન થશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગુજરી ગયેલા લોકો ઈસુના બલિદાનથી સજીવન થશે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ગુજરી ગયેલાં સગાં-વહાલાં અને દોસ્તોને જીવતાં કરવામાં આવશે!
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • પુનરુત્થાનની આશા તમને કેવી રીતે અસર કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ‘હું ઈશ્વરમાં ભરોસો રાખું છું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ માર્ચ પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગુજરી ગયેલા લોકો ઈસુના બલિદાનથી સજીવન થશે

એક યુવાન બહેનના ગુજરી જવાથી કુટુંબીજનો અને મિત્રો દુઃખી થાય છે. જોકે તેની બહેનને સજીવન થવાની આશા પર મનન કરવાથી દિલાસો મળે છે

ઈસુના બલિદાનથી ભાવિમાં મળનાર આશીર્વાદો પર મનન કરવા સ્મરણપ્રસંગ આપણને સારી તક આપે છે. જેમ કે, ગુજરી ગયેલા લોકોનું સજીવન થવું. માણસો મરણ પામે એવું યહોવા જરાય ચાહતા ન હતા. એટલે જ, સ્નેહીજનને મરણમાં ગુમાવવું એ આપણા માટે સૌથી મોટું દુઃખ હોય છે. (૧કો ૧૫:૨૬) લાજરસના મરણ વખતે પોતાના શિષ્યોને દુઃખી જોઈને ઈસુ પણ દુઃખી થયા હતા. (યોહ ૧૧:૩૩-૩૫) ઈસુનો સ્વભાવ તેમના પિતા જેવો જ છે. તેથી, ખાતરી રાખી શકીએ કે આપણને દુઃખી થતા જોઈને યહોવા પણ દુઃખી થાય છે. (યોહ ૧૪:૭) યહોવા એ સમયની આતુરતાથી રાહ જુએ છે જ્યારે, તે પોતાના ભક્તોને સજીવન કરશે. આપણે પણ એ જોવા આતુર છીએ.—અયૂ ૧૪:૧૪, ૧૫.

આપણે જાણીએ છીએ કે યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે. તેથી, સજીવન કરવાનું કાર્ય પણ તે વ્યવસ્થાપૂર્વક કરશે. (૧કો ૧૪:૩૩, ૪૦) એ વખતે દફનવિધિ નહિ થાય પરંતુ, સજીવન થયેલા લોકોને કદાચ આવકારવાની વિધિ થશે. શું તમે સજીવન થવાની આશા પર મનન કરો છો, ખાસ કરીને સ્નેહીજનને ગુમાવવાના દુઃખના સમયમાં? (૨કો ૪:૧૭, ૧૮) યહોવાએ ઈસુનું બલિદાન આપ્યું છે. તેમ જ, બાઇબલ આપ્યું છે જેમાં જણાવ્યું છે કે, ગુજરી ગયેલા લોકો સજીવન થશે. શું એ બધા માટે તમે યહોવાનો આભાર માનો છો?—કોલો ૩:૧૫.

  • તમે કયાં મિત્રો અને સ્નેહીજનોને ફરી જોવાં આતુર છો?

  • તમે ખાસ કરીને બાઇબલનાં કયાં પાત્રો સાથે વાત કરવા માંગો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો