વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૩/૮ પાન ૨૩
  • “રોજ એક સફરજન ખાવ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “રોજ એક સફરજન ખાવ
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • સફરજનની ખેતી
  • ફસલ ઊતારવી
  • સંગ્રહ
  • આરોગ્ય મૂલ્ય
  • ચેતવણીનો શબ્દ
  • શું આખું બાઇબલ આજે પણ ઉપયોગી છે?
    સજાગ બનો!—૨૦૧૦
  • ડરશો નહિ!
    યહોવા માટે ગાઓ
  • પાઠ ૫
    હું બાઇબલ શીખું
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૩/૮ પાન ૨૩

“રોજ એક સફરજન ખાવ

અને તંદુરસ્ત રહો”

એ સુંદર લાલ સફરજન જુઓ. શું એ લલચાવનારા નથી લાગતાં? તેઓ નિશ્ચે લાગે છે—અને નિ:શંક સારા કારણસર. સફરજન તમારા સાજા-ભલા તથા સારા આરોગ્ય માટે છે. ખોરાક માટે લાભદાયી ફળના ઘણા પ્રકારોમાં, સફરજન મોખરે છે. આમ, એ તમને તમારું પોતાનું ભલું કરવા લલચાવે છે.

નાસપાતી અને એનાં જેવાં ફળોની માફક સફરજનનું વૃક્ષ ગુલાબ કુટુંબ (Rosaceae)નું છે. આ બધા વૃક્ષના માવામાં સર્કરા પુષ્કળ પ્રમાણમાં હોય છે. એની સુગંધ પરથી જ ફળ લીલાં, પીળાં, અને લાલ રંગોમાં આવે છે, જેઓનો સ્વાદ ખટુંબડાથી માંડીને મીઠો હોય છે.

જગતવ્યાપી દર વર્ષે આશરે બે અબજ બુશેલ—૧૭૦ અને ૧૮૦ લાખ ટન વચ્ચે—સફરજન પેદાં થાય છે. યુનાઈટેડ સ્ટેટ્‌સમાં, આશરે અર્ધાં તાજા જ ખવાય છે. બાકીનાં સફરજનનું માખણ, રસ, સોસ, જેલી, બ્રાંડી, પીણાં, ખાદ્ય વાનગીઓ, અન્ય પેસ્ટ્રી, સરકો, તથા દારૂ જેવી ચીજો બનાવવામાં વપરાય છે. યુરોપમાં મોટા ભાગનો પાક દારૂ અને બ્રાન્ડીમાં જાય છે. દુનિયાના કુલ ઉત્પાદનમાંથી, લગભગ ચોથો ભાગ દારૂમાં જાય છે.

પરંતુ ફળ ખાવામાં આહ્‍લાદક બને તે પહેલાં, ભરપૂર પાંગરેલું સફરજન વૃક્ષ આપણી આંખોને જોવું નયનરમ્ય લાગે છે. ગુલાબી-ધારવાળી કળીઓથી એટલા મોટા પ્રમાણમાં લદાય જાય છે કે એ બધી વિકસીને સફરજન બને તો, વૃક્ષ એનો ભાર ઝીલી શકે નહિ. ઊનાળાનું શરૂઆતનું વાવઝોડું કેટલીક કળીઓ તોડી પાડે છે.

સફરજનની ખેતી

સફરજન વૃક્ષો સમશીતોષ્ણ કટિબંધમાં સૌથી સારી રીતે થાય છે. અને એની ખેતી અસ્મરણીય સમયથી થાય છે. સફરજન વૃક્ષો અને સફરજનનો ઉલ્લેખ બાઇબલમાં છ વખત થાય છે.a રોમનો એનો આનંદ માણતા હતા, અને તેઓના અનેક લશ્કરી વિજયોમાં, તેઓએ ઈંગ્લેન્ડ અને યુરોપના અન્ય ભાગોમાં જુદી જુદી જાતનાં સફરજનની ખેતીનો ફેલાવો કર્યો. શરૂઆતના અમેરિકી વસાહતીઓ ઈંગ્લેન્ડથી સફરજન અને એનાં બી લાવ્યા હતા.

a સફરજન વૃક્ષઃ ગીતોનું ગીત ૨:૩; ૮:૫; યોએલ ૧:૧૨. સફરજનઃ નીતિવચન ૨૫:૧૧; ગીતોનું ગીત ૨:૫; ૭:૮.

ઘણા પ્રયોગો કરીને, ખેડૂતોની પેઢીઓએ સંવર્ધન દ્વારા સફરજનની ગુણવત્તામાં સુધારો કર્યો છે. તેમ છતાં, આ ઝડપી પ્રક્રિયા નથી. બજારમાં લાવી શકાય એવી સફરજનની નવી જાતો ૨૦ વર્ષ જેટલો લાંબો સમય લઈ શકે. પરંતુ આજે, ખેડૂતોના ખંતનો આભાર, આપણી પાસે પસંદગી કરવા માટે અનેક પ્રકારનાં રસદાયક અને રંગીન સફરજનો છે.

ફસલ ઊતારવી

સફરજનની ઋતુ ઉત્તર ગોળાર્ધમાં જુલાઈ કે ઓગષ્ટમાં શરૂ થાય છે. પરંતુ પ્રથમ પ્રકારનાં સફરજન, જેમ કે જેમ્સ ગ્રીવ અથવા ટ્રાંસપરન્ટ, લાંબા સમય સુધી સંગ્રહી શકાતાં નથી. એ, કાચાં કે પકાવેલાં, જલદી ખાય જવાં પડે છે. તેમ છતાં, એ ત્યાર પછી આવી રહેલાઓ માટે આપણી રુચિ તીવ્ર બનાવે છેઃ ઊનાળુ, ગ્રેવનસ્ટીન, કોક્ષ ઓરેન્જ, જોનાથાન, બોસકોપ, લાલ ડિલિસિયસ, સોનેરી ડિલિસિયસ, ગ્રેની સ્મિથ—હજારો જાતોમાંથી આ તો ફક્ત થોડાંક નામ છે.

સફરજનનો પાક સૂકી ઋતુમાં ઊતારવામાં આવે છે. એ સાચવીને તોડવામાં આવે છે જેથી નવા ફણગા અને પાંદડાંને નુકશાન ન પહોંચે. સફરજન સાચે જ પાકી જાય છે ત્યારે, એને સહેજ જ ફેરવવાથી સહેલાઈથી ડાળી પરથી તૂટી જાય છે. સફરજનની દાંડી તૂટી ન જાય એની કાળજી લેવી મહત્ત્વનું છે, કેમ કે એનાથી ફળને હાનિ પહોંચી શકે, એનાથી એની આવરદા ઘટી શકે.

મોડેથી ઊતરતો ફાલ શક્ય એટલો સમય—આબોહવા પરવાનગી આપે તેમ—વૃક્ષ પર રહેવા દેવો જોઈએ. બરફ વહેલો પડે અને સફરજન વૃક્ષ પર જ ઠરે તો, બરફ ઓગળે નહિ ત્યાં સુધી ફળ તોડવાનું મુલતવી રાખવું જોઈએ. સફરજન કેટલું પાક્યું છે અથવા એનામાં શર્કરાનું પ્રમાણ કેટલું છે તે પર આધારિત, એ ઠાર બિંદુથી થોડુંક નીચું ઉષ્ણતામાન સહન કરી શકે છે, પરંતુ એક વખત થીજી જાય અને ઓગળે પછી, એનો સંગ્રહ થઈ શકતો નથી. એનો તરત જ રસ કાઢવામાં, પકાવેલાં ફળમાં, કે સરકો બનાવવામાં ઉપયોગ કરી નાખવો જોઈએ; એ સૂકવી શકાતાં નથી.

સંગ્રહ

સફરજનનું એક રસપ્રદ પાસું એ છે કે એ શ્વાસ લઈ શકે છે. એ હવામાંથી પ્રાણવાયુ શોષે છે અને અંગારવાયુ તથા પાણી ઉચ્છવાસમાં બહાર કાઢે છે. એ માટે, પર્યાવરણ જેટલું સૂકું, એટલા વહેલાં એમાંથી પાણી નીકળી જાય છે (ડીહાયડ્રેટ) અને એ ચીમળાય છે. શ્વસનથી એ પર્યાવરણમાંથી સુગંધ પણ શોષે છે. એ માટે, એ એકલાં આશરે પાંચ અંશ સેલ્સીયસ ઉષ્ણતામાને સંગ્રહવાં સારાં છે.

સફરજનને બટેટા સાથે કોઠીમાં સંગ્રહવાથી સફરજન પોતાની કેટલીક તાજી સુગંધ ગુમાવી દે છે. વધુમાં, ભિન્‍ન જાતોને અલગ રાખવી જોઈએ. એકએક સફરજન કાગળમાં લપેટી મૂકવામાં આવે તો, એ સૌથી સારું છે. એનાથી પાણીનું ઊડવું ધીમું પડે છે અને સાથેનાં સડેલાં ફળથી સડો થવાનો ભય ઘટે છે.

આરોગ્ય મૂલ્ય

કહેવામાં આવ્યું છે કે “રોજ એક સફરજન ખાવ અને તંદુરસ્ત રહો.” હંમેશા એવું હોતું નથી તે જ સમયે, સફરજનની આવી સુકીર્તિ છે. શા માટે? એમાં રહેલી બાબતો જે વ્યક્તિના આરોગ્ય પર સારી અસર કરે છે તે કારણે.

દરેક સફરજન મહત્ત્વના પોષક-પદાર્થોનું નાનું સંગ્રહસ્થાન છે. પાકાં ફળમાં B1, B2, B6, C, અને E વિટામીન હોય છે. એમાં જુદી જુદી જાતની શર્કરા હોય છે, જેમ કે ડેક્ષટ્રોઝ, ફ્રુક્ટોઝ, અને સુક્રોઝ. એમાં રહેલા તેજાબોનું સંયોજન એની સુગંધ માટે જવાબદાર છે. એ ઉપરાંત, અનેક ખનીજ પદાર્થો પણ રહેલાં છે, જેમ કે કેલ્શિયમ, મેગ્‍નેસ્યમ, પોટેસ્યમ, અને અન્યો, તેમ જ જેલી અને રેશાઓ. સફરજનમાં ૮૫ ટકા પાણી હોય છે.

સફરજનમાં મળતો બીજો પદાર્થ એથીલીન છે, જે ખાસ કરીને કુદરતી વૃદ્ધિનું નિયમન કરનાર તરીકે કાર્ય કરે છે જે ફળ પાકવામાં મદદ કરે છે. તમારી પાસે લીલાં ટામેટાં કે અન્ય પ્રકારનાં કડક ફળ હોય તો, આ વાયુયુક્ત પદાર્થનો સારો ઉપયોગ થઈ શકે છે. એ ફળો કાગળની કોથળીમાં પાકાં સફરજન સાથે મૂકો, અને એ ફળો વધારે જલદી પાકશે.

સફરજનનું આરોગ્ય મૂલ્ય હોવાથી, એ ક્યારે અને કેવી રીતે ખાવાં એ મહત્ત્વનું છે. સહુ પ્રથમ, એ પાકાં હોવાં જોઈએ. ઠંડા સફરજન ન ખાવાં વધારે સારું છે; એને થોડોક વખત ઓરડાના ઉષ્ણતામાનમાં રાખી મૂકો. એ સારી રીતે ચાવવાં પણ મહત્ત્વનું છે.

રસપ્રદ બાબત છે, સફરજનમાં એવાં ગુણો છે જે પાચનતંત્રને સાફ કરવામાં લાભદાયી છે. આ ગુણો બંધકોષ અને અતિસાર બંને સારા કરવામાં સહાય કરે છે.

ચેતવણીનો શબ્દ

સફરજન, તેમ જ અન્ય ફળો પર ફૂગ ચઢી જવાની શક્યતા રહેલી છે. આ કારણે, યોગ્ય કાળજી લેવાવી જોઈએ. પેદા થતાં કીટાણુંજન્ય વિષ બેચેની અને ચક્કર પેદા કરી શકે. એ માટે, ફૂગથી સાવધ રહો, અને ફક્ત ફૂગવાળો ભાગ કાપી નાખો એટલું જ નહિ પરંતુ એની ફરતેનો ભાગ પણ કાપી નાખો, કેમ કે કીટાણુંજન્ય વિષ ફેલાય છે.

તથાપિ, સફરજન તમારા સારા આરોગ્યમાં ફાળો આપે છે. તેથી તમે “તંદુરસ્ત રહેવા માંગતા હો તો,” રોજ એક સફરજન ખાવા પ્રયત્ન કરો! (g96 2/8)

પૂરું પાંગરેલું સફરજન વૃક્ષ આંખોને નયનરમ્ય

લાગે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો