વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧/૮ પાન ૩
  • વૈજ્ઞાનિક નવલકથા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વૈજ્ઞાનિક નવલકથા
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • નવલકથા વાસ્તવિકતા બને છે
  • આજની વૈજ્ઞાનિક નવલકથા પર એક દૃષ્ટિ
    સજાગ બનો!—૧૯૯૬
  • ભાવિમાં ખરેખર શું રહેલું છે
    સજાગ બનો!—૧૯૯૬
  • શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો, એક શરૂઆત
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧/૮ પાન ૩

વૈજ્ઞાનિક નવલકથા

લોકપ્રિયતા તરફની એની ચડતી

અમેરિકી ચલચિત્ર ઉદ્યોગે ૧૯૮૨માં પ્રથમ વાર એ જોયું. વર્ષ ૧૯૮૨/૮૩ દરમ્યાન, સૌથી લોકપ્રિય ફિલ્મ “કલાકાર” કોઈ વ્યક્તિ ન હતી. ધ ઇલસ્ટ્રેટેડ હિસ્ટ્રી ઓફ ધ સિનેમા અનુસાર, એ ઈટી હતો, જે ઈટી: ધ એક્ષ્ટ્રાટેરેસ્ટ્રીયલ! ફિલ્મમાં અભિનેતા તરીકે કામ કરનાર બાહ્ય અવકાશમાંનું કઢંગું પરંતુ કંઈક મનોહર પાત્ર હતું.

એ નોંધપાત્ર બાબત તાજેતરના વર્ષોમાં વૈજ્ઞાનિક નવલકથાને મળેલી પ્રચંડ લોકપ્રિયતાનો ફક્ત એક પુરાવો છે. એક સમયે જેને હલકાં સામયિકોની કક્ષામાં મૂકવામાં આવતી અને એકલવાયા તથા સ્વપ્નોની દુનિયામાં રાચનારાઓનો આહાર ગણાતી, એવી વૈજ્ઞાનિક નવલકથા મુખ્ય મનોરંજનનો સ્થાપિત ભાગ બની છે. પરંતુ એની લોકપ્રિયતામાં અચાનક ચડતી પાછળ શું રહેલું છે?

એ પ્રશ્નનો જવાબ આપવા માટે, આપણે પહેલાં વૈજ્ઞાનિક નવલકથાનો ઇતિહાસ તપાસવો જોઈએ. પ્રાચીન સમયથી માણસોએ ક્ષોભિત, પ્રભાવિત કે ફક્ત મનોરંજન કરવા પરીકથામય વાર્તાઓ કહી છે. જોકે, યુરોપ ૧૭મી અને ૧૮મી સદી દરમ્યાન વૈજ્ઞાનિક અને ભૌતિક પ્રગતિના યુગમાં પ્રવેશ્યું. ઘણાએ રૂઢિગત વિચારો અને અધિકારને પડકાર ફેંકવાનું શરૂ કર્યું. એવા વાતાવરણમાં, વૈજ્ઞાનિક પ્રગતિ ભાવિમાં માણસજાતને કેવી અસર કરશે, એ વિષે કેટલાકે અટકળ કરવાનું શરૂ કર્યું.

ખરેખર કોણે વૈજ્ઞાનિક નવલકથાની શોધ કરી એ વિવાદાસ્પદ છે. સત્તરમી સદીના લેખકો ફ્રાન્સિસ ગોડવિન અને સીરાનો ડી બર્જરેકે અવકાશ સફરનો સમાવેશ કરતી નવલકથાઓ લખી. વર્ષ ૧૮૧૮માં મેરી શેલીના ફ્રેન્કન્સ્ટાઈન, ઓર ધ મોડર્ન પ્રોમીથિયસ પુસ્તકે જીવન ઉત્પન્‍ન કરવાની શક્તિવાળો વૈજ્ઞાનિક ચિત્રિત કર્યો અને ભયંકર પરિણામો દર્શાવ્યાં.

કેટલાક લેખકોએ એ પ્રકારની નવલકથાનો ઉપયોગ માનવ સમાજની નબળાઈઓ પર ભાર મૂકવા માટે કર્યો. તેથી જોનાથન સ્વિફ્ટે ૧૮મી સદીના અંગ્રેજી સમાજની હાંસી ઉડાવી ત્યારે, તેણે પોતાનો વ્યંગ નવલકથામય દરિયાઈ સફરની શૃંખલાઓમાં ગૂંથ્યો. એનું પરિણામ હતું ગલિવર્સ ટ્રાવેલ્સ, જે પ્રભાવશાળી દૃષ્ટાંતકથાને વૈજ્ઞાનિક નવલકથાની “પ્રથમ સાહિત્યિક સર્વોત્તમ કૃતિ” કહેવામાં આવી છે.

પરંતુ વૈજ્ઞાનિક નવલકથાને એના આધુનિક રૂપમાં મૂકવાનો યશ સામાન્ય રીતે જ્યુલ્સ વર્ન અને એચ. જી. વેલ્સને આપવામાં આવે છે. વર્ને ૧૮૬૫માં ફ્રોમ ધ અર્થ ટૂ ધ મૂન લખ્યું—સફળ નવલકથાની શૃંખલામાંની એક. એચ. જી. વેલ્સનું પ્રખ્યાત પુસ્તક ધ ટાઈમ મશીન ૧૮૯૫માં બહાર પડ્યું.

નવલકથા વાસ્તવિકતા બને છે

વૈજ્ઞાનિકોએ ૧૯૦૦ના દાયકાની શરૂઆત સુધીમાં, એ સ્વપ્નકારોનાં સ્વપ્નો સાકાર કરવાનું શરૂ કર્યું. ડી ગ્રૌસન (મહાન વ્યક્તિઓ) પુસ્તક અનુસાર, જર્મન ભૌતિકશાસ્ત્રી હરમાન ઓબેર્તે માણસોસહિતના અવકાશ ઉડ્ડયનના જ્યુલ્સ વર્નના સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવવા માટે વર્ષો વિતાવ્યા. ઓબેર્તની ગણતરીઓએ અવકાશ સફર માટે વૈજ્ઞાનિક પાયો નાખવામાં મદદ કરી. જોકે, વૈજ્ઞાનિક નવલકથાઓથી અસર પામેલો તે એકમાત્ર વૈજ્ઞાનિક ન હતો. લોકપ્રિય વૈજ્ઞાનિક નવલકથાકાર રેય બ્રેડબરી કહે છે: “જર્મનીમાં વર્નહર વોન બ્રોન અને તેના સાથીઓએ તથા હ્યુસ્ટન અને કેપ કેનેડી [નાસાનાં મથકો]માંના દરેકે પોતે બાળકો હતા ત્યારે, એચ. જી. વેલ્સ અને જ્યુલ્સ વર્નના પુસ્તકો વાંચ્યા હતાં. તેઓએ નક્કી કર્યું કે પોતે મોટા થશે ત્યારે એ બધું સાકાર કરશે.”

ખરેખર તો, વૈજ્ઞાનિક નવલકથા ઘણા વિસ્તારોમાં સુધારાનું નિમિત્ત બની છે. લેખક રેને ઓત દાવો કરે છે કે થોડાં જ “નવસર્જનો કે શોધો એવાં છે, જે વૈજ્ઞાનિક નવલકથાએ અગાઉથી ભાખ્યાં ન હોય.” સબમરીનો, યંત્રમાનવો, અને માણસોસહિતના રોકેટો વગેરે વાસ્તવિકતા બન્યા એના ઘણે અગાઉ વૈજ્ઞાનિક નવલકથાના સામાન્ય તત્ત્વો હતા. આમ વૈજ્ઞાનિક નવલકથાકાર ફ્રેડરિક પોલ દાવો કરે છે કે “વૈજ્ઞાનિક નવલકથા વાંચવાથી મન બહોળું થાય છે.”

અલબત્ત, બધી વૈજ્ઞાનિક નવલકથાઓ વિજ્ઞાન વિષે હોતી નથી. કેટલાક બહુ જ લોકપ્રિય વૈજ્ઞાનિક નવલકથાવાળા પુસ્તકો અને ફિલ્મો ખરેખર જેને કેટલાક લોકો વૈજ્ઞાનિક પરીકથા કહે છે એ હોય છે. વૈજ્ઞાનિકપણે સત્યાભાસ વૈજ્ઞાનિક નવલકથાનું ઓળખચિહ્‍ન હોય છે ત્યારે, પરીકથાઓની મર્યાદાનો આધાર એના લેખકની કલ્પનાશક્તિ પર હોય છે. જાદુ અને મંત્રતંત્ર પણ ભાગ ભજવી શકે.

તેમ છતાં, ભાવિ વિષેની વૈજ્ઞાનિક નવલકથાની દૃષ્ટિ કેટલી ચોકસાઈભરી છે? શું બધી વૈજ્ઞાનિક નવલકથાઓ વાંચવા કે નિહાળવાને યોગ્ય હોય છે? હવે પછીના લેખો એ પ્રશ્નો સંબોધશે.

જ્યુલ્સ વર્નની “ફ્રોમ ધ અર્થ ટૂ ધ મૂન” નવલકથાએ અવકાશ સફરમાં ઘણો રસ જગાવ્યો

Rocket Ship: General Research Division/The New York Public Library/Astor, Lenox and Tilden Foundations

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો