વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૪/૮ પાન ૮
  • બેકારી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બેકારી
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • કોયડાનાં કારણો
  • સામાજિક મરકી
  • શું કોઈ ઉકેલ દૃષ્ટિગોચર છે?
  • બેકારીની
    સજાગ બનો!—૧૯૯૬
  • બેકારીમાંથી મુક્તિ
    સજાગ બનો!—૧૯૯૬
  • યહોવાહ ક્યારેય તમને તરછોડશે નહિ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ‘તને છૂટો કરીએ છીએ’
    સજાગ બનો!—૨૦૧૦
સજાગ બનો!—૧૯૯૬
g96 ૪/૮ પાન ૮

બેકારી

શા માટે?

કે,ટલાક દેશોમાં ઘણા લોકોને પોતાનું ભરણપોષણ કરવા માટે થકવી નાખનારી ઝડપે, કદાચ થોડા પગાર માટે ભયજનક કામ કરવાની પણ બળજબરી કરવામાં આવે છે. છેક તાજેતરમાં અન્ય દેશોમાં ઘણાને ખાતરી હતી કે એક વખત કોઈ મોટી કંપનીમાં કે સરકારી ખાતામાં નોકરી મળી જાય એટલે નિવૃત્ત થતા સુધી નોકરી સલામત રહેશે. પરંતુ આજે એવો કોઈ વેપાર કે કોર્પોરેશન નથી જે કોઈ પણ સ્તરની ઇચ્છનીય નોકરી અને એની સલામતી આપી શકે. શા માટે?

કોયડાનાં કારણો

હજારો યુવાન લોકોને તો પહેલી નોકરી પણ મળતી નથી—તેઓ પાસે કોલેજની ડીગ્રી હોય કે ન હોય. દાખલા તરીકે, ઇટાલીમાં, બેકારોમાંના એકતૃત્યાંસ કરતાં વધુ લોકો ૧૫ અને ૨૪ વર્ષની વય વચ્ચેનાં હોય છે. જેઓ પાસે નોકરી છે અને પોતાની નોકરી જાળવી રાખવા મથે છે તેઓની સરેરાશ વય વધે છે, અને તેથી યુવાન લોકોને નોકરી મેળવવી જ વધુ અઘરી બને છે. અરે સ્ત્રીઓમાં પણ—નોકરી મેળવવા માટે જેઓની સંખ્યા વધતી ને વધતી જ જઈ રહી છે—બેકારીનો આંક ઊંચો છે. આમ, નવા કર્મચારીઓની એક પ્રચંડ મોટી સંખ્યા નોકરી મેળવવા મથી રહી છે.

પ્રથમ ઔદ્યોગિક યંત્રોના સમયથી, ટેકનીકલ નવીનીકરણે કર્મચારીઓની જરૂર ઘટાડી છે. લાંબી આકરી પાળીઓનો સામનો કરી રહેલા શ્રમિકોએ આશા રાખી હતી કે યંત્રો કામ ઘટાડશે અથવા નાબૂદ કરશે. સ્વયંસંચાલિત યંત્રોએ ઉત્પાદન વધાર્યું છે અને ઘણા ભયો ઘટાડ્યા છે, પરંતુ એણે નોકરીઓ પણ ઘટાડી છે. જેઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે તેઓ નવી આવડતો ન શીખે તો લાંબા સમયની બેકારીમાં આવી પડવાનો ભય સેવાય છે.

આપણે વેપારી ઉત્પાદનના ઢગલામાં દટાય જવાનું જોખમ સેવી રહ્યા છીએ. કેટલાકને લાગે છે કે આપણે વૃદ્ધિની મર્યાદાઓ સુધી પહોંચી ગયા છીએ. વધુમાં, થોડાને રોજગાર મળે તો, ખરીદનારા પણ થોડા હોય. આમ બજારનું ઉત્પાદન વાપરી શકાય એનાથી વધુ હોય છે. અપેક્ષિત ઉત્પાદન વૃદ્ધિ માટે ઊભા કરવામાં આવેલા મોટા પ્લાન્ટ, આર્થિક રીતે ચાલી ન શકે એવા હોવાથી, બંધ કરવામાં આવી રહ્યા છે અથવા એનું રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. આવાં વલણો વ્યક્તિઓનો ભોગ લે છે—જેઓ બેકાર બને છે. આર્થિક મંદીમાં, કામદારોની જરૂર ઘટે છે, અને મંદી દરમિયાન ગુમાવેલી નોકરી વિસ્તૃતિકરણના સમય દરમિયાન ફરી મળતી નથી. સ્પષ્ટ છે કે, બેકારીના એક કરતાં વધુ કારણ છે.

સામાજિક મરકી

બેકારી કોઈને પણ અસર કરી શકતી હોવાથી, એક સામાજિક મરકી છે. કેટલાક દેશો કામદારોની સલામતી માટે જુદી જુદી તરકીબો પૂરી પાડે છે—દાખલા તરીકે, કામના કલાકો ઘટાડવા, અને સાથે પગાર ઘટાડવો. જોકે, એનાથી તો જેઓ કામ શોધી રહ્યા છે તેઓના ભાવિને હાનિ પહોંચે છે.

કામદારો અને બેકારો બંને નોકરી અંગેના કોયડા વિષે વારંવાર વધુ ને વધુ વિરોધ કરે છે. પરંતુ બેકારો નવી નોકરીની માંગ કરે છે તે જ સમયે, જેઓ પાસે નોકરી છે તેઓ પોતાની સલામતી રક્ષવા પ્રયાસ કરી રહ્યા છે—બે લક્ષ્યાંકો જેનો હંમેશા મેળ ખાતો નથી. “જેઓ નોકરીમાં છે તેઓને વધુ લાંબો સમય કામ કરવા જણાવવામાં આવે છે. જેઓ બેકાર છે તેઓ બહાર જ રહે છે. સમાજ બે ભાગમાં વહેંચાય જવાનું જોખમ છે, . . . એક તરફ, વધારે કામ કરનારા અને બીજી તર્ફે, તરછોડાયેલા બેકારો, જેઓ લગભગ સંપૂર્ણપણે બીજાઓની શુભેચ્છા પર નિર્ભર હોય છે,” એમ ઇટાલિયન સામયિક પનોરમા કહે છે. નિષ્ણાતો કહે છે કે યુરોપમાં, આર્થિક વૃદ્ધિનાં ફળો મુખ્યત્વે, બેકારોના કરતાં, જેઓ કામ પર છે તેઓ જ માણે છે.

વધુમાં, બેકારી સ્થાનિક આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલી છે, જેથી અમુક દેશો, જેમ કે જર્મની, ઇટાલી, અને સ્પેનમાં, એક વિસ્તારના કરતાં બીજા વિસ્તારની જરૂરિયાતો વચ્ચે બહોળો તફાવત રહે છે. શું કામદારો નવી આવડતો શીખવા અથવા બીજા કોઈ વિસ્તાર કે દેશમાં પણ સ્થળાંતર કરવા તૈયાર છે? એ ઘણી વાર એક નિર્ણાયક ઘટક બની શકે.

શું કોઈ ઉકેલ દૃષ્ટિગોચર છે?

મહદંશે, આર્થિક સુધારણા પર આશાની મીટ મંડાય છે. પરંતુ કેટલાક લોકો શંકાશીલ હોય છે અને તેઓ વિચારે છે કે આવી સુધારણા લગભગ ૨૦૦૦ની સાલ સુધી થશે નહિ. અન્યોના મતાનુસાર, સુધારો ચાલુ થઈ ગયો છે, પરંતુ એ પરિણામો આપવામાં મોડું કરે છે, જે ઇટાલીમાં તાજેતરમાં નોકરીમાં થયેલા ઘટાડાથી સ્પષ્ટ થાય છે. આર્થિક સુધારણા એટલે બેકારીમાં ઘટાડો એવું અર્થઘટન કરવું જરૂરી નથી. મધ્યમ વૃદ્ધિ હોય તે જ સમયે, ઉદ્યોગો બીજાઓને નોકરીએ રાખવા કરતાં પોતાની પાસે જે કર્મચારીઓ છે તેઓનો જ ઉપયોગ કરવા માંગે છે—અર્થાત, “કામ વગરનાઓની વૃદ્ધિ થાય છે.” વધુમાં, નવી નોકરીઓ ઊભી થાય છે તેના કરતાં બેકારોની સંખ્યા વધારે ઝડપથી વધે છે.

આજે રાષ્ટ્રીય આર્થિકતા ગોળાવ્યાપીકરણમાંથી પસાર થઈ રહી છે. કેટલાક અર્થશાસ્ત્રીઓને લાગે છે કે મોટા, નવા દેશ બહારના વિસ્તારોની ઉત્પત્તિ, જેમ કે ઉત્તર અમેરિકી મુક્ત વ્યાપાર કરાર [North American Free Trade Agreement (NAFTA)] અને એશિયા-પેસિફિક ઈકોનોમિક કોર્પોરેશન [Asia-Pacific Economic Cooperation (APEC)], એ પણ દુનિયાની આર્થિકતાને જોમ આપી શકે. તેમ છતાં, એ વલણ મોટા કોર્પોરેશનોને એવી જગ્યાઓએ જ સ્થાપિત થવા લલચાવે છે જ્યાં મજૂરી સસ્તી હોય, પરિણામ એ આવે છે કે ઔદ્યોગિકરણ પામેલા દેશો નોકરીઓ ગુમાવે છે. તે જ સમયે, બહુ ન કમાતા કર્મચારીઓને માલૂમ પડે છે કે પોતાની અગાઉથી જ નજીવી આવક ઘટે છે. અનેક દેશોમાં, ઘણાએ આ વેપારી કરારો વિરુદ્ધ, હિંસકપણે પણ, પ્રદર્શનો કર્યાં છે એ કંઈ આપમેળે થયું નથી.

નિષ્ણાતો બેકારી સામે લડવાની ઘણી રીતો સૂચવે છે. એ રીતો અર્થશાસ્ત્રીઓ, રાજકારણીઓ, કે ખુદ કામદારોએ સૂચવી છે એના પર આધારિત કેટલીક રીતો એકબીજીથી વિસંગત પણ હોય છે. એવાઓ છે જેઓ કર બોજ હળવો કરી કર્મચારીગણ વધારવા કંપનીઓને ઉત્તેજનની દરખાસ્ત સૂચવે છે. કેટલાક સરકાર વધારે દરમિયાનગીરી કરે એવી સલાહ આપે છે. અન્યો કામ ભિન્‍ન રીતે વહેંચવા તથા કલાકો ઘટાડવા સૂચવે છે. કેટલીક મોટી કંપનીઓમાં એ કરી નાખવામાં આવ્યું હોવા છતાં, ગત સદી દરમિયાન, બધા ઔદ્યોગિકરણ પામેલા દેશોમાં બેકારી ઘટાડ્યા વિના કામનું સપ્તાહ પદ્ધતિસર પ્રમાણે ઘટાડવામાં આવ્યું છે. “લાંબે ગાળે,” અર્થશાસ્ત્રી રેનેટો બ્રુનેટા માને છે, “નફા કરતા વધી જતી મોંઘવારીને કારણે, દરેક નીતિ બિનઅસરકારક બને છે.”

“આપણે ભ્રમમાં રહેવું જોઈએ નહિ,” લ’એસપ્રેસો સામયિક નિષ્કર્ષ આપે છે, “કોયડો કપરો છે.” શું એ ઉકેલવો કપરો છે? શું બેકારીના કોયડાનો કોઈ ઉકેલ છે? (g96, 3/8)

[પાન ૮ પર બૉક્સ]

પ્રાચીન કોયડો

બેકારી એક જૂનો કોયડો છે. સદીઓથી લોકો પ્રસંગોપાત પોતાની ઇચ્છા ન હોવા છતાં કામ વગરના બન્યા છે. એક વખત કામ પૂરું થયા પછી, મોટી બાંધકામ યોજનાઓમાં ઉપયોગમાં લેવાયેલા હજારો લોકો બેકાર બની જાય છે—ઓછામાં ઓછું બીજે ક્યાંક કામ આપવામાં આવે ત્યાં સુધી તો ખરા જ. એ દરમિયાન તેઓ, ઓછામાં ઓછું કહીએ તો, અસલામત બની રહે છે.

મધ્યયુગ દરમિયાન, “આધુનિક અર્થમાં છે તેવો બેકારીનો કોયડો ભલે ન હતો છતાં,” બેકારો હતા. (લા ડેસોક્યુપેઝિઓન નેલ્લા સ્ટોરિયા [ઇતિહાસમાં બેકારી]) તેમ છતાં, એ દિવસોમાં, જે કોઈ કામ ન કરતું તેને, મુખ્યત્વે, નકામું કે રખડુ ગણવામાં આવતું. છેક ૧૯મી સદીમાં, ઘણા બ્રિટિશ વિશ્લેષણકર્તાઓએ “બેકારોને પ્રાથમિક રીતે ‘રખડુઓ’ અને આવારાઓ સાથે સાંકળ્યા જેઓ રાત્રે બહાર ઊંઘે છે અથવા શેરીઓમાં ફરે છે,” પ્રોફેસર જોન બર્નેટ સમજાવે છે.—આઈડલ હેન્ડસ.

“બેકારીની શોધ” ૧૯મી સદીના અંતે અથવા ૨૦મી સદીની શરૂઆતમાં થઈ. આ કોયડાનો અભ્યાસ કરવા અને ઉકેલ લાવવા ખાસ સરકારી કમિશ્નરોની નિમણૂક કરવામાં આવી, જેમ કે ૧૮૯૫માં “નોકરી વગર સંકટમાં આવેલાઓ” માટેની બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સની પસંદગી સમિતિ. બેકારી સામાજિક મરકી બની હતી.

આ નવી બાબત, ખાસ કરીને પહેલા વિશ્વયુદ્ધ પછી, નાટકીય ઢબે વધી. પાગલ શસ્ત્ર ઉત્પાદનવાળા એ વિગ્રહે વ્યવહારુ રીતે બેકારી દૂર કરી. પરંતુ ૧૯૨૦ના દાયકાથી શરૂ કરીને, પાશ્ચાત્ય જગતે શૃંખલાબંધ મંદીઓનો સામનો કર્યો જેની પરાકાષ્ઠા મોટી મંદીમાં થઈ જે ૧૯૨૯માં શરૂ થઈ અને જેણે દુનિયાભરના સર્વ ઔદ્યોગિકરણ પામેલા અર્થતંત્રને ફટકો માર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી, ઘણા દેશોએ નવી આર્થિક ચઢતી અનુભવી, અને બેકારી ઘટી. પરંતુ “આજના બેકારીના કોયડાની શરૂઆતનું પગેરું ૧૯૬૦ના દાયકાના મધ્ય ભાગમાં શોધી શકાય છે,” ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ કહે છે. નોકરીની શક્યતાને ૧૯૭૦ના દાયકાની તેલ કટોકટીનો તથા કોમ્પ્યુટરિકરણ માહિતી વિસ્ફોટનો અને એના પરિણામસ્વરૂપ નોકરીમાંથી લે-ઓફનો ફટકો પડ્યો. બેકારીએ અવિરત આરોહણ શરૂ કર્યું છે, અરે એક વખત સલામત ગણાતા પેલા વ્હાઈટ-કોલર અને મેનેજરિયલ વિભાગોમાં પણ પગપેસારો કર્યો છે.

વધારે કામની માંગણી કરવાથી બેકારીનો કોયડો હલ થશે નહિ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો