યહોવાના સાક્ષીઓના મંડળો કઈ રીતે સંગઠિત છે?
દરેક મંડળમાં એક વડીલોનું જૂથ હોય છે, જે મંડળની દેખરેખ રાખે છે. એક સરકીટમાં લગભગ ૨૦ મંડળો હોય છે. સમયે સમયે મંડળોની મુલાકાત લેવા એક વડીલ આવે છે, જેને સરકીટ નિરીક્ષક કહેવામાં આવે છે.
નિયામક જૂથ, મંડળોને બાઇબલ આધારિત માર્ગદર્શન અને સૂચનો આપે છે. આ જૂથ એવા લોકોથી બનેલું છે, જેઓ લાંબા સમયથી સાક્ષી છે. તેઓ હાલમાં ન્યૂ યૉર્ક, વૉરવિકમાં યહોવાના સાક્ષીઓના જગત મુખ્યમથકમાં સેવા આપી રહ્યા છે.—પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૩-૨૯; ૧ તિમોથી ૩:૧-૭.