વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૨/૮ પાન ૩
  • આપણા ગ્રહને

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણા ગ્રહને
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • વધી રહેલી ધમકી
  • ગ્રહને રક્ષવા માટેની લડત
  • શું યુદ્ધ
    સજાગ બનો!—૧૯૯૬
  • આપણો નાજુક ગ્રહ
    સજાગ બનો!—૧૯૯૬
  • અસ્તવ્યસ્ત
    સજાગ બનો!—૧૯૯૮
  • ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ
    સજાગ બનો!—૨૦૨૩
સજાગ બનો!—૧૯૯૬
g96 ૨/૮ પાન ૩

આપણા ગ્રહને

બચાવવાની લડત

સ જા ગ બ નો ! ના સ્પે ઈ ન ના ખ બ ર પ ત્રી ત ર ફ થી

રશિયાના કારાબાશ શહેરમાં રહેતા યુરી પાસે બે બાળકો છે, અને તે બન્‍ને બીમાર છે. તે ચિંતાતુર છે પરંતુ ડઘાઈ ગયેલો નથી. “અહીંયા કોઈ બાળક તંદુરસ્ત નથી,” તે સમજાવે છે. કારાબાશના લોકોને ઝેર ચઢી રહ્યું છે. એક સ્થાનિક કારખાનું દર વર્ષે ૧,૬૨,૦૦૦ ટનનો પ્રદૂષિત કચરો હવામાં ઠાલવે છે—ત્યાં રહેતા દર પુરુષ, સ્ત્રી, તથા બાળક દીઠ સરેરાશ ૯ ટન. શીતકટિબંધની ઉત્તરે, કોલા દ્વીપકલ્પ પરના નિકલ તથા મોન્ચગોર્સ્ક ખાતે, “જગતનાં સૌથી મોટાં તથા સૌથી વધુ પુરાણાં નિકલ ગાળવાના બે કારખાનાં . . . દર વર્ષે રશિયામાંના એવા બીજા કોઈ કારખાના કરતાં વધુ ભારે ધાતુઓ તથા સલ્ફર ડાયોક્સાઈડ હવામાં ઠાલવે છે.”—ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ.

મેક્ષિકો સિટીમાં હવા કંઈ એથી વધુ આરોગ્યપ્રદ નથી. ડો. માર્ગારિટા કાસ્ટિયુહોસે કરેલા એક સર્વેક્ષણ પરથી જાણવા મળ્યું કે શહેરના ધનાઢ્ય વિસ્તારમાંના બાળકો પણ ૫માંથી ૪ દિવસ બીમાર હતાં. “બીમાર હોવું તેઓ માટે સામાન્ય બની ગયું છે,” તેણે અવલોક્યું. હજારો વાહનોથી પેદા થઈ પ્રસરતો ધુમાડો એક મુખ્ય ગુનેગાર છે, જે શહેરના માર્ગોને રૂંધી નાખે છે, તે કહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઠરાવેલા ઉચ્ચતમ પ્રમાણ કરતાં ઓઝોનનું પ્રમાણ ચાર ગણું વધારે હોય છે.

ઓસ્ટ્રેલિયામાં એ જોખમ અદૃશ્ય છે—પરંતુ એટલું જ ઘાતક છે. બાળકો શાળાના મેદાનમાં રમતાં હોય છે ત્યારે, તેઓએ હવે ટોપી પહેરવી પડે છે. દક્ષિણ ગોળાર્ધમાં ઓઝોનનું મોટા ભાગનું રક્ષણાત્મક સ્તર નાશ પામ્યું હોવાથી, ઓસ્ટ્રેલિયનો સૂર્યને એક મિત્રને બદલે દુશ્મન તરીકે જોવા માંડ્યા છે. તેઓ ચામડીના કેન્સરમાં ત્રણ ગણો વધારો જોઈ ચૂક્યા છે.

જગતના બીજા ભાગોમાં, પૂરતું પાણી મેળવવું એ રોજિંદી લડત છે. અમાલ્યા ૧૩ વર્ષની વયની હતી ત્યારે, મોઝામ્બિકમાં દુકાળ પડ્યો. પહેલા વર્ષમાં માંડ માંડ પૂરતું પાણી મળ્યું અને પછીના વર્ષે તો પાણી ભાગ્યે જ હતું. શાકભાજીનો પાક કરમાઈને નાશ પામ્યો. અમાલિયા તથા તેના કુટુંબને જંગલી ફળ ખાવાની તથા નદીનું રેતાળ તળિયું ખોદી કીમતી પાણી શોધવાની ફરજ પડી.

ભારતના રાજસ્થાન રાજ્યમાં, ગોચરો ઝડપથી ગાયબ થઈ રહ્યાં છે. ફાગુ નામના એક ભરવાડને સ્થાનિક ખેડૂતો સાથે ઘણી વાર બોલાચાલી થાય છે. તેને પોતાનાં ઘેટાંબકરાંનાં ધણ માટે ગોચર મળતું નથી. ફળદ્રુપ જમીનની તીવ્ર અછતને કારણે, ખેડૂતો અને ભરવાડો વચ્ચેનો સદીઓ પુરાણો શાંતિપૂર્ણ સહવાસ ભાંગી પડ્યો છે.

આફ્રિકાના સહારાની દક્ષિણી સરહદ પરની અર્ધસૂકી જમીનનો વિશાળ પટ્ટો, એટલે કે સાહેલમાં સંજોગો તો એથી પણ વધુ ખરાબ છે. વનવિનાશ અને એને લીધે થયેલી અનાવૃષ્ટિને પરિણામે, સઘળાં પશુઓનાં ટોળાંનો નાશ થયો અને અસંખ્ય નાની વાડીઓ વિસ્તરી રહેલા રણની રેતીમાં દટાઈ ગઈ. નાઇજરના ફુલાનીવાસી એક ખેડૂતે સાતમી વાર પોતાનો બાજરીનો પાક નિષ્ફળ જતાં જોઈને પ્રતિજ્ઞા લીધી કે, “હું ફરી વાવણી કરીશ નહિ.” તેના ઢોરઢાંક ઘાસચારાને અભાવે મરી ચૂક્યાં હતાં.

વધી રહેલી ધમકી

તાજેતરના દુકાળો, નિષ્ફળ પાક, અને એક પછી બીજા શહેરને રૂંધી નાખતી પ્રદૂષિત હવા પાછળ એક અનિષ્ટ સૂચક ઢબ રહેલી છે. એ એક બીમાર ગ્રહનાં લક્ષણો છે, અર્થાત્‌ એવો ગ્રહ જેના પર માણસે લાદેલી સર્વ માંગણીઓનો હવે એ સામનો કરી શકતો નથી.

આ પૃથ્વી પર આપણા બચાવ માટે આપણે શ્વાસમાં લઈએ છીએ એ હવા, ખાઈએ છીએ એ ખોરાક, અને પીએ છીએ એ પાણી કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. કઠોરપણે, એ જીવન ટકાવતી જરૂરિયાતો ક્યાં તો દૂષિત થઈ રહી છે અથવા તો ધીમે ધીમે નાબૂદ થઈ જઈ રહી છે—ખુદ માણસ દ્વારા. કેટલાક દેશોમાં પર્યાવરણની સ્થિતિ જીવન માટે ધમકીરૂપ બની ચૂકી છે. ભૂતપૂર્વ સોવિયેત પ્રમુખ મિખાઇલ ગોર્બાચોવ એનું આબેહૂબ વર્ણન કરે છે કે “પરિસ્થિતિએ આપણું ગળું પકડ્યું છે.”

એ ધમકીને હળવી ગણવા જેવી નથી. જગતની વસ્તી એકધારી રીતે વધી રહી છે, અને મર્યાદિત સંપત્તિ પરની માંગનો ગુણાકાર થઈ રહ્યો છે. તાજેતરમાં જ વર્લ્ડવોચ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ લેસ્ટર બ્રાઉને જણાવ્યું કે, “આપણા ભાવિને અભિભૂતકારી ધમકી લશ્કરી આક્રમણ નહિ પરંતુ ગ્રહની પર્યાવરણીય અધોગતિ છે.” શું એ દુર્ઘટનાને નિવારવા માટે પૂરતાં પગલાં લેવામાં આવી રહ્યાં છે?

ગ્રહને રક્ષવા માટેની લડત

એક દારૂડિયો જે માને છે કે પોતાને પીવાનો કોયડો નથી એને મદદ કરવી કઠીન છે. એ જ પ્રમાણે, ગ્રહની બીમારીની ગંભીરતાનો સ્વીકાર એ એનું આરોગ્ય સુધારવા માટેનું પ્રથમ પગલું છે. શક્યપણે, તાજેતરના વર્ષોમાં શિક્ષણ એક નોંધપાત્ર પર્યાવરણીય સફળતા છે. આજે મોટા ભાગના લોકો પૂરી રીતે વાકેફ છે કે આપણી પૃથ્વીને નબળી તથા પ્રદૂષિત કરવામાં આવી રહી છે—અને એના વિષે કંઈ કરવું જ જોઈએ. હવે ન્યૂક્લીયર યુદ્ધની ધમકી કરતાં પર્યાવરણીય અધોગતિની ધમકી વધારે ઝઝૂમી રહી છે.

જગતના આગેવાનો એ કોયડાથી બેખબર નથી. વર્ષ ૧૯૯૨માં પૃથ્વી પરિષદમાં લગભગ ૧૧૮ રાષ્ટ્રના પ્રતિનિધિઓએ હાજરી આપી, જે દરમ્યાન વાતાવરણનું તથા પૃથ્વીની ઘટી રહેલી સંપત્તિનું રક્ષણ કરવા તરફ થોડાં પગલાં ભરવામાં આવ્યાં. મોટા ભાગના દેશોએ વાતાવરણના એક સંધીનામામાં હસ્તાક્ષર કર્યા જેમાં તેઓ કાર્બન ઉત્સર્જનમાંના ફેરફાર નોંધવાની એક પદ્ધતિ સ્થાપવા માટે સહમત થયા, જેનો હેતુ નજીકના ભાવિમાં એના કુલ ઉત્પાદનને સ્થાયી બનાવવાનો હતો. તેઓએ આપણા ગ્રહની જૈવિકવિવિધતા, એટલે કે વનસ્પતિ તથા પ્રાણી જૂથપ્રકારની કુલ સંખ્યાને જાળવવાના માર્ગો પણ વિચાર્યા. તેઓ જગતના જંગલોને રક્ષણ આપવા વિષે સહમત થયા નહિ, પરંતુ એ પરિષદે બે દસ્તાવેજો જરૂર ઉત્પન્‍ન કર્યા—“રિઓ ડેક્લરેશન” અને “અજેન્ડા ૨૧,” જે દસ્તાવેજો દેશો “ટેકારૂપ વિકાસ” કઈ રીતે હાંસલ કરી શકે એની માર્ગદર્શિકા ધરાવે છે.

પર્યાવરણવાદી એલન હેમન્ડ ચીંધે છે કે, “રિઓમાં લીધેલી જવાબદારીઓ પાળવામાં આવશે કે નહિ—અથવા એ હિંમતભર્યા શબ્દોનો આવનાર મહિનાઓ અને વર્ષોમાં અમલ કરવામાં આવશે કે નહિ—એ એક નિર્ણાયક કસોટી હશે.”

જોકે, ૧૯૮૭ મોન્ટ્રીયલ પ્રોટોકોલ એક અર્થપૂર્ણ પ્રગતિનું સોપાન હતું, જેમાં એક નિયત સમયગાળામાં ક્લોરોફ્લુરોકાર્બન્સ (CFCs, સીએફસીઝ)નો કોઈ પણ જાતનો ઉપયોગ બંધ કરવા એક આંતરરાષ્ટ્રીય સહમતીનો સમાવેશ થયો.a શા માટે એ ચિંતા? કેમ કે પૃથ્વીનું રક્ષણાત્મક ઓઝોન સ્તર ઝડપથી ઘટવા માટે CFCs જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે. પૃથ્વીના ઉપલા વાતાવરણનું ઓઝોન સ્તર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને ગાળવાની અગત્યની ભૂમિકા ભજવે છે, જે કિરણોથી ચામડીનું કેન્સર તથા આંખમાં મોતિયા થઈ શકે છે. એ કોયડો માત્ર ઓસ્ટ્રેલિયામાં જ નથી. તાજેતરમાં, વૈજ્ઞાનિકોએ ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશો ઉપરના શીત ઓઝોનમાં ૮ ટકાનો ઘટાડો શોધી કાઢ્યો. બે કરોડ ટન જેટલું CFCs સ્ટ્રેટોસ્ફીયર [વાતાવરણનું બાહ્ય સ્તર] તરફ જઈ ચૂક્યું છે.

a CFCsનો બહોળા પ્રમાણમાં ઉપયોગ છંટકાવના એરોસોલ કેનમાં, રેફ્રિજરેટરમાં, એરકંડિશનમાં, સફાઈના પ્રવાહીઓમાં, તથા પ્લાસ્ટિકની બનેલી બીજી વસ્તુઓમાં કરવામાં આવે છે. જુઓ જાન્યુઆરી ૮, ૧૯૯૫ના સજાગ બનો!નો લેખ “આપણા વાતાવરણને હાનિ પહોંચી છે ત્યારે.”

વાતાવરણના એ દુર્ઘટનામય પ્રદૂષણનો સામનો કરવા, જગતના રાષ્ટ્રોએ પોતાના ભેદભાવોને બાજુ પર મૂકીને નિર્ણાયક પગલાં લીધાં છે. ભય હેઠળ આવેલા જૂથપ્રકારોને રક્ષણ આપવા, એન્ટાર્કટિકાને બચાવવા, અને ઝેરી કચરાના નિકાલ પર કાબૂ રાખવા બીજા આંતરરાષ્ટ્રીય પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે.

ઘણાં દેશો પોતાની નદીઓ સ્વચ્છ કરવા (ઇંગ્લેન્ડની થેમ્સ નદીમાં હવે સેમન માછલી પાછી આવી છે), હવાના પ્રદૂષણ પર કાબૂ રાખવા (યુનાઈટેડ સ્ટેટ્‌સના શહેરોમાં ૧૦ ટકા જેટલો ખરાબ ધુમાડો ઓછો થયો છે), પર્યાવરણને અનુકૂળ ઉર્જા ઉદ્‍ભવોનો ઉપયોગ કરવા (આઈસલેન્ડના ૮૦ ટકા ઘરોને ભૂતાપીય શક્તિથી હૂંફાળા રાખવામાં આવે છે), અને પ્રાકૃતિક વારસાની જાળવણી કરવા (કોસ્ટા રિકા અને નામિબિયાએ પોતાની કુલ જમીનના લગભગ ૧૨ ટકા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ફેરવ્યો છે) પગલાં લઈ રહ્યાં છે.

શું એ સર્વ હકારાત્મક ચિહ્‍નો પુરાવો આપે છે કે માણસજાત જોખમને ગંભીર લેખે છે? શું આપણો ગ્રહ થોડા જ વખતમાં પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરશે? હવે પછીનો લેખ એ પ્રશ્નોના જવાબ આપશે. (g96 1/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો