વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૨/૮ પાન ૧૮
  • “કાન્કુ” હવાઈમથક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “કાન્કુ” હવાઈમથક
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ન સંભળાતું હવાઈમથક
  • “ટાપુ બનાવવો”
  • વિશાળ પરંતુ સઘન
  • જોવા જેવું હવાઈમથક
  • નાના ટાપુમાંથી
    સજાગ બનો!—૧૯૯૮
  • ૮૦૧
    સજાગ બનો!—૧૯૯૮
  • સંજોગો બદલાયા પરંતુ અમે ન બદલાયા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
સજાગ બનો!—૧૯૯૬
g96 ૨/૮ પાન ૧૮

“કાન્કુ” હવાઈમથક

દેખાય છે પરંતુ સંભળાતું નથી

સ જા ગ બ નો ! ના જા પા ન માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી

તમે વિમાનમાં કાન્સાઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક પહોંચો ત્યારે, તમને અંગ્રેજીમાં “કાન્સાઈ”ની મુદ્રાવાળો ટાપુ દેખાશે.a એ જાપાની ટાપુ ઓસાકાના અખાતમાં કિનારેથી પાંચ કિલોમીટર દૂર આવેલો છે. હવાઈમથક અને સંબંધિત સુવિધાઓ વિના બીજું કંઈ જોઈ શકાતું નથી. હકીકતમાં, એ ટાપુને હવાઈમથક તરીકે વાપરવાના ખાસ હેતુથી બનાવવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ૧૯૯૪માં ખુલેલા એ હવાઈમથકને કાન્કુ નામ આપવામાં આવ્યું છે, જે એના જાપાની નામ કાન્સાઈ કોકુસાઈ કુકોનું ટૂંકું રૂપ છે.

a કાન્સાઈ પશ્ચિમ જાપાનનો એક સામાન્ય વિસ્તાર છે જે ઓસાકા અને કોબે જેવા વ્યાપારી શહેરો તથા કીયોટો અને નારા જેવા ઐતિહાસિક શહેરોનો સમાવેશ કરે છે. કોકુસાઈ કુકોનો અર્થ “આંતરરાષ્ટ્રીય હવાઈમથક” થાય છે.

એક ૩.૭૫ કિલોમીટર લાંબો એક્ષપ્રેસ પરિવહન માટેનો પુલ હવાઈમથકવાળા ટાપુને કિનારા સાથે જોડે છે, જે રસ્તા અને રેલ્વે દ્વારા ત્યાં પહોંચવું શક્ય બનાવે છે. ટાપુ વહાણો અને ભાડૂતી હોડીઓ માટે બંદરની વ્યવસ્થાથી સજ્જ છે. પરંતુ શા માટે હવાઈમથક માટે આખો નવો ટાપુ બાંધવો?

ન સંભળાતું હવાઈમથક

કાન્સાઈ વિસ્તારની મુલાકાત લેતા પર્યટકો અને મુલાકાતીઓની વધતી સંખ્યાએ ઓસાકા આંતરરાષ્ટ્રીય હવાઈમથકની આસપાસના વિસ્તાર પરથી ઊડતા ઘોંઘાટિયા વિમાનોની સંખ્યા વધારી. એ વિસ્તારમાં રહેતા લોકોને ઘોંઘાટની હેરાનગતિમાં રાહત આપવા માટે, રાતે ૯:૦૦થી સવારે ૭:૦૦ વાગ્યા સુધી વિમાનોના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. છેક ૧૯૭૪થી માંડીને વધુ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનની પરવાનગી આપવામાં આવી નથી. આમ, મુખ્ય વિસ્તારમાં ન સંભળાતું હોય પરંતુ વધુ મુસાફરો અને માલસામાન હાથ ધરી શકે એવા હવાઈમથકની તાકીદે જરૂર પડી.

હેરાનગતિ કર્યા વિના રાતદિવસ ઉપયોગ કરી શકાય એવું હવાઈમથક—એ એ યોજનામાં સંકળાયેલા સર્વ માટે એક મોટો પડકાર હતું. ખુદ રજૂ થયેલો એકમાત્ર ઉકેલ હતો કે લોકો રહેતાં હોય એનાથી દૂર એક ટાપુ બાંધવો અને એને હવાઈમથક બનાવવો. એક ખરેખરી પ્રચંડ યોજના!

રાષ્ટ્રીય અને સ્થાનિક સરકારોએ સ્થાનિક વ્યાપારી જગત સાથે મળી $૧૫ અબજની યોજના માટે નાણાં પૂરાં પાડ્યાં, અને નવું હવાઈમથક બાંધવા તથા ચલાવવા માટે એક ખાનગી કંપની ગોઠવી. કાન્સાઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથક કંપનીના કાર્યપાલક ઉપપ્રમુખ શ્રી. કેઈસકે કિમુરાએ સજાગ બનો!ને કહ્યું: “અમે ખાનગી કંપની હોવાથી ટાપુ બનાવવામાં ઘણો સમય ખર્ચીએ એ અમને પોષાઈ શકવાનું ન હતું. કામ ઝડપથી કરવાનું હતું.”

“ટાપુ બનાવવો”

કિનારેની જમીન પાછી મેળવવી એક બાબત છે, અને કિનારેથી પાંચ કિલોમીટર દૂર એક ટાપુ બનાવવો તદ્દન બીજી જ બાબત છે. હવાઈમથક માટે ૧,૨૬૦ એકરનો ટાપુ બનાવવા માટે, પુરાણ તરીકે ૧૮ કરોડ ઘન મીટર રેતી અને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો. “એ ૭૩ પિરામિડ બરાબર થાય—મારા કહેવાનો અર્થ રાજા ખુફુએ બનાવેલો સૌથી મોટો પિરામિડ છે,” શ્રી. કિમુરા સમજાવે છે.

સમુદ્રને તળિયે, ૧૮ મીટરની સરેરાશ ઊંડાઈએ, પોચા કાદવનું પળ હતું જેમાંથી પાણી ગાળી કાઢવાનું હતું. “એ પળમાંથી પાણી ગાળી કાઢવા અને પાયો મજબૂત બનાવવા ૪૦ સેન્ટિમીટર [૧૬ ઇંચ] વ્યાસવાળા રેતીના દસ લાખ થાંભલા ખોસવામાં આવ્યા. પુરાણના વજનને લીધે, ૨૦ મીટર [૬૬ ફીટ]ના માટીના પોચા પળમાંથી પાણી કાઢી નાખવામાં આવ્યું, તેથી એ ઘટીને ૧૪ મીટર [૪૬ ફીટ]નું થયું,” શ્રી. કેનિચિરો મિનામી સમજાવે છે, જેમના હાથમાં પુરાણની યોજના હતી. “માટીનું બેસવું અસમતલ બનશે એવો અમને બહુ જ ભય હતો. માટીનું બેસવું સમતલ બને એ માટે ચોક્કસ ક્યાં પુરાણ કરવું એની ગણતરી કરવા માટે અમે કોમ્પ્યુટરોનો ઉપયોગ કર્યો.”

બધું મળી, પુરાણની ઊંડાઈ ૩૩ મીટર સુધી પહોંચી, જે દસ માળની ઇમારત બરાબર થાય. જોકે, પુરાણના વજન હેઠળ, સમુદ્રનું તળિયું ઊંડું ઊતર્યું છે અને ઊંડું ઊતરવાનું ચાલુ જ છે. એવી ગણતરી કરવામાં આવે છે કે સમુદ્રનું તળિયું ૫૦ વર્ષમાં બીજા દોઢ મીટર ઊંડું જશે, જેથી ટાપુ દરિયાની સપાટીથી ચાર મીટર ઊંચે હશે.

આખો ટાપુ બની ગયો એ પહેલાં, ૧૯૯૧માં, પેસેન્જર ટર્મિનલ મકાન અને કંટ્રોલ ટાવર બનાવવાનું કામ શરૂ થયું. સાતથી વધુ વર્ષોના પરિશ્રમ પછી, ટાપુ, હવાઈમથક, અને સંબંધિત સવલતોનું બાંધકામ પૂરું થયું.

વિશાળ પરંતુ સઘન

આવી રહેલા મુસાફરોને આનંદદાયી આશ્ચર્ય થાય છે. “અમે બેગ લેવાના વિસ્તારમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો, અમારી સુટકેસ ત્યાં પહોંચી ગઈ હતી,” યુનાઈટેડ સ્ટેટ્‌સનો એક પ્રવાસી કહે છે. એ સરળ વહન શાને લીધે થાય છે? “પેસેન્જર ટર્મિનલ મકાન વિશાળ પરંતુ સઘન છે,” શ્રી. કાઝુહિતો અરાઓ કહે છે, જેમના હાથમાં પેસેન્જર ટર્મિનલ મકાન છે. “મુસાફરોએ આંતરરાષ્ટ્રીય હવાઈમથકોમાં સામાન્ય રીતે હોય છે એવા અટપટા માર્ગોમાંથી જવું પડતું નથી.”

પેસેન્જર ટર્મિનલ મકાનનું માળખું સાદું પરંતુ અજોડ છે. મુખ્ય મકાન એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે મુસાફરોએ બિનજરૂરી આંટાફેરા કરવા ન પડે. સ્થાનિક મુસાફરો પગથિયાં ચઢ-ઊતર કર્યા વિના ટ્રેન સ્ટેશનેથી સીધા જ પોતાના ચેક-ઈન કાઉન્ટર સુધી અને પછી બોર્ડિંગ ગેટ સુધી પહોંચી શકે છે.

જ્યાં ચેક-ઈન કાઉન્ટર્સ, ઇમિગ્રેશન અને કસ્ટમના અધિકારીઓ હોય છે એ મુખ્ય મકાનમાંથી ૭૦૦ મીટર લાંબી બે પાંખો ઉત્તર અને દક્ષિણ તરફ ફેલાય છે, જે ૩૩ બોર્ડિંગ ગેટ્‌સમાં દોરી જાય છે. મુખ્ય મકાનથી અલગ હોય એવા ગેટ્‌સનો ઉપયોગ કરતા મુસાફરો વિંગ શટલ કહેવાતી સ્વયંસંચાલિત વહન વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે છે. એ પાંચ મિનિટમાં મુસાફરોને ઇચ્છિત ગેટ સુધી લઈ જાય છે—જેમાં શટલ માટે રાહ જોવાના સમયનો પણ સમાવેશ થાય છે.

જોવા જેવું હવાઈમથક

“હવાઈમથક પૂરેપૂરું દરિયા પર આવેલું હોવાથી, એ કોઈ પણ વિઘ્નથી મુક્ત છે,” શ્રી. અરાઓ કહે છે. “હા, અમે સાંભળીએ છીએ કે વિમાન ચાલકો કહે છે કે એ સહેલાયથી ઊતરી શકાય એવું હવાઈમથક છે,” શ્રી. કિમુરા સહમત થાય છે.

એ કેવું દેખાય છે એની બીજાઓ પણ કદર કરે છે. ટર્મિનલ મકાનની વિમાનની પાંખ જેવા આકારની પરિષ્કૃત રચનાએ ઘણા પર્યટકોને કાન્કુ તરફ આકર્ષ્યા છે. તેઓ ટાપુ પરના અસાધારણ હવાઈમથક પર વિમાનો ચઢતા-ઊતરતા જોવાનો આનંદ પણ માણે છે. “અમે અગાઉ એવો ઇરાદો રાખ્યો ન હતો છતાં, હવાઈમથકની મુલાકાત લેતા પર્યટકો માટે અમારે સમારકામના કેન્દ્રની ઉપર અવલોકન તૂતક બાંધવું પડ્યું,” શ્રી. કિમુરા કહે છે. રોજના સરેરાશ ૩૦,૦૦૦ લોકો હવાઈમથકને નિહાળવા માટે એની મુલાકાત લેતા હોય છે.

તમે જાપાનના કાન્સાઈ નજીકના વિસ્તારની મુલાકાત લેવાના હો તો, કાન્કુએથી ઉડ્ડયન કરો તો કેવું—એવું હવાઈમથક જે જોઈ શકાય પરંતુ એના પડોશીઓ એને સાંભળી ન શકે.

(g96 1/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો