વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr26 જાન્યુઆરી પાન ૧-૧૩
  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૬
  • મથાળાં
  • જાન્યુઆરી ૫-૧૧
  • બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૧૭-૨૦
  • ‘આપણા પર હુમલો કરનારાઓનું’ શું થશે?
  • w૧૮.૦૬ ૭ ¶૧૬
  • “મારું રાજ્ય આ દુનિયાનું નથી”
  • w૧૬.૦૪ ૨૮ ¶૪
  • વિભાજિત દુનિયામાં કોઈનો પક્ષ ન લઈએ
  • ip-૧ ૧૯૮ ¶૨૦
  • દેશો વિરુદ્ધ યહોવાહનો સંકલ્પ
  • કીમતી રત્નો
  • w૦૬ ૧૨/૧ ૧૫ ¶૧
  • યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧
  • જાન્યુઆરી ૧૨-૧૮
  • બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૨૧-૨૩
  • શેબ્ના સાથે જે બન્યું એમાંથી શીખીએ
  • w૧૮.૦૩ ૨૪-૨૫ ¶૭-૯
  • શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો
  • w૧૮.૦૩ ૨૫ ¶૧૦
  • શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો
  • w૧૮.૦૩ ૨૬ ¶૧૧
  • શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો
  • કીમતી રત્નો
  • w૦૬ ૧૨/૧ ૧૫ ¶૨
  • યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧
  • જાન્યુઆરી ૧૯-૨૫
  • બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૨૪-૨૭
  • “આ આપણા ઈશ્વર છે!”
  • cl ૧૫ ¶૨૧
  • “જુઓ! આ આપણા ઈશ્વર છે!”
  • w૨૪.૧૨ ૬ ¶૧૪
  • રોટલીના ચમત્કારથી શું શીખી શકીએ?
  • w૨૫.૦૧ ૨૮-૨૯ ¶૧૧-૧૨
  • યહોવાના પ્રેમને લીધે મળતા આશીર્વાદો
  • કીમતી રત્નો
  • w૧૫ ૧૨/૧૫ ૧૭ ¶૧-૩
  • ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ની આવૃત્તિ
  • જાન્યુઆરી ૨૬–ફેબ્રુઆરી ૧
  • બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૨૮-૨૯
  • પોતાનાં હોઠોથી અને દિલથી યહોવાને માન આપો
  • ip-૧ ૨૯૮ ¶૨૩
  • યહોવાહના અનોખા કામની ભવિષ્યવાણી
  • w૨૧.૦૫ ૯ ¶૭
  • નેક દિલના લોકોને કશાથી ઠોકર લાગતી નથી
  • w૨૪.૦૬ ૧૦ ¶૮
  • હંમેશાં યહોવાના મહેમાન તરીકે રહો!
  • કીમતી રત્નો
  • it “અરીએલ” ¶૧; it “અરીએલ” નં. ૩
  • અરીએલ
  • ફેબ્રુઆરી ૨-૮
  • બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૩૦-૩૨
  • ભરોસો રાખો કે યહોવા તમારું રક્ષણ કરશે
  • w૦૧ ૧૧/૧૫ ૧૬ ¶૭
  • યહોવાહ આપણો આશ્રય છે
  • w૨૪.૦૧ ૨૪ ¶૧૩
  • મુશ્કેલીઓનો પવન ફૂંકાય ત્યારે યહોવા તમારો હાથ પકડી રાખશે
  • w૨૩.૧૦ ૧૭ ¶૧૯
  • “તે તમને બળવાન કરશે”
  • કીમતી રત્નો
  • it “રોટલી” ¶૬
  • રોટલી
  • ફેબ્રુઆરી ૯-૧૫
  • બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૩૩-૩૫
  • “તમારા સમયમાં તે સલામતી આપશે”
  • w૨૪.૦૧ ૨૨ ¶૭-૮
  • મુશ્કેલીઓનો પવન ફૂંકાય ત્યારે યહોવા તમારો હાથ પકડી રાખશે
  • w૨૧.૦૨ ૨૯ ¶૧૦-૧૧
  • કસોટીઓમાં આનંદ કઈ રીતે જાળવી શકીએ?
  • ip-૧ ૩૫૨-૩૫૫ ¶૨૧-૨૨
  • ‘હું માંદો છું, એવું કોઈ કહેશે નહિ’
  • કીમતી રત્નો
  • w૨૩.૦૫ ૧૫ ¶૮
  • “પવિત્ર માર્ગ” પર ચાલતા રહીએ
  • ફેબ્રુઆરી ૧૬-૨૨
  • બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૩૬-૩૭
  • “એ સાંભળીને તું ગભરાઈશ નહિ”
  • it “હિઝકિયા” નં. ૧ ¶૧૪
  • હિઝકિયા
  • ip-૧ ૩૮૬ ¶૧૦
  • એક રાજાના વિશ્વાસની જીત
  • ip-૧ ૩૮૮ ¶૧૩-૧૪
  • એક રાજાના વિશ્વાસની જીત
  • કીમતી રત્નો
  • it “લગામ” ¶૪
  • લગામ
  • ફેબ્રુઆરી ૨૩–માર્ચ ૧
  • બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૩૮-૪૦
  • “ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાની સંભાળ રાખશે”
  • w૨૩.૦૨ ૨-૩ ¶૩-૪
  • બાઇબલથી એના લેખક વિશે શું જાણવા મળે છે?
  • cl ૭૦ ¶૭
  • રક્ષણ કરવાની શક્તિ—“ભગવાન આપણો આશરો”
  • w૧૮.૦૧ ૮ ¶૪-૬
  • “નબળાને તે બળ આપે છે”
  • કીમતી રત્નો
  • ip-૧ ૪૦૦ ¶૭
  • “મારા લોકને દિલાસો આપો”
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૬
mwbr26 જાન્યુઆરી પાન ૧-૧૩

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

© 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania

જાન્યુઆરી ૫-૧૧

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૧૭-૨૦

‘આપણા પર હુમલો કરનારાઓનું’ શું થશે?

w૧૮.૦૬ ૭ ¶૧૬

“મારું રાજ્ય આ દુનિયાનું નથી”

૧૬ આપણા માટે પણ આવા ફેરફારો કરવા ખૂબ મહત્ત્વના છે. બાઇબલ કહે છે કે મનુષ્યો સમુદ્ર જેવા છે, જેના પાણી ઊછળ્યા કરે છે અને સમુદ્ર ક્યારેય શાંત પડતો નથી. (યશા. ૧૭:૧૨; ૫૭:૨૦, ૨૧; પ્રકટી. ૧૩:૧) રાજકીય બાબતો લોકોને ઉશ્કેરે છે, તેઓમાં ભાગલા પાડે છે અને તેઓને હિંસા તરફ દોરી જાય છે. પણ આપણે શાંતિ અને એકતાના મજબૂત બંધનમાં બંધાયેલા છીએ. આ દુનિયામાં ભાગલા પડી ગયા છે, પણ યહોવાના ભક્તો એકતામાં રહે છે. એ જોઈને ચોક્કસ યહોવાનું દિલ ખુશીથી છલકાઈ જતું હશે!—સફાન્યા ૩:૧૭ વાંચો.

w૧૬.૦૪ ૨૮ ¶૪

વિભાજિત દુનિયામાં કોઈનો પક્ષ ન લઈએ

૪ બની શકે કે, આપણે એવા વિસ્તારમાં રહેતા હોઈએ કે જ્યાં લોકો આપણને રાજકીય બાબતે કોઈનો પક્ષ લેવા દબાણ ન કરે. જોકે, શેતાનની દુષ્ટ દુનિયાનો અંત નજીક આવી રહ્યો છે તેમ, આપણા માટે તટસ્થ રહેવું વધારે અઘરું બની રહ્યું છે. કારણ કે, આજે લોકો ‘ક્રૂર, ઉદ્ધત’ અને જિદ્દી બની ગયા હોવાથી લોકોમાં ભાગલા પડી રહ્યા છે. (૨ તીમો. ૩:૩, ૪) અમુક દેશની રાજનીતિમાં અચાનક ફેરફારો થવાથી ત્યાં રહેતા આપણાં અમુક ભાઈ-બહેનોને એની અસર થઈ છે. એટલે જ, અઘરા સંજોગોમાં પણ તટસ્થ રહેવા આપણે હમણાંથી જ પોતાને તૈયાર કરવાની જરૂર છે. ચાલો, એવી ચાર બાબતોનો વિચાર કરીએ, જે આપણને તૈયાર થવા મદદ કરશે.

ip-૧ ૧૯૮ ¶૨૦

દેશો વિરુદ્ધ યહોવાહનો સંકલ્પ

૨૦ એનું પરિણામ શું આવશે? યશાયાહ કહે છે: “સંધ્યાકાળે, જુઓ ભય; અને સવાર થતાં પહેલાં તેઓ નષ્ટ થશે. અમારા લૂંટનારાની, ને અમારી સંપત્તિનું હરણ કરનારાની દશા આ છે.” (યશાયાહ ૧૭:૧૪) આજે, યહોવાહના લોકો સાથે ઘણા મન ફાવે તેમ વર્તે છે, અને તેઓનું અપમાન કરીને તેઓને લૂંટે છે. સાચા ખ્રિસ્તીઓ જગતના મુખ્ય ધર્મોનો ભાગ નથી, અને બનવા ચાહતા પણ નથી. તેથી, ટીકાકારો અને ઝનૂની વિરોધીઓને એમ લાગે છે કે, તેઓનો નાશ તો ચપટી વગાડતા થઈ શકે. પરંતુ, પરમેશ્વરના લોકોને ભરોસો છે કે, તેઓની સતાવણીઓનો અંત લાવતી “સવાર” ઝડપથી આવી રહી છે.—૨ થેસ્સાલોનીકી ૧:૬-૯; ૧ પીતર ૫:૬-૧૧.

કીમતી રત્નો

w૦૬ ૧૨/૧ ૧૫ ¶૧

યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧

૨૦:૨-૫—શું યશાયાહ ત્રણ વર્ષ સુધી સાવ નગ્‍ન ફર્યા હતા? ના. “ઉઘાડું” ભાષાંતર થયેલા હેબ્રી શબ્દનો અર્થ એ પણ થાય કે સાવ થોડાંક કપડાં પહેરવાં. યશાયાહે ફક્ત પોતાનાં ઉપરના વસ્ત્રો કાઢી નાખ્યાં હશે, જ્યારે કે અંદરનાં કપડાં પહેરી રાખ્યાં હશે.

જાન્યુઆરી ૧૨-૧૮

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૨૧-૨૩

શેબ્ના સાથે જે બન્યું એમાંથી શીખીએ

w૧૮.૦૩ ૨૪-૨૫ ¶૭-૯

શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો

૭ ચાલો શિસ્તનું મહત્ત્વ સમજવા એવી બે વ્યક્તિઓના દાખલા તપાસીએ, જેઓને યહોવાએ શિસ્ત આપી હતી. એમાંના એક છે શેબ્ના, જે ઇઝરાયેલી હતા અને રાજા હિઝકિયાના સમયમાં જીવી ગયા. બીજા છે ગ્રેહામ, જે આપણા સમયના એક ભાઈ છે. શેબ્ના કદાચ રાજા હિઝકિયાના ‘રાજમહેલના કારભારી’ હતા અને તેમની પાસે ઘણા બધા અધિકાર હતા. (યશા. ૨૨:૧૫) પરંતુ, શેબ્ના ઘમંડી બન્યા અને પોતાનો જ મહિમા શોધવા લાગ્યા. તે “ભપકાદાર રથો” પર સવારી કરતા હતા. અરે, તેમણે પોતાના માટે જે કબર બનાવડાવી હતી, એ ખૂબ મોંઘી હતી!—યશા. ૨૨:૧૬-૧૮.

૮ શેબ્ના પોતાના માટે મહિમા શોધવા લાગ્યા એટલે, ઈશ્વરે ‘તેમને તેમની પદવી પરથી હડસેલી નાખ્યા’ અને તેમની પદવી એલ્યાકીમને આપી દીધી. (યશા. ૨૨:૧૯-૨૧) આશ્શૂરના રાજા સાન્હેરીબે યરૂશાલેમ પર હુમલો કરવાની યોજના ઘડી ત્યારે એ બનાવ બન્યો હતો. યહુદીઓને ડરાવવા અને રાજા હિઝકિયા હાર માની લે, એ માટે સાન્હેરીબે અધિકારીઓની એક ટુકડી અને મોટું સૈન્ય મોકલ્યાં. (૨ રાજા. ૧૮:૧૭-૨૫) હિઝકિયાએ એલ્યાકીમને અને બીજા બે માણસોને એ અધિકારીઓ સાથે વાત કરવા મોકલ્યા. એ બે માણસોમાં એક હતા શેબ્ના, જે હવે મદદનીશ હતા. આમ, જોઈ શકાય કે શેબ્નાએ નમ્રતા બતાવી, માઠું લગાડ્યું નહિ અને મનમાં કડવાશ ભરી રાખી નહિ. તે ઓછા મહત્ત્વની પદવી પણ સ્વીકારવા તૈયાર હતા. શેબ્ના પાસેથી આપણે ત્રણ બોધપાઠ શીખી શકીએ છીએ.

૯ પહેલું, શેબ્નાએ પોતાની પદવી ગુમાવી એનાથી એ યાદ રાખવા મદદ મળે છે કે, “અભિમાનનું પરિણામ નાશ છે.” (નીતિ. ૧૬:૧૮) મંડળમાં કદાચ આપણી પાસે ખાસ સોંપણીઓ હોય અને બીજાઓ આપણને મહત્ત્વના ગણવા લાગે ત્યારે, શું આપણે નમ્ર રહીશું? શું આપણને મળેલી આવડતો અને સફળતા માટે યહોવાને શ્રેય આપીશું? (૧ કોરીં. ૪:૭) પ્રેરિત પીતરે ચેતવણી આપી હતી કે, “હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો, પણ સમજુ બનો.”—રોમ. ૧૨:૩.

w૧૮.૦૩ ૨૫ ¶૧૦

શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો

૧૦ બીજું, યહોવાએ શેબ્નાને શિસ્ત આપી, કારણ કે તે માનતા હતા કે શિસ્ત મળવાથી શેબ્નાનું વલણ બદલાઈ શકે છે. (નીતિ. ૩:૧૧, ૧૨) જેઓએ મંડળમાં ખાસ સોંપણી ગુમાવી હોય, તેઓ માટે કેટલો સુંદર બોધપાઠ! ગુસ્સો મનમાં ભરી રાખવાને બદલે કે માઠું લગાડવાને બદલે તેઓએ શું કરવું જોઈએ? યહોવા માટે તેઓએ પોતાનાથી બનતું બધું કરતા રહેવું જોઈએ. પોતાને મળેલી શિસ્તને તેઓએ યહોવાના પ્રેમના પુરાવા તરીકે જોવું જોઈએ. યાદ રાખીએ કે, નમ્ર રહેનારને યહોવા સમય જતાં બદલો આપશે. (૧ પીતર ૫:૬, ૭ વાંચો.) જો આપણે નમ્ર અને નરમ માટી જેવા હોઈશું, તો યહોવાની પ્રેમાળ શિસ્તથી આપણે ઘડાય શકીશું.

w૧૮.૦૩ ૨૬ ¶૧૧

શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો

૧૧ ત્રીજું, યહોવાએ જે રીતે શેબ્નાને શિસ્ત આપી, એનાથી આપણને મહત્ત્વનો બોધપાઠ મળે છે. ખરું કે, યહોવા પાપને ધિક્કારે છે, પણ પાપ કરનાર વ્યક્તિને પ્રેમ કરે છે. લોકોના સારા ગુણો પર તે ધ્યાન આપે છે. જો તમે માબાપ કે વડીલ હો, તો શું શિસ્ત આપવાની યહોવાની રીતને તમે અનુસરશો?—યહુ. ૨૨, ૨૩.

કીમતી રત્નો

w૦૬ ૧૨/૧ ૧૫ ¶૨

યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧

૨૧:૧—‘સમુદ્ર પાસેનું અરણ્ય,’ એ ક્યાં આવ્યું હતું? બાબેલોન સમુદ્ર પાસે ન હતું તોપણ, એના વિષે એમ કહેવાયું હતું. દર વર્ષે યુફ્રેટીસ અને તાઇગ્રિસ નદીઓમાં પૂર આવતું. જેને કારણે ત્યાં કાદવવાળી જમીનનો જાણે “સમુદ્ર” બની જતો.

જાન્યુઆરી ૧૯-૨૫

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૨૪-૨૭

“આ આપણા ઈશ્વર છે!”

cl ૧૫ ¶૨૧

“જુઓ! આ આપણા ઈશ્વર છે!”

૨૧ શું તમે ક્યારેય નાના બાળકને પ્રેમથી એવું કહેતા સાંભળ્યું છે કે “જુઓ! આ મારા પપ્પા!” તે દોસ્તોને ગર્વથી પોતાના પપ્પા બતાવે છે. યહોવા વિશે ઈશ્વરભક્તોએ પણ એવું જ વલણ બતાવવું જોઈએ. એના ઘણાં કારણો છે. બાઇબલ એવા સમય વિશે ભવિષ્યવાણી કરે છે જ્યારે વફાદાર લોકો ખુશીથી પોકારી ઊઠશે: “જુઓ! આ આપણા ઈશ્વર છે!” (યશાયા ૨૫:૮, ૯) યહોવાના ગુણો વિશે તમે જેટલી ઊંડી સમજણ મેળવશો એટલું વધારે મહેસૂસ કરશો કે તે સૌથી ઉત્તમ પિતા છે.

w૨૪.૧૨ ૬ ¶૧૪

રોટલીના ચમત્કારથી શું શીખી શકીએ?

૧૪ ઈસુએ આપણને આ પ્રાર્થના કરતા શીખવ્યું હતું: “આજ માટે જરૂરી રોટલી અમને આપો.” એ જ વખતે તેમણે આ બાબત પણ શીખવી હતી: ‘જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થાય.’ (માથ. ૬:૯-૧૧) જ્યારે પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થશે એ સમયની કલ્પના કરો છો, ત્યારે તમારા મનમાં શું આવે છે? બાઇબલમાંથી ખબર પડે છે કે એ વખતે ચારે બાજુ ભરપૂર ખોરાક હશે. યશાયા ૨૫:૬-૮માં જણાવ્યું છે કે ઈશ્વરના રાજ્યમાં બધા લોકો જાતજાતનાં પકવાનોની મિજબાની કરશે. ગીતશાસ્ત્ર ૭૨:૧૬માં ભાખવામાં આવ્યું છે: “પુષ્કળ પાકથી ધરતી લહેરાઈ ઊઠશે, મબલક પાકથી પર્વતોનાં શિખરો ઊભરાઈ જશે.” શું તમે એ પાકમાંથી તમારી મનગમતી વાનગી બનાવવા આતુર છો? શું એમાંથી એવી કોઈ નવી વાનગી બનાવવા માંગો છો, જે તમે આજ સુધી ચાખી ન હોય? એટલું જ નહિ, તમે પોતે દ્રાક્ષાવાડીઓ રોપશો અને એના ફળનો આનંદ માણશો. (યશા. ૬૫:૨૧, ૨૨) ફક્ત તમે જ નહિ, પૃથ્વી પરની એકેએક વ્યક્તિ એ બધી અદ્‍ભુત બાબતોની મજા માણશે.

w૨૫.૦૧ ૨૮-૨૯ ¶૧૧-૧૨

યહોવાના પ્રેમને લીધે મળતા આશીર્વાદો

૧૧ વિચારો કે નવી દુનિયામાં જીવન કેવું હશે. એ સમયે આપણને બીમારી કે મરણનો ડર નહિ હોય. (યશા. ૨૫:૮; ૩૩:૨૪) યહોવા આપણી દરેક યોગ્ય ઇચ્છા પૂરી કરશે. નવી દુનિયામાં તમે શું શીખવા માંગો છો? કોઈ વાજિંત્ર? ચિત્રકળા? કે પછી પ્રાણીઓ અને પક્ષીઓનો અભ્યાસ કરવા માંગો છો? નવી દુનિયામાં આપણને એવા લોકોની જરૂર પડશે, જેઓને ઘર બાંધતા અને એની ડિઝાઇન બનાવતા આવડે છે. એટલું જ નહિ, પાક ઉગાડવા, ખાવાનું બનાવવા, સાધનો બનાવવા, ફૂલછોડ રોપવા અને એની સંભાળ રાખવા પણ લોકોની જરૂર પડશે. (યશા. ૩૫:૧; ૬૫:૨૧) કદાચ અત્યારે તમે ઘણું બધું શીખવા માંગતા હશો, પણ સમયના અભાવે એમ કરી શકતા નહિ હો. જોકે, નવી દુનિયામાં એટલો બધો સમય હશે કે તમારાં દિલમાં ઊંડે ઊંડે સુધી છુપાયેલી દરેક ઇચ્છા તમે પૂરી કરી શકશો.

૧૨ ગુજરી ગયેલા લોકોને નવી દુનિયામાં ઉઠાડવામાં આવશે ત્યારે, આપણે હૃદયના ઉમળકાથી તેઓનું સ્વાગત કરીશું. એ ઘડી કેટલી રોમાંચક હશે! (પ્રે.કા. ૨૪:૧૫) વધુમાં, યહોવાની સૃષ્ટિનો અભ્યાસ કરવાથી આપણું રોમેરોમ હરખાઈ ઊઠશે. (ગીત. ૧૦૪:૨૪; યશા. ૧૧:૯) સૌથી જોરદાર વાત તો એ હશે કે આપણે દોષનો ટોપલો માથે લઈને ફરવું નહિ પડે અને સાફ દિલથી યહોવાની ભક્તિ કરી શકીશું. શું તમે “થોડા સમય માટે પાપનો આનંદ” માણવા ભાવિના એ શાનદાર આશીર્વાદોનો સોદો કરશો? (હિબ્રૂ. ૧૧:૨૫) બિલકુલ નહિ! નવી દુનિયાના આશીર્વાદો સામે અત્યારની દુનિયા આપણને જે કંઈ આપે છે, એની કંઈ વિસાત નથી. યાદ રાખજો, હમણાં આપણે નવી દુનિયાની રાહ જોઈએ છીએ, પણ બહુ જલદી એ આશા હકીકતમાં ફેરવાઈ જશે! પણ જો યહોવાએ આપણને પ્રેમ બતાવીને પોતાના દીકરાનું બલિદાન આપ્યું ન હોત, તો આ બધું બસ એક સપનું બનીને રહી ગયું હોત!

કીમતી રત્નો

w૧૫ ૧૨/૧૫ ૧૭ ¶૧-૩

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ની આવૃત્તિ

અમુક અધ્યાયોને શા માટે કવિતાના રૂપમાં મૂકવામાં આવ્યા છે? મૂળ લખાણોમાં બાઇબલના ઘણા અહેવાલો કવિતાના રૂપમાં હતા. આજના સમયની ભાષાઓમાં, લખાણમાં પ્રાસ બેસાડવામાં આવ્યો હોય તો એને કવિતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કે હિબ્રૂ ભાષામાં કવિતા રચવા સરખામણીઓ અને વિરોધાભાસ વપરાય છે. હિબ્રૂ કવિતામાં લય જાળવવા શબ્દોનો પ્રાસ નહિ, પણ વિચારોને તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવવામાં આવે છે.

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની અગાઉની આવૃત્તિઓમાં અયૂબ અને ગીતશાસ્ત્રનાં પુસ્તકોની કલમોને કવિતાની કડીઓના રૂપમાં લખવામાં આવી હતી. કારણ કે એ કલમો ગાવા અથવા મોટેથી ઉચ્ચારવા માટે લખાઈ હતી. કાવ્યાત્મક ભાષા વાપરવાથી મુખ્ય મુદ્દા સહેલાઈથી બહાર તરી આવે છે અને યાદ રાખવા સહેલા બને છે. ૨૦૧૩ની આવૃત્તિમાં નીતિવચનો, ગીતોનું ગીત અને પ્રબોધકોએ લખેલાં પુસ્તકોના ઘણા અધ્યાયોને પણ કવિતાની કડીઓના રૂપમાં મૂકવામાં આવ્યા છે. કેમ? એ દર્શાવવા કે એ અધ્યાયો મૂળ રીતે કવિતાના રૂપમાં લખવામાં આવ્યા હતા. એટલું જ નહિ, સરખામણીઓ અને વિરોધાભાસ બહાર લાવવા એમ કરવામાં આવ્યું છે. દાખલા તરીકે, યશાયા ૨૪:૨માં દરેક વાક્યમાં વિરોધાભાસ જોવા મળે છે. એક વાક્ય બીજા વાક્યનો આધાર બને છે, જેથી એ વિચાર પર ભાર મુકાય કે યહોવાના ન્યાયથી કોઈ પણ છટકી શકતું નથી. ઉપરાંત, જ્યારે કોઈ વાચક એવા અહેવાલોને કાવ્ય રૂપે જુએ છે ત્યારે તેને સમજાય છે કે બાઇબલ લેખકોએ કંઈ એમ જ એકનીએક બાબત વારંવાર લખી નથી. લેખક તો કાવ્યાત્મક ભાષા વાપરીને ઈશ્વરના સંદેશા પર ભાર મૂકે છે.

હિબ્રૂમાં કવિતાઓ અને પાઠ વચ્ચેનો ફરક અમુક વાર સાફ દેખાઈ આવતો નથી. તેથી, એવા અહેવાલોને અમુક અનુવાદો કવિતા સ્વરૂપે તો બીજા કેટલાક પાઠના સ્વરૂપે મૂકે છે. કઈ કલમો કવિતા સ્વરૂપમાં છપાશે એ નિર્ણય લેવા અનુવાદકોએ પોતાની પારખશક્તિ વાપરવી પડે છે. અમુક પાઠ મુખ્ય મુદ્દો બહાર કાઢવા કાવ્યાત્મક ભાષા, શબ્દચિત્રો અને સરખામણીઓ વાપરે છે.

જાન્યુઆરી ૨૬–ફેબ્રુઆરી ૧

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૨૮-૨૯

પોતાનાં હોઠોથી અને દિલથી યહોવાને માન આપો

ip-૧ ૨૯૮ ¶૨૩

યહોવાહના અનોખા કામની ભવિષ્યવાણી

૨૩ યહુદાહના ધર્મગુરુઓ ધાર્મિક રીતે શાણા હોવાનો દાવો તો કરે છે, પણ તેઓએ યહોવાહને છોડી મૂક્યા છે. એને બદલે, ખરાં-ખોટાનો ભેદ પારખવા, તેઓ પોતાના કપટી વિચારો શીખવે છે. આમ, પોતાનું અવિશ્વાસુ અને અનૈતિક જીવન સંતાડે છે અને લોકોને ખોટે માર્ગે ચડાવી, યહોવાહની વિરુદ્ધ પાપ કરાવે છે. પરંતુ, યહોવાહ પોતાના “અદ્‍ભુત” અને નવાઈ પમાડે એવા કાર્યોથી, તેઓના ઢોંગનો જવાબ માંગશે. યહોવાહ કહે છે: “આ લોક તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે કેવળ પાઠે કરેલી માણસની આજ્ઞા છે; તે માટે હું આ લોકમાં અદ્‍ભુત કામ, હા, અદ્‍ભુત તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું; તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નષ્ટ થશે, અને તેમના બુદ્ધિમાનોની બુદ્ધિ લોપ થઈ જશે.” (યશાયાહ ૨૯:૧૩, ૧૪) યહોવાહ બાબતો એવી રીતે થવા દેશે કે, યહુદાહની આખી ધર્મત્યાગી વ્યવસ્થા બાબેલોનના જગત સામ્રાજ્યને હાથે નાશ પામશે ત્યારે, યહુદાહનું પોતાનું ડહાપણ અને જ્ઞાન કંઈ કામ આવશે નહિ. પ્રથમ સદીમાં પણ એમ જ બન્યું હતું, જ્યારે યહુદી આગેવાનોએ મન ફાવે એમ કરીને, લોકોને ખોટા માર્ગે ચડાવી દીધા હતા. એવું જ કંઈક આપણા દિવસમાં ખ્રિસ્તીરાષ્ટ્રનું પણ થશે.—માત્થી ૧૫:૮, ૯; રૂમી ૧૧:૮.

w૨૧.૦૫ ૯ ¶૭

નેક દિલના લોકોને કશાથી ઠોકર લાગતી નથી

૭ ઈસુના સમયમાં અમુક બાબતો માટે ફરોશીઓના ખોટા વિચારો હતા. તેઓ હાથ ધોવાને ખૂબ મહત્ત્વનું ગણતા. પણ કોઈ વ્યક્તિ માબાપની સંભાળ ન રાખે એને તેઓ મહત્ત્વનું ન ગણતા. ઈસુએ તેઓને ઢોંગી કહ્યા. (માથ. ૧૫:૧-૧૧) શિષ્યોને ખૂબ નવાઈ લાગી એટલે તેમણે ઈસુને પૂછ્યું: “તમારી વાત સાંભળીને ફરોશીઓ બહુ ગુસ્સે ભરાયા છે, શું એ તમને ખબર છે? તેમણે કહ્યું: ‘સ્વર્ગમાંના મારા પિતાએ જે છોડ રોપ્યા નથી, એ દરેક ઉખેડી નંખાશે. તેઓની વાત જવા દો. તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.’” (માથ. ૧૫:૧૨-૧૪) ઈસુની વાત સાંભળીને ફરોશીઓ તપી ઊઠતા. પણ ઈસુ ક્યારેય સાચું બોલવાથી પાછા હઠ્યા નહિ.

w૨૪.૦૬ ૧૦ ¶૮

હંમેશાં યહોવાના મહેમાન તરીકે રહો!

૮ આપણામાં કહેવત છે: હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. જે વ્યક્તિ “પોતાના દિલમાં પણ સાચું” નથી બોલતી, તે એવી જ હોય છે. તે બીજાઓ સામે યહોવાની આજ્ઞાઓ પાળવાનો દેખાડો કરે છે, પણ એકલી હોય ત્યારે ખોટાં કામ કરે છે. (યશા. ૨૯:૧૩) એવી વ્યક્તિ ઢોંગી હોય છે. તેને લાગી શકે કે યહોવાના નિયમો હંમેશાં આપણા ભલા માટે નથી હોતા. (યાકૂ. ૧:૫-૮) એટલે તે નાની નાની વાતમાં યહોવાની આજ્ઞા તોડવા લાગે છે. પછી તે જ્યારે જુએ કે એનાં ખરાબ પરિણામ નથી આવતાં, ત્યારે તેની હિંમત વધી જાય છે. હવે તે મોટી મોટી વાતમાં પણ યહોવાની આજ્ઞા તોડવા લાગે છે. એવી વ્યક્તિને ભલે લાગે કે તે યહોવાની ભક્તિ કરે છે, પણ હકીકતમાં યહોવા તેની ભક્તિ નથી સ્વીકારતા. (સભા. ૮:૧૧) આપણે એવા બનવા નથી માંગતા. આપણે તો દરેક વાતમાં પ્રમાણિક રહેવા માંગીએ છીએ.

કીમતી રત્નો

it “અરીએલ” ¶૧; it “અરીએલ” નં. ૩

અરીએલ

(અરીએલ) [ઈશ્વરની વેદીની આગ; ઈશ્વરનો સિંહ].

૩. યશાયા ૨૯:૧, ૨, ૭માં યરૂશાલેમને અરીએલ કહેવામાં આવ્યું છે. ઈશ્વરનું મંદિર યરૂશાલેમમાં હતું. એ મંદિરમાં એક વેદી હતી, જેના પર અર્પણ કરેલી વસ્તુઓ બાળવામાં આવતી હતી. આ રીતે યરૂશાલેમ જાણે ઈશ્વરની વેદીની આગ હતું. (યશાયા ૨૯:૧, ફૂટનોટ) યરૂશાલેમ ઈશ્વરની સાચી ભક્તિનું ખાસ સ્થળ પણ હોવું જોઈતું હતું. જોકે, યશાયા ૨૯:૧-૪માં જણાવ્યું છે તેમ, એની સાથે કંઈ ખરાબ થવાનું હતું. ઈસવીસન પૂર્વે ૬૦૭માં બાબેલોનના લોકો યરૂશાલેમ પર હુમલો કરશે. તેઓ લોહીની નદીઓ વહેવડાવશે અને લાશોના ઢગલા કરી દેશે. અરે, તે આખા શહેરને બાળી નાખશે. આ રીતે યરૂશાલેમ એક અલગ રીતે “વેદીની આગ” બનશે.—યશાયા ૨૯:૨-૪.

ફેબ્રુઆરી ૨-૮

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૩૦-૩૨

ભરોસો રાખો કે યહોવા તમારું રક્ષણ કરશે

w૦૧ ૧૧/૧૫ ૧૬ ¶૭

યહોવાહ આપણો આશ્રય છે

૭ યહોવાહને આપણા આશ્રય બનાવીને આપણે આ શબ્દોમાંથી દિલાસો મેળવી શકીએ: “તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેની પાંખો તળે તને આશ્રય મળશે; તેની સત્યતા ઢાલ તથા બખતર છે.” (ગીતશાસ્ત્ર ૯૧:૪) પક્ષી પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે તેમ, પરમેશ્વર આપણું રક્ષણ કરે છે. (યશાયાહ ૩૧:૫) ‘તે પોતાના પીછાંથી આપણને ઢાંકે છે.’ પક્ષી પાંખોથી પોતાના બચ્ચાંને ઢાંકીને તેઓને શિકારીથી બચાવે છે. નાના બચ્ચાંની જેમ, આપણે યહોવાહની રૂપકાત્મક પાંખોમાં સલામતી અનુભવીએ છીએ કારણ કે આપણે તેમના સાચા ખ્રિસ્તી સંગઠનમાં આશ્રય લીધો છે.—રૂથ ૨:૧૨; ગીતશાસ્ત્ર ૫:૧, ૧૧.

w૨૪.૦૧ ૨૪ ¶૧૩

મુશ્કેલીઓનો પવન ફૂંકાય ત્યારે યહોવા તમારો હાથ પકડી રાખશે

૧૩ આપણે શું કરવું જોઈએ? ભલે તમને એકલા રહેવાનું મન થાય, પણ એ ઇચ્છાને તમારા પર કાબૂ કરવા ન દેશો. પોતાને એકલા પાડી દઈએ છીએ ત્યારે ફક્ત પોતાના જ વિશે અને પોતાની મુશ્કેલીઓ વિશે જ વિચારવા લાગીએ. એના લીધે કદાચ સારા નિર્ણયો લઈ ન શકીએ. (નીતિ. ૧૮:૧) અમુક વાર આપણને બધાને એકાંતની જરૂર હોય છે, ખાસ કરીને કપરા સંજોગોમાંથી પસાર થતા હોઈએ ત્યારે. પણ જો લાંબા સમય માટે પોતાને એકલા પાડી દઈશું, તો એ દીવાલ ચણવા જેવું થશે. એમ કરીને આપણે એ લોકોની મદદ સ્વીકારવાની ના પાડીએ છીએ, જેઓને યહોવાએ મોકલ્યા છે. એટલે અઘરું લાગે તોપણ કુટુંબીજનો, મિત્રો અને વડીલોની મદદ સ્વીકારજો. એવું વિચારજો કે તેઓ દ્વારા યહોવા તમને સાથ આપી રહ્યા છે.—નીતિ. ૧૭:૧૭; યશા. ૩૨:૧, ૨.

w૨૩.૧૦ ૧૭ ¶૧૯

“તે તમને બળવાન કરશે”

૧૯ તમે કઈ રીતે તમારી આશા દૃઢ કરી શકો? દાખલા તરીકે, જો તમને પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા હોય, તો બાઇબલની એવી કલમો વાંચો જેમાં નવી દુનિયા વિશે જણાવ્યું છે અને પછી એ કલમો પર મનન કરો. (યશા. ૨૫:૮; ૩૨:૧૬-૧૮) વિચારો કે નવી દુનિયામાં તમારું જીવન કેવું હશે. કલ્પના કરો કે તમે નવી દુનિયામાં છો. તમે કોને જોઈ રહ્યા છો? કયા અવાજ તમારે કાને પડી રહ્યા છે? તમને કેવું લાગે છે? તમારી કલ્પનાના ઘોડા દોડાવવા આપણાં સાહિત્યમાં આપેલાં નવી દુનિયાનાં ચિત્રો જુઓ અથવા જબ દુનિયા હોગી નયી, યહોવા લાવશે સુખ-શાંતિ! અથવા સપનાઓની દુનિયા ગીતો જુઓ. જો નવી દુનિયાની આશાને દૃઢ પકડી રાખીશું, તો આપણને મુશ્કેલીઓ “પળભરની” લાગશે અને એ ‘બહુ ભારે નહિ લાગે.’ (૨ કોરીં. ૪:૧૭) એ આશા દ્વારા યહોવા આપણને બળવાન કરશે અને કપરા સંજોગો સહેવા હિંમત આપશે.

કીમતી રત્નો

it “રોટલી” ¶૬

રોટલી

બીજા અર્થ. બાઇબલમાં રોટલી શબ્દના ઘણા અલગ અલગ અર્થ થાય છે. દાખલા તરીકે, યહોશુઆ અને કાલેબે ઇઝરાયેલીઓને કહ્યું કે કનાનના લોકો “આપણો ખોરાક છે.” (ગણ ૧૪:૯, ફૂટનોટ) તેઓને ભરોસો હતો કે જેમ ખોરાક કે રોટલી સહેલાઈથી ખાઈ શકાય છે, એવી જ રીતે કનાનના લોકોને હરાવવું સહેલું થઈ જશે. જેમ ખોરાક ખાવાથી તાકાત મળે છે, એવી જ રીતે કનાનીઓ પર જીત મેળવીને ઇઝરાયેલીઓ તાકતવર બની જશે. બીજો એક દાખલો જોઈએ. ગીતશાસ્ત્ર ૮૦:૫માં લખ્યું છે કે યહોવાએ પોતાના લોકોને “આંસુઓની રોટલી” ખવડાવી છે. એનો અર્થ થાય કે લોકો બહુ દુઃખી હતા. કેમ કે, યહોવા તેઓથી કદાચ ખુશ ન હતા. ઉપરાંત, યશાયા ૩૦:૨૦માં જણાવ્યું છે કે યહોવા પોતાના લોકોને “આફતની રોટલી” ખવડાવશે અને “જુલમનું પાણી” પિવડાવશે. એનો અર્થ થાય કે જ્યારે દુશ્મનો ચારે બાજુથી ઘેરો ઘાલશે અને તેઓ ભાગી નહિ શકે, ત્યારે તેઓ માટે મુશ્કેલીઓ અને દુઃખો સહેવા રોજનું થઈ જશે. એ તો જાણે રોટલી અને પાણી હોય.

ફેબ્રુઆરી ૯-૧૫

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૩૩-૩૫

“તમારા સમયમાં તે સલામતી આપશે”

w૨૪.૦૧ ૨૨ ¶૭-૮

મુશ્કેલીઓનો પવન ફૂંકાય ત્યારે યહોવા તમારો હાથ પકડી રાખશે

૭ મુશ્કેલી. જ્યારે કોઈ કસોટીમાંથી પસાર થતા હોઈએ, ત્યારે કદાચ પહેલાં જેવું ન અનુભવીએ. કદાચ આપણાં વિચારો અને વર્તન બદલાઈ જાય. એવું લાગી શકે કે જાણે લાગણીનાં મોજાં આપણને આમતેમ ફંગોળી રહ્યાં છે. અગાઉ આપણે એનાબહેન વિશે જોઈ ગયા. લુઈસભાઈના મરણ પછી તેમણે અલગ અલગ પ્રકારની લાગણીઓ અનુભવી. તેમણે કહ્યું: “જીવનમાં ખાલીપો વ્યાપી જતો ત્યારે, હું પોતાને લાચાર સમજતી. મને ખૂબ ગુસ્સો આવતો કે લુઈસ મને છોડીને કેમ જતા રહ્યા.” અમુક વાર તેમને એકલું એકલું લાગતું. અગાઉ લુઈસભાઈ નિર્ણયો લેતા હતા. પણ હવે એનાબહેને નિર્ણયો લેવા પડતા ત્યારે તે આકુળ-વ્યાકુળ થઈ જતાં. અમુક વાર તેમને લાગતું કે તે દરિયાની વચ્ચોવચ તોફાનમાં ફસાઈ ગયાં છે. જ્યારે લાગણીઓનું પૂર આપણને ડુબાડવા લાગે, ત્યારે યહોવા કઈ રીતે મદદ કરે છે?

૮ યહોવા કઈ રીતે મદદ કરે છે? તે ખાતરી આપે છે કે આપણને સ્થિર કરશે. (૧ પિતર ૫:૧૦ વાંચો.) જ્યારે વહાણ તોફાનમાં સપડાયું હોય છે, ત્યારે એ જોરજોરથી આમતેમ ડોલા ખાતું હોય છે. વહાણને સ્થિર કરવા ઘણી વાર એની બંને બાજુએ પાંખિયા લગાવવામાં આવે છે. એ પાંખિયાની મદદથી વહાણ અમુક હદે સ્થિર થાય છે. આમ મુસાફરો સલામતી અનુભવે છે અને તેઓને થોડી રાહત મળે છે. પણ પાંખિયા સારી રીતે કામ કરે એ માટે જરૂરી છે કે વહાણ આગળ વધતું રહે. એવી જ રીતે, જો આપણે આગળ વધતા રહીશું, તો યહોવા આપણને સ્થિર કરશે. એનો અર્થ થાય કે મુસીબતો આવે ત્યારે અટકી ન જઈએ, પણ યહોવાની સેવામાં લાગુ રહીએ.

w૨૧.૦૨ ૨૯ ¶૧૦-૧૧

કસોટીઓમાં આનંદ કઈ રીતે જાળવી શકીએ?

૧૦ શું કરી શકાય: યહોવા પાસે સમજશક્તિ માંગીએ. આનંદથી કસોટીનો સામનો કરવા માંગતા હોઈએ તો પ્રાર્થનામાં યહોવા પાસે સમજશક્તિ માંગીએ. એમ કરીશું તો યોગ્ય નિર્ણય લેવા મદદ મળશે. (યાકૂબ ૧:૫ વાંચો.) જો આપણને પ્રાર્થનામાં તરત જવાબ ન મળે તો શું કરવું જોઈએ? યાકૂબે કહ્યું છે તેમ આપણે માંગતા રહેવું જોઈએ. આપણે યહોવા પાસે વારંવાર માંગીશું તો તે આપણા પર ખિજાતા નથી કે વઢતા નથી. પિતા યહોવા “ઉદારતાથી” આપણને સમજશક્તિ આપે છે, જેથી કસોટીઓનો સામનો કરી શકીએ. (ગીત. ૨૫:૧૨, ૧૩) યહોવા સારી રીતે જાણે છે કે આપણે કઈ કસોટીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણને દુઃખી જોઈને યહોવા પણ દુઃખી થાય છે અને આપણને મદદ કરવા તૈયાર રહે છે. એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે! પણ યહોવા આપણને સમજશક્તિ કઈ રીતે આપે છે?

૧૧ યહોવા આપણને બાઇબલ દ્વારા સમજશક્તિ આપે છે. (નીતિ. ૨:૬) સમજશક્તિ મેળવવા આપણે બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યનો અભ્યાસ કરવો પડશે. પણ ફક્ત જાણવું જ પૂરતું નથી, એ પ્રમાણે આપણે કરવું જોઈએ. યાકૂબે લખ્યું: ‘તમે સંદેશા પ્રમાણે ચાલનારા બનો, ફક્ત સાંભળનારા નહિ.’ (યાકૂ. ૧:૨૨) જો બાઇબલમાં આપેલી ઈશ્વરની સલાહ પાળીશું, તો આપણે એકબીજાને સમજીશું, તેઓ સાથે શાંતિ રાખીશું અને દયાળુ બનીશું. (યાકૂ. ૩:૧૭) જો આપણામાં એ ગુણ હશે તો ભલે ગમે એવી મુશ્કેલી આવે ખુશી ખુશી એનો સામનો કરી શકીશું.

ip-૧ ૩૫૨-૩૫૫ ¶૨૧-૨૨

‘હું માંદો છું, એવું કોઈ કહેશે નહિ’

૨૧ જો કે યશાયાહની ભવિષ્યવાણી આજે પણ પૂરી થાય છે. યહોવાહના લોકો હમણાં પણ તેમની સાથેના સંબંધનો આનંદ માણી રહ્યા છે. અમર જીવ, ત્રૈક્ય અને નરક જેવા જૂઠા શિક્ષણોના બંધનમાંથી તેઓને છુટકારો મળ્યો છે. તેઓને નૈતિક માર્ગદર્શન મળે છે, જે તેઓને અનૈતિક વર્તણૂકથી બચાવે છે, અને તેઓને સારા નિર્ણયો કરવા મદદ કરે છે. વળી, ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાનની આપણે ખૂબ જ કદર કરીએ છીએ, કેમ કે એ દ્વારા જ આપણે યહોવાહ પરમેશ્વર સામે શુદ્ધ અંતઃકરણથી જઈ શકીએ છીએ અને તેમના સાથે સારા સંબંધનો આનંદ માણીએ છીએ. (કોલોસી ૧:૧૩, ૧૪; ૧ પીતર ૨:૨૪; ૧ યોહાન ૪:૧૦) આ સંબંધને લીધે શારીરિક લાભો પણ થાય છે. દાખલા તરીકે, અનૈતિક જાતીયતાથી દૂર રહેવાથી અને કોઈ પણ રીતે તમાકુનો ઉપયોગ ન કરવાથી, આપણને જાતીયતાથી થતા ચેપી રોગો અને અમુક પ્રકારના કેન્સરથી રક્ષણ મળે છે.—૧ કોરીંથી ૬:૧૮; ૨ કોરીંથી ૭:૧.

૨૨ તેમ જ, યશાયાહ ૩૩:૨૪ની હજુ મહાન પરિપૂર્ણતા આર્માગેદોન પછી, યહોવાહની નવી દુનિયામાં થશે. મસીહી રાજ્ય હેઠળ, મનુષ્યો યહોવા સાથેના સંબંધની સાથે સાથે મોટા શારીરિક ફેરફારો પણ જોશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) શેતાનના જગતનો વિનાશ થયા પછી, થોડા જ સમયમાં ઈસુએ કર્યા હતા એવા ચમત્કારો આખી પૃથ્વી પર જોવા મળશે, એમાં કંઈ જ શંકા નથી. આંધળા દેખશે, બહેરાં સાંભળશે, લંગડા ચાલશે! (યશાયાહ ૩૫:૫, ૬) એમ થવાથી, મોટી વિપત્તિમાંથી બચી જનારા બધા જ આ પૃથ્વીને સુંદર-સુખી બગીચા જેવી બનાવવામાં ભાગ લઈ શકશે.

કીમતી રત્નો

w૨૩.૦૫ ૧૫ ¶૮

“પવિત્ર માર્ગ” પર ચાલતા રહીએ

૮ અમુક લોકો કદાચ વિચારે: ‘એ તો સાચે જ બહુ જોરદાર હશે. પણ એનાથી આજે આપણને શું ફરક પડે છે?’ હા, ફરક પડે છે. હકીકતમાં આપણે પણ એક રીતે એ “પવિત્ર માર્ગ” પર ચાલી રહ્યા છીએ. ભલે આપણે અભિષિક્ત હોઈએ કે પછી ‘બીજાં ઘેટાંના’ લોકો હોઈએ, આપણે બધાએ એ “પવિત્ર માર્ગ” પર ચાલતા રહેવાનું છે. એના પર ચાલવાથી જ આજે આપણે યહોવાની શુદ્ધ ભક્તિ કરી શકીએ છીએ. એટલું જ નહિ, ભાવિમાં ઈશ્વરનું રાજ્ય આ ધરતીને બાગ જેવી સુંદર બનાવશે ત્યારે પણ યહોવાની ભક્તિ કરતા રહી શકીશું. (યોહા. ૧૦:૧૬) ૧૯૧૯થી લાખો સ્ત્રીઓ, પુરુષો અને બાળકો મહાન બાબેલોન (એટલે કે દુનિયાના બધા જૂઠા ધર્મોનું સામ્રાજ્ય) છોડીને આ માર્ગ પર ચાલી રહ્યાં છે. કદાચ તમે પણ એમાંનાં એક હશો. જોવા જઈએ તો, આ માર્ગ આશરે ૧૦૦ વર્ષ પહેલાં જ ખૂલ્યો, પણ એ માર્ગની તૈયારી સદીઓ પહેલાં શરૂ થઈ ગઈ હતી.

ફેબ્રુઆરી ૧૬-૨૨

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૩૬-૩૭

“એ સાંભળીને તું ગભરાઈશ નહિ”

it “હિઝકિયા” નં. ૧ ¶૧૪

હિઝકિયા

સાન્હેરીબ યરૂશાલેમ પર કબજો નહિ કરી શકે. આશ્શૂરના રાજા સાન્હેરીબે યરૂશાલેમ પર હુમલો કરવાનું વિચાર્યું. જ્યારે તે અને તેનું લશ્કર કોટવાળા શહેર લાખીશ સાથે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે તેણે અમુક સૈનિકો અને અધિકારીઓને યરૂશાલેમ મોકલ્યા. તે ઇચ્છતો હતો કે તેઓ યરૂશાલેમના લોકો પાસે જઈને કહે કે તેઓ હથિયાર નીચે મૂકી દે. તેના વતી રાબશાકેહે વાત કરી. (રાબશાકેહ કોઈનું નામ નહિ, પણ લશ્કરનો એક ખિતાબ છે.) તે હિબ્રૂ ભાષા સારી રીતે જાણતો હતો. તેણે મોટેથી વાત કરી, જેથી લોકો પણ તેની વાત સાંભળી શકે. તેણે રાજા હિઝકિયાની મજાક ઉડાવી અને યહોવાની નિંદા કરી. તેણે બડાઈ મારતા કહ્યું કે જેવી રીતે બીજા દેવો તેમના દેશને બચાવી નથી શક્યા, એવી જ રીતે યહોવા યરૂશાલેમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવી નહિ શકે.—૨રા ૧૮:૧૩-૩૫; ૨કા ૩૨:૯-૧૫; યશા ૩૬:૨-૨૦.

ip-૧ ૩૮૬ ¶૧૦

એક રાજાના વિશ્વાસની જીત

૧૦ હવે રાબશાકેહ યહુદીઓને યાદ કરાવે છે કે પોતાના સામે યુદ્ધ લડવાની તેઓની કંઈ તાકાત નથી. તે મહેણું મારે છે કે, ‘હવે હું તને બે હજાર ઘોડા આપું, તેઓ પર સવારી કરનારા માણસો તું પૂરા પાડ.’ (યશાયાહ ૩૬:૮) જો કે યહુદાહ પાસે તાલીમ પામેલા ઘોડેસવારો થોડા હોય કે ઘણા, શું એનાથી કંઈ ફરક પડે છે? ના, કેમ કે યહુદાહનો બચાવ લશ્કરી તાકાત પર આધારિત નથી. નીતિવચનો ૨૧:૩૧ આ રીતે સમજાવે છે: “ઘોડો યુદ્ધના દિવસને વાસ્તે તૈયાર કરવામાં આવે છે; પણ ફતેહ તો યહોવાહથી જ મળે છે.” પછી, રાબશાકેહ દાવો કરે છે કે યહોવાહનો આશીર્વાદ યહુદીઓ સાથે નહિ, પણ આશ્શૂરીઓ સાથે છે. તે દલીલ કરે છે કે જો એમ ન હોત તો આશ્શૂરીઓ યહુદાહના વિસ્તારમાં આટલે સુધી આવી જ શક્યા ન હોત.—યશાયાહ ૩૬:૯, ૧૦.

ip-૧ ૩૮૮ ¶૧૩-૧૪

એક રાજાના વિશ્વાસની જીત

૧૩ હજુ રાબશાકેહ બીજી એક ચાલ વાપરે છે. તે યહુદીઓને કહે છે કે, જો હિઝકીયાહ એમ જણાવે કે “યહોવાહ આપણને છોડાવશે,” તો તેનું માનશો નહિ. રાબશાકેહ યાદ કરાવે છે કે આશ્શૂરીઓના હાથમાંથી સમરૂનના દેવો દસ કુળના રાજ્યને છોડાવી શક્યા નથી. તેમ જ, બીજી પ્રજાઓ વિષે શું, જેઓને આશ્શૂરે જીતી લીધી છે? તે પૂછે છે: “હમાથ તથા આર્પાદના દેવો કયા છે? સફાર્વાઈમના દેવો ક્યાં છે? શું તેઓએ મારા હાથમાંથી સમરૂનને છોડાવ્યું છે?”—યશાયાહ ૩૬:૧૮-૨૦.

૧૪ ખરું જોતાં, જૂઠા દેવોને માનનારા રાબશાકેહને ક્યાં ભાન છે કે, ધર્મત્યાગી સમરૂન અને હિઝકીયાહના યરૂશાલેમમાં આભ-જમીનનો ફરક છે? સમરૂનના જૂઠા દેવોમાં દસ કુળને બચાવવાની કોઈ શક્તિ ન હતી. (૨ રાજાઓ ૧૭:૭, ૧૭, ૧૮) બીજી બાજુ, હિઝકીયાહના હાથ નીચેના યરૂશાલેમે જૂઠા દેવો તરફ પીઠ વાળી છે, અને હવે યહોવાહની ભક્તિ કરવા લાગ્યા છે. જો કે યહુદાહના ત્રણ પ્રતિનિધિઓ રાબશાકેહને આ બધું સમજાવતા નથી. “તેઓ છાના રહ્યા, ને તેના જવાબમાં એકે શબ્દ બોલ્યા નહિ; કેમકે રાજાની આજ્ઞા એવી હતી, કે તેને ઉત્તર આપવો નહિ.” (યશાયાહ ૩૬:૨૧) એલ્યાકીમ, શેબ્ના અને યોઆહ પાછા આવીને રાબશાકેહે જે કહ્યું એનો અહેવાલ હિઝકીયાહને આપે છે.—યશાયાહ ૩૬:૨૨.

કીમતી રત્નો

it “લગામ” ¶૪

લગામ

યહોવાએ આશ્શૂરના રાજા સાન્હેરીબને કહ્યું, “હું તારા નાકમાં કડી ભેરવીશ અને તારા મોંમાં લગામ નાખીશ, તું જે રસ્તે આવ્યો છે એ જ રસ્તે તને પાછો ખેંચી જઈશ.” (૨રા ૧૯:૨૮; યશા ૩૭:૨૯) સાન્હેરીબે પોતાની મરજીથી યરૂશાલેમ છોડ્યું ન હતું, એની પાછળ તો યહોવાનો હાથ હતો. યહોવાએ તેને એ શહેર પર હુમલો કરતા રોક્યો અને નિનવેહ પાછા જવા મજબૂર કર્યો. પછીથી સાન્હેરીબને, તેના દીકરાઓએ જ મારી નાખ્યો. (૨રા ૧૯:૩૨-૩૭; યશા ૩૭:૩૩-૩૮) જેવી રીતે માણસો પ્રાણીઓને લગામ નાખીને તેને ખેંચે છે, એવી જ રીતે દુશ્મનો પર લગામ નાખવાનો અર્થ થાય કે યહોવા તેઓને કાબૂમાં રાખે છે. યહોવા તેઓ પાસે એ જ કરાવે છે જે તે ચાહે છે.—યશા ૩૦:૨૮.

ફેબ્રુઆરી ૨૩–માર્ચ ૧

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૩૮-૪૦

“ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાની સંભાળ રાખશે”

w૨૩.૦૨ ૨-૩ ¶૩-૪

બાઇબલથી એના લેખક વિશે શું જાણવા મળે છે?

૩ યશાયા ૪૦:૮ વાંચો. હજારો વર્ષોથી વફાદાર સ્ત્રી-પુરુષોને બાઇબલમાંથી માર્ગદર્શન મળ્યું છે. એવું કઈ રીતે બની શકે? જોવા જઈએ તો બાઇબલ જે વસ્તુઓ પર લખવામાં આવતું, એ સમય જતાં ખરાબ થઈ જતી. તેમ જ, આજે બાઇબલની મૂળ હસ્તપ્રતો પણ બચી નથી. પણ યહોવાએ ખાતરી કરી કે એ પવિત્ર લખાણોની નકલ ઉતારવામાં આવે. એની નકલ ઉતારનારાઓ આપણા જેવા જ ભૂલભરેલા માણસો હતા. પણ, તેઓએ પૂરું ધ્યાન રાખ્યું કે નકલ ઉતારવામાં તેઓથી ભૂલો ન થાય. હિબ્રૂ શાસ્ત્રવચનો વિશે એક વિદ્વાને લખ્યું: “આપણે પૂરી ખાતરીથી કહી શકીએ કે એના સિવાય જૂના જમાનાનું બીજું કોઈ પુસ્તક નથી, જે ફેરફાર વગર આપણા સુધી આવ્યું હોય.” ભલે બાઇબલ વર્ષો પહેલાં એવી વસ્તુઓ પર લખાયું જેનો નાશ થઈ ગયો અને ભૂલભરેલા માણસોએ એની નકલ ઉતારી, છતાં એનો મૂળ સંદેશો બદલાયો નથી. આપણે ખાતરી રાખી શકીએ કે બાઇબલમાં એ જ સંદેશો છે, જે એના લેખક યહોવાએ લખાવ્યો હતો.

૪ યહોવા જ “દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ” આપે છે. (યાકૂ. ૧:૧૭) બાઇબલ પણ એવી જ એક અનમોલ ભેટ છે. ધારો કે, એક વ્યક્તિ તમને એક વસ્તુ ભેટમાં આપે છે. એનાથી ખબર પડે છે કે તે તમને સારી રીતે ઓળખે છે અને તે તમારી જરૂરિયાત જાણે છે. બાઇબલની ભેટ આપનાર વિશે પણ એવું જ કહી શકાય. બાઇબલથી આપણે જાણી શકીએ છીએ કે યહોવા આપણને સારી રીતે ઓળખે છે અને તે આપણી જરૂરિયાતો જાણે છે. બાઇબલથી આપણે યહોવા વિશે બીજું પણ ઘણું શીખી શકીએ છીએ. આ લેખમાં આપણે એવી જ ત્રણ વાતો શીખવાના છીએ: તે ખૂબ બુદ્ધિશાળી છે, તે હંમેશાં સાચો ન્યાય કરે છે અને તે આપણને બહુ પ્રેમ કરે છે. ચાલો સૌથી પહેલા જોઈએ કે બાઇબલથી કઈ રીતે જાણવા મળે છે કે યહોવા સૌથી બુદ્ધિશાળી છે.

cl ૭૦ ¶૭

રક્ષણ કરવાની શક્તિ—“ભગવાન આપણો આશરો”

૭ યહોવા પોતાની સરખામણી એક ઘેટાંપાળક સાથે કરીને ખાતરી આપે છે કે તે દિલથી આપણું રક્ષણ કરવા માંગે છે. (હઝકિયેલ ૩૪:૧૧-૧૬) યાદ કરો કે યશાયા ૪૦:૧૧માં યહોવા વિશે શું જણાવ્યું છે, જેનો ઉલ્લેખ આ પુસ્તકનાં પ્રકરણ ૨માં કરવામાં આવ્યો હતો. ત્યાં લખ્યું છે: “ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાની સંભાળ રાખશે. તે પોતાના હાથે ઘેટાંનાં બચ્ચાંને ભેગાં કરશે અને ગોદમાં ઊંચકી લેશે.” ઘેટાંનાં બચ્ચાં ઘેટાંપાળકની “ગોદમાં” કેવી રીતે આવે છે? એક બચ્ચું કદાચ ઘેટાંપાળકના પગ પાસે આવીને તેને અડશે. જોકે નમવું તો ઘેટાંપાળકે જ પડે છે જેથી બચ્ચાંને પ્રેમથી પોતાની ગોદમાં લઈ લે, જ્યાં તે સલામત રહે છે. એ તો મહાન ઘેટાંપાળક યહોવાની કોમળતાને રજૂ કરે છે, જે આપણી ઢાલ બનીને રક્ષણ કરવા હંમેશાં તૈયાર રહે છે.

w૧૮.૦૧ ૮ ¶૪-૬

“નબળાને તે બળ આપે છે”

૪ યશાયા ૪૦:૨૬ વાંચો. બ્રહ્માંડમાં એટલા તારા છે કે ગણ્યા ગણાય નહિ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ફક્ત આપણી આકાશગંગામાં જ ચાળીસ હજાર કરોડ જેટલા તારા છે. તોપણ, યહોવાએ દરેક તારાને નામ આપેલું છે. એનાથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે? જો નિર્જીવ તારાઓમાં યહોવા આટલો રસ લેતા હોય, તો જરા વિચારો કે આપણા વિશે તે કેવું અનુભવતા હશે! ફરજ પડ્યાને લીધે નહિ, પણ યહોવાને પ્રેમ કરતા હોવાથી આપણે તેમની ભક્તિ કરીએ છીએ. (ગીત. ૧૯:૧, ૩, ૧૪) પ્રેમાળ પિતા આપણા વિશે બધું જાણે છે. બાઇબલ કહે છે કે, “તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.” (માથ. ૧૦:૩૦) યહોવા આપણને જણાવે છે કે તે ‘નિર્દોષની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે.’ (ગીત. ૩૭:૧૮) એ તો સ્પષ્ટ છે કે, યહોવા આપણી એકેએક મુશ્કેલી જાણે છે. એટલું જ નહિ, એ દરેક મુશ્કેલી સહેવા તે આપણને શક્તિ પણ આપી શકે છે.

૫ યશાયા ૪૦:૨૮ વાંચો. યહોવા બધી શક્તિના સ્રોત છે. સૂર્યને તે કેટલી શક્તિ આપે છે! ચાલો, એનો વિચાર કરીએ. ડેવિડ બોડાનેસ નામના એક લેખકે જણાવ્યું કે, દર સેકન્ડે સૂર્યમાંથી પ્રચંડ શક્તિ નીકળે છે. એ તો જાણે કરોડો પરમાણુ બોમ્બના ધડાકાથી ઉત્પન્‍ન થતી શક્તિ બરાબર છે. બીજા એક સંશોધકની ગણતરી પ્રમાણે સૂર્ય એક સેકન્ડમાં એટલી શક્તિ ઉત્પન્‍ન કરે છે કે, પૃથ્વી પરના લોકોને ૨ લાખ વર્ષો સુધી ચાલે! સાચે જ, સૂર્યને શક્તિ આપનાર યહોવા આપણને પણ તકલીફો સહેવા સામર્થ્ય આપશે.

૬ યશાયા ૪૦:૨૯ વાંચો. યહોવાની ભક્તિ કરવાથી આપણને ઘણો આનંદ મળે છે. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “મારી ઝૂંસરી તમારા પર લો.” પછી, તેમણે આગળ જણાવ્યું, “તમને વિસામો મળશે. કેમ કે મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી અને મારો બોજો હલકો છે.” (માથ. ૧૧:૨૮-૩૦) એ કેટલું સાચું છે! અમુક વખતે, સભા કે પ્રચારમાં જવાનું હોય ત્યારે, આપણે ઘણા થાકેલા હોઈએ છીએ. પરંતુ, આપણે સભામાંથી પાછા ફરીએ ત્યારે, તાજગી અનુભવીએ છીએ અને તકલીફોનો સામનો કરવા તૈયાર હોઈએ છીએ. ખરેખર, ઈસુની ઝૂંસરી સહેલી છે.

કીમતી રત્નો

ip-૧ ૪૦૦ ¶૭

“મારા લોકને દિલાસો આપો”

૭ આ ભવિષ્યવાણી ફક્ત છઠ્ઠી સદી બી.સી.ઈ.માં જ પૂરી થઈ ન હતી. એ પહેલી સદી સી.ઈ.માં પણ પૂરી થઈ હતી. યશાયાહ ૪૦:૩ની પરિપૂર્ણતામાં, બાપ્તિસ્મા કરનાર યોહાન ‘અરણ્યમાં પોકાર કરન’ હતા. (લુક ૩:૧-૬) યહોવાહથી પ્રેરિત થઈને, યોહાને યશાયાહના શબ્દો પોતાને લાગુ પાડ્યા. (યોહાન ૧:૧૯-૨૩) યોહાને ૨૯ સી.ઈ.થી શરૂઆત કરીને, ઈસુ ખ્રિસ્ત માટે માર્ગ તૈયાર કરવાનું શરૂ કર્યું. યોહાને અગાઉથી કરેલી જાહેરાતથી લોકોને વચનના મસીહની અપેક્ષા રાખવાનું ઉત્તેજન મળ્યું, જેથી તેઓ તેનું સાંભળે અને તેને અનુસરે. (લુક ૧:૧૩-૧૭, ૭૬) ઈસુ ખ્રિસ્ત દ્વારા, યહોવાહ પરમેશ્વરે પસ્તાવો કરનારાને પાપ અને મરણના બંધનમાંથી છુટકારો આપ્યો, અને તેમના રાજ્યમાં દોરી લાવ્યા. (યોહાન ૧:૨૯; ૮:૩૨) યશાયાહના શબ્દોની મહાન પરિપૂર્ણતા ૧૯૧૯માં થઈ, જ્યારે ઈશ્વરના ઇઝરાયેલના બાકી રહેલાને મહાન બાબેલોનની ગુલામીમાંથી છુટકારો અપાવીને, શુદ્ધ ભક્તિમાં પાછા સ્થાયી કર્યા.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો