બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૩૯-૪૩
યહોવા દરેકને તેનાં કામો પ્રમાણે બદલો ચૂકવી આપશે
સિદકીયાહે બાબેલોનને તાબે થવાની યહોવાની આજ્ઞા ન માની
- સિદકીયાહની આંખો સામે તેના દીકરાઓને મારી નાખવામાં આવ્યા. પછી, તેની આંખો ફોડી નાખવામાં આવી; બેડીઓ પહેરાવવામાં આવી; અને મરણ પામ્યો ત્યાં સુધી બાબેલોનમાં ગુલામ બનાવીને રાખવામાં આવ્યો 
એબેદ-મેલેખે યહોવા પર ભરોસો બતાવ્યો અને પ્રબોધક યિર્મેયાની કાળજી રાખી
- યહોવાએ વચન આપ્યું કે, યહુદાના વિનાશમાંથી તે એબેદ-મેલેખને બચાવશે 
યરૂશાલેમનો વિનાશ થયો એ પહેલાં યિર્મેયાએ વર્ષો સુધી પ્રચાર કર્યો
- યરૂશાલેમને ઘેરી લેવામાં આવ્યું ત્યારે, યહોવાએ યિર્મેયાનું રક્ષણ કર્યું; બાબેલોનીઓ દ્વારા તેમનો છુટકારો કર્યો