ઑક્ટોબર ૨૮–નવેમ્બર ૩ યહોવાના સેવકો તરીકે આપણું જીવન
બાઇબલ તમારા માટે કેટલું અનમોલ છે?
પવિત્ર બાઇબલના લેખક યહોવા છે, એમાં તેમના વિચારો અને તેમણે કહેલી વાતો છે. (૨પી ૧:૨૦, ૨૧) બાઇબલ ભાર મૂકે છે કે યહોવાને જ રાજ કરવાનો હક છે, તેમના રાજમાં દરેકનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. બાઇબલ એ પણ જણાવે છે કે આપણા પિતા, યહોવા ખૂબ જ પ્રેમાળ છે.—ગી ૮૬:૧૫.
આપણા દરેક માટે બાઇબલ અનમોલ છે. એ માટે કોઈ પણ કારણ હોય શકે. પણ શું આપણે એને રોજ વાંચીએ છીએ? એમાંથી જે શીખવા મળે છે, શું એને જીવનમાં લાગુ પાડીએ છીએ? એમ કરીશું તો, આપણે બતાવીશું કે બાઇબલ આપણા માટે કીમતી ભેટ છે. એક ઈશ્વરભક્તે લખ્યું હતું: “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું!” (ગી ૧૧૯:૯૭) આપણે પણ આપણાં કામોથી એવું સાબિત કરી શકીએ.
આ વીડિયો જુઓ, બાઇબલ તેમને પોતાના જીવથી પણ વહાલું હતું—એક ઝલક (વિલિયમ ટિંડેલ) અને પછી આ સવાલોના જવાબ આપો:
વિલિયમ ટિંડેલે શા માટે બાઇબલના અમુક ભાગોનું ભાષાંતર કર્યું હતું?
બાઇબલનું ભાષાંતર કરવામાં તેમણે કરેલી મહેનત કેમ અજોડ છે?
ટિંડેલે ભાષાંતર કરેલા બાઇબલની પ્રતો કેવી રીતે ઇંગ્લેન્ડમાં ચોરીછૂપીથી પહોંચાડવામાં આવતી હતી?
આપણા માટે બાઇબલ અનમોલ છે, એવું કેવી રીતે બતાવી શકીએ?