બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩-૫
પ્રથમ જૂઠાણાનાં ખરાબ પરિણામો
શેતાન હવા સાથે જૂઠું બોલ્યો ત્યારથી તે આખી માણસજાતને છેતરી રહ્યો છે. (પ્રક ૧૨:૯) યહોવાની નજીક જવું લોકો માટે અઘરું થઈ જાય એટલે શેતાને જૂઠાણાં ફેલાવ્યાં છે. એ છે:
ભગવાન જેવું કંઈ જ નથી
ત્રણ દેવતાઓ મળીને એક ભગવાન છે, જેને સમજી ન શકાય
ભગવાનનું કોઈ નામ નથી
ભગવાન લોકોને હંમેશાં નરકમાં રિબાવે છે
બધું ભગવાનની મરજીથી થાય છે
ભગવાનને મનુષ્યોની કંઈ પડી નથી
યહોવા વિશે શેતાને ફેલાવેલાં જૂઠાણાંથી તમને કેવું લાગે છે?
યહોવા વિશે શેતાને ફેલાવેલાં જૂઠાણાંને ખોટાં સાબિત કરવા તમે શું કરી શકો?