આપણી વેબસાઇટથી બીજાઓને અને આપણને ફાયદો થાય છે
ઈસુએ આપણને ‘આખા જગતમાં સર્વ પ્રજાઓને’ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવાની આજ્ઞા આપી છે. (માથ. ૨૪:૧૪) આપણા ‘સેવાકાર્યને’ વધારે સારી રીતે કરવા હવે watchtower.org, jw-media.org, અને jw.org વેબસાઇટ ભેગી કરીને એક નવી jw.org વેબસાઇટ બનાવી છે.—૨ તીમો. ૪:૫.
“આખા જગતમાં”: દુનિયાની વસ્તીના ત્રીજા ભાગના લોકો ઇન્ટરનેટ વાપરે છે. ઘણા લોકો, ખાસ કરીને યુવાનો ઇન્ટરનેટ પરથી મોટા ભાગની માહિતી મેળવે છે. આપણી વેબસાઇટ પરથી લોકો બાઇબલના સવાલોનો ખરો જવાબ મેળવી શકે છે. એના પરથી તેઓ યહોવાના સંગઠન વિશે માહિતી મેળવી શકે છે અને સહેલાઈથી મફત બાઇબલ અભ્યાસની માંગ કરી શકે છે. સંદેશો પહોંચાડવો મુશ્કેલ હોય એવી જગ્યાઓમાં પણ આ વેબસાઇટ દ્વારા લોકો રાજ્યનો સંદેશો સાંભળી શક્યા છે.
‘સર્વ પ્રજાઓ’: બાઇબલ સંદેશો ‘સર્વ પ્રજાઓ’ સુધી પહોંચાડવો હોય તો, આપણે એને અલગ-અલગ ભાષાઓમાં આપવો જોઈએ. જેઓ jw.org વેબસાઇટ પર આવે છે તેઓ આશરે ૪૦૦ ભાષાઓમાં માહિતી મેળવી શકે છે. બીજી કોઈ સાઇટ પર આટલી બધી ભાષાઓમાં માહિતી નથી.
એનો સારો ઉપયોગ કરો: આ નવી વેબસાઇટનો હેતુ
લોકોને ઈશ્વરના રાજ્ય વિશે જણાવવા પૂરતો જ નથી. એને એ રીતે બનાવવામાં આવી છે કે યહોવાના સાક્ષીઓ પણ ઉપયોગ કરી શકે. તમારી પાસે ઇન્ટરનેટ હોય તો jw.org વેબસાઇટથી જાણકાર થવા અમે તમને ઉત્તેજન આપીએ છીએ. નીચે અમુક સૂચનો છે જે તમે વાપરી શકો.
[પાન ૩ પર ડાયગ્રામ]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
આમ કરી જુઓ
૧ ઇન્ટરનેટ પર www.pr418.com લખો.
૨ સાઇટ પરથી વધારે માહિતી શોધવા વિભાગના મથાળા, મેનુ અને લિંકનો ઉપયોગ કરી શકો.
૩ તમારા મોબાઇલમાં ઇન્ટરનેટ હોય તો jw.org સાઇટ જોવાનો પ્રયત્ન કરો. મોબાઇલના નાના સ્ક્રીન પ્રમાણે પેજ દેખાશે, પણ માહિતી સરખી જ રહેશે.