વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr24 જાન્યુઆરી પાન ૧-૧૨
  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૪
  • મથાળાં
  • જાન્યુઆરી ૧-૭
  • જાન્યુઆરી ૮-૧૪
  • જાન્યુઆરી ૧૫-૨૧
  • જાન્યુઆરી ૨૨-૨૮
  • જાન્યુઆરી ૨૯–ફેબ્રૂઆરી ૪
  • ફેબ્રૂઆરી ૫-૧૧
  • ફેબ્રૂઆરી ૧૨-૧૮
  • ફેબ્રૂઆરી ૧૯-૨૫
  • ફેબ્રૂઆરી ૨૬–માર્ચ ૩
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૪
mwbr24 જાન્યુઆરી પાન ૧-૧૨

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania

જાન્યુઆરી ૧-૭

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૩૨-૩૩

ચિંતામાં ડૂબેલાં ભાઈ-બહેનોને દિલાસો આપો

it-૧-E ૭૧૦

અલીહૂ

અલીહૂએ કોઈનો પક્ષ ન લીધો કે કોઈના ખોટા વખાણ પણ ન કર્યા. તેમણે કહ્યું કે અયૂબની જેમ પોતે પણ માટીના બનેલા છે અને તેમના બનાવનાર સર્વશક્તિમાન ઈશ્વર છે. અલીહૂ અયૂબને બીવડાવવા માંગતા ન હતા, પણ એક દોસ્તની જેમ મદદ કરવા ચાહતા હતા. તેમણે અયૂબને નામ દઈને બોલાવ્યા, જ્યારે કે અલીફાઝ, બિલ્દાદ અને સોફારે એવું ન કર્યું.—અયૂ ૩૨:૨૧, ૨૨; ૩૩:૧, ૬.

w૧૪ ૬/૧૫ ૨૫ ¶૮-૧૦

માણસોની નબળાઈઓને શું તમે યહોવાની નજરથી જુઓ છો?

૮ મદદની જરૂર હોય તેઓને સારી રીતે સમજવા શું કરવું જોઈએ? યાદ રાખીએ કે તેઓમાંના ઘણાને કદાચ બીમારી કે ઊંડી નિરાશા સતાવતી હશે. અથવા કુટુંબમાંથી તે એકલા સત્યમાં હોવાથી તકલીફોનો સામનો કરી રહ્યા હશે. જો આપણે એવા સંજોગોમાં હોઈએ તો ચાહીશું કે લોકો આપણી લાગણીઓ સમજે. ઇજિપ્તમાં હતા ત્યારે ઈસ્રાએલીઓ ગરીબ અને નિર્બળ હતા. તેઓને વચનના દેશમાં પ્રવેશતા પહેલા યાદ અપાવવામાં આવ્યું કે ભાઈ-બહેનો પ્રત્યે ‘હૃદય કઠણ ન કરે.’ યહોવા ઇચ્છતા હતા કે તેઓ ગરીબ અને નિર્બળ ઈસ્રાએલીઓને મદદ કરે.—પુન. ૧૫:૭, ૧૧; લેવી. ૨૫:૩૫-૩૮

૯ કપરા સંજોગોમાં આવી પડેલાં ભાઈ-બહેનો પર શંકા કરવાને, કે પછી વાંક કાઢવાને બદલે તેઓને બાઇબલમાંથી મદદ આપવી જોઈએ. (અયૂ. ૩૩:૬, ૭; માથ. ૭:૧) ચાલો એ સમજવા એક દાખલો જોઈએ. એક બાઇક ચલાવનારનો અકસ્માત થાય છે અને તેને ઇમર્જન્સી વૉર્ડમાં લાવવામાં આવે છે. એવા સમયે, શું ત્યાંનાં ડૉક્ટર અને નર્સ એ વિચારવા બેસશે કે તે વ્યક્તિનો વાંક હતો કે નહિ? ના. એના બદલે તેઓ તાત્કાલિક સારવાર આપવામાં લાગી જશે. એવી જ રીતે, જો કોઈ ભાઈ કે બહેન કોઈ કારણસર મુશ્કેલીમાં આવી પડે તો આપણે પહેલા તેમને બાઇબલમાંથી મદદ આપવી જોઈએ.—૧ થેસ્સાલોનીકી ૫:૧૪ વાંચો.

૧૦ ભાઈ-બહેનોના સંજોગોનો વિચાર કરીશું તો તેઓની કમજોરીને આપણે અલગ નજરે જોઈ શકીશું. એવી બહેનોનો વિચાર કરો જેઓ વર્ષોથી કુટુંબનો વિરોધ સહી રહી છે. એમાંની અમુક કદાચ સામાન્ય અને નાજુક દેખાય. પરંતુ, શું તેઓ એવા કપરા સંજોગોમાં પણ અજોડ શ્રદ્ધા અને મક્કમ ઇરાદાની સાબિતી આપતી નથી? એકલા હાથે ઉછેર કરતી માતાને તમે સભાઓમાં બાળકો સાથે આવતી જુઓ છો, ત્યારે શું તેની શ્રદ્ધા અને દૃઢ નિર્ણય તમારા દિલને સ્પર્શી જતાં નથી? એવા તરુણો વિશે શું, જેઓ શાળામાં આવતાં ખરાબ દબાણનો સામનો કરીને પણ સત્યમાં અડગ રહે છે? એ બધા કિસ્સામાં જોઈ શકાય કે નાનાં અને નિર્બળ દેખાતાં ભાઈ-બહેનો પણ “વિશ્વાસમાં” એવી વ્યક્તિઓ જેટલા જ “ધનવાન” છે, જેઓના સંજોગો એટલા કપરા નથી.—યાકૂ. ૨:૫.

w૨૦.૦૩ ૨૩ ¶૧૭-૧૮

આપણે ક્યારે બોલવું જોઈએ અને ક્યારે નહિ?

૧૭ અયૂબને મળવા આવનાર ચોથા માણસ અલીહૂ હતા. તે ઈબ્રાહીમના સગા હતા. અયૂબ અને ત્રણ માણસો બોલતા હતા ત્યારે તેમણે ધ્યાનથી તેઓની વાત સાંભળી. એટલે તે પ્રેમથી પણ સાફ શબ્દોમાં અયૂબને વિચારો સુધારવાની સલાહ આપી શક્યા. (અયૂ. ૩૩:૧, ૬, ૧૭) અલીહૂ માટે એ મહત્ત્વનું હતું કે યહોવાને મહિમા મળે, નહિ કે પોતાને કે બીજા માણસોને. (અયૂ. ૩૨:૨૧, ૨૨; ૩૭:૨૩, ૨૪) અલીહૂના દાખલા પરથી શીખવા મળે છે કે બોલવાનો અને ચૂપ રહેવાનો વખત હોય છે. (યાકૂ. ૧:૧૯) એ પણ શીખવા મળે છે કે બીજાઓને સલાહ આપીએ ત્યારે પોતાને નહિ, પણ યહોવાને મહિમા મળે એનું ધ્યાન રાખવું જોઈએ.

૧૮ ક્યારે અને કઈ રીતે બોલવા વિશે આપણે બાઇબલની સલાહ લાગુ પાડવી જોઈએ. એમ કરીને બતાવીએ છીએ કે યહોવાએ આપેલી બોલવાની ભેટની આપણે કદર કરીએ છીએ. સુલેમાન રાજા બુદ્ધિશાળી હતા, તેમણે પવિત્ર શક્તિની પ્રેરણાથી લખ્યું હતું: “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.” (નીતિ. ૨૫:૧૧) બીજાઓનું ધ્યાનથી સાંભળીએ છીએ અને બોલતા પહેલાં વિચારીએ છીએ ત્યારે, આપણા શબ્દો સોનાના ફળ જેવા બને છે. એ શબ્દો કીમતી અને સુંદર બને છે. ભલે પછી આપણે થોડું બોલીએ કે વધારે, આપણા બોલવાથી લોકોને હિંમત મળશે અને યહોવાને આપણા પર ગર્વ થશે. (નીતિ. ૨૩:૧૫; એફે. ૪:૨૯) ઈશ્વરે આપેલી ભેટની કદર બતાવવાની આ જ સૌથી સારી રીત છે!

કીમતી રત્નો

w૧૩ ૧/૧૫ ૧૯ ¶૧૦

યહોવાની નજીક રહીએ

૧૦ આપણે કેવા દેખાઈએ છીએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ, પોતાની ઉંમર દર્શાવતા ચિહ્‍નો સાવ જ ભૂંસી નાખવાના સખત પ્રયત્નો કરવાની જરૂર નથી. એ ચિહ્‍નો તો અનુભવ, સન્માન અને ઈશ્વરની ભક્તિ માટેના પ્રેમના પુરાવા છે. દાખલા તરીકે, બાઇબલ કહે છે કે “માથે પળિયાં એ મહિમાનો મુગટ છે, તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.” (નીતિ. ૧૬:૩૧) યહોવા આપણને એ રીતે જુએ છે અને આપણે પણ બીજાઓને એ રીતે જોવા જોઈએ. (૧ પીતર ૩:૩, ૪ વાંચો.) તો શું ફક્ત સુંદર દેખાવા માટે જીવન અને તંદુરસ્તીને ખતરામાં મૂકી શકે એવી સારવાર કે સર્જરી કરાવવી સારું કહેવાશે? ભલે આપણી ગમે તેવી તબિયત કે ઉંમર હોય, ખરી સુંદરતા તો ‘યહોવાના આનંદથી’ જ મળે છે. (નહે. ૮:૧૦) ફક્ત નવી દુનિયામાં આપણે પૂરેપૂરી રીતે તંદુરસ્ત અને ફરી યુવાન બનીશું. (અયૂ. ૩૩:૨૫; યશા. ૩૩:૨૪) એવું થાય ત્યાં સુધી, આપણે સમજી-વિચારીને પસંદગી કરવી જોઈએ અને યહોવાએ આપેલાં વચનોમાં શ્રદ્ધા રાખવી જોઈએ. એ જ આપણને તંદુરસ્તીની ચિંતા દૂર કરવા અને હમણાં જીવનનો આનંદ માણવા મદદ કરશે.—૧ તીમો. ૪:૮.

જાન્યુઆરી ૮-૧૪

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૩૪-૩૫

અન્યાય થતો હોય એવું લાગે ત્યારે

wp૧૯.૧ ૮ ¶૨

ઈશ્વર કેવા છે?

ઈશ્વર જે ખરું હોય એ જ કરે છે. “એવું બની જ ન શકે કે સાચા ઈશ્વર દુષ્ટતા કરે, એવું શક્ય જ નથી કે સર્વશક્તિમાન કશું ખોટું કરે!” (અયૂબ ૩૪:૧૦) તેમનો ન્યાય હંમેશાં ખરો હોય છે. એક ઈશ્વરભક્ત યહોવાને કહે છે: “લોકોને તમે સાચો ન્યાય તોળી આપશો.” (ગીતશાસ્ત્ર ૬૭:૪) “યહોવા હૃદય તરફ જુએ છે,” આથી તેમને છેતરી શકાય નહીં. તે હંમેશાં પારખી શકે છે કે સાચું શું છે અને એના આધારે તે ખરો ન્યાય આપી શકે છે. (૧ શમૂએલ ૧૬:૭) એ ઉપરાંત, ઈશ્વર ધરતી પર થતા દરેક અન્યાય અને ભ્રષ્ટાચારથી વાકેફ છે. તેમણે વચન આપ્યું છે કે તે જલદી જ ધરતી પરથી સર્વ દુષ્ટોને મિટાવી દેશે.—નીતિવચનો ૨:૨૨.

w૧૭.૦૪ ૧૦ ¶૫

ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે શું જતું રહેશે?

૫ યહોવા કેવાં પગલાં ભરશે? યહોવાએ દુષ્ટોને તક આપી છે, જેથી તેઓ પોતાના ખરાબ માર્ગોથી પાછા ફરે. (યશા. ૫૫:૭) આ દુષ્ટ દુનિયા પર સજાની મહોર તો લાગી ગઈ છે, બસ સજા અમલમાં આવે એટલી જ વાર છે. એવા લોકોનું શું થશે જેઓ ખરાબ માર્ગો છોડવા માંગતા નથી અને મહાન વિપત્તિ આવે ત્યાં સુધી માનવીય સરકારોને જ વળગી રહેશે? એવા લોકોનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦ વાંચો.) આજે ઘણા લોકો પોતાની કાળી કરતૂતો પર પડદો નાંખવાનું શીખી ગયા છે. દાવપેચ રમીને તેઓ સજાથી બચવામાં પણ કામયાબ થયા છે. પણ શું તેઓનું પાપ છૂપું રહેશે? (અયૂ. ૨૧:૭, ૯) બાઇબલ જણાવે છે કે, ઈશ્વરની “આંખો મનુષ્યના આચારવિચાર ઉપર છે, તે તેની સઘળી વર્તણૂક જુએ છે. દુષ્કર્મીઓ સંતાઈ શકે એવો કોઈ અંધકાર કે મૃત્યુછાયા નથી.” (અયૂ. ૩૪:૨૧, ૨૨) ખરેખર, યહોવાની નજરથી કંઈ છૂપું નથી, તે બધું જ જોઈ શકે છે. આર્માગેદન વખતે તે દુષ્ટોનો એટલી હદે વિનાશ કરશે કે, તેઓનું ઠામઠેકાણું પણ જડશે નહિ. તેઓનું અસ્તિત્વ કાયમ માટે ભૂંસી નાખવામાં આવશે!—ગીત. ૩૭:૧૨-૧૫.

w૨૧.૦૫ ૬-૭ ¶૧૯-૨૦

શું તમે ઈસુના લીધે ઠોકર ખાશો?

૧૯ શું આજે પણ લોકો એવા છે? હા, છે. ઘણા લોકો કચકચ કરે છે કે, સાક્ષીઓ વૉટ નથી આપતા. પણ સાક્ષીઓને ખબર છે કે જો તેઓ કોઈ માણસને વૉટ આપે છે તો તેઓ યહોવાને નકારી રહ્યા છે. (૧ શમુ. ૮:૪-૭) જ્યારે તેઓ રાજકારણની વાતમાં કોઈનો પક્ષ નથી લેતા ત્યારે લોકો તેઓનું સાંભળતા નથી. એટલું જ નહિ લોકોને એવું લાગે છે કે સાક્ષીઓએ સમાજ સેવા કરવી જોઈએ, સ્કૂલ અને હૉસ્પિટલ બાંધવા જોઈએ. પણ સાક્ષીઓ લોકોની સમસ્યાઓનો હલ લાવવાને બદલે પ્રચારકામ કરે છે ત્યારે લોકો તેમનો સંદેશો નથી સાંભળતા.

૨૦ આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? (માથ્થી ૭:૨૧-૨૩ વાંચો.) ઈસુએ આપણને પ્રચારકામ કરવાની આજ્ઞા આપી હતી. એટલે આપણે પ્રચારકામ કરવામાં પૂરું મન લગાવી દેવું જોઈએ. (માથ. ૨૮:૧૯, ૨૦) આપણે દુનિયાની દુઃખ-તકલીફો દૂર કરવા બેસી જઈશું નહિ. ખરું કે આપણને લોકો માટે પ્રેમ છે, અને તેઓની દુઃખી જોઈને આપણને દુઃખ થાય છે. પણ આપણે જાણીએ છીએ કે ફક્ત ઈશ્વરનું રાજ લોકોની દુઃખ-તકલીફો દૂર કરશે. એટલે આપણે બીજાઓને ઈશ્વર વિશે અને તેમના રાજ વિશે શીખવીએ છીએ.

કીમતી રત્નો

w૧૭.૦૪ ૨૯ ¶૩

રાજીખુશીથી કરેલી સેવા, આપે યહોવાને મહિમા

૩ અયૂબ અને ત્રણ માણસો વચ્ચેની વાતચીત એલીહૂ નામનો યુવાન સાંભળી રહ્યો હતો. એ વાતચીત પત્યા પછી, એલીહૂએ અયૂબને યહોવા વિશે પૂછ્યું: “જો તું ન્યાયી હોય, તો તું તેને શું આપે છે? અથવા તે તારા હાથથી શું પામે છે?” (અયૂ. ૩૫:૭) પેલા ત્રણ માણસોની જેમ એલીહૂ એવું કહેવા માંગતા ન હતા કે, ઈશ્વરની સેવામાં આપણી મહેનત નકામી છે. શા માટે એમ કહી શકાય? કારણ કે, યહોવાએ એલીહૂને ઠપકો ન આપ્યો. એલીહૂ તો એ મુદ્દા પર ભાર મૂકવા માંગતા હતા કે, યહોવાને કશાની અછત નથી અને આપણી ભક્તિ વગર તે અધૂરા નથી. આપણે યહોવાને વધારે ધનવાન કે શક્તિશાળી બનાવી શકતા નથી. હકીકતમાં, આપણી પાસે જે કંઈ સારા ગુણો કે આવડતો છે એ ઈશ્વર પાસેથી જ છે. છતાં, તે ધ્યાન આપે છે કે આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ.

જાન્યુઆરી ૧૫-૨૧

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૩૬-૩૭

ઈશ્વર હંમેશ માટેનું જીવન આપશે, એ વચન પર તમે કેમ ભરોસો કરી શકો?

wp૧૬.૧ ૧૩ ¶૧-૨

શું આપણે ઈશ્વરને ઓળખી શકીએ?

ઈશ્વરનું સનાતન અસ્તિત્વ: પવિત્ર શાસ્ત્ર શીખવે છે કે, ઈશ્વરનું અસ્તિત્વ “અનાદિકાળથી તે અનંતકાળ સુધી” છે. (ગીતશાસ્ત્ર ૯૦:૨) સાદા શબ્દોમાં કહીએ તો, ઈશ્વરની કોઈ શરૂઆત નથી કે અંત નથી. માણસોની નજરે જોઈએ તો, ‘તેમનાં વર્ષોની સંખ્યા કોઈ સમજી શકે એમ નથી.’—અયૂબ ૩૬:૨૬.

એ જાણવાથી તમને શું ફાયદો થશે? શાસ્ત્ર વચન આપે છે કે જો આપણે ઈશ્વરને ઓળખીશું, તો તે આપણને હંમેશ માટેનું જીવન આપશે. (યોહાન ૧૭:૩) જરા વિચારો, ઈશ્વર જ હંમેશાં માટે જીવી ન શકે, તો તે તમને કઈ રીતે હંમેશ માટેના જીવનનું વચન આપી શકે? એવું વચન ફક્ત ‘સનાતન યુગોના રાજા’ જ પૂરું કરી શકે.—૧ તીમોથી ૧:૧૭.

w૨૦.૦૫ ૨૨ ¶૬

શું તમે ઈશ્વરે આપેલી ભેટની કદર કરો છો?

૬ ચાલો હવે પાણી વિશે જોઈએ. પૃથ્વી સૂર્યથી યોગ્ય અંતરે છે એટલે પાણી પ્રવાહીના રૂપમાં છે. જો પૃથ્વી જરા પણ સૂર્યની નજીક હોત તો પૃથ્વી પરનું પાણી વરાળ બનીને ઊડી ગયું હોત. ચારેબાજુ ગરમી હોત અને જમીન વેરાન થઈ ગઈ હોત. જો પૃથ્વી જરા પણ સૂર્યથી દૂર હોત, તો બધું પાણી બરફ થઈ ગયું હોત અને આખી પૃથ્વી બરફનો ગોળો થઈ ગઈ હોત. બંને સંજોગોમાં પૃથ્વી પર જીવન શક્ય ન હોત. યહોવાએ પૃથ્વીને યોગ્ય અંતરે રાખી છે. એટલે જળચક્ર ચાલ્યા કરે છે અને જીવન ટકી રહે છે. સૂર્યની ગરમીથી મહાસાગર, નદી અને તળાવના પાણી વરાળ બનીને વાદળો બને છે. પૃથ્વી પર તળાવોમાં જેટલું પાણી છે એનાથી વધારે પાણી, દર વર્ષે વરાળ બનીને ઊડી જાય છે. એ પાણી વાતાવરણમાં આશરે દસ દિવસ વરાળના રૂપમાં રહે છે. પછી એ વરસાદ કે બરફના રૂપમાં જમીન પર પડે છે. એ પાણી ફરી મહાસાગરોમાં મળી જાય છે. આમ, જળચક્ર ચાલ્યા કરે છે. યહોવાએ જળચક્ર એ રીતે બનાવ્યું છે કે પૃથ્વી પર ક્યારેય પાણી ખૂટે નહિ. એ બતાવે છે કે યહોવાની બુદ્ધિ અને શક્તિનો કોઈ પાર નથી.—અયૂ. ૩૬:૨૭, ૨૮; સભા. ૧:૭.

w૨૨.૧૦ ૨૮ ¶૧૬

આપણી આશા મજબૂત કરતા રહીએ

૧૬ યહોવાએ આપણને હંમેશ માટે જીવવાની અનોખી આશા આપી છે. એ આશા આપણા માટે કીમતી ભેટ છે. આપણને ખાતરી છે કે એ આશા પૂરી થશે. આપણી આશા લંગર જેવી છે. એનાથી તોફાન જેવી મુસીબતોમાં અડગ રહી શકીએ છીએ. કસોટી આવે, સતાવણી થાય કે જીવ જોખમમાં હોય તોપણ એ આશાને લીધે યહોવાને વફાદાર રહી શકીએ છીએ. આપણી આશા ટોપ જેવી પણ છે. એનાથી આપણા વિચારોનું રક્ષણ થાય છે. આપણે ખોટી બાબતો પર વિચાર કરવાને બદલે સારી બાબતો પર મન લગાવી શકીએ છીએ. આશાને લીધે આપણે યહોવાની નજીક જઈ શકીએ છીએ. આપણને ખાતરી મળે છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. સાચે જ, આપણી આશા મજબૂત કરતા રહેવાથી ઘણા ફાયદા થાય છે.

કીમતી રત્નો

it-૧-E ૪૯૨

વાતચીત

જૂના જમાનામાં બાઇબલમાં લખેલી જગ્યાઓમાં સંદેશો અને માહિતી ઘણી રીતોએ પહોંચાડવામાં આવતાં હતાં. જેમ કે, લોકોને પોતાના વિસ્તારના અને બીજા વિસ્તારોના સમાચાર કોઈક વ્યક્તિ દ્વારા કે સંદેશા દ્વારા મળતા હતા. (૨શ ૩:૧૭, ૧૯; અયૂ ૩૭:૨૦) લોકોને મુસાફરો દ્વારા પણ સમાચાર મળતા હતા. મસાફરો એકલા નહિ પણ ટોળામાં જતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન પહોંચાડતા હતા. જ્યારે તેઓ અલગ અલગ શહેરો અથવા રસ્તા પર રોકાતા, ત્યારે તેઓ લોકોને દૂરના વિસ્તારના સમાચાર આપતા હતા. મુસાફરોનો કાફલો ઘણી વાર પેલેસ્ટાઈનથી પસાર થતો હતો. કેમ કે એ એશિયા, આફ્રિકા અને યુરોપની વચ્ચોવચ હતો. એટલે ત્યાંના લોકોને બીજા દેશોના મોટા મોટા બનાવોના સમાચાર સહેલાઈથી મળી જતા હતા. શહેરનાં બજારમાં પણ લોકોને પોતાના દેશના અને બીજા દેશોના સમાચાર મળતા હતા.

જાન્યુઆરી ૨૨-૨૮

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૩૮-૩૯

શું તમે સૃષ્ટિ નિહાળવા સમય કાઢો છો?

w૨૧.૦૮ ૯ ¶૭

શું તમે યહોવાની રાહ જોવા તૈયાર છો?

૭ બાઇબલ જણાવે કે યહોવાએ પૃથ્વીનાં “માપ ઠરાવી આપ્યાં”, એના ‘પાયા નાખ્યા’ અને ‘ખૂણાનો પથ્થર બેસાડ્યો.’ (અયૂ. ૩૮:૫, ૬) પછી તેમણે સમય કાઢીને પોતાની બનાવેલી વસ્તુઓ જોઈ. (ઉત. ૧:૧૦, ૧૨) યહોવા એક પછી એક એ બધું બનાવતા હતા ત્યારે એ જોઈને દૂતોને કેવું લાગ્યું હતું? તેઓ તો “ખુશીનો પોકાર કરતા હતા.” (અયૂ. ૩૮:૭) એમાંથી શું શીખવા મળે છે? યહોવાએ ધરતી, સૂરજ, ચાંદ, તારા અને જીવ સૃષ્ટિ બનાવી એમાં હજારો વર્ષો લાગ્યાં હતાં. યહોવાએ બધું બનાવવામાં સમય લીધો એ સારું કર્યું, કારણ કે બધું બનાવ્યાં પછી તેમણે જોયું તો “એ સૌથી ઉત્તમ હતું!”—ઉત. ૧:૩૧.

w૨૦.૦૮ ૧૪ ¶૨

સજીવન થવાની આશામાં ઈશ્વરનાં પ્રેમ, બુદ્ધિ અને ધીરજ દેખાય આવે છે

૨ યહોવાએ સૌથી પહેલા તેમના દીકરા ઈસુને બનાવ્યા. પછી તેમણે ઈસુ સાથે મળીને ‘બીજું બધું બનાવ્યું.’ તેમણે લાખો સ્વર્ગદૂતોને પણ બનાવ્યા. (કોલો. ૧:૧૬) ઈસુને પિતા સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે તેમને ઘણી ખુશી થઈ. (નીતિ. ૮:૩૦) ઈસુએ કુશળ કારીગરની જેમ યહોવા સાથે મળીને આકાશ અને ધરતી પરની બધી વસ્તુઓ બનાવી. જ્યારે યહોવા ધરતી બનાવી રહ્યા હતા, ત્યારે સ્વર્ગદૂતોએ ખુશીથી તેમનો જયજયકાર કર્યો. યહોવાએ બીજી બધી વસ્તુઓ બનાવી અને ખાસ તો માણસોને બનાવ્યા ત્યારે પણ સ્વર્ગદૂતોએ જયજયકાર કર્યો. (અયૂ. ૩૮:૭; નીતિ. ૮:૩૧) તેમણે બનાવેલી બધી વસ્તુઓ પરથી જોઈ શકાય છે કે યહોવાનાં પ્રેમ અને બુદ્ધિનો કોઈ પાર નથી!—ગીત. ૧૦૪:૨૪; રોમ. ૧:૨૦.

w૨૩.૦૩ ૧૭ ¶૮

સૃષ્ટિ નિહાળીએ, યહોવાને વધારે ઓળખીએ

૮ આપણે યહોવા પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ. યહોવાની મદદથી અયૂબ તેમના પરનો ભરોસો વધારી શક્યા. (અયૂ. ૩૨:૨; ૪૦:૬-૮) યહોવાએ અયૂબ સાથે વાત કરી ત્યારે અયૂબને પોતે બનાવેલી ઘણી વસ્તુઓ વિશે જણાવ્યું. જેમ કે, તારાઓ, વાદળ અને વીજળી. યહોવાએ અમુક પ્રાણીઓ વિશે પણ જણાવ્યું. જેમ કે, જંગલી સાંઢ અને ઘોડો. (અયૂ. ૩૮:૩૨-૩૫; ૩૯:૯, ૧૯, ૨૦) એ બધું સાબિત કરે છે કે યહોવા ખૂબ જ શક્તિશાળી, પ્રેમાળ અને બુદ્ધિશાળી છે. એ વાતચીતથી અયૂબ યહોવા પર વધારે ભરોસો રાખવાનું શીખ્યા. (અયૂ. ૪૨:૧-૬) એવી જ રીતે, જ્યારે આપણે સૃષ્ટિનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે પારખી શકીએ છીએ કે યહોવા આપણા કરતાં વધારે બુદ્ધિશાળી અને શક્તિશાળી છે. તે આપણી બધી મુશ્કેલીઓનો અંત લાવી શકે છે અને તે એમ કરશે પણ ખરા. એ હકીકત યહોવામાં આપણો ભરોસો વધારે મજબૂત કરે છે.

કીમતી રત્નો

it-૨-E ૨૨૨

નિયમ આપનાર

નિયમ આપનાર યહોવા. નિયમ આપનાર યહોવા સૌથી મહાન છે. તેમણે કુદરતના નિયમો બનાવ્યા છે. (અયૂ ૩૮:૪-૩૮; ગી ૧૦૪:૫-૧૯) તેમણે પ્રાણીઓ માટે પણ નિયમો બનાવ્યા છે. (અયૂ ૩૯:૧-૩૦) યહોવાએ આપણને બનાવ્યા છે. એટલે તેમણે બનાવેલા કુદરતના નિયમો અને શુદ્ધતાના નિયમો આપણે પાળવા જોઈએ. (રોમ ૧૨:૧; ૧કો ૨:૧૪-૧૬) એટલું જ નહિ, સ્વર્ગદૂતો પણ યહોવાએ બનાવેલા નિયમો પાળે છે.—ગી ૧૦૩:૨૦; ૨પિ ૨:૪, ૧૧.

યહોવાએ બનાવેલા કુદરતના નિયમો કોઈ બદલી શકતું નથી. (યર્મિ ૩૩:૨૦, ૨૧) ચંદ્ર, તારાઓ અને ગ્રહો જે ઝડપથી ફરે છે એની ગણતરી કરવી વૈજ્ઞાનિકો માટે સહેલું છે. કેમ કે, યહોવાએ આપેલા એ નિયમો ભરોસાપાત્ર છે. કુદરતના નિયમો તોડવાથી આપણે એનાં પરિણામો ભોગવવાં પડે છે. યહોવાએ બનાવેલા શુદ્ધતાના નિયમો પણ કોઈ બદલી શકતું નથી. જો કોઈ એને નહિ પાળે તો તેણે એનાં પરિણામો ભોગવવાં પડશે. કદાચ એવું તરત ન થાય, તોપણ યાદ રાખવું જોઈએ કે કુદરતના નિયમોની જેમ જ, આ નિયમો તોડવાનાં પરિણામો આપણે ભોગવવાં પડશે. બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વરની મશ્કરી કરી શકાય નહિ. માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે.”—ગલા ૬:૭; ૧તિ ૫:૨૪.

જાન્યુઆરી ૨૯–ફેબ્રૂઆરી ૪

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૪૦-૪૨

અયૂબના દાખલામાંથી શું શીખવા મળે છે?

w૧૦ ૧૦/૧ ૧૧-૧૨ ¶૪-૬

‘પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે?’

૪ યહોવાહે જે કંઈ કર્યું છે, એના પર જેમ વિચાર કરીએ, તેમ આપણી રીતે તેમનો ન્યાય ન કરીએ. ઇન્સાનના એવા વલણ વિષે યહોવાહે ગીતશાસ્ત્ર ૫૦:૨૧માં જણાવ્યું: “તેં ધાર્યું છે કે હું છેક તારા જેવો છું.” આજથી ૧૭૫ વર્ષો પહેલાં એક બાઇબલ વિદ્વાને આવું કહ્યું હતું: “મનુષ્ય વાતવાતમાં પોતાની રીતે ઈશ્વરનો ન્યાય કરવા બેસી જાય છે. તેઓ ઈશ્વરને પણ મનુષ્યને લાગુ પડતા નિયમોથી બાંધી દેવા માંગે છે.”

૫ આપણે સાવચેત રહીએ કે યહોવાહને આપણી ઇચ્છાઓ અને આપણાં ધોરણોથી બાંધી ન દઈએ. એવું કેમ ન કરવું જોઈએ? જેમ બાઇબલ વાંચીએ અને વિચારીએ, તેમ આપણી મર્યાદિત સમજણ પ્રમાણે કદાચ એવું લાગે કે યહોવાહે જે નિર્ણયો લીધા એ યોગ્ય ન હતા. પહેલાંના ઈસ્રાએલીઓ પણ વારંવાર એવી ભૂલ કરી બેઠા અને યહોવાહ તેઓ સાથે જે રીતે વર્ત્યા, એનો દોષ કાઢ્યો. એ વિષે યહોવાહે તેઓને આમ કહ્યું: ‘તમે કહો છો, કે યહોવાહનો વ્યવહાર વાજબી નથી. હે ઈસ્રાએલ લોક, હવે સાંભળો: શું મારો વ્યવહાર વાજબી નથી કે તમારા માર્ગો વાજબી નથી?’—હઝકી. ૧૮:૨૫.

૬ એવા ફાંદામાં ન પડવા આપણે શું કરવું જોઈએ? એ સ્વીકારવું જોઈએ કે આપણે બધું જ જાણતા નથી. નહિ તો આપણે અમુક વાર એકદમ ખોટા નિર્ણય પર આવી જઈશું. અયૂબને એ શીખવાની જરૂર પડી. તેમના જીવનમાં ભારે દુઃખ પડ્યું હોવાથી, તે બહુ નિરાશ થઈ ગયા હતા. એટલે તેમણે પોતાના સિવાય બીજા કશાનો વિચાર ન કર્યો. ખાસ તો તેમણે એવી બાબતોનો વિચાર કર્યો નહિ, જે યહોવાહની નજરે મહત્ત્વની હતી. તોપણ, યહોવાહે પ્રેમથી અયૂબને એ સમજવા મદદ કરી. તેમણે અયૂબને એક પછી એક સિત્તેર સવાલો પૂછ્યા, જેમાંના એકેયનો જવાબ તે આપી ન શક્યા. યહોવાહે બતાવ્યું કે અયૂબની સમજણ કેટલી મર્યાદિત હતી. અયૂબે નમ્રતાથી પોતાના વિચારો બદલ્યા.—અયૂબ ૪૨:૧-૬ વાંચો.

w૧૭.૦૬ ૨૫ ¶૧૨

સૌથી મહત્ત્વના સવાલને ભૂલી ન જઈએ

૧૨ અયૂબે આ બધું સહ્યું પછી, યહોવાએ જે રીતે તેની સાથે વાત કરી, શું એ અયોગ્ય ન કહેવાય? જરાય નહિ અને અયૂબને પણ એવું લાગ્યું નહિ. અયૂબે યહોવાની સલાહ ધ્યાનમાં લીધી અને એને કીમતી ગણી. અયૂબે તો કહ્યું: “મારા શબ્દોને લીધે મને મારા પર નફરત થાય છે અને ધૂળ તથા રાખમાં બેસીને હું શોક કરું છું.” (યોબ [અયૂબ] ૪૨:૧-૬, કોમન લેંગ્વેજ) અગાઉ, અલીહૂ નામના યુવાને પણ અયૂબને પોતાના વિચારોમાં ફેરફાર કરવા મદદ કરી હતી. (અયૂ. ૩૨:૫-૧૦) અયૂબે એ ડહાપણભરી સલાહ કાને ધરી અને પોતાના વિચારોમાં ફેરફાર કર્યા. એ જોઈને યહોવાએ જાહેર કર્યું કે તે અયૂબની વફાદારીથી ખુશ છે.—અયૂ. ૪૨:૭, ૮.

w૨૨.૦૬ ૨૫ ¶૧૭-૧૮

‘યહોવામાં આશા રાખીએ’

૧૭ અયૂબ એવા એક જ ઈશ્વરભક્ત નથી, જે હિંમતથી મોટી મોટી કસોટીઓનો સામનો કરીને યહોવાને વફાદાર રહ્યા હોય. એવા બીજા ઘણા ઈશ્વરભક્તો છે. તેઓ વિશે પાઉલે હિબ્રૂઓના પત્રમાં જણાવ્યું હતું. પાઉલ તેઓને “મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું” કહે છે. (હિબ્રૂ. ૧૨:૧) તેઓએ ઘણી કસોટીઓનો સામનો કર્યો હતો. તેમ છતાં તેઓ છેલ્લા શ્વાસ સુધી યહોવાને વફાદાર રહ્યા હતા. (હિબ્રૂ. ૧૧:૩૬-૪૦) તેઓએ ધીરજ રાખવા જે મહેનત કરી શું એ પાણીમાં ગઈ? ના, જરાય નહિ. તેઓએ યહોવાનાં બધાં વચનો પૂરાં થતાં જોયાં નહિ, તોપણ યહોવામાં આશા રાખવાનું ક્યારેય છોડ્યું નહિ. તેઓને ખાતરી હતી કે યહોવા તેઓથી ખુશ છે. એટલે તેઓને પૂરો ભરોસો હતો કે એક દિવસે યહોવાનાં વચનો પૂરાં થતાં જોશે. (હિબ્રૂ. ૧૧:૪, ૫) આપણે એ ભક્તોના દાખલાને અનુસરીએ અને યહોવામાં આશા મજબૂત કરતા રહીએ.

૧૮ આ દુનિયા દિવસે ને દિવસે બગડતી જાય છે. (૨ તિમો. ૩:૧૩) યહોવાના વફાદાર ભક્તો પર શેતાન એક પછી એક કસોટી લાવે છે. ભલે કોઈ પણ કસોટી આવે, આપણે તન-મનથી યહોવાની ભક્તિ કરતા રહેવાનો પાકો નિર્ણય લઈએ. કેમ કે “આપણે જીવતા ઈશ્વર પર આશા રાખીએ છીએ.” (૧ તિમો. ૪:૧૦) અયૂબ યહોવાને વફાદાર રહ્યા એટલે યહોવાએ તેમને ઇનામ આપ્યું. એનાથી દેખાઈ આવે છે, “યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે.” (યાકૂ. ૫:૧૧) તો ચાલો આપણે પણ યહોવાને વફાદાર રહીએ અને ખાતરી રાખીએ કે યહોવાને “દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.”—હિબ્રૂઓ ૧૧:૬ વાંચો.

કીમતી રત્નો

it-૨-E ૮૦૮

મહેણાં-ટોણાં

અયૂબને ઘણાં મહેણાં-ટોણાં મારવામાં આવ્યાં, તોપણ તે યહોવાને વફાદાર રહ્યા. જોકે તેમણે પોતાના સંજોગોને યોગ્ય રીતે ન જોયા. એ કારણે તેમનાથી એક ભૂલ થઈ ગઈ અને તેમને સુધારવામાં આવ્યા. અલીહૂએ તેમના વિશે કહ્યું કે “અયૂબ જેવો બીજો માણસ કોણ છે, જે અપમાનને પાણીની જેમ ગળી જાય છે?” (અયૂ ૩૪:૭) ઈશ્વરને બદલે અયૂબ પોતાને ખરા સાબિત કરવા માંગતા હતા. આ રીતે તેમણે બતાવ્યું કે તે ઈશ્વર કરતાં વધારે નેક છે. (અયૂ ૩૫:૨; ૩૬:૨૪) અયૂબ એ જોઈ ન શક્યા કે તેમના ત્રણ “મિત્રો” ખરેખર કોને મહેણાં મારી રહ્યા હતા. અયૂબને લાગ્યું કે તેઓ તેમને મહેણાં મારી રહ્યા હતા. પછીથી યહોવાએ જણાવ્યું કે તેઓ તો ઈશ્વરને મહેણાં મારી રહ્યા હતા અને તેમના વિશે જૂઠું બોલી રહ્યા હતા. (અયૂ ૪૨:૭; ૧શ ૮:૭ અને માથ ૨૪:૯ પણ જુઓ) આપણે એ બધી વાતો યાદ રાખવી જોઈએ. જો એમ કરીશું તો આપણી મશ્કરી કરવામાં આવે કે મહેણાં મારવામાં આવે તોપણ આપણે યોગ્ય વલણ રાખી શકીશું અને બધું સહન કરી શકીશું. આમ આપણને ભાવિમાં ઇનામ મળશે.—લૂક ૬:૨૨, ૨૩.

ફેબ્રૂઆરી ૫-૧૧

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧-૪

ઈશ્વરના રાજ્યને ટેકો આપો

w૨૧.૦૯ ૧૫ ¶૮

“હું બધી પ્રજાઓને હલાવી નાખીશ”

૮ આ સંદેશો સાંભળીને લોકો શું કરે છે? મોટા ભાગના લોકો એને નકારી કાઢે છે. ઘણી પ્રજાઓ એનાથી ગુસ્સામાં તપી ઊઠી છે. (ગીતશાસ્ત્ર ૨:૧-૩ વાંચો.) તેઓ ઈસુને પોતાના રાજા તરીકે માનવાનો નકાર કરે છે. તેઓ રાજ્યના સંદેશાને “ખુશખબર” તરીકે સ્વીકારતા નથી. અમુક દેશોએ તો પ્રચારકાર્ય પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમુક નેતાઓ ઈશ્વરમાં તો માને છે, પણ તેઓ ઈશ્વરના રાજ્યને ટેકો આપતા નથી. કેમકે તેઓ પોતાની ખુરશી એટલે કે સત્તા છોડવા માંગતા નથી. પ્રથમ સદીના અધિકારીઓની જેમ આજના અધિકારીઓ પણ ઈસુના શિષ્યોની સતાવણી કરે છે. આમ, તેઓ ઈસુનો વિરોધ કરે છે.—પ્રે.કા. ૪:૨૫-૨૮.

w૧૬.૦૪ ૨૯ ¶૧૧

વિભાજિત દુનિયામાં કોઈનો પક્ષ ન લઈએ

૧૧ ધનદોલતનો મોહ. જો આપણું મન પોતાની ધનદોલત પર જ હશે, તો તટસ્થ રહેવું કદાચ અઘરું બનશે. વર્ષ ૧૯૭૦ પછી મલાવીનાં ભાઈ-બહેનો સાથે જે બન્યું એનો વિચાર કરો. રાજકીય પક્ષમાં ન જોડાવવાને લીધે ઘણાં ભાઈ-બહેનોએ પોતાનાં ઘરબાર ગુમાવવા પડ્યાં. અફસોસ કે, કેટલાંકે પોતાનું આરામદાયક જીવન છોડ્યું નહિ. રૂથ નામના આપણાં એક બહેન એ સમયને યાદ કરતા કહે છે, ‘કેટલાંક ભાઈ-બહેનો પોતાનું બધું છોડીને અમારી જેમ રેફ્યુજી કૅમ્પમાં આવ્યાં હતાં. પણ પછીથી તેઓ રાજકીય પક્ષમાં જોડાયાં અને પોતાના ઘરે પાછાં ફર્યાં. કેમ કે, અગવડભર્યું એ જીવન તેઓ જીવવા માંગતા ન હતાં.’ પરંતુ, મોટા ભાગના ઈશ્વરભક્તો તેઓના જેવા નથી. તેઓ તટસ્થ રહે છે, પછી ભલેને એના લીધે તેઓએ પૈસાની તંગી સહેવી પડે કે પોતાનું બધું ગુમાવવું પડે.—હિબ્રૂ ૧૦:૩૪.

કીમતી રત્નો

it-૧-E ૪૨૫

ભૂસું

જવ અને ઘઉં જેવા અનાજનાં ફોતરાંને ભૂસું કહેવામાં આવે છે. જૂના જમાનામાં અનાજને ઝૂડીને ભૂસું અલગ કરવામાં આવતું, જે કોઈ કામનું ન હતું. બાઇબલમાં ભૂસાંનો દાખલો એ સમજાવવા આપ્યો છે કે કોઈ વસ્તુ નકામી છે એટલે એને અલગ કરીને ફેંકી દેવી જોઈએ.

જ્યારે અનાજને ઝૂડવામાં આવતું, ત્યારે એનાં ફોતરાં કે ભૂસું અલગ થઈ જતું. પછી જ્યારે અનાજને ઝાટકવામાં આવતું, ત્યારે ભૂસું હવામાં ઊડી જતું. આ દાખલો બતાવે છે કે યહોવા કેવી રીતે ઈશ્વર-વિરોધીઓને પોતાના લોકોથી અલગ કરે છે અને દુષ્ટો તેમજ વિરોધી રાષ્ટ્રોનો નાશ કરે છે. (અયૂ ૨૧:૧૮; ગી ૧:૪; ૩૫:૫; યશા ૧૭:૧૩; ૨૯:૫; ૪૧:૧૫; હો ૧૩:૩) ઈશ્વરનું રાજ્ય પોતાના બધા દુશ્મનોના ચૂરેચૂરા કરી દેશે અને તેઓને ભૂસાંની જેમ હવામાં ઉડાવી દેશે.—દા ૨:૩૫.

સામાન્ય રીતે ભૂસાંને બાળી નાખવામાં આવતું જેથી એ ઊડીને પાછું અનાજના ઢગલામાં ન પડે. બાપ્તિસ્મા આપનાર યોહાને ભવિષ્યવાણી કરી હતી કે ઈશ્વર વિશેનું જૂઠું શિક્ષણ આપનાર દુષ્ટ લોકોનો આ રીતે નાશ કરવામાં આવશે. અનાજ ઝૂડનાર, ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે જે ઘઉંને ભેગા કરશે, “પણ ફોતરાંને એવી આગમાં બાળી નાખશે જે કદી હોલવી શકાશે નહિ.”—માથ ૩:૭-૧૨; લૂક ૩:૧૭.

ફેબ્રૂઆરી ૧૨-૧૮

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૫-૭

બીજાઓને લીધે યહોવાને બેવફા ન બનીએ

w૨૧.૦૩ ૧૫ ¶૭-૮

બાઇબલનો અભ્યાસ મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે

૭ શું તમારા કોઈ દોસ્ત કે સગાં-વહાલાંએ તમારો ભરોસો તોડ્યો છે? શું તેઓએ તમારા દિલને ઠેસ પહોંચાડી છે? જો એમ હોય તો દાઉદ રાજાના દાખલા પર ધ્યાન આપો. તેમના દીકરા આબ્શાલોમે તેમને દગો દીધો અને તેમની રાજગાદી છીનવી લેવાની કોશિશ કરી.—૨ શમુ. ૧૫:૫-૧૪, ૩૧; ૧૮:૬-૧૪.

૮ (૧) પ્રાર્થના કરો. એ અહેવાલ મનમાં રાખીને યહોવા સામે દિલ રેડી દો. તમારા દિલ પર લાગેલા ઘા વિશે તેમને જણાવો. (ગીત. ૬:૬-૯) તમે કોઈ બાઇબલ સિદ્ધાંતો શોધવા યહોવા પાસે મદદ માંગો, જેની મદદથી એ મુશ્કેલીનો સામનો કરી શકશો.

w૨૦.૦૭ ૮-૯ ¶૩-૪

તમારી પાસે સત્ય છે એની પોતે ખાતરી કરો

૩ શ્રદ્ધા મજબૂત કરવા ભાઈ-બહેનો માટે પ્રેમ હોવો એટલું જ પૂરતું નથી. શા માટે? કારણ કે જો આપણી શ્રદ્ધા ફક્ત પ્રેમના આધારે હશે તો એ સહેલાઈથી નબળી પડી શકે. દાખલા તરીકે, કોઈ વડીલ કે પાયોનિયર મોટું પાપ કરે તો શું આપણે યહોવાની ભક્તિ છોડી દઈશું? અથવા કોઈ ભાઈ કે બહેન આપણને માઠું લગાડે તો શું આપણે યહોવાની ભક્તિ બંધ કરી દઈશું? કે પછી કોઈ ભાઈ કે બહેન સત્ય છોડી દે અને એવું કહેવા લાગે કે યહોવાના સાક્ષીઓનું શિક્ષણ ખોટું છે, તો શું આપણે યહોવાની ભક્તિ નહિ કરીશું? બીજાઓ શું કહે છે કે શું કરે છે, એના આધારે આપણી શ્રદ્ધા મજબૂત થતી નથી. દાખલા તરીકે, ઘર બનાવવા ફક્ત રેતીનો જ નહિ, પણ એવા સામાનનો પણ ઉપયોગ કરીએ છીએ જે લાંબા સમય સુધી ટકી રહે છે. એવી જ રીતે શ્રદ્ધા મજબૂત કરવા આપણે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવો જોઈએ. એટલું જ નહિ આપણે બાઇબલનો દિલથી અભ્યાસ કરવો જોઈએ. જે શીખીએ છીએ એને સમજવું જોઈએ અને એ વિશે સાહિત્યમાંથી શોધખોળ કરવી જોઈએ. એમ કરીશું તો જ આપણને ખાતરી થશે કે યહોવા વિશે જે શીખીએ છીએ એ ખરેખર સાચું છે.—રોમ. ૧૨:૨.

૪ ઈસુએ કહ્યું હતું કે અમુક લોકો “આનંદથી” સત્ય સ્વીકારી લેશે. પણ તેઓ પર મુશ્કેલીઓ આવે ત્યારે તેઓની શ્રદ્ધા નબળી પડી શકે છે. (માથ્થી ૧૩:૩-૬, ૨૦, ૨૧ વાંચો.) કદાચ તેઓને ખબર ન હોય કે ઈસુની પાછળ ચાલવાથી અમુક મુશ્કેલીઓ આવશે. (માથ. ૧૬:૨૪) અથવા તેઓ એવું વિચારતા હોય કે યહોવાના સાક્ષી બનવાથી બધી મુશ્કેલીઓ ગાયબ થઈ જશે કે પછી ઈશ્વર તેઓ પર મુશ્કેલીઓ આવવા નહિ દે. પણ કડવી હકીકત તો એ છે કે આ દુનિયામાં જીવવું સહેલું નથી અને મુશ્કેલીઓ તો રહેવાની જ. સંજોગો ગમે ત્યારે બદલાઈ શકે છે અને થોડા સમય માટે આપણી ખુશી છીનવાઈ શકે છે.—ગીત. ૬:૬; સભા. ૯:૧૧.

કીમતી રત્નો

it-૧-E ૯૯૫

કબર

રોમનો ૩:૧૩માં પાઉલે ગીતશાસ્ત્ર ૫:૯નો ઉલ્લેખ કર્યો છે. એમાં તેમણે કપટી અને દગાખોરોનાં મોંની સરખામણી “ખુલ્લી કબર” સાથે કરી છે. જેમ ખુલ્લી કબરમાં લાશ નાખવામાં આવે છે અને એ સડે છે, તેમ તેઓનાં મોંથી ખતરનાક અને સડેલી વાતો નીકળે છે.—માથ ૧૫:૧૮-૨૦ સરખાવો.

ફેબ્રૂઆરી ૧૯-૨૫

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૮-૧૦

‘હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ’

w૨૧.૦૮ ૩ ¶૬

યહોવાના કુટુંબમાં તમે પણ મહત્ત્વના છો

૬ યહોવાએ આપણા માટે સુંદર ઘર બનાવ્યું. માણસોને બનાવતા પહેલાં તેમણે ધરતી બનાવી. (અયૂ. ૩૮:૪-૬; યર્મિ. ૧૦:૧૨) યહોવા ખૂબ ઉદાર છે એટલે માણસો ખુશ રહે માટે તેમણે ઘણી વસ્તુઓ બનાવી. (ગીત. ૧૦૪:૧૪, ૧૫, ૨૪) યહોવાએ સૃષ્ટિ બનાવી, પછી ‘જોઈ કે એ સારી છે.’ (ઉત. ૧:૧૦, ૧૨, ૩૧) એ અદ્‍ભુત સૃષ્ટિ પર તેમણે માણસોને “અધિકાર” આપ્યો અને આ રીતે તેઓનું માન વધાર્યું. (ગીત. ૮:૬) યહોવાની ઇચ્છા છે કે માણસો કોઈપણ દુઃખ-તકલીફ વગર હંમેશાં જીવે અને ધરતીની સંભાળ રાખે. એ માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ!

w૨૦.૦૫ ૨૩ ¶૧૦

શું તમે ઈશ્વરે આપેલી ભેટની કદર કરો છો?

૧૦ આપણને બોલવાની ભેટ મળી છે એની કઈ રીતે કદર બતાવી શકીએ? એક રીતે છે, જેઓ માને છે કે પૃથ્વી અને એના પરનું જીવન આપમેળે આવી ગયું છે, તેઓને ઈશ્વર વિશે જણાવીએ. (ગીત. ૯:૧; ૧ પીત. ૩:૧૫) તેઓ ચાહે છે કે આપણે તેઓની માન્યતાઓમાં વિશ્વાસ કરીએ. પણ આપણે બાઇબલ અને આ લેખમાં અમુક મુદ્દાઓનો ઉપયોગ કરીને બતાવી શકીએ કે ઈશ્વરે જ આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે. એટલું જ નહિ લોકોને બતાવીએ કે યહોવા સર્જનહાર છે.—ગીત. ૧૦૨:૨૫; યશા. ૪૦:૨૫, ૨૬.

w૨૨.૦૪ ૭ ¶૧૩

‘બોલવામાં સારો દાખલો બેસાડીએ’

૧૩ પૂરા દિલથી ગાઈએ. આપણે યાદ રાખીએ કે સભામાં ગીતો ગાઈએ છીએ ત્યારે યહોવાને મહિમા આપીએ છીએ. સારાહબહેનને લાગે છે કે તેમનો અવાજ મધુર નથી. છતાં તે ગીતો ગાઈને યહોવાની સ્તુતિ કરવા માંગે છે. તે સભાની તૈયારી કરતી વખતે ગીતોની પ્રેક્ટિસ પણ કરે છે. તે વિચારે છે કે ગીતોના બોલ કઈ રીતે સભામાં જે શીખવવામાં આવશે, એની સાથે ગૂંથાયેલા છે. બહેન કહે છે, “હું ગીતોના બોલ પર ધ્યાન આપું છું. એટલે હું કેવું ગાઉં છું, એના પર મારું બહુ ધ્યાન જતું નથી.”

કીમતી રત્નો

it-૧-E ૮૩૨

આંગળી

બાઇબલની ઘણી કલમોમાં જણાવ્યું છે કે ઈશ્વરે અલગ અલગ કામો કરવા જાણે પોતાની આંગળીઓનો ઉપયોગ કર્યો. જેમ કે, દસ આજ્ઞાઓ લખવા (નિર્ગ ૩૧:૧૮; પુન ૯:૧૦), ચમત્કારો કરવા (નિર્ગ ૮:૧૮, ૧૯) અને આકાશ બનાવવા (ગી ૮:૩). જ્યારે એવું લખવામાં આવ્યું કે ઈશ્વરે પોતાની “આંગળીઓ” દ્વારા સૃષ્ટિ બનાવી તો એનો અર્થ થાય કે તેમણે પોતાની પવિત્ર શક્તિનો ઉપયોગ કર્યો. એ વિશે આપણને ઉત્પત્તિના પુસ્તકમાં જોવા મળે છે, જ્યાં લખ્યું છે કે ઈશ્વરની શક્તિ (રુઆખ) પાણી પર આમતેમ ફરીને કામ કરતી હતી. (ઉત ૧:૨) ગ્રીક શાસ્ત્રવચનોથી આપણે એને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. માથ્થીના પુસ્તકમાં લખ્યું છે કે ઈસુએ ‘ઈશ્વરની પવિત્ર શક્તિથી’ દુષ્ટ દૂતોને કાઢ્યા અને લૂકના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે “ઈશ્વરની આંગળીથી” એમ કર્યું.—માથ ૧૨:૨૮; લૂક ૧૧:૨૦, ફૂટનોટ.

ફેબ્રૂઆરી ૨૬–માર્ચ ૩

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૧-૧૫

કલ્પના કરો કે તમે એવી દુનિયામાં છો, જ્યાં ચારે બાજુ શાંતિ છે

w૦૬ ૬/૧ ૪ ¶૧

ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૧

૧૧:૩—કયા પાયાનો નાશ કરવામાં આવ્યો છે? માનવ સમાજનો પાયો કાયદા-કાનૂન, નિયમો અને ઇન્સાફ છે. એમાં ગોટાળા થાય ત્યારે, સમાજ પડી ભાંગે છે, અન્યાય રાજ કરવા માંડે છે. એવું થાય ત્યારે “ન્યાયી” લોકોએ યહોવાહમાં પૂરો ભરોસો રાખવો જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૧:૪-૭.

wp૧૬.૩ ૧૩

શું હિંસા વગરની દુનિયા શક્ય છે?

શાસ્ત્ર વચન આપે છે કે ઈશ્વર દુનિયામાંથી હિંસાને જલદી જ મિટાવી દેશે. હાલની હિંસક દુનિયા ‘ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસનો’ સામનો કરે છે. (૨ પીતર ૩:૫-૭) પછી, કોઈને પણ હિંસા સહેવી નહિ પડે. આપણે કેમ ખાતરીથી કહી શકીએ કે હિંસાને દૂર કરવા ઈશ્વર પગલાં ભરવાં માંગે છે?

શાસ્ત્ર કહે છે: “હિંસાને ચાહનારાઓને તે [ઈશ્વર] ધિક્કારે છે.” (ગીતશાસ્ત્ર ૧૧:૫, IBSI) આપણા સર્જનહાર શાંતિ અને ન્યાયને ચાહે છે. (ગીતશાસ્ત્ર ૩૩:૫; ૩૭:૨૮) એટલે જ તે હિંસક લોકોને સદાને માટે ચલાવી નહિ લે.

w૧૭.૦૮ ૬ ¶૧૫

શું તમે ધીરજથી રાહ જોવા તૈયાર છો?

૧૫ દાઊદે ચાર વખત ગીતમાં સવાલ કર્યો હતો: “ક્યાં સુધી?” એ જ ગીતમાં તેમણે ધીરજ ધરવાનું કારણ જણાવ્યું હતું: “પરંતુ મેં તારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તારા તારણમાં મારું હૃદય હર્ષ પામશે. યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયો છે.” (ગીત. ૧૩:૫, ૬) દાઊદ જાણતા હતા કે યહોવા તેમને પ્રેમ કરે છે અને તેમને ક્યારેય તજશે નહિ. યહોવાએ અગાઉ તેમને જે મદદ કરી હતી, એના પર તેમણે મનન કર્યું. અને એ સમયની રાહ જોઈ જ્યારે યહોવા તેમની કસોટીઓનો અંત લાવશે. દાઊદ જાણતા હતા કે રાહ જોવાથી તેમને યહોવાના આશીર્વાદો મળશે.

kr-E ૨૩૬ ¶૧૬

ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી કરશે

૧૬ સલામતી. આખરે યશાયા ૧૧:૬-૯ના સુંદર શબ્દો પૂરી રીતે સાચા પડશે અને હકીકત બનશે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધાં જ સલામતી અનુભવશે. તેઓ ધરતીના કોઈ પણ ખૂણે જાય, તેઓને કોઈ નુકસાન નહિ પહોંચાડે, ન પ્રાણીઓ ન માણસો. જરા એ સમયની કલ્પના કરો જ્યારે આખી પૃથ્વી તમારું ઘર હશે. તમે નદીઓ, તળાવો અને સમુદ્રોમાં છબછબિયાં કરતા હશો, તરતા હશો. તમે પહાડ પર ચઢી શકશો અને મેદાનો પર ખુલ્લી હવાનો આનંદ માણી શકશો. રાતે પણ તમને કોઈ જાતનો ડર નહિ લાગે. હઝકિયેલ ૩૪:૨૫ના શબ્દો સાચા પડશે, જ્યાં લખ્યું છે કે ઈશ્વરના લોકો “વેરાન પ્રદેશમાં સલામત રહેશે અને જંગલોમાં ઊંઘી જશે.”

કીમતી રત્નો

w૧૩ ૯/૧૫ ૧૯ ¶૧૨

શું તમે રૂપાંતર પામ્યા છો?

૧૨ દુઃખની વાત છે કે આપણે પણ એવા જ લોકોથી ઘેરાયેલા છે. તેઓ માને છે કે નીતિ-નિયમ પ્રમાણે ચાલવું એ તો જૂના જમાનાની વાત કહેવાય. તેમ જ, તેઓનું કહેવું છે કે બીજાઓને એ પ્રમાણે જીવવા દબાણ કરવું ન જોઈએ. શિક્ષકો અને માબાપ પણ બાળકોને પોતાની ઇચ્છા પ્રમાણે કરવા ઉત્તેજન આપે છે. અરે, તેઓ બાળકોને એમ પણ શીખવે છે કે દરેક પાસે પોતાની રીતે ખરું કે ખોટું પસંદ કરવાની સ્વતંત્રતા છે. એવા લોકો માને છે કે ખરું-ખોટું પારખવા માટે કોઈ ચોક્કસ રીત નથી. ઘણા લોકો પોતાને ધાર્મિક કહેવડાવે છે પણ ઈશ્વરના સાચાં ધોરણો પ્રમાણે ચાલવાનું સ્વીકારતા નથી. (ગીત. ૧૪:૧) આવું વલણ સાચા ખ્રિસ્તીઓ માટે ખતરો છે. ધ્યાન ન રાખીએ તો મંડળમાં પણ એ વલણ આવી જઈ શકે. એવી વ્યક્તિ માટે યહોવાના સંગઠન દ્વારા મળતા માર્ગદર્શનને સ્વીકારવું અઘરું બનશે. અથવા ન ગમતી બાબતો વિશે તે કચકચ કરવા લાગશે. મનોરંજન, ઇન્ટરનેટનો ઉપયોગ અને ઉચ્ચ ભણતર વિશે મળતી બાઇબલની સલાહને કદાચ તે પૂરી રીતે સ્વીકારશે નહિ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો