યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે
પહેલો પાસ્ખા ખૂબ યાદગાર હતો. એ રાતે ફારૂને જોયું કે તેનો પ્રથમ જન્મેલો દીકરો મરી ગયો છે ત્યારે તેણે મુસાને કહ્યું, ‘તમે અને બીજા ઇઝરાયેલીઓ મારા લોકો વચ્ચેથી નીકળી જાઓ અને તમારા કહ્યા પ્રમાણે યહોવાની સેવા કરો.’ (નિર્ગ ૧૨:૩૧) એ દિવસે યહોવાએ બતાવી આપ્યું કે તે હંમેશાં પોતાના લોકોનું રક્ષણ કરે છે.
યહોવાના સાક્ષીઓનો ઇતિહાસ તપાસવાથી સાફ દેખાય આવે છે કે આજે પણ યહોવા પોતાના લોકોને માર્ગદર્શન આપે છે અને તેઓનું રક્ષણ કરે છે. એની ઝલક આપણને વૉરવિકના મ્યુઝિયમમાં મળે છે, જેનો વિષય છે: “યહોવાના નામથી ઓળખાતા લોકો.”
વૉરવિક મ્યુઝિયમની ટુર: “યહોવાના નામથી ઓળખાતા લોકો” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
લોકો બાઇબલમાં શ્રદ્ધા મૂકવાનું શીખે માટે બાઇબલ વિદ્યાર્થીઓએ ૧૯૧૪થી કઈ નવી રીત વાપરી? અને એ રીતથી કેવો ફાયદો થયો?
૧૯૧૬ અને ૧૯૧૮માં બાઇબલ વિદ્યાર્થીઓ પર કઈ કસોટીઓ આવી? શા પરથી દેખાય આવ્યું કે યહોવા પોતાના સંગઠનને દોરી રહ્યા છે?
વિરોધ હોવા છતાં યહોવાના લોકો કઈ રીતે શ્રદ્ધામાં મજબૂત રહ્યા?
૧૯૩૫માં યહોવાના લોકોને કઈ નવી સમજણ મળી અને તેઓ પર એની કેવી અસર થઈ?
જો તમે આ મ્યુઝિયમની ટૂર કરી હોય, તો શું જોવાથી તમને ભરોસો થયો કે યહોવા પોતાના લોકોની સાથે છે અને તેઓનું રક્ષણ કરે છે?