યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમારી શ્રદ્ધા વિશે તમે સમજાવી શકો?
ધારો કે, તમને કોઈ પૂછે કે ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે એવું તમે કેમ માનો છો. એ વખતે તમે શું કહેશો? હિંમતથી જવાબ આપવા તમારે બે બાબતો કરવી જોઈએ. પહેલા તો તમારે પોતે ખાતરી કરવી જોઈએ કે ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે. (રોમ ૧૨:૧, ૨) પછી વિચારવું જોઈએ કે તમારી શ્રદ્ધા વિશે તમે કઈ રીતે બીજાને સમજાવશો.—નીતિ ૧૫:૨૮.
કયા કારણોને લીધે બીજાઓ માને છે કે ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે, એ વિશે જાણવા હાડકાંના ડોક્ટર પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે અને પ્રાણીશાસ્ત્રી પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
આઇરિન હોફ લોરેન્સા ઉત્ક્રાંતિમાં માનવાને બદલે શા માટે માને છે કે ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે?
યારોસ્લેવ ડાવનેક ઉત્ક્રાંતિમાં માનવાને બદલે શા માટે માને છે કે ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે?
તમે માનો છો કે ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે એ વિશે કઈ રીતે બીજાને સમજાવશો?
ઈશ્વરે બધું બનાવ્યું છે એની ખાતરી કરવા અને બીજાઓને એ વિશે સમજાવવા યહોવાના સંગઠને બહાર પાડેલાં કયા સાધનો તમારી ભાષામાં પ્રાપ્ય છે?