વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૦/૮ પાન ૧૧
  • નાના ટાપુમાંથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નાના ટાપુમાંથી
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ટાપુ પર હવાઈ મથક
  • ટાપુથી ટાપુ જવા માટેનો અજોડ પુલ
  • હવાઈ મથકથી શહેર સુધી ફક્ત ૨૩ મિનિટમાં!
  • ભાવિનું હવાઈ મથક!
  • “કાન્કુ” હવાઈમથક
    સજાગ બનો!—૧૯૯૬
  • પુલ આપણ તઆ વિના શું કર્યું હાત?
    સજાગ બનો!—૧૯૯૮
  • વાસ્કા ડી ગામા - નામના પુલ
    સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૦/૮ પાન ૧૧

નાના ટાપુમાંથી

વ્યસ્ત હવાઈ મથક

સજાગ બનો!ના હૉંગ કૉંગમાંના ખબરપત્રી તરફથી

આપણે છાપરાં પરથી ટેલિવીઝનનાં એન્ટેનાઓને જરૂર તોડી નાખીએ છીએ એવું લાગે છે!” તેમ કહેતા એક મુસાફરી કરનાર ચોંકી ઉઠી, જ્યારે તેણે હૉંગ કૉંગનાં કાઈ ટેક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તેનાં વિમાનની બારીમાંથી જોયું. નીચે જમીન પર, કોવલુન શહેરમાં એક સ્ત્રી તેનાં ઘરની અગાસી પર કપડાં સુકવી રહી હતી, તેણે તેનાં માથાં પર થતાં વળી એક બીજા વિમાનના ઘોંઘાટને કારણે કાન બંધ કર્યા.

“આ પહાડો આડા આવે છે,” એક જૉન નામના વિમાનચાલકે જણાવ્યું, જેણે આ રીતે ઘણી વાર વિમાન ઉતાર્યું હતું. “જો આપણે ઉત્તરપશ્ચિમ તરફથી ઉતારવાની કોશિશ કરતાં હોઈએ તો, સમજી લો કે ઉતારાણપટ્ટી (રનવે) સુધી પહોંચીએ તે પહેલાં જ વળાંક લેવો પડે, જે જોખમભર્યું છે. પહાડો હોવાના કારણે સખત પવન ફૂંકાતો હોય છે.”

ભયભીત થઈ ઉઠેલાં મુસાફરો, વિમાનચાલકો, અને ખાસ કરીને કોવલુન શહેરનાં લોકો, કાઈ ટેક હવાઈ મથક પરનું છેલ્લું વિમાન હતું. તેની રાહ જોઈ રહ્યા હતા. અને તે દિવસ, જુલાઈ ૧૯૯૮માં આવ્યો. ત્યાર પછી હૉંગ કૉંગનું નવું હવાઈ મથક ઉપયોગમાં લેવાવા લાગ્યું.

ટાપુ પર હવાઈ મથક

કાઈ ટેક હવાઈ મથક, ૧૯૮૦નાં દાયકામાં તેની અંતિમ હદે પહોંચી ગયું હતું. હવે તેમાં કોઈ વધારાની શક્યતા રહી ન હતી. તેથી, તેઓએ નવા હવાઈ મથક માટે જગ્યા શોધવાની શરૂઆત કરી. પરંતુ હૉંગ કૉંગમાં હવાઈ મથક માટે એટલી મોટી સપાટ જમીન ક્યાંય ન હતી. વળી, લોકોને તેઓનાં ઘર આંગણાંમાં હવાઈ મથકનો ઘોંઘાટ જોઈતો ન હતો. શું કોઈ ઉપાય હતો? એ કે શેક લેપ કૉક, એક નાનો ટાપુ જે લાન્ટાઉની તરફ છે, છતાં મોટે ભાગે ઉજ્જડ હતો. તે જાણે કે ઇજનેરો માટે સ્વપ્ન સાકાર થયા બરાબર હતું.

હવાઈ મથક બાંધવા માટે નાના ટાપુઓ અને તેની આસપાસનાં ટાપુઓને એક કરવાની જરૂર હતી. તેમ જ દરિયામાંથી કંઈક સાડા નવ ચોરસ કિલોમીટર જેટલી જમીન પાછી મેળવવાની જરૂર હતી. હવાઈ મથકને હૉંગ કૉંગ શહેર સાથે જોડવા માટે, ૩૪ કિલોમીટર લાંબી રેલ લાઈન અને મોટા રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે, જે ટાપુઓ પરથી થઈને વિક્ટોરીયા હાર્બરને કોવલુન શહેરમાં પ્રવેશે. એનો અર્થ થાય પુલો, બોગદાઓ, અને ખીણમાં પુલ. અને આ બધાનો અર્થ થાય કે કદી પણ થઈ ન હોય એવી જબરજસ્ત બાંધકામ યોજના.

ટાપુથી ટાપુ જવા માટેનો અજોડ પુલ

હજારો લોકો હૉંગ કૉંગની નવી સરહદને જોવા જાય છે જે જગવિખ્યાત બની ગયું છે, જે મૂળ લાન્ટાઉ ટાપુ સાથે જોડે છે. તે તારથી બાંધેલા પુલથી જોડાયેલો છે જે લાન્ટાઉ ટાપુથી મા વાન ટાપુ સાથે જોડે છે, મા વાન પરથી કમાનવાળો લટકતો પુલ જેની લંબાઈ ૧,૩૭૭ મીટર છે, તેનાથી મા વાન ટાપુને ત્રીજા ટાપુ, શીન યી સાથે જોડવામાં આવ્યો છે. આ પ્રકારનો બેવડો પુલ એ દુનિયામાંનો એ પ્રકારનો લાંબામાં લાંબો પુલ છે, જેના ઉપરના ભાગમાં વાહનો ચાલે છે, અને નીચેનાં ભાગમાં ટ્રેન અને બીજી બે લાઈનમાં વાહનો પણ ચાલે છે.

અદ્ધર લટકતા પુલને પકડી રાખતા તાર દૂરથી એકદમ નાજુક લાગે છે. ઘણી વખત એમ લાગી શકે કે જાણે ઇજનેરોએ બરાબર બાંધ્યો છે કે કેમ, કે પછી પુલ પાણીમાં તો પડી નહિ જાય ને? પણ પાસેથી જોતા માલૂમ પડે છે કે સાચે જ તાર કંઈ પાતળા તો નથી, ૧.૧ મીટર જાડાઈનાં તારના દોરડાઓથી બંધાયો છે. એમાં એટલો તાર વપરાયો છે કે એ બધો થઈને પૃથ્વીને ચાર વાર આંટો વળી જાય. તારના દોરડાંની આટલી જાડાઈ જરૂરી છે કારણ કે એનાથી ૫૦૦-ટન વજનવાળા તૈયાર કરેલાં ૯૫ ભાગોથી પુલ બને છે. એને પકડી રાખવું તે કંઈ નાનીસૂની વાત નથી. તારના દોરડાઓ તૈયાર થઈ ગયા ત્યારે, તેને સપાટ તળિયાવાળા મછવા પર ત્યાં લઈ જવામાં આવ્યા અને પછી ક્રેનથી ઉપર ચડાવવામાં આવ્યા.

આ તારના દોરડાને મૂકવામાં આવ્યા તેમ જ ટેકો આપતાં બુરજોને એની જગ્યાએ મુકાયા, તે જોઈને આસપાસનાં લોકો અચંબો પામ્યા હતા. બુરજની ટોચ જાણે આભ સુધી પહોંચી ગઈ હતી. બાંધકામમાં માંચડાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. બાંધકામ કરનારાઓએ એવા સાધનોનો ઉપયોગ કર્યો જેથી એનો જ વારંવાર સરકાવીને ઉપયોગ કરી શકાય. આ બીબાઓમાં કોંક્રેટ ભરીને ધીરે ધીરે ઉપર ચડાવવામાં આવ્યા અને દર વખતે એજ બીબાઓ વાપર્યા. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી બાંધકામ કરનારાઓએ ૧૯૦ મીટર ઊંચા પુલ ઉપર ફક્ત ત્રણ જ મહિનામાં બુરજ ઉભો કરી દીધો.

હૉંગ કૉંગ વંટોળિયાનો પ્રદેશ છે. આ પુલને કઈ રીતે જોરદાર વંટોળિયાથી રક્ષણ આપી શકાય? વર્ષ ૧૯૪૦માં, યુ.એસ.એ.માંનો, અસલ ટાકોમા નેરો બ્રીજ, ૬૮-કિમીની ઝડપે પવનથી નષ્ટ થયો, અને જાણે કે વાંસનો બનાવેલો હોય એમ વળી ગયો. ત્યાર પછી પુલની રચનામાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યાં છે. હવે નવા પુલનો પ્રથમ નમૂનો બનાવીને તેને કલાકના ૩૦૦ કિલોમીટરના ઝડપી પવન સામે ટકી શકે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી છે.

હવાઈ મથકથી શહેર સુધી ફક્ત ૨૩ મિનિટમાં!

અગાઉના કાઈ ટેક હવાઈ મથક કરતાં, નવું હવાઈ મથક હૉંગ કૉંગ ટાપુથી ચારગણું દૂર છે, છતાં ઝડપથી પહોંચી જવાય છે. શા માટે? હૉંગ કૉંગથી નીકળતી ટ્રેન, ૧૩૫ કિલોમીટરની ઝડપે શહેરમાંથી નીકળે છે. પ્રથમ તો લાન્ટાઉનાં સુંદર પહાડો દેખાય છે. ટ્રેન બીજા બે ટાપુને પાર કર્યા પછી, જગતનાં સૌથી મોટાં માલગાડીનાં બંદર જેને ક્વાઈ ચુંગમા કહેવાય છે તે પસાર કરે છે. ત્યાંથી લગભગ પાંચ કિલોમીટર દૂર મોંગ કોકમાં ૧,૭૦,૦૦૦ લોકોની વસતી છે તેની નજીકથી પસાર થાય છે. પછી, ત્યાંથી ત્સીમ શા ત્સુઈ પર્યટક કેન્દ્ર આવે છે, અને પછી બંદર કાંઠા નીચે થઈને, રેલગાડીને ટ્રેને હવાઈ મથક સુધી પહોંચતા ફક્ત ૨૩ મિનિટ લાગે છે!

ભાવિનું હવાઈ મથક!

ડિસેમ્બર, ૧૯૯૨માં શેક લેપ કૉક ફક્ત અઢી-કિલોમીટર ચોરસ–પથરાળ ટાપુ હતો. જૂન ૧૯૯૫ દરમિયાન, એ લગભગ ૧૦ કિલોમીટર ચોરસ સપાટ ભાગ એને નવા હવાઈ મથક માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તે હૉંગ કૉંગના વિસ્તાર કરતાં લગભગ ૧ ટકાથી પણ વધારે જમીન હતી. અસલ ટાપુ ૪૪,૦૦૦ ટન સુરંગના ધડાકાથી સપાટ કરાયો હતો ત્યારે, ટાપુ પર દરિયા તળેથી કાઢવામાં આવેલી રેતીના ઢગ ખડકી દીધા હતાં. ખરેખર કામ શરૂ થયું ત્યારે, દરરોજ પાંચ એકર જેટલી જમીન પાછી મેળવવામાં આવતી હતી. આશરે, દર સેકન્ડે દશ ટન જેટલી બાંધકામની સામગ્રી વાપરવામાં આવતી હતી અને ૩૧ મહિના સુધી એમ જ થયું. જમીન તૈયાર કર્યા પછી તરત જ, હવાઈ મથક બાંધનારાઓએ કામ શરૂ કરી દીધું.

સ્ટીવ જેણે આ બાંધકામમાં વધુ ભાગ લીધો હતો, તે અમુક મુદ્દાઓ જણાવે છે: “ઉતરાણપટ્ટી સારી રીતે બનાવવામાં ન આવે તો મોટા વિમાનોથી એ તૂટી જઈ શકે. તેથી, ડામર નાખતાં પહેલાં રેતીને પૂરેપૂરી રીતે દબાવવા માટે મોટાં રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો અંદાજ કાઢવામાં આવ્યો કે આ રોલરોએ પહેલા ઉતરાણપટ્ટી અને તેની આસપાસનાં વિસ્તારને તૈયાર કર્યો ત્યાં સુધીમાં, લગભગ દુનિયા ફરતે પાંચ વાર ફરી વળાય તેટલું અંતર કાપ્યું હતું.

“અમારી કંપનીને ટર્મિનલ બાંધવાનું કામ મળ્યું હતું; અમે સ્ટીલના છાપરાંઓ બનાવ્યાં અને બાંધકામ કર્યું. એ દરેકનું વજન ૧૫૦ ટન હતું. અમે એક તોતીંગ ક્રેઈનનો ઉપયોગ કર્યો જેથી તેને ઉંચકીને બહુપૈંડાવાળી ગાડીમાં રાખીને એકદમ ધીમે ધીમે ત્યાં સુધી લઈ જવામાં આવે.”

આ ટર્મિનલ કંઈ સીમેન્ટનાં ડબ્બા જેવું નથી. એને બદલે, એક હવાઉજાસવાળું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું કે જેથી હવાઈ મથક પર કામ કરનારાઓ અને યાત્રાળુઓ માટે આનંદદાયક બને. તે ઉપરાંત, હવાઈ મથકને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેથી યાત્રાળુઓને બહુ રાહ જોવી ન પડે. યાત્રાળુઓને પ્રવેશ કર્યાં પછી લગભગ ૩૦ મિનિટમાં જ વિમાનમાં બેસી જાય એવું બનાવ્યું છે. મુસાફરી સહેલી કરવા માટે, યાત્રાળુઓ ટર્મિનલના એક છેડેથી બીજા છેડે જવા માટે ડ્રાયવર વગરની ટ્રેન પકડે છે. વધુમાં, ૨.૮ કિમી લાંબો પોતાની જાતે આગળ વધતો ચાલવાનો માર્ગ પણ છે જેથી થાકી ગયેલાઓ એકથી બીજે છેડે સહેલાઈથી જઈ શકે.

સ્ટીવ આગળ જણાવે છે: “કાઈ ટેક કરતાં કેટલું ભિન્‍ન કહેવાય, જ્યારે કે ૧૯૯૫માં ૨૭૦ લાખથી પણ વધુ યાત્રાળુઓ પસાર થયાં હતાં! નવું હવાઈ મથક ૩૫૦ લાખ લોકો અને તેની સાથે દર વર્ષે ત્રીસ લાખ ટન સામાનની હેરફેર કરી શકે છે. પછીથી, તે ૮૭૦ લાખ લોકો અને નેવું લાખ ટન જેટલા સામાનની હેરફેર સહેલાઈથી કરી શકશે!”

હૉંગ કૉંગે આ કામમાં પાણીની માફક પૈસા વાપર્યા છે—કંઈક ૨૦ અબજ ડૉલર, જેનો અર્થ થાય કે હૉંગ કૉંગમાં ૬૩ લાખ રહેવાસીઓ છે, અને માથા દીઠ આશરે ૩,૩૦૦ ડૉલર વાપર્યા હતા. એવી આશા રાખવામાં આવે છે કે ચેક લેપ કૉક હવાઈ મથક હૉંગ કૉંગને તેની હાલની સમૃદ્ધિથી જાળવી રાખવામાં મદદરૂપ થશે. એ તો ભાવિમાં જોઈશું કે એમ થાય છે કે નહિ, પણ ત્યાં સુધી આપણને એક વાતની ખાતરી છે કે હૉંગ કૉંગ હવાઈ મથક પર ઉતરવું કદી ભૂલાઈ નહિ એવો અનુભવ જરૂર રહેશે.

New Airport projects Co-ordination Office

શેક લેપ કૉક ખાતેનું હવાઈ મથક

ત્સીંગ મા પુલ

લાન્ટાઉ સાથેનું જોડાણ

કાપ શૂઈ મુન પુલ

લાન્ટાઉ ટાપુ

હૉંગ કૉંગ ટાપુ

કાઈ ટેકનું હવાઈ મથક

પશ્ચિમી કોવલુન એક્સપ્રેસ માર્ગ

ઉત્તરીય લાન્ટાઉ એક્સપ્રેસ માર્ગ

હવાઈ મથક રેલમાર્ગ

એક્સપ્રેસ માર્ગ

કોવલુન

ત્સીંગ મા પુલનું બાંધકામ

New Airport projects Co-ordination Office

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો