ડિસેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
ડિસેમ્બર ૫-૧૧
બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૧-૫
“ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ”
(યશાયા ૨:૨, ૩) છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે. ૩ ઘણા લોકો જઈને કહેશે, ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેના માર્ગ શીખવશે, ને આપણે તેના રસ્તામાં ચાલીશું; કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરૂશાલેમમાંથી નીકળશે.
ip-1 ૩૮-૪૧ ¶૬-૧૧
યહોવાહની ઉપાસના ચડિયાતી થઈ
યશાયાહની ભવિષ્યવાણી ક્યારે પૂરી થવાની હતી? “છેલ્લા કાળમાં.” સરળ ભાષાનું પવિત્ર બાઇબલ કહે છે: “છેલ્લા દિવસોમાં.” ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રમાં એ સમયમાં થનાર બનાવો ભાખવામાં આવ્યા. એમાં યુદ્ધો, ધરતીકંપો, બીમારીઓ, ખોરાકની અછત અને ‘સંકટના વખતોનો’ સમાવેશ થાય છે. (૨ તીમોથી ૩:૧-૫; લુક ૨૧:૧૦, ૧૧) એવી ભવિષ્યવાણીઓ જ પુરાવો આપે છે કે આપણે “છેલ્લા કાળમાં,” આ જગતના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છે. તેથી, વાજબી રીતે જ યશાયાહે ભાખેલી બાબતો પૂરી થવાની આપણે અપેક્ષા રાખીએ છીએ.
ઉપાસનાની જગ્યા
યશાયાહ થોડા જ શબ્દોમાં પ્રબોધકીય ચિત્રનું સુંદર વર્ણન કરે છે. આપણે એક ઊંચો પર્વત જોઈએ છીએ, જેના પર યહોવાહનું ભવ્ય મંદિર મુગટ સમાન શોભે છે. બીજા બધા પર્વતો અને ડુંગરોથી એ પર્વત ખૂબ જ ઊંચો છે. તોપણ, એ જોઈને ચઢવાની હિંમત હારી જવાય એવો નથી. સર્વ દેશોમાંના લોકો યહોવાહના મંદિરના એ પર્વત પર પ્રવાહની પેઠે પ્રવેશ કરી રહ્યા છે. એની કલ્પના કરવી સહેલું છે, પણ એનો અર્થ શું થાય છે?
યશાયાહના સમયમાં મોટે ભાગે ડુંગર અને પર્વતો પર ઉપાસના થતી. દાખલા તરીકે, એના પર મૂર્તિપૂજા માટે જૂઠા દેવોની વેદીઓ હતી. (પુનર્નિયમ ૧૨:૨; યિર્મેયાહ ૩:૬) જો કે યહોવાહનું મંદિર તો યરૂશાલેમના મોરીયાહ પર્વતના શિખરે આવેલું હતું. વિશ્વાસુ ઈસ્રાએલીઓ વર્ષમાં ત્રણ વખત મોરીયાહ પર્વત પર સાચા દેવની ભક્તિ કરવા ચઢતા. (પુનર્નિયમ ૧૬:૧૬) તેથી, ‘યહોવાહના મંદિરના પર્વત’ પર પ્રજાઓ પ્રવાહની પેઠે પ્રવેશ કરશે, એ સાચી ઉપાસના માટે ઘણા લોકોનું ભેગા થવું ચિત્રિત કરે છે.
જો કે આજે યહોવાહના લોકો પર્વત પર આવેલા પથ્થરના મંદિરમાં ભક્તિ કરતા નથી. યહોવાહનું મંદિર તો રૂમી લશ્કરોએ ૭૦ની સાલમાં નાશ કરી નાખ્યું હતું. એ સિવાય, પ્રેષિત પાઊલે પણ સ્પષ્ટ કર્યું કે યરૂશાલેમનું મંદિર અને એના પહેલાનો મુલાકાતમંડપ, એ બંને ભાવિનું ચિત્ર રજૂ કરતા હતા. એ તો એવા મહાન, આત્મિક બંધારણને દર્શાવે છે, જે “મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ ઊભો કરેલો છે.” (હેબ્રી ૮:૨) એ આત્મિક મંડપ યહોવાહની ભક્તિ કરવાની ગોઠવણ છે, જે ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાન પર આધારિત છે. (હેબ્રી ૯:૨-૧૦, ૨૩) એની સુમેળમાં, યશાયાહ ૨:૨માંનો “યહોવાહના મંદિરનો પર્વત” આપણા સમયમાં ચડિયાતી બનેલી યહોવાહની ભક્તિને રજૂ કરે છે. તેથી, શુદ્ધ ઉપાસના કરનારાઓ કંઈ અમુક જગ્યાએ ભેગા થતા નથી, પણ તેઓ યહોવાહની ઉપાસનામાં એક થાય છે.
શુદ્ધ ઉપાસના ચડિયાતી કરવી
પ્રબોધક કહે છે કે “યહોવાહના મંદિરનો પર્વત” અથવા શુદ્ધ ઉપાસના “પહાડોનાં શિખરો પર સ્થાપન થશે.” તેમ જ, “ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે.” યશાયાહથી લાંબા સમય અગાઉ, રાજા દાઊદ કરારકોશ યરૂશાલેમમાં સિયોન પર્વત પર લઈ આવ્યા. એ પર્વત સમુદ્રની સપાટીથી ૭૬૦ મીટર ઊંચો હતો. મોરીયાહ પર્વત પરનું મંદિર બંધાયું પછી, કરારકોશ ત્યાં લઈ જવાયો. ત્યાં સુધી કરારકોશ એ જ જગ્યાએ હતો. (૨ શમૂએલ ૫:૭; ૬:૧૪-૧૯; ૨ કાળવૃત્તાંત ૩:૧; ૫:૧-૧૦) આમ, યશાયાહના સમય સુધીમાં તો, પવિત્ર કોશને ખરેખર ઊંચો ચડાવીને મંદિરમાં મૂકવામાં આવ્યો હતો. આજુબાજુના ઘણા ડુંગરો પર જૂઠી ઉપાસના થતી હતી, એના કરતાં એ જગ્યા ઊંચી હતી.
ખરું જોતા, જૂઠા દેવો કરતાં યહોવાહ પરમેશ્વરની ઉપાસના હંમેશા ચડિયાતી રહી છે. આપણા સમયમાં, યહોવાહે પોતાની શુદ્ધ ભક્તિ એકદમ ચડિયાતી કરી છે. એ સર્વ પ્રકારની ખોટી ભક્તિથી, હા, સર્વ “ડુંગરો” અને “પહાડોનાં શિખરો” કરતાં ઊંચી છે. કઈ રીતે? યહોવાહે પોતાની “આત્માથી તથા સત્યતાથી” ભક્તિ કરનારાઓને એકતામાં લાવીને, એમ કર્યું છે.—યોહાન ૪:૨૩.
ip-1 ૪૪-૪૫¶૨૦-૨૧
યહોવાહની ઉપાસના ચડિયાતી થઈ
યહોવાહ પોતાના લોકોને પાળક વિનાના ઘેટાંની જેમ, ભટકવા દેતા નથી. તે તેઓને પોતાના માર્ગો વિષે શીખવવા, બાઇબલ અને બાઇબલ પરના સાહિત્યથી, “નિયમશાસ્ત્ર” અને તેમનાં “વચન” આપે છે. આ જ્ઞાન તેઓને ‘તેમના રસ્તામાં ચાલવા’ મદદ કરે છે. તેઓ ખરેખર એની કદર કરે છે. તેથી, યહોવાહના કહ્યા પ્રમાણે, તેઓ એકબીજાને તેમના માર્ગ વિષે જણાવે છે. તેઓ સંમેલનોમાં, સભાઓમાં અને ઘરોમાં ભેગા મળે છે, જેથી પરમેશ્વરના માર્ગ વિષે શીખી શકે. (પુનર્નિયમ ૩૧:૧૨, ૧૩) આમ, તેઓ શરૂઆતના ખ્રિસ્તીઓ જેવા છે, જેઓ “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા” અરસપરસ ઉત્તેજન આપવા ભેગા મળતા હતા.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.
તેઓ બીજાઓને પણ યહોવાહની ઉપાસના કરવા ઉત્તેજન આપે છે. ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા અગાઉ, તેમના શિષ્યોને આપેલી આજ્ઞા પ્રમાણે જ એ છે! તેમણે જણાવ્યું: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) આજે, યહોવાહના સાક્ષીઓ તેમની શક્તિથી તેમના કહ્યા પ્રમાણે આખી પૃથ્વીમાં શિક્ષણ આપી, શિષ્યો બનાવીને બાપ્તિસ્મા આપે છે.
(યશાયા ૨:૪) તે વિદેશીઓમાં ઇન્સાફ કરશે, તે ઘણા લોકોનો ફેંસલો કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.
ip-1 ૪૬-૪૭ ¶૨૪-૨૫
યહોવાહની ઉપાસના ચડિયાતી થઈ
દેશો અને સરકારો આ ઉત્તમ ધ્યેય કદી પણ હાંસલ કરી શકશે નહિ. એ તેઓના ગજા બહારની વાત છે. પરંતુ, યશાયાહના શબ્દો ઘણાં દેશોમાંથી આવેલી એ પ્રજામાં પૂરા થાય છે, જેઓ શુદ્ધ ભક્તિમાં એક થયેલા છે. યહોવાહ તેઓનો ‘ફેંસલો કર્યો’ છે. તેમણે પોતાના લોકોને એકબીજા સાથે હળીમળીને રહેવાનું શીખવ્યું છે. આ જગતમાં જ્યાં જુઓ ત્યાં લડાઈ ચાલી રહી છે ત્યારે, તેઓએ જાણે કે પોતાની “તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં” બનાવ્યા છે. કઈ રીતે?
એક રીત એ છે કે તેઓ યુદ્ધમાં ભાગ લેતા નથી. ઈસુના મરણના થોડા સમય અગાઉ, લોકો તેમને પકડવા હથિયારો સાથે આવી પહોંચ્યા. પીતરે ઈસુને બચાવવા તરવાર ખેંચી કાઢી ત્યારે, ઈસુએ તેમને કહ્યું: “તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ; કેમકે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.” (માત્થી ૨૬:૫૨) એ સમયથી, ઈસુના શિષ્યો પોતાની તરવારોને ટીપીને કોશો બનાવે છે. તેમ જ, તેઓ કોઈને પણ મારવા હથિયાર ઉપાડતા નથી, કે બીજી કોઈ રીતે યુદ્ધને ટેકો પણ આપતા નથી. તેઓ ‘સઘળાંની સાથે શાંતિથી વર્તે’ છે.—હેબ્રી ૧૨:૧૪.
કીમતી રત્નો શોધીએ
(યશાયા ૧:૮, ૯) સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે. ૯ જો સૈન્યોના ઈશ્વર યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાહના જેવા થઈ ગયા હોત.
યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧
સવાલ-જવાબ:
૧:૮, ૯—કઈ રીતે “સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી છે”? આશ્શૂર હુમલો કરશે ત્યારે, યરૂશાલેમની હાલત એકદમ ખરાબ હશે. એવી રીતે કે જાણે દ્રાક્ષાવાડીનો માંડવો અને કાકડીની વાડીનો માળો પડું-પડું થતો હોય. પણ યહોવાહ એની મદદે આવે છે. એના હાલ સદોમ અને ગમોરાહ જેવા થવા દેતા નથી.
(યશાયા ૧:૧૮) યહોવા કહે છે, આવો, આપણે વિવાદ કરીએ: તમારાં પાપ જોકે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે.
યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧
૧:૧૮—“આવો, આપણે વિવાદ કરીએ,” આ શબ્દોનો શું અર્થ થાય છે? આ કલમ બે પક્ષો વચ્ચે સમાધાન કરવા ભેગા થવાનું સૂચવતી નથી. પણ એ કલમ બતાવે છે કે અદલ ઇન્સાફ કરવા, સાચા જજ યહોવાહ પોતે ઈસ્રાએલી લોકોને મોકો આપે છે કે તેઓ સુધરે. યહોવાહની ભક્તિ શુદ્ધ દિલથી કરે.
it-2-E ૭૬૧ ¶૩
સુલેહ કરવી
સુલેહ કરવા માટે જરૂરી પગલા. ઈશ્વરના નિયમો તોડવામાં આવ્યા છે અને હજી પણ તોડવામાં આવે છે. તેથી તેમને માઠું લાગ્યું છે એટલે માણસોએ ઈશ્વર સાથે સુલેહ કરવાની જરૂર છે નહિ કે ઈશ્વરે માણસો સાથે. (ગી ૫૧:૧-૪) ઈશ્વરના વિચારો માણસોના વિચારો કરતા ઊંચા છે. જે ખરું છે એ વિશે ઈશ્વરના વિચારો કદી બદલાતા નથી કે એમાં સુધારો થતો નથી. (યશા ૫૫:૬-૧૧; માલા ૩:૬; સરખાવો યાકૂ ૧:૧૭.) ઈશ્વરની માંગ છે કે તેમની સાથે સુલેહ કરવી હોય તો એ બિનશરતી હોવી જોઈએ. કોઈ સવાલ કે તડજોડ કરવા પર આધારિત ન હોવી જોઈએ. (સરખાવો અયૂ ૪૦:૧, ૨, ૬-૮; યશા ૪૦:૧૩, ૧૪.) જ્યારે કે યશાયા ૧:૧૮નું ઘણા આમ ભાષાંતર કરે છે: “યહોવા કહે છે, આવો, આપણે વિવાદ કરીએ.” એક ભાષાંતર બરાબર બંધબેસે છે જે કહે છે: “પ્રભુ કહે છે, ચાલો, આપણે વિવાદનો નિકાલ [“એક સમજૂતી પર આવીએ,” ઈઝી-ટુ-રીડ વર્ઝન] કરી નાખીએ.” વાંક માણસોનો છે નહિ કે ઈશ્વરનો.—સરખાવો હઝ ૧૮:૨૫, ૨૯-૩૨.
ડિસેમ્બર ૧૨-૧૮
બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૬-૧૦
“મસીહમાં ભવિષ્યવાણી પૂરી થઈ”
(યશાયા ૯:૧, ૨) પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યું હતું, તેમાં અંધારૂં રહેશે નહિ. પ્રથમ તેણે ઝબુલૂન તથા નાફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યરદનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેણે પ્રતિષ્ઠિત કર્યો છે. ૨ અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે; મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.
લોકો મસીહની રાહ જોતા હતા
ગાલીલમાં મસીહના પ્રચારકાર્ય વિષેની ભવિષ્યવાણી. યશાયાહે કહ્યું, ‘ઝબુલૂન અને નફતાલીના પ્રદેશો અને ગાલીલ પ્રદેશના અંધકારમાં ચાલતા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. ઘોર અંધકારમાં વસનારા પર પ્રકાશ ચમક્યો છે.’ (યશા. ૯:૧, ૨, કોમન લેંગ્વેજ) ઈસુએ પોતાના પ્રચારકાર્યની શરૂઆત ગાલીલના કાપરનાહુમથી કરી. ત્યાં ઝબુલૂન અને નફતાલીના લોકોને સત્યનો પ્રકાશ ફેલાવ્યો. (માથ. ૪:૧૨-૧૬) ગાલીલ પ્રદેશમાં જ ઈસુએ પહાડ પરનું પ્રખ્યાત પ્રવચન આપ્યું હતું. ત્યાં તેમણે ૧૨ પ્રેરિતોને પસંદ કર્યા હતા. એ વિસ્તારમાં પોતાનો પ્રથમ ચમત્કાર પણ કર્યો હતો. એટલું જ નહિ, સજીવન થયા પછી ૫૦૦ શિષ્યોને એ વિસ્તારમાં દેખાયા હતા. (માથ. ૫:૧–૭:૨૭; ૨૮:૧૬-૨૦; માર્ક ૩:૧૩, ૧૪; યોહા. ૨:૮-૧૧; ૧ કોરીં. ૧૫:૬) આમ તેમણે ‘ઝબુલૂન તથા નફતાલીના દેશમાં’ પ્રચાર કરીને યશાયાહની ભવિષ્યવાણી પૂરી કરી. આ ઉપરાંત તેમણે આખા ઈસ્રાએલમાં ફરીને પરમેશ્વરનો સંદેશો જણાવ્યો.
ip-1 ૧૨૪-૧૨૬ ¶૧૩-૧૭
શાંતિના સરદાર માટેનું વચન
દેશ ‘તિરસ્કારપાત્ર થયો’
હવે, યશાયાહ ઈબ્રાહીમના વંશજો પર આવી પડનાર મોટી આફતોનું વર્ણન કરે છે: “જે ભૂમિ પર સંકટ પડ્યું હતું, તેમાં અંધારૂં રહેશે નહિ. પ્રથમ તેણે ઝબુલૂન તથા નાફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યરદનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત [અથવા, ગાલીલ] છે તેને, તેણે પ્રતિષ્ઠિત કર્યો છે.” (યશાયાહ ૯:૧) ગાલીલ ઈસ્રાએલના ઉત્તર રાજ્યમાંનો વિસ્તાર છે. યશાયાહની ભવિષ્યવાણીમાં, ગાલીલમાં ‘ઝબુલૂન તથા નાફતાલીના દેશનો’ અને ગાલીલના સમુદ્ર પાસેથી ભૂમધ્ય સમુદ્ર તરફ દોરી જતા જૂના માર્ગ, ‘સમુદ્ર તરફના રસ્તાનો’ પણ સમાવેશ થાય છે. યશાયાહના સમયમાં, એ “વિદેશીઓનો પ્રાંત,” ગાલીલ પણ કહેવાતો, કેમ કે એનાં ઘણાં શહેરોમાં વિદેશીઓ વસતા હતા. આ દેશ કઈ રીતે ‘તિરસ્કારપાત્ર થયો હતો’? વિદેશી આશ્શૂરીઓએ એ દેશ જીતી લીધો, અને ઈસ્રાએલીઓને બંદીવાન બનાવી લઈ ગયા. વળી, આખો દેશ વિદેશીઓથી ભરી દીધો, જેઓ કંઈ ઈબ્રાહીમના વંશજ ન હતા. આમ ઉત્તરનું દશ-કુળનું રાજ્ય એક જુદા દેશ તરીકે, ઇતિહાસમાંથી ભૂંસાઈ ગયું!—૨ રાજાઓ ૧૭:૫, ૬, ૧૮, ૨૩, ૨૪.
યહુદાહ પર પણ આશ્શૂરીઓ તરફથી દબાણ છે. ઝબુલૂન અને નાફતાલીથી રજૂ થતા દસ-કુળના રાજ્યની જેમ જ, શું એમાં કાયમ માટે “અંધારૂં” છવાઈ જશે? ના. “છેવટે” યહોવાહ પરમેશ્વર યહુદાહનું દક્ષિણનું રાજ્ય અને અગાઉ ઉત્તરના રાજ્યના શાસન હેઠળ હતો, એ દેશ પર પણ આશીર્વાદ લાવશે. કઈ રીતે?
પ્રેષિત માત્થી, ઈસુની પૃથ્વી પરની સેવાના પ્રેરિત અહેવાલમાં આ પ્રશ્નનો જવાબ આપે છે. એ સેવાના શરૂઆતના દિવસો વિષે માત્થી કહે છે: “નાઝારેથ મૂકીને ઝબુલોનની તથા નફથાલીમની સીમમાંના સમુદ્ર પાસેના કાપરનાહુમમાં ઈસુ આવી રહ્યો: એ માટે કે યશાયાહ પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરૂં થાય, કે ઝબુલોનના પ્રાંતના તથા નફથાલીમના પ્રાંતના, યરદન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલીલમાંના જે લોક અંધારામાં બેઠેલા હતા, તેઓએ મોટું અજવાળું દીઠું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”—માત્થી ૪:૧૩-૧૬.
યશાયાહે ભાખેલો ‘છેવટનો’ સમય ખ્રિસ્તનું સેવાકાર્ય છે. ઈસુનું પૃથ્વી પરનું મોટા ભાગનું જીવન ગાલીલમાં પસાર થયું હતું. ગાલીલમાં જ, તેમણે આમ કહીને પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું: “આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.” (માત્થી ૪:૧૭) ગાલીલમાં, તેમણે પ્રખ્યાત પહાડ પરનું ભાષણ આપ્યું, પ્રેષિતોને પસંદ કર્યા, પ્રથમ ચમત્કાર કર્યો, અને મરણમાંથી સજીવન પામ્યા પછી, લગભગ ૫૦૦ જેટલા શિષ્યોને દેખાયા. (માત્થી ૫:૧–૭:૨૭; ૨૮:૧૬-૨૦; માર્ક ૩:૧૩, ૧૪; યોહાન ૨:૮-૧૧; ૧ કોરીંથી ૧૫:૬) આમ, ઈસુએ “ઝબુલૂન તથા નાફતાલીના દેશને” આદર આપવાની યશાયાહની ભવિષ્યવાણી પૂરી કરી. જો કે ઈસુએ કંઈ પોતાનું સેવાકાર્ય ગાલીલના લોકો પૂરતું જ રાખ્યું નહિ. આખા દેશમાં સંદેશો પ્રગટ કરીને, ઈસુએ યહુદાહ સહિત, આખા ઈસ્રાએલને “પ્રતિષ્ઠિત કર્યો.”
“મહાન પ્રકાશ”
જો કે માત્થીએ જણાવેલું ગાલીલમાંનું “મોટું અજવાળું” શું છે? એ પણ યશાયાહની ભવિષ્યવાણીનો ભાગ છે. યશાયાહે લખ્યું: “અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે; મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.” (યશાયાહ ૯:૨) પ્રથમ સદી સુધીમાં તો સત્યનો પ્રકાશ ધાર્મિક જૂઠાણાં તળે ઢંકાઈ ગયો. યહુદી આગેવાનોએ ‘દેવની આજ્ઞા રદ કરતા’ પોતાના રિવાજોને વળગી રહીને, બળતામાં ઘી રેડ્યું. (માત્થી ૧૫:૬) નમ્ર લોકોનું કંઈ ચાલતું નહિ, અને તેઓ “આંધળા દોરનારાઓ” પાછળ ચાલવાથી ભટકી ગયા હતા. (માત્થી ૨૩:૨-૪, ૧૬) ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે, અદ્ભુત બાબતો વિષે ઘણા નમ્ર જનોની આંખ ઊઘડી. (યોહાન ૧:૯, ૧૨) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે કરેલાં કાર્યો અને તેમના બલિદાનના આશીર્વાદો ખરેખર યશાયાહની ભવિષ્યવાણીનો “મહાન પ્રકાશ” દર્શાવે છે.—યોહાન ૮:૧૨.
(યશાયા ૯:૬) કેમ કે આપણે માટે છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, એ નામ આપવામાં આવશે.
હલવાનના લગ્નની ખુશી મનાવીએ
હજાર વર્ષનાં રાજ દરમિયાન ખ્રિસ્ત બીજાઓના પણ પિતા બનશે. કઈ રીતે? ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનથી ચૂકવેલી કિંમત પર જેઓ શ્રદ્ધા રાખે છે તેઓને પૃથ્વી પર હંમેશાંનું જીવન મળવાનું છે. (યોહા. ૩:૧૬) આમ, ખ્રિસ્ત “સનાતન પિતા” બનશે.—યશા. ૯:૬, ૭.
w૦૭-E ૫/૧૫ ૬
મુશ્કેલીઓથી ભરેલી દુનિયામાં આશા મેળવવી
આશાનો મજબૂત પાયો
ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું: “એટલે, તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’” (માથ્થી ૬:૯, ૧૦) આ સ્વર્ગીય રાજ્ય, ઈસુ ખ્રિસ્તને સોંપાયેલી સરકાર છે. એના દ્વારા ઈશ્વર જાહેર કરશે કે પૃથ્વી પર રાજ કરવાનો હક ફક્ત તેમનો છે.—ગીતશાસ્ત્ર ૨:૭-૧૨; દાનીયેલ ૭:૧૩, ૧૪.
ડર લાગવાનાં ઘણાં કારણો છે અને તે જીવનના દરેક પાસાને અસર કરે છે. એ બતાવે છે કે, આપણને ઈશ્વરની મદદની જરૂર છે. ઘણી ખુશીની વાત છે કે, એ મદદ નજીક છે! ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને મસીહ રાજ્યના રાજા નીમ્યા છે. યહોવાને જ રાજ કરવાનો હક છે એ સાબિત કરવાનો અને તેમનું નામ પવિત્ર મનાવવાનો અધિકાર ઈસુને સોંપવામાં આવ્યો છે. (માથ્થી ૨૮:૧૮) થોડા જ વખતમાં, આ રાજ્ય પૃથ્વી પર રાજ કરશે તેમજ ડર અને ચિંતાના બધાં જ કારણો મિટાવી દેશે. યશાયા ૯:૬માં અમુક ખિતાબો વિશે બતાવવામાં આવ્યું છે, જે બતાવે છે કે આપણા ડરને દૂર કરવા માટે ઈસુ શક્તિમાન છે. દાખલા તરીકે, તેમને “સનાતન પિતા,” “અદ્ભુત મંત્રી,” અને “શાંતિનો સરદાર” કહેવામાં આવ્યા છે.
“સનાતન પિતા” એ પ્રેમાળ શબ્દો પર ધ્યાન આપો. એ બતાવે છે કે, તેમના બલિદાનને આધારે મનુષ્યોને કાયમ માટેનું જીવન આપવાની તેમની પાસે શક્તિ અને સત્તા છે તેમજ એમ કરવાની તેમની ઇચ્છા પણ છે. એનો મતલબ કે, પ્રથમ માણસ આદમથી વારસામાં મળેલા પાપ અને અપૂર્ણતામાંથી તે માણસજાતને આઝાદ કરશે. (માથ્થી ૨૦:૨૮; રોમનો ૫:૧૨; ૬:૨૩) ઈશ્વર તરફથી મળેલા અધિકારનો ઉપયોગ કરીને ઈસુ ખ્રિસ્ત, મરણ પામેલાઓને પાછા જીવતા કરશે.—યોહાન ૧૧:૨૫, ૨૬.
પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ સાબિત કર્યું કે તે “અદ્ભુત મંત્રી” છે. ઈસુ પાસે શાસ્ત્રનું સારું જ્ઞાન હતું અને માણસોના સ્વભાવને તે સારી રીતે સમજી શકતા હતા. તેથી, તે જાણતા હતા કે રોજબરોજની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો. સ્વર્ગમાં રાજા બન્યા ત્યારથી ઈસુ “અદ્ભુત મંત્રી” તરીકે યહોવાના સંગઠનમાં એક મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ખાસ કરીને, માણસજાતને માર્ગદર્શન આપવા યહોવા જે ગોઠવણ કરી છે એમાં ઈસુનું સ્થાન મહત્ત્વનું છે. બાઇબલમાં જોવા મળતી ઈસુની સલાહ ડહાપણભરી છે અને સફળ થાય છે, એમાં કોઈ ખોટ નથી. એ હકીકત જાણવાથી અને એમાં ભરોસો મૂકવાથી આપણને એવું જીવન મળશે જેમાં કોઈ અનિશ્ચિતતા કે ડરને સ્થાન નહિ હોય.
યશાયા ૯:૬માં ઈસુને ‘શાંતિના સરદાર’ પણ કહેવામાં આવ્યા છે. એ હોદ્દાની રૂએ તેઓ પોતાની શક્તિ અને સત્તાનો ઉપયોગ કરીને રાજકીય, સામાજિક અને આર્થિક અસમાનતાઓને દૂર કરી દેશે. કઈ રીતે? માણસજાત પર એક જ સરકાર રાજ કરશે, ઈશ્વરની સરકાર.—દાનીયેલ ૨:૪૪.
ઈશ્વરના રાજ્યમાં આખી પૃથ્વી પર હંમેશની શાંતિ છવાઈ જશે. કઈ રીતે તમે આ વાત પર પૂરો ભરોસો મૂકી શકો? આનો જવાબ યશાયા ૧૧:૯માં મળે છે, જ્યાં લખ્યું છે: “મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.” ધીરે ધીરે, દરેક મનુષ્ય પાસે ઈશ્વરનું સાચું જ્ઞાન હશે અને તેઓ ઈશ્વરને આધીન રહેશે. શું એ આશાથી તમારા દિલને રાહત નથી મળતી? ચોક્કસ મળે છે. એમ હોય તો, ‘યહોવાનું જ્ઞાન’ લેવામાં મોડું ન કરો.
શ્રદ્ધા વધારનાર અને જીવન આપનાર જ્ઞાન તમે પણ લઈ શકો છો. કઈ રીતે? આજના સમયમાં બનતા બનાવો અને ઉજ્જવળ ભાવિના વચન વિશે બાઇબલ શું કહે છે એ શીખીને. અમે તમને અરજ કરીએ છીએ કે, યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા સમય કાઢો. આમ તમે મુશ્કેલીઓથી ભરેલી દુનિયામાં ડરથી રાહત અને સાચી આશા મેળવી શકશો.
(યશાયા ૯:૭) દાઊદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેને ઇન્સાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના ઈશ્વર યહોવાની ઉત્કંઠાથી આ થશે.
ip-1 ૧૩૨ ¶૨૮-૨૯
શાંતિના સરદાર માટેનું વચન
પરમેશ્વરના સમયે, ખ્રિસ્ત એવી શાંતિ લઈ આવશે, જે આખી પૃથ્વી પર કાયમ રહેશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૭) “દાઊદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેને ઈન્સાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા તથા દૃઢ કરવા સારૂ તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ.” (યશાયાહ ૯:૭ક) ઈસુ શાંતિના સરદાર તરીકે સત્તા ચલાવશે, એનો અર્થ એ નથી કે તે જુલમ ગુજારશે. પરંતુ, તેમની પ્રજા પોતાની પસંદગી કરી શકશે; તેમના પર કોઈ બળજબરી કરવામાં આવશે નહિ. એને બદલે, ઈસુ જે કંઈ કરશે, એ “ઈન્સાફ તથા ન્યાયીપણાથી” કરશે. ખરેખર, કેવો મોટો ફેરફાર!
ઈસુના પ્રબોધકીય નામોનો અર્થ જોતાં, યશાયાહની ભવિષ્યવાણીના આ ભાગની સમાપ્તિ ખરેખર રોમાંચ પમાડનારી છે: “સૈન્યોના દેવ યહોવાહની ઉત્કંઠાથી આ થશે.” (યશાયાહ ૯:૭ખ) નિશ્ચે, યહોવાહ ઉત્સાહથી પગલાં લે છે. તે સર્વ બાબતો પૂરા દિલથી કરે છે. આપણે પૂરેપૂરો ભરોસો રાખી શકીએ કે, તેમણે આપેલાં સર્વ વચનો જરૂર પૂરાં થશે. તેથી, અનંત શાંતિના સર્વ ચાહકો યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરો. યહોવાહ પરમેશ્વર અને શાંતિના સરદાર, ઈસુની જેમ તેમના સર્વ ભક્તો “સારાં કામ કરવાને આતુર” બનો.—તીતસ ૨:૧૪.
કીમતી રત્નો શોધીએ
(યશાયા ૭:૩, ૪) ત્યારે યહોવાએ યશાયાને કહ્યું, તું તથા તારો દીકરો શઆર-યાશૂબ ધોબીના ખેતરની સડકે, ઉપલા કુંડના નાળાના છેડા આગળ આહાઝને મળવા જાઓ. ૪ તું તેને કહે, સાવધ રહે, ને શાંત થા; બીતો નહિ, ને આ ધુમાતાં ખોયણાંના બે છેડાથી, એટલે રસીન તથા અરામના ને રમાલ્યાહના દીકરાના ભારે રોષથી તારું મન ભયભીત ન થાય.
યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧
૭:૩, ૪—યહોવાહે કેમ દુષ્ટ રાજા આહાઝને બચાવ્યો? અરામ કે સિરિયા અને ઈસ્રાએલના રાજાઓ યહુદાહના રાજા આહાઝની ગાદી ઝૂંટવી લેવા માંગતા હતા. જેથી તેઓ પોતાનું કહેવું માને એવા, ટાબએલના દીકરાને રાજા બનાવે. પણ તે દાઊદનો વંશજ ન હતો. આ બધી શેતાનની ચાલ હતી, જેથી દાઊદ સાથે કરેલા રાજ્યના કરારનો ભંગ થાય. યહોવાહે આહાઝને બચાવ્યો જેથી દાઊદનો વંશ ચાલતો રહે, જેમાંથી “શાંતિનો સરદાર” આવવાનો હતો.—યશાયાહ ૯:૬.
(યશાયા ૮:૧-૪) વળી યહોવાએ મને કહ્યું, તારે માટે મોટી પાટી લઈને તે પર સાધારણ લિપિમાં ‘માહેરશાલાલ-હાશ-બાઝને માટે’ લખ; ૨ અને મારી પોતાની તરફથી વિશ્વાસુ સાક્ષીઓની પાસે, એટલે ઉરીયાહ યાજક તથા યબેરેખ્યાના દીકરા ઝખાર્યાની પાસે સાક્ષી કરાવીશ. ૩ પછી હું પ્રબોધિકા પાસે ગયો; તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો અવતર્યો. ત્યારે યહોવાએ મને કહ્યું, તેનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ પાડ. ૪ કેમ કે તે છોકરામાં મારા બાપ, ને મારી મા, એમ કહેવાની સમજણ આવશે, તે પહેલાં દમસ્કનું દ્રવ્ય તથા સમરૂનની લૂંટ આશ્શૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.
it-1-E ૧૨૧૯
યશાયા
યશાયાની પત્ની ગર્ભવતી થઈ એ પહેલાં તેના બીજા પુત્રનું નામ જણાવવામાં આવ્યું. એ નામ પાટી પર લખવામાં આવ્યું અને વિશ્વાસુ સાક્ષીઓ દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવ્યું. જોકે, આ વાત પુત્રના જન્મ સુધી ગુપ્ત રાખવામાં આવી, જેથી સાક્ષીઓ આવીને જન્મ વિશેની ભવિષ્યવાણીને ચકાસી શકે અને સાબિત કરી શકે કે એ ઈશ્વર તરફથી ભાખેલું છે. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એ પુત્રનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ પાડવામાં આવ્યું, જેનો મતલબ થાય, “જલદી લૂંટો! તે ઝડપથી લૂંટવા આવે છે; અથવા, લૂંટ તરફ જલદી કરો, તે ઝડપથી લૂંટવા આવે છે.” મતલબ કે, આ પુત્ર, “મારા બાપ” અને “મારી મા” બોલતા શીખે તે પહેલાં, અરામ અને ઇઝરાયેલના દસ કુળનું યહુદા સામેનું કાવતરું નિષ્ફળ જશે.—યશા ૮:૧-૪.
એ ભવિષ્યવાણી બતાવતી હતી કે, યહુદા માટે જલદી જ રાહત આવશે અને એમ બન્યું પણ ખરું. અરામના રાજા રસીન તથા ઇઝરાયેલના રાજા પેકાહ, યહુદા સામે ચઢી આવ્યા ત્યારે, આશ્શૂરે વચમાં પડીને તેઓને લૂંટી લીધા. આશ્શૂરીઓએ દમસ્કને પોતાના કબજામાં કરી લીધું. ત્યાર બાદ, ઈ.સ. પૂર્વે ૭૪૦ માં ઇઝરાયેલના રાજ્યને લૂંટીને તેનો વિનાશ કરી નાંખ્યો. આમ, યશાયાહના પુત્રના પ્રબોધકીય નામનો મતલબ સાચો પડ્યો. (૨રા ૧૬:૫-૯; ૧૭:૧-૬) આટલું બધું બનવા છતાં, અરામ અને ઇઝરાયેલના રાજાથી બચવા યહોવા પર ભરોસો મૂકવાને બદલે રાજા આહાઝ, આશ્શૂરના રાજાને લાંચ આપીને સુરક્ષા મેળવવાનો પ્રયત્ન કરે છે. એ કારણે, યહોવાએ આશ્શૂરીઓને યહુદા પર ભારે આફત લાવવા દીધી. અને યશાયા પ્રબોધકે જણાવ્યું હતું તેમ, તેઓએ છેક યરૂશાલેમ સુધી ચઢાઈ કરી.—યશા ૭:૧૭-૨૦.
ip-1 ૧૧૧-૧૧૨ ¶૨૩-૨૪
મુશ્કેલી છતાં યહોવાહમાં ભરોસો રાખો
સો ટકા સાચી ભવિષ્યવાણી
યશાયાહ હવે ફરીથી વર્તમાન પરિસ્થિતિમાં જાય છે. હજુ યરૂશાલેમ અરામ-ઈસ્રાએલના ઘેરામાં છે, એ સમયે યશાયાહ અહેવાલ આપે છે: “વળી યહોવાહે મને કહ્યું, તારે સારૂ મોટી પાટી લઇને તે પર સાધારણ લિપિમાં ‘માહેર-શાલાલ-હાશ-બાઝને સારૂ’ લખ; અને મારી પોતાની તરફથી વિશ્વાસુ સાક્ષીઓની પાસે, એટલે ઉરીયાહ યાજક તથા યબેરેખ્યાના દીકરા ઝખાર્યાહની પાસે સાક્ષી કરાવીશ.” (યશાયાહ ૮:૧, ૨) માહેર-શાલાલ-હાશ-બાઝનો અર્થ થાય છે, “જલદી લૂંટો! તે ઝડપથી લૂંટવા આવે છે.” યશાયાહ મોટી પાટીમાં આ નામ લખી સમાજના બે વિશ્વાસુ સાક્ષીઓને બતાવે છે, જેથી તેઓ પછીથી એની ખાતરી આપી શકે. જો કે બીજું ચિહ્ન પણ આ નામને સાચું ઠરાવશે.
હવે, યશાયાહ કહે છે: “પછી હું પ્રબોધિકા પાસે ગયો; તે ગર્ભવતી થઇ, ને તેને દીકરો અવતર્યો. ત્યારે યહોવાહે મને કહ્યું, તેનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ પાડ. કેમકે તે છોકરામાં મારા બાપ, ને મારી મા, એમ કહેવાની સમજણ આવશે, તે પહેલાં દમસ્કનું દ્રવ્ય તથા સમરૂનની લૂંટ આશ્શૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.” (યશાયાહ ૮:૩, ૪) પેલી મોટી પાટી અને નવજાત પુત્ર બંને ચિહ્નરૂપ હશે કે, આશ્શૂર જલદી જ યહુદાહના દુશ્મન, અરામ અને ઈસ્રાએલને લૂંટી લેશે. એ ક્યારે બનશે? આ પુત્ર ‘બાપુ’ અને “મા” જેવા શબ્દો બોલતા શીખે એ પહેલાં એમ બનશે. આવી ભવિષ્યવાણીથી ક્યાં તો લોકોનો ભરોસો દૃઢ થશે, અથવા તેઓ યશાયાહ અને તેમના પુત્રોની મશ્કરી કરશે. ભલે ગમે તે હોય, પણ યશાયાહના પ્રબોધકીય શબ્દો સાચા પડે છે.—૨ રાજાઓ ૧૭:૧-૬.
ડિસેમ્બર ૧૯-૨૫
બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૧૧-૧૬
“યહોવાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે”
(યશાયા ૧૧:૩-૫) તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ; ૪ પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે; અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે. ૫ ન્યાયીપણું તેનો કમરપટો, ને વિશ્વાસુપણું તેનો કમરબંઘ થશે.
ip-1 ૧૬૦-૧૬૧ ¶૯-૧૧
મસીહના રાજમાં બચાવ અને આનંદ
ન્યાયી અને દયાળુ ન્યાયાધીશ
મસીહના ગુણો વિષે યશાયાહ વધુ ભાખે છે: “પોતાની આંખે જોયા પ્રમાણે તે ઈન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ.” (યશાયાહ ૧૧:૩ખ) તમારે અદાલતમાં જવાનું હોય તો, તમે એવા ન્યાયાધીશથી હળવાશ પામશો નહિ? સર્વના ન્યાયાધીશ તરીકે, મસીહ પર ખોટી દલીલો, અદાલતી ચાલાકી, અફવા, કે ખોટા પુરાવાઓ, અને ધનદોલતની અસર પડશે નહિ. તે છેતરપિંડી પારખી શકે છે, અને દેખાડાની આરપાર ‘અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યને’ જોઈ શકે છે. (૧ પીતર ૩:૪) ઈસુનું ઉદાહરણ ખ્રિસ્તી મંડળમાં ન્યાય કરતા ભાઈઓ માટે ઉત્તમ નમૂનો છે.—૧ કોરીંથી ૬:૧-૪.
મસીહના ઉત્તમ ગુણો કઈ રીતે તેમના ન્યાય પર અસર કરશે? યશાયાહ સમજાવે છે: “ન્યાયીપણાથી તે નિરાધારનો ઈન્સાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે; અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે. ન્યાયીપણું તેનો કમરપટો, ને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.”—યશાયાહ ૧૧:૪, ૫.
આપણને સુધારાની જરૂર હોય ત્યારે, લાભ થાય એ રીતે ઈસુ ઠપકો આપે છે. એ ખ્રિસ્તી વડીલો માટે કેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે! એ જ સમયે, દુષ્ટતામાં મંડ્યા રહેનારા આકરી સજા પામશે. યહોવાહ આ જગતનો હિસાબ માગશે ત્યારે, મસીહ પોતાની સત્તાથી સર્વ દુષ્ટોનો ન્યાય કરીને “જુલમીને મારશે.” (ગીતશાસ્ત્ર ૨:૯; સરખાવો પ્રકટીકરણ ૧૯:૧૫.) છેવટે, પૃથ્વીની શાંતિમાં ભંગ પાડવા કોઈ દુષ્ટ બચ્યો હશે નહિ. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) ઈસુ કમરપટા તરીકે ન્યાયીપણું, અને કમરબંધ તરીકે વિશ્વાસુપણું પહેરી એમ કરવા તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૪૫:૩-૭.
(યશાયા ૧૧:૬-૮) તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા માતેલાં ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરું તેઓને દોરશે. ૭ ગાય તથા રીંછ સાથે ચરશે; તેઓનાં બચ્ચાં ભેગાં સૂશે; અને સિંહ ઢોરની પેઠે કડબ ખાશે. ૮ ધાવણું બાળક સાપના દર પર રમશે, ને ધાવણ છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે.
હજાર વર્ષ માટે શાંતિ, હંમેશ માટે શાંતિ!
શું બધાં પ્રાણીઓ પર કાબૂ મેળવવો અને તેમની સાથે ભય વગર રહેવું માણસો માટે ખરેખર શક્ય છે? ઘણા લોકોને પોતાનાં પાલતું જાનવરો જેમ કે, કૂતરા અને બિલાડીઓ માટે ઘણી લાગણી હોય છે. પણ જંગલી પ્રાણીઓ વિષે શું? એક અહેવાલ જણાવે છે: “જે વૈજ્ઞાનિકો જંગલી જાનવરોની નજીક રહીને તેમનો અભ્યાસ કરે છે તેઓએ શોધી કાઢ્યું છે કે બચ્ચાંને ઉછેરતાં બધાં પ્રાણીઓ લાગણીશીલ હોય છે.” જાનવરો જોખમ જોઈને ડરી જાય છે અથવા હિંસક બની જાય છે. પણ શું તેઓ કોમળ લાગણી બતાવી શકે? ઉપરનો અહેવાલ આગળ જણાવે છે કે “બચ્ચાંના ઉછેર વખતે પ્રાણીઓ પોતાની સૌથી ઊંડી લાગણી બતાવે છે, જે છે મમતાની હૂંફાળી લાગણી.”
એટલે, બાઇબલમાંથી જ્યારે આપણે વાંચીએ કે ભવિષ્યમાં માણસો અને પ્રાણીઓને એકબીજાનો ડર નહિ હોય, ત્યારે આપણે નવાઈ પામવી ન જોઈએ. (યશાયા ૧૧:૬-૯; ૬૫:૨૫ વાંચો.) કેમ નહિ? યાદ કરો કે નુહ અને તેનું કુટુંબ જળપ્રલય પછી વહાણમાંથી બહાર નીકળ્યા ત્યારે, યહોવાએ આમ કહ્યું: ‘પૃથ્વીનાં સર્વ પશુઓ તમારાથી બીશે તથા ડરશે.’ એવું પ્રાણીઓના બચાવ માટે કહેવામાં આવ્યું હતું. (ઉત. ૯:૨, ૩) પોતાની શરૂઆતની આજ્ઞા પૂરી થાય એ માટે, યહોવા અમુક પ્રમાણમાં ડર અને ભય ઓછો કરી શકે છે. (હોશી. ૨:૧૮) નવી દુનિયામાં હશે, તેઓ સર્વ માટે કેટલો આનંદનો સમય હશે!
(યશાયા ૧૧:૯) મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.
યહોવા મહાન કુંભાર, માનીએ તેમનો આભાર
નવી દુનિયામાં આપણે પ્રેમ, સંપ અને શાંતિના માહોલનો પૂરેપૂરો આનંદ માણીશું. તેમ જ, એ સમયે આખી દુનિયા બાગ જેવી સુંદર બનશે, સ્વચ્છ વાતાવરણ હશે અને આપણે સંપૂર્ણ રીતે તંદુરસ્ત હોઈશું. જોકે, ત્યારે પણ યહોવા એ રીતે આપણને ઘડતા અને શીખવતા રહેશે, જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. (યશા. ૧૧:૯) યહોવા આપણને તન-મનથી સંપૂર્ણ કરી દેશે. એટલે, તેમનાં સૂચનો સમજવાં અને પૂરેપૂરી રીતે પાળવાં આપણા માટે સહેલું બની જશે. તેથી, ચાલો આપણે યહોવાના હાથે ઘડાતા રહીએ અને બતાવતા રહીએ કે પ્રેમ કરવાની તેમની આ રીતની આપણે કદર કરીએ છીએ.—નીતિ. ૩:૧૧, ૧૨.
w૧૩-E ૬/૧ ૭
પક્ષપાત વગરની દુનિયા—ક્યારે?
ઈશ્વરનું રાજ્ય દરેક પ્રકારના પક્ષપાતને નાબૂદ કરશે
બાઇબલનું જ્ઞાન, ગાઢ ભાવનાઓને નિયંત્રણમાં રાખવા અને મૂળમાંથી ઉખાડી નાખવા મદદ કરે છે. પણ, પક્ષપાતની ભાવનાને મૂળમાંથી ઉખાડવા, બે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલી, પાપ અને અપૂર્ણતા. બાઇબલ સાફ જણાવે છે કે, “પાપ ન કરે એવું માણસ કોઈ નથી.” (૧ રાજાઓ ૮:૪૬) તેથી, ભલે આપણે ગમે તેટલી મહેનત કરીએ, આપણે પણ પ્રેરિત પાઊલ જેવું અનુભવીએ છીએ. તેમણે લખ્યું: “હું સારું કરવા ચાહું છું ત્યારે, જે ખરાબ છે એ મારામાં હાજર હોય છે.” (રોમનો ૭:૨૧) આમ, સમયે સમયે આપણા અપૂર્ણ હૃદયમાં “દુષ્ટ વિચારો” આવે છે, જે ભેદભાવ તરફ દોરી જાય છે.—માર્ક ૭:૨૧.
બીજી બાબત, શેતાનની અસર. બાઇબલ જણાવે છે કે, “ખૂની” છે અને “આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.” (યોહાન ૮:૪૪; પ્રકટીકરણ ૧૨:૯) એ સાબિતી આપે છે કે, પક્ષપાત આજે કેમ વધી રહ્યો છે તેમજ ભાગલા, ભેદભાવ, જાતિસંહાર, જાતિભેદ, ધર્મભેદ અને રંગભેદ સામે માણસો કેમ લાચાર બની જાય છે.
તેથી, પક્ષપાતનો સમૂળગો નાશ થાય એ પહેલાં વારસામાં મળેલ પાપ, અપૂર્ણતા અને શેતાનની અસરોને નાબૂદ કરવા ખૂબ જરૂરી છે. બાઇબલ બતાવે છે કે, ઈશ્વરનું રાજ્ય એમ જ કરશે.
ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને આ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું: “તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ્થી ૬:૧૦) ઈશ્વરના રાજ્ય દ્વારા દરેક પ્રકારના અન્યાય, ભેદભાવ અને પક્ષપાતને દૂર કરવામાં આવશે.
ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર રાજ કરશે ત્યારે, શેતાનને “બાંધી” દેવામાં આવશે, જેથી “તે પ્રજાઓને ખોટે માર્ગે દોરે નહિ.” (પ્રકટીકરણ ૨૦:૨, ૩) ત્યાર બાદ, ન્યાયી માણસોનો સમાજ એટલે કે ‘નવી પૃથ્વી’ આવશે “જ્યાં ચારે બાજુ સત્ય હશે.”—૨ પીતર ૩:૧૩.
એ ન્યાયી સમાજમાં રહેનાર લોકોને પાપથી મુક્ત કરવામાં આવશે અને સંપૂર્ણ બનાવવામાં આવશે. (રોમનો ૮:૨૧) ઈશ્વરના રાજ્યના પ્રજા તરીકે તેઓને કોઈ “ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ.” એવું શા માટે? “કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે” (યશાયા ૧૧:૯) એ સમયે, દરેક જણ યહોવાના માર્ગો વિશે શીખશે અને તેમના પ્રેમાળ ગુણોને અનુસરશે. એટલે કે, પક્ષપાતનો સદા માટે નાશ થશે, “કેમ કે ઈશ્વર કોઈ પક્ષપાત કરતા નથી.”—રોમનો ૨:૧૧.
કીમતી રત્નો શોધીએ
(યશાયા ૧૧:૧) યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.
(યશાયા ૧૧:૧૦) તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.
યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧
૧૧:૧, ૧૦—કઈ રીતે ઈસુ ખ્રિસ્ત ‘યિશાઈના ઠૂંઠામાંથી ફૂટેલો ફણગો અને તેની જડ કે તેનું થડ’ બની શકે? (રૂમી ૧૫:૧૨) ઈસુ “યિશાઈના ઠૂંઠામાંથી” એટલે કે યિશાઈના વંશમાંથી જન્મ્યા હતા. એટલે કે યિશાઈના દીકરા, દાઊદના કુટુંબમાં ઈસુ જન્મ્યા હતા. (માત્થી ૧:૧-૬; લુક ૩:૨૩-૩૨) પણ જ્યારે ઈસુને સ્વર્ગમાં રાજા બનાવવામાં આવ્યા, ત્યારે તેમના વંશજો સાથેના સંબંધમાં ફેરફાર થયો. ઈસુને સત્તા અને અધિકાર આપવામાં આવ્યા કે જે કોઈ વ્યક્તિ યહોવાહની દિલથી ભક્તિ કરે, તેને અમર જીવનનો આશીર્વાદ આપવો. એટલે ઈસુ એવા લોકોના “સનાતન પિતા” બને છે. (યશાયાહ ૯:૬) આમ ઈસુ યિશાઈ જેવા બાપ-દાદાઓનું પણ “થડ” બને છે.
(યશાયા ૧૩:૧૭) જુઓ, હું માદીઓને તેમની સામે ઉશ્કેરીશ, તેઓ રૂપાને ગણકારશે નહિ, ને સોનાથી રીઝશે નહિ.
યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧
સવાલ-જવાબ:
૧૩:૧૭—કઈ રીતે માદીઓએ રૂપાને ગણકાર્યું નહિ અને સોનાથી રીઝ્યા નહિ? માદી અને ઈરાનીઓને મન યુદ્ધમાં મળેલી જીતનું જેટલું મહત્ત્વ હતું, એટલું એમાં મળેલી લૂંટનું ન હતું. કોરેશના કિસ્સામાં એ સાચું સાબિત થયું. તેણે ઈસ્રાએલી ગુલામોને પાછા જવા દીધા. તેણે તેઓને સોના-ચાંદીનાં વાસણો પણ પાછાં આપ્યાં, જે નબૂખાદનેસ્સાર યહોવાહના મંદિરમાંથી લૂંટી લાવ્યો હતો.
ડિસેમ્બર ૨૬–જાન્યુઆરી ૧
બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૧૭-૨૩
“સત્તાનો દુરુપયોગ કરવાથી અધિકાર છીનવાઈ જાય છે”
(યશાયા ૨૨:૧૫, ૧૬) સૈન્યોનો પ્રભુ યહોવા એવું કહે છે, આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે, કે ૧૬ તારું અહીં શું છે? અને તારું અહીં કોણ છે, કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!
ip-1 ૨૩૮ ¶૧૬-૧૭
બેવફાઈનો બોધપાઠ
સ્વાર્થી કારભારી
હવે, પ્રબોધક પોતાનું ધ્યાન અવિશ્વાસુ લોકો તરફથી અવિશ્વાસુ વ્યક્તિ તરફ દોરે છે. યશાયાહ લખે છે: “સૈન્યોનો પ્રભુ યહોવાહ એવું કહે છે, આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે, કે તારૂં અહીં શું છે? અને તારૂં અહીં કોણ છે, કે તેં પોતાને સારૂ અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને સારૂ રહેઠાણ કોતરે છે!”—યશાયાહ ૨૨:૧૫, ૧૬.
શેબ્ના મોટે ભાગે રાજા હિઝકીયાહના “રાજમહેલનો કારભારી” હતો. એ માટે, તે ઊંચી પદવી ધરાવે છે, જે રાજાથી પછીનું બીજું સ્થાન છે. શેબ્નાની ઉચ્ચ પદવીને કારણે, તેની પાસેથી ઘણી આશાઓ રાખવામાં આવે છે. (૧ કોરીંથી ૪:૨) પરંતુ, પ્રથમ દેશનું ભલું કરવાને બદલે, તે પોતાનો સ્વાર્થ સાધવા મંડી પડ્યો છે. તે પોતાને માટે રાજાના જેવી જ ઊંચા ખડક પર ભવ્ય કબર બનાવડાવે છે. એ જોઈને યહોવાહ પરમેશ્વર યશાયાહને પ્રેરણા આપે છે કે, તે જઈને આ અવિશ્વાસુ કારભારીને ચેતવણી આપે: “જુઓ, યહોવાહ શૂરવીરની પેઠે તને જોરથી ફેંકી દેશે; હા, તે તને મજબૂતાઇથી પકડી રાખશે. ખચીત તે તને લપેટી લપેટીને દડાની પેઠે વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે; ત્યાં તું મરી જઈશ, ને હે તારા ધણીના ઘરને કલંક લગાડનાર, તારા ભપકાદાર રથો ત્યાંજ રહેશે. હું તને તારી પદવી પરથી હડસેલી કાઢીશ, ને તને તારી જગાએથી પાડી નાખીશ.” (યશાયાહ ૨૨:૧૭-૧૯) શેબ્નાના સ્વાર્થી વલણને કારણે, તેને માટે યરૂશાલેમની સામાન્ય કબર પણ નહિ હોય. એને બદલે, તેને દડાની જેમ દૂર દેશમાં ફેંકી દેવામાં આવશે, જ્યાં તે મરી જશે. યહોવાહના લોકોમાં જેઓને જવાબદારી સોંપવામાં આવી છે, તેઓ સર્વ માટે આ ચેતવણીરૂપ છે. તેઓ સત્તાનો દુરુપયોગ કરશે તો, તેઓની સત્તા ઝૂંટવી લેવામાં આવશે. અરે, તેઓને યહોવાહના લોકોમાંથી પણ હાંકી કાઢવામાં આવી શકે.
(યશાયા ૨૨:૧૭-૨૨) જુઓ, યહોવા શૂરવીરની પેઠે તને જોરથી ફેંકી દેશે; હા, તે તને મજબૂતાઇથી પકડી રાખશે. ૧૮ ખચીત તે તને લપેટી લપેટીને દડાની પેઠે વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે; ત્યાં તું મરી જઈશ, ને હે તારા ધણીના ઘરને કલંક લગાડનાર, તારા ભપકાદાર રથો ત્યાં જ રહેશે. ૧૯ હું તને તારી પદવી પરથી હડસેલી કાઢીશ, ને તને તારી જગાએથી પાડી નાખીશ. ૨૦ તે દિવસે હું મારા સેવક હિલ્કીયાહના દીકરા એલ્યાકીમને બોલાવીશ; ૨૧ હું તેને તારો પોષાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ; અને તે યરુશાલેમના રહેવાસીઓ સાથે, તથા યહુદાહના માણસો સાથે પિતા પ્રમાણે વર્તશે. ૨૨ હું દાઊદના ઘરની કૂંચી તેની ખાંધ પર મૂકીશ; તેને તે ઉઘાડશે, ને કોઈ બંધ કરનાર મળશે નહિ; અને તે બંધ કરશે ત્યારે કોઈ ઉઘાડનાર મળશે નહિ.
ip-1 ૨૩૯-૨૪૦ ¶૧૭-૧૮
બેવફાઈનો બોધપાઠ
શેબ્ના મોટે ભાગે રાજા હિઝકીયાહના “રાજમહેલનો કારભારી” હતો. એ માટે, તે ઊંચી પદવી ધરાવે છે, જે રાજાથી પછીનું બીજું સ્થાન છે. શેબ્નાની ઉચ્ચ પદવીને કારણે, તેની પાસેથી ઘણી આશાઓ રાખવામાં આવે છે. (૧ કોરીંથી ૪:૨) પરંતુ, પ્રથમ દેશનું ભલું કરવાને બદલે, તે પોતાનો સ્વાર્થ સાધવા મંડી પડ્યો છે. તે પોતાને માટે રાજાના જેવી જ ઊંચા ખડક પર ભવ્ય કબર બનાવડાવે છે. એ જોઈને યહોવાહ પરમેશ્વર યશાયાહને પ્રેરણા આપે છે કે, તે જઈને આ અવિશ્વાસુ કારભારીને ચેતવણી આપે: “જુઓ, યહોવાહ શૂરવીરની પેઠે તને જોરથી ફેંકી દેશે; હા, તે તને મજબૂતાઇથી પકડી રાખશે. ખચીત તે તને લપેટી લપેટીને દડાની પેઠે વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે; ત્યાં તું મરી જઈશ, ને હે તારા ધણીના ઘરને કલંક લગાડનાર, તારા ભપકાદાર રથો ત્યાંજ રહેશે. હું તને તારી પદવી પરથી હડસેલી કાઢીશ, ને તને તારી જગાએથી પાડી નાખીશ.” (યશાયાહ ૨૨:૧૭-૧૯) શેબ્નાના સ્વાર્થી વલણને કારણે, તેને માટે યરૂશાલેમની સામાન્ય કબર પણ નહિ હોય. એને બદલે, તેને દડાની જેમ દૂર દેશમાં ફેંકી દેવામાં આવશે, જ્યાં તે મરી જશે. યહોવાહના લોકોમાં જેઓને જવાબદારી સોંપવામાં આવી છે, તેઓ સર્વ માટે આ ચેતવણીરૂપ છે. તેઓ સત્તાનો દુરુપયોગ કરશે તો, તેઓની સત્તા ઝૂંટવી લેવામાં આવશે. અરે, તેઓને યહોવાહના લોકોમાંથી પણ હાંકી કાઢવામાં આવી શકે.
પરંતુ, શેબ્નાનું સ્થાન કઈ રીતે લઈ લેવામાં આવશે? યશાયાહ દ્વારા યહોવાહ સમજાવે છે: “તે દિવસે હું મારા સેવક હિલ્કીયાહના દીકરા એલ્યાકીમને બોલાવીશ; હું તેને તારો પોષાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ; અને તે યરૂશાલેમના રહેવાસીઓ સાથે, તથા યહુદાહના માણસો સાથે પિતા પ્રમાણે વર્તશે. હું દાઊદના ઘરની કૂંચી તેની ખાંધ પર મૂકીશ; તેને તે ઉઘાડશે, ને કોઈ બંધ કરનાર મળશે નહિ; અને તે બંધ કરશે ત્યારે કોઈ ઉઘાડનાર મળશે નહિ.” (યશાયાહ ૨૨:૨૦-૨૨) શેબ્નાની જગ્યાએ એલ્યાકીમને દાઊદના ઘરની ચાવી સહિત, કારભારીનો પોષાક આપવામાં આવશે. બાઇબલમાં “કૂંચી” શબ્દ સત્તા, અધિકાર કે તાકાત દર્શાવવા વાપરવામાં આવ્યો છે. (માત્થી ૧૬:૧૯ સરખાવો.) પહેલાંના સમયમાં, રાજાના સલાહકાર પાસે ‘કૂંચીઓ’ રહેતી, જે કદાચ રાજમહેલની દેખરેખ રાખતો હતો. રાજાની સેવામાં કોને રાખવા અને કોને નહિ, એની પણ તે પસંદગી કરતો હતો. (પ્રકટીકરણ ૩:૭, ૮ સરખાવો.) આમ, કારભારીની પદવી બહુ જ મહત્ત્વની હતી અને જે કોઈને એ મળી હોય, તેની પાસેથી ઘણી આશા રાખવામાં આવતી. (લુક ૧૨:૪૮) શેબ્ના એ માટે યોગ્ય હોય શકે, પરંતુ તે વિશ્વાસુ ન હોવાથી યહોવાહ તેની એ પદવી લઈ લેશે.
(યશાયા ૨૨:૨૩-૨૫) હું તેને મજબૂત સ્થાનમાં ખૂંટીની પેઠે ઠોકી બેસાડીશ; અને તે પોતાના બાપના કુટુંબને માટે માનાસ્પદ થશે. ૨૪ તેઓ તેના બાપના ઘરનો સર્વ વૈભવ, કુટુંબપરિવાર, પ્યાલાં જેવાં નાનાં પાત્રથી તે શિરોઈ જેવાં પાત્ર સુધી, તે સર્વ તેના પર ટાંગી રાખશે. ૨૫ સૈન્યોના ઈશ્વર યહોવાનું એવું વચન છે, કે તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખૂંટી ઠોકી બેસાડેલી હતી તે નીકળી આવશે; તે કપાઈ જઈને નીચે પડશે, ને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે; કેમ કે યહોવા એવું બોલ્યો છે.
યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૨
આપણે શું શીખી શકીએ?
૩૬:૨, ૩, ૨૨. શેબ્ના પાસેથી રાજમહેલના કારભારીની મોટી જવાબદારી લઈ લેવામાં આવી. તેને રાજાનો સેક્રેટરી બનાવ્યો, ત્યારે એ કામ પણ તેણે કર્યું. (યશાયાહ ૨૨:૧૫, ૧૯) યહોવાહના સંગઠનમાં જો કોઈક કારણથી આપણી પાસેથી જવાબદારી લઈ લેવામાં આવે, તો શું કરીશું? તન-મનથી યહોવાહની ભક્તિ કરતા રહીએ.
ip-1 ૨૪૦-૨૪૧ ¶૧૯-૨૦
બેવફાઈનો બોધપાઠ
બે સાંકેતિક ખૂંટીઓ
છેવટે, યહોવાહ શેબ્નાની સત્તા એલ્યાકીમને આપવાનું સાંકેતિક રીતે વર્ણન કરે છે. તે કહે છે: “હું તેને એલ્યાકીમને મજબૂત સ્થાનમાં ખૂંટીની પેઠે ઠોકી બેસાડીશ; અને તે પોતાના બાપના કુટુંબને માટે માનાસ્પદ થશે. તેઓ તેના બાપના ઘરનો સર્વ વૈભવ, કુટુંબપરિવાર, પ્યાલાં જેવાં નાનાં પાત્રથી તે શિરોઈ જેવાં પાત્ર સુધી, તે સર્વ તેના પર ટાંગી રાખશે. સૈન્યોના દેવ યહોવાહનું એવું વચન છે, કે તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખૂંટી શેબ્ના ઠોકી બેસાડેલી હતી તે નીકળી આવશે; તે કપાઈ જઈને નીચે પડશે, ને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે; કેમકે યહોવાહ એવું બોલ્યો છે.”—યશાયાહ ૨૨:૨૩-૨૫.
પ્રથમ ખૂંટી એલ્યાકીમ છે. તે પોતાના પિતા, હિલ્કીયાહના કુટુંબને માટે “માનાસ્પદ” થશે. શેબ્નાની જેમ, તે પોતાના પિતાના કુટુંબને કે તેમના મોભાને કોઈ કલંક લગાડશે નહિ. એલ્યાકીમ, રાજાના કુટુંબના પાત્રો, એટલે કે રાજાની સેવા કરનારા બીજાઓને માટે કાયમી ટેકો બની રહેશે. (૨ તીમોથી ૨:૨૦, ૨૧) એનાથી અલગ બીજી ખૂંટી શેબ્નાને ચિત્રિત કરે છે. તે ભલે સલામત દેખાતી હોય, પણ તેને ખસેડવામાં આવશે. જે તેનામાં ભરોસો રાખશે તેનો પણ અંત આવશે.
કીમતી રત્નો શોધીએ
(યશાયા ૨૧:૧) સમુદ્ર પાસેના અરણ્ય વિશે ઈશ્વરવાણી. દક્ષિણમાં વાવંટોળિયાના સુસવાટાની પેઠે આપત્તિ અરણ્યમાંથી, બીહામણા દેશમાંથી, આવે છે.
યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧
૨૧:૧—‘સમુદ્ર પાસેનું અરણ્ય,’ એ ક્યાં આવ્યું હતું? બાબેલોન સમુદ્ર પાસે ન હતું તોપણ, એના વિષે એમ કહેવાયું હતું. દર વર્ષે યુફ્રેટીસ અને તાઇગ્રિસ નદીઓમાં પૂર આવતું. જેને કારણે ત્યાં કાદવવાળી જમીનનો જાણે “સમુદ્ર” બની જતો.
(યશાયા ૨૩:૧૭, ૧૮) સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં દુનિયાનાં સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે. ૧૮ પણ તેની કમાઈ તથા તેનો પગાર યહોવાને અર્પણ થશે; તે ખજાનામાં ભરાશે નહિ, ને રાખી મૂકાશે નહિ; કેમ કે તેની કમાઈ યહોવાની હજૂરમાં રહેનારાને માટે થશે, કે તેઓ ધરાઈને ખાય, ને ઉત્તમ વસ્ત્ર પહેરે.
ip-૧ ૨૫૩-૨૫૪ ¶૨૨-૨૪
યહોવાહ તૂરનું અભિમાન ઉતારે છે
યશાયાહ આગળ કહે છે: “તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને વેશ્યાના ગાયન પ્રમાણે થશે. હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, પુષ્કળ ગા, જેથી તું યાદ આવે. સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં દુનિયાનાં સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે.”—યશાયાહ ૨૩:૧૫ખ-૧૭.
બાબેલોનનો ૫૩૯ બી.સી.ઈ.માં વિનાશ થયા પછી, ફોનેસિયા માદાય-ઈરાન સામ્રાજ્યનું તાબેદાર રાજ્ય બન્યું. ઈરાની રાજા, કોરેશ બહુ જ ભલો રાજા છે. આ નવા શાસન હેઠળ, તૂર પોતાના અગાઉના કામ ચાલુ રાખશે, અને ફરીથી વેપાર-ધંધામાં દુનિયામાં મહત્ત્વનું સ્થાન મેળવવા સખત મહેનત કરશે. જેમ કે, કોઈ વેશ્યા જે ભૂલાઈ ગઈ હોય અને પોતાના ઘરાક ગુમાવી દીધા હોય, તે નવા ઘરાકો શોધવા શહેરમાં વીણા વગાડતી અને ગીતો ગાતી ભટકતી ફરે. શું તૂર સફળ થશે? હા, યહોવાહ તેને સફળ થવા દેશે. સમય જતાં, આ ટાપુનું શહેર એટલું ધનવાન બની જશે કે, છઠ્ઠી સદી બી.સી.ઈ.ના અંતે, પ્રબોધક ઝખાર્યાહ કહેશે: “તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો, ને ધૂળની પેઠે રૂપાના તથા શેરીના કાદવની પેઠે ચોખ્ખા સોનાના ઢગલા કર્યા.”—ઝખાર્યાહ ૯:૩.
‘તેની કમાણી અર્પણ થશે’
હવે પછીના ભાખેલા શબ્દો કેટલા નોંધનીય છે! “તેની કમાઈ તથા તેનો પગાર યહોવાહને અર્પણ થશે; તે ખજાનામાં ભરાશે નહિ, ને રાખી મૂકાશે નહિ; કેમકે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારાને સારૂ થશે, કે તેઓ ધરાઈને ખાય, ને ઉત્તમ વસ્ત્ર પહેરે.” (યશાયાહ ૨૩:૧૮) તૂરની કમાણી કઈ રીતે યહોવાહને અર્પણ કરવાને યોગ્ય બનશે? હકીકતમાં, યહોવાહે એ સર્વ બાબતો પોતાની ઇચ્છા પ્રમાણે થવા દીધી છે, જેથી પોતાના લોકો ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે. આ એ સમયે બને છે, જ્યારે ઈસ્રાએલી લોકો બાબેલોનના બંદીવાસમાંથી પાછા ફરે છે. તૂરના લોકોએ તેઓને મંદિર ફરીથી બાંધવા માટે દેવદારનું લાકડું આપીને સહાય કરી. તેઓએ યરૂશાલેમ સાથે ફરીથી વેપાર-ધંધો ચાલુ કર્યો.—એઝરા ૩:૭; નહેમ્યાહ ૧૩:૧૬.