વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 જાન્યુઆરી પાન ૨-૧૬
  • જાન્યુઆરી ૫-૧૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૫-૧૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 જાન્યુઆરી પાન ૨-૧૬

જાન્યુઆરી ૫-૧૧

યશાયા ૧૭-૨૦

ગીત ૧૭ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ‘આપણા પર હુમલો કરનારાઓનું’ શું થશે?

(૧૦ મિ.)

બાઇબલમાં લોકોને દરિયા સાથે સરખાવ્યા છે, જે હંમેશાં બદલાતો રહે છે અને કદી શાંત પડતો નથી (યશા ૧૭:૧૨; w૧૮.૦૬ ૭ ¶૧૬)

આપણે કોઈનો પક્ષ લેતા નથી એટલે આ દુનિયામાં આપણી સાથે ખરાબ વ્યવહાર થશે (યોહ ૧૫:૧૮, ૧૯; w૧૬.૦૪ ૨૮ ¶૪)

જલદી જ યહોવા આપણને ‘હુમલો કરનારાઓથી’ બચાવશે (યશા ૧૭:૧૩, ૧૪; ip-1 ૧૯૮ ¶૨૦)

ભાઈ જેલમાં કરગરીને પ્રાર્થના કરે છે. જેલની કોટડીની બહાર પહેરેદાર બંદૂક લઈને ઊભો છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યશા ૨૦:૨—શું યશાયા સાચે જ ત્રણ વર્ષ સુધી ઉઘાડા શરીરે ફર્યા? (w૦૬ ૧૨/૧ ૧૫ ¶૧)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યશા ૧૯:૧-૧૨ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. એક પરિણીત વ્યક્તિ સાથે પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૨ મુદ્દો ૩)

૫.ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૮ મુદ્દો ૪)

૬. ટૉક

(૫ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૧૪—વિષય: ભગવાન ચાહે છે કે આપણે પ્રાર્થના કરીએ, તેમની આગળ દિલ ઠાલવી દઈએ. (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૩

૭. ‘તારા ખડક, તારા ગઢને યાદ રાખ’

(૧૦ મિ.) ચર્ચા.

યહોવા આપણા ખડક, આપણા ગઢ છે. (યશા ૧૭:૧૦) જેઓ તેમના પર ભરોસો રાખે છે, તેઓને તે બચાવે છે. (ગી ૧૪૪:૧, ૨) યહોવા કંઈ દર વખતે પોતાના વહાલા ભક્તો પર થતો વિરોધ દૂર કરતા નથી, પણ તેઓ વિરોધ સહી શકે એ માટે જરૂરી બધું પૂરું પાડે છે.—૧કો ૧૦:૧૩.

“યહોવાના દોસ્તો પાસેથી શીખો—હનાન્યા, મીશાએલ અને અઝાર્યા” વીડિયોનું દૃશ્ય. નબૂખાદનેસ્સારે બનાવેલી મૂર્તિ આગળ નમવાની હનાન્યા, મીશાએલ અને અઝાર્યા ના પાડે છે. નબૂખાદનેસ્સાર ગુસ્સે થાય છે અને સૈનિકને હુકમ કરે છે કે તેઓને પકડી લે.

યહોવાની આજ્ઞાઓ પાળીને બતાવીએ છીએ કે આપણે તેમને યાદ રાખીએ છીએ. યહોવાના દોસ્તો પાસેથી શીખો—હનાન્યા, મીશાએલ અને અઝાર્યા વીડિયો બતાવો. અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને આ સવાલો પૂછો અથવા બધાં ભાઈ-બહેનોને પૂછો:

  • યહોવાએ પોતાના દોસ્તોને કેવી રીતે બચાવ્યા?—દા ૩:૨૪-૨૮

  • હનાન્યા, મીશાએલ અને અઝાર્યાએ કઈ રીતે બતાવ્યું કે તેઓ યહોવાના દોસ્ત છે?

  • યહોવાનું કહ્યું માનવું તમને ક્યારે અઘરું લાગે છે?

  • યહોવાનું કહ્યું માનવા તમે શું કરી શકો?

૮. યહોવાના દોસ્તો પાસેથી શીખવા દરરોજ સમય કાઢો

(૫ મિ.) ચર્ચા.

“યહોવાના દોસ્તો પાસેથી શીખો” વીડિયો શૃંખલામાં બતાવેલા ઈશ્વરભક્તોના ચિત્રો. આગળ મોટું બાઇબલ છે અને આ વીડિયો શૃંખલામાં માહિતી જણાવતા ભાઈ છે.

યહોવાના દોસ્તો પાસેથી શીખો શૃંખલા એવાં બાળકો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓ વાંચવાનું શીખી રહ્યાં છે. એનાથી તેઓ એવા લોકો વિશે શીખી શકશે, જેઓ યહોવાને પ્રેમ કરતા હતા. દરેક વીડિયોથી બાળકોને મદદ મળશે કે તેઓ ‘યહોવાના દોસ્તો પાસેથી શીખવા દરરોજ સમય કાઢે.’

  • યહોવા વિશે અને તેમના દોસ્તો વિશે શીખવા કઈ રીતે દરરોજ સમય કાઢી શકો?

  • બાઇબલમાં જણાવેલી કઈ વ્યક્તિ વિશે તમને વધારે જાણવું છે અને કેમ?

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) lfb પાઠ ૫૦, ભાગ નવમાં શું છે? અને પાઠ ૫૧

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૩૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો