બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૪૯-૫૦
યહોવા નમ્રને આશીર્વાદ આપે છે અને અહંકારીને સજા કરે છે
યહોવા ગુલામીના બંધન તોડી નાખશે ત્યારે, પસ્તાવો કરનાર ઇઝરાયેલીઓ ખુશીના આંસુ વહાવશે
તેઓ યહોવા સાથે કરેલો કરાર ફરીથી ધ્યાનમાં લેશે અને સાચી ભક્તિને ફરીથી સ્થાપવા યરૂશાલેમ સુધીની લાંબી મુસાફરી કરશે
બાબેલોને યહોવાના લોકો પર જે જુલમ ગુજાર્યો હતો, એના લીધે તે સજા ભોગવ્યા વગર રહેશે નહિ
ભાખ્યા પ્રમાણે બાબેલોન ઉજ્જડ થઈ જશે