બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૩૫-૩૮
એબેદ-મેલેખ—બહાદુરી અને દયાનો અજોડ દાખલો
એબેદ-મેલેખ, રાજા સિદકીયાહના રાજદરબારના એક અધિકારી હતા; તેમણે ઈશ્વર જેવા ગુણો બતાવ્યા
યિર્મેયાને મદદ કરવા તેમણે બહાદુરી બતાવી અને નિર્ણાયક પગલાં ભરીને રાજા સિદકીયાહ આગળ ગયા. પછી યિર્મેયાને ટાંકામાંથી બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો
યિર્મેયાને દોરડું બાંધીને ટાંકામાંથી કાઢતા પહેલાં, એબેદ-મેલેખે યિર્મેયાની બગલ નીચે મૂકવા દોરડાં સાથે નરમ ચીથરાં અને જૂના કપડાંના ટૂકડા મોકલ્યાં. આમ તેમણે દયા બતાવી