માર્ચ ૨૩-૨૯
યશાયા ૪૮-૪૯
ગીત ૬ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. યહોવા પાસેથી શીખો અને લાગુ પાડો
(૧૦ મિ.)
યહોવા પોતાના ભક્તોને શીખવે છે (યશા ૪૮:૧૭; it “શિક્ષક, શીખવવું” ¶૨-mwbr)
આપણે હંમેશાં યહોવાની વાત માનવાનો દૃઢ નિર્ણય લેવો જોઈએ (યશા ૪૮:૧૮ક; ijwbq લેખ ૪૪ ¶૨-૩)
એમ કરીશું તો આપણી શાંતિ “નદીના જેવી” અને આપણી સચ્ચાઈ “દરિયાનાં મોજાં જેવી” થશે (યશા ૪૮:૧૮ખ; lv ૨૨૭ ¶૮)
શબ્દોનો અર્થ: જે હિબ્રૂ શબ્દનું ભાષાંતર “શાંતિ” થયું છે, એમાં તંદુરસ્તી, સલામતી, તાકાત, દોસ્તી અથવા કંઈક પૂરેપૂરું હોવાનો સમાવેશ થાય છે.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૪૯:૮—આ ભવિષ્યવાણી કઈ ત્રણ રીતે સાચી પડી? (it “કૃપા બતાવવાનો સમય” ¶૧-૩-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૪૮:૯-૨૦ (th અભ્યાસ ૧૧)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. કોઈ એક નિષ્ક્રિય સગાને ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો. (lmd પાઠ ૫ મુદ્દો ૩)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિ સ્મરણપ્રસંગમાં આવવાનું વિચારે છે. એ પ્રસંગે શું થાય છે એ સમજાવો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
૬. ફરી મળવા જાઓ
(૫ મિ.) તક મળે ત્યારે પ્રચાર. સ્મરણપ્રસંગનું પ્રવચન પૂરું થયું છે અને વ્યક્તિને વધારે જાણવું છે. તેના સવાલોના જવાબ આપો. (lmd પાઠ ૮ મુદ્દો ૩)
ગીત ૫૦
૭. વર્ષના સૌથી મહત્ત્વના દિવસ માટે પોતાનું દિલ તૈયાર કરવા શું કરી શકીએ?
(૧૫ મિ.) ચર્ચા.
દર વર્ષે સ્મરણપ્રસંગમાં હાજરી આપીને આપણે ઈસુની આજ્ઞા પાળીએ છીએ અને તેમના બલિદાનની કીમતી ભેટ માટે કદર બતાવીએ છીએ. (લૂક ૨૨:૧૯) એ સમયે આપણે એ પણ વિચારીએ છીએ કે યહોવા અને તેમનો દીકરો આપણને કેટલો પ્રેમ કરે છે. (ગલા ૨:૨૦; ૧યો ૪:૯, ૧૦) આપણે કઈ રીતે સ્મરણપ્રસંગ માટે પોતાનું દિલ તૈયાર કરી શકીએ અને યહોવાએ કરેલી ગોઠવણ માટે કદર બતાવી શકીએ? સ્મરણપ્રસંગમાં આવવા માંગતા લોકોને એમ કરવા કઈ રીતે મદદ કરી શકીએ?
સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનની કલમો વાંચો અને એના પર મનન કરો
ઈસુના બલિદાનની અજોડ ભેટ પર મનન કરો અને વિચારો કે તમે તમારા જીવનથી કઈ રીતે એ ભેટ માટે કદર બતાવી શકો
ઓળખીતાઓને, સગાઓને અને તમારા વિસ્તારના લોકોને ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવા બનતું બધું કરો
સ્મરણપ્રસંગમાં નવા લોકોનો પ્રેમથી આવકાર કરો. ખરું કે તમે જે લોકોને આમંત્રણ આપ્યું છે તેઓને તો તમે મદદ કરશો જ, પણ સ્મરણપ્રસંગનું આમંત્રણ સ્વીકારીને આવેલા બીજા લોકોને ન ભૂલશો. તેઓને પણ મદદ કરો. તેઓને તમારી સાથે બેસવાનું કહી શકો
નવા લોકો સવાલો પૂછે તો જવાબ આપવા તૈયાર રહો
નિષ્ક્રિય ભાઈ કે બહેનને આવકારવા તૈયાર રહો. ખાસ કરીને વડીલો એવા લોકોને આવકારવા તૈયાર રહેશે જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે
‘ખોવાયેલું શોધવા અને તારવા માટે ઈસુ આવ્યા છે’ વીડિયો બતાવો. પછી પૂછો:
નિષ્ક્રિય લોકોને સ્મરણપ્રસંગમાં પ્રેમથી આવકારવા કેમ મહત્ત્વનું છે?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૭૨-૭૩