યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—વિદ્યાર્થીને તૈયારી કરતા શીખવીએ
કેમ મહત્ત્વનું: વિદ્યાર્થી સારી તૈયારી કરશે તો આપણે જે શીખવીએ છીએ એ સહેલાઈથી સમજી શકશે અને યાદ રાખી શકશે. એનાથી, તે ઝડપથી પ્રગતિ કરશે. બાપ્તિસ્મા પછી પણ તેણે ‘જાગતા રહેવા’ માટે પ્રચારકાર્ય અને સભાઓની તૈયારી કરવાની છે. (માથ ૨૫:૧૩) તેથી, અભ્યાસ કરવાનું અને એની સારી આદત કેળવવાનું શીખવવાથી તેને જીવનભર લાભ થશે. એટલે, શરૂઆતથી જ આપણે વિદ્યાર્થીને બાઇબલ અભ્યાસની તૈયારી કરતા શીખવવું જોઈએ.
કઈ રીતે કરી શકીએ:
સારો દાખલો બેસાડો. (રોમ ૨:૨૧) વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને અભ્યાસની સારી તૈયારી કરો. (km ૧૧/૧૫ ૩) પોતાનું તૈયાર કરેલું સાહિત્ય વિદ્યાર્થીને દેખાડો
તૈયારી કરવા ઉત્તેજન આપો. નિયમિત અભ્યાસ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીને જણાવો કે તૈયારી કરવી એ બાઇબલ અભ્યાસનો મહત્ત્વનો ભાગ છે. એનાથી મળતા ફાયદાઓ વિશે પણ સમજાવો. વ્યવહારુ સલાહ આપો કે કઈ રીતે અભ્યાસ માટે સમય ફાળવી શકે. અમુક શિક્ષકો અભ્યાસ દરમિયાન પોતે તૈયાર કરેલું સાહિત્ય વિદ્યાર્થીને આપે છે, જેથી તે તૈયારી કરવાના ફાયદાઓ જોઈ શકે. વિદ્યાર્થી તૈયારી કરે ત્યારે તેની પ્રશંસા કરો
તૈયારી કરવાનું શીખવો. અમુક શિક્ષકો, અભ્યાસનો પૂરેપૂરો સમય નવા વિદ્યાર્થીઓ એ શીખવવામાં આપે છે કે અભ્યાસની તૈયારી કઈ રીતે કરી શકાય