બેકારીમાંથી મુક્તિ
કઈ રીતે અને ક્યારે?
પોતાના ઉત્પન્નકર્તાની માફક, માણસ કામમાં આનંદ માણી શકે, જે યોગ્ય રીતે જ “ઇશ્વરનું વરદાન” તરીકે વર્ણવવામાં આવ્યું છે. (સભાશિક્ષક ૩:૧૨, ૧૩; યોહાન ૫:૧૭) રસપ્રદ કામ આપણને સુખ આપી શકે અને આપણે ઉપયોગી છીએ તથા આપણી જરૂર છે એવી લાગણી આપી શકે. ભાગ્યે જ કોઈ નોકરી ગુમાવવા માંગતું હોય, પછી એમાંથી એને બહુ થોડો આનંદ કેમ ન મળતો હોય. પગારની બાંયધરી ઉપરાંત, પગારવાળી નોકરી આપણા જીવનને એક માળખું, હેતુ, અને આપણી અર્થસભર ઓળખ આપે છે. એમાં કંઈ નવાઈ નથી કે સામાન્યપણે “બેકારને અન્ય કોઈ પણ બાબત કરતાં નોકરીની વધારે ઇચ્છા હોય છે.”
નોકરીની શોધ
આપણે જોઈ ચૂક્યા તેમ, નોકરી મેળવવાની પરિસ્થિતિ અતિ જટિલ છે. પરિણામે, નોકરી શોધવાની ઘણી યોગ્ય રીતો રહેલી છે. જેઓ બેકારી ભથ્થુ મેળવવા લાયકાત ધરાવતા હોય તેઓ પ્રાપ્ય હોય તો એનો ઉપયોગ કરી શકે; અને લાગુ પડતું હોય ત્યાં, તેઓ રોજગાર કચેરીમાં નોંધણી કરાવી શકે અને આપવામાં આવતી સેવાઓનો ઉપયોગ કરે. અન્યો પોતાનો ધંધો ઊભો કરીને નોકરી મેળવે છે. પરંતુ સાવધાની રાખવી જોઈએ. ઘણી વાર સ્વરોજગારમાં શરૂઆતના ભારે ખર્ચ ઉઠાવવા પડે છે જે ભરપાઈ કરવા સહેલા ન પણ હોય શકે. મહેસૂલ અને કરના નિયમો જાણવા અને એને આદર આપવો પણ જરૂરી છે—જે કેટલાક દેશોમાં નાનુંસૂનું કામ નથી!—રૂમી ૧૩:૧-૭; એફેસી ૪:૨૮.
કામ શોધવા માટે, કેટલાકે નોકરી શોધવાની નોકરી શરૂ કરી છે, અને એની પાછળ યોગ્ય રીતે અને ખંતપૂર્વક મંડ્યા રહે છે. અન્યોએ એવી કંપનીઓને લખ્યું છે જેઓને કર્મચારીઓની જરૂર હોય, અથવા જેઓએ સ્થાનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી હોય—એમાંના કેટલાક નોકરી માટેની વિનંતીની જાહેરાતો વિનામૂલ્યે છાપે છે. સજાગ બનો! (અવેક!)એ ઘણી વાર એ વિષય પર—યુવાનો અને મોટી વયનાઓને સરખી રીતે—ઉપયોગી અને વ્યવહારુ સલાહ આપી છે.a—જુઓ બોક્ષ, પાન ૧૧.
a જુઓ અવેક! ઓક્ટોબર ૨૨, ૧૯૯૪, પાન ૧૬-૧૮; ઓગષ્ટ ૮, ૧૯૯૧, પાન ૬-૧૦; જાન્યુઆરી ૨૨, ૧૯૮૩, પાન ૧૭-૧૯; અને જૂન ૮, ૧૯૮૨, પાન ૩-૮.
તમે સાનુકૂળ હોવા જોઈએ—બધા પ્રકારનું કામ કરવા તૈયાર હોવા જોઈએ, જેમાં તમને ન ગમતું હોય એવા કામનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે નોકરીના ઇન્ટર્વ્યૂમાં પ્રથમ પૂછવામાં આવતી બાબતો અગાઉના કામનો અનુભવ અને કેટલા સમયથી બેકાર છો એ હોય છે. કામનો તાલ ગુમાવનારને સંભવિત શેઠ એક સારૂં ચિહ્ન ગણતા હોતા નથી.
કુશળતાઓ પ્રાપ્ત કરવા શાણી રીતે પોતાનો સમય શાળામાં પસાર કરનાર વ્યક્તિને પોતાની પ્રથમ નોકરી મેળવવાની ઉજળી તક રહેલી છે. “બેકારી,” આર્થિક વિજ્ઞાનના શિક્ષક આલ્બર્ટો મેયોકી કહે છે, “ખાસ કરીને બિનકુશળ કર્મચારીઓને અસર કરે છે.”
લાગણીમય ટેકાનું મહત્ત્વ
એક મહત્ત્વનો ઘટક હકારાત્મક દૃષ્ટિ છે. એ નોકરી મળવી અને ન મળવીનો તફાવત ઊભો કરી શકે. બેકારો લાગણીમય ટેકાની મોટી કદર કરે છે, જે તેઓને એકલવાયા બની જવાનું તથા ઉદાસીનતામાં પડી જવાનું ટાળવામાં મદદ કરે છે. એ સ્વમાનનો અભાવ આંબવામાં પણ મદદ કરે છે જે પોતાને નોકરી ન ગુમાવનારાઓ સાથે સરખાવવાથી પરિણમી શકે.
પોતાનું પૂરું કરવું સહેલું ન પણ હોય. “હું ચિંતામાં ડૂબેલો હોવાથી, મારી પાસેના સમયનો સારો ઉપયોગ કરવાનું મને અઘરું લાગ્યું,” સ્ટેફાનો કહે છે. “પરિસ્થિતિએ મને એટલો તંગ બનાવી દીધો,” ફ્રાંસેસ્કો યાદ કરે છે, “કે હું મારા કેટલાક સારા મિત્રોનો વાંક કાઢવા લાગ્યો.” અહીં કુટુંબનો ટેકો મહત્ત્વનો છે. આવક ઘટવાથી કુટુંબના બધા સભ્યોએ જીવન ધોરણ નીચું લાવવા અનુકૂળ બનવાની જરૂર છે. એક જ કંપની માટે ૨૩ વર્ષ કામ કર્યા પછી પાણીચું મેળવનાર ૪૩ વર્ષનો ફ્રાંકો કહે છેઃ “મને નોકરી પરથી છૂટો કર્યો તે ઘડીથી જ, મારી પત્ની હકારાત્મક હતી અને મારા માટે મોટા ઉત્તેજનનો ઉદ્ભવ હતી.” આર્મેન્ડો પોતાની પત્નીનો “ખરીદી કરવામાં તેની મોટી ચતુરાઈ” માટે સવિશેષ આભારી છે.—નીતિવચન ૩૧:૧૦-૩૧; માત્થી ૬:૧૯-૨૨; યોહાન ૬:૧૨; ૧ તીમોથી ૬:૮-૧૦.
બાઇબલ સિદ્ધાંતો આપણને હકારાત્મક આત્મા રાખવામાં તથા વધુ મહત્ત્વનાં મૂલ્યો ધ્યાન બહાર ન રાખવામાં મદદ કરી શકે. સજાગ બનો!એ ઉપર જણાવેલા જેઓનો ઇન્ટર્વ્યૂ લીધો તેઓને બાઇબલમાંથી પુન:ખાતરી કરાવતો દિલાસો મેળવ્યો છે. એનાથી તેઓએ દેવની વધારે સમીપ આવ્યાની લાગણી થઈ છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૦; ૩૭:૨૫; ૫૫:૨૨; ફિલિપી ૪:૬, ૭) યહોવાહ દેવ સાથે ગાઢ સંબંધ હોવો સૌથી મહત્ત્વનું છે, કેમ કે તે વચન આપે છેઃ “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”—હેબ્રી ૧૩:૫.
કોઈ વ્યક્તિ બેકાર હોય કે ન હોય, દેવનો શબ્દ દરેકને રોજબરોજના જીવન માટે ઉપયોગી ગુણો કેળવવા ઉત્તેજન આપે છે. એ કંઈ આકસ્મિક બનતું નથી કે ઘણી વખત યહોવાહના સાક્ષીઓને શોધવામાં આવે છે અને તેઓની પ્રમાણિક કર્મચારીઓ તરીકે કદર કરવામાં આવે છે. તેઓ ખંતીલા અને ભરોસાપાત્ર બનવાની, અને આળસુ ન બનવાની, બાઇબલ સલાહ અનુસરે છે.—નીતિવચન ૧૩:૪; ૨૨:૨૯; ૧ થેસ્સાલોનીકી ૪:૧૦-૧૨; ૨ થેસ્સાલોનીકી ૩:૧૦-૧૨.
બેકારીના પ્રેતમાંથી મુક્તિ
કામની અછતની નીચે, મૂળભૂત કારણ રહેલું છે—માનવીય સ્વાર્થ અને લોભ. બાઇબલ કહે છે તેમ, “કોઇ માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભાશિક્ષક ૮:૯.
બેકારીનો કોયડો—અને અન્ય કોયડા પણ—માનવીય હકુમત, જે એનાં “છેલ્લા સમય”માં છે, દૂર કરવાથી હલ થશે. (૨ તીમોથી ૩:૧-૩) એવા જગતની જરૂર છે જે ખરેખર નવું હોય. હા, એવું જગત જેમાં ન્યાયી માનવ સમાજ વાજબી અને સારા શાસન હેઠળ જીવી શકે અને કામ કરી શકે, જ્યાં લોભ નહિ હોય. (૧ કોરીંથી ૬:૯, ૧૦; ૨ પીતર ૩:૧૩) એ જ કારણે ઈસુએ લોકોને પ્રાર્થના કરતા શીખવ્યું કે દેવનું રાજ્ય આવે અને તેમની ઇચ્છા પૃથ્વી પર પૂરી થાય.—માત્થી ૬:૧૦.
દેવનો શબ્દ માણસજાતના કેટલાક મુખ્ય કોયડા દૂર કરવા વિષેનું પ્રબોધકીય વર્ણન કરતા એ રાજ્યની અસરો દર્શાવે છેઃ “તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; . . . મારા પસંદ કરાએલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા સારૂ પ્રજા ઉત્પન્ન કરશે નહિ.” (યશાયાહ ૬૫:૨૧-૨૩) બેકારીનું પ્રેત જલદી જ કાયમ માટે જતું રહેશે. તમારે દેવના ઉકેલ વિષે વધુ જાણવું હોય તો, કૃપા કરી તમારા વિસ્તારમાં યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો. (g96 3/8)
[પાન ૧૧ પર બૉક્સ]
ઘરે કામ ઊભું કરવું
• બેબી-સિટીંગ, બાળ સંભાળ
• ઘરે ઉગાડેલાં શાકભાજી કે ફૂલ વેચવાં
• સીવણ, કપડામાં ફેરફારો કરી આપવા, અને કપડાંનું સમારકામ કરવું
• ઉત્પાદકોનું નાનું કામ
• બેકરીનું કામ અને રસોઈ તૈયાર કરી આપવી
• રજાઈઓ બનાવવાનું કામ, કાપડ પર નકશી કામ, ગુંથણકામ; ફોલ-બિડીંગ કરવું; કુંભારનું કામ; અન્ય કારીગરી
• પડદા તથા કવર બનાવવાનું કામ
• હિસાબ-કિતાબ લખવાં, ટાઇપકામ, ગૃહ કોમ્પ્યુટર સેવાઓ
• ટેલિફોન પર જવાબ આપવાનું કામ
• હેરડ્રેસીંગ કરવું
• જમાડવાનું કામ
• જાહેરાત કરનારાઓનું સરનામાઓ લખવાનું તથા પરબીડિયાં તૈયાર કરવાનું કામ
• કાર ધોવી અને પાલીસ કરવી (ગ્રાહકો કાર તમારા ઘરે લાવે)
• પાલતુ પ્રાણીઓને નવડાવવાં-ધોવડાવવાં તથા ફેરવવાં
• તાળાનું સમારકામ અને ચાવી બનાવવી (ઘરે વર્કશોપ)
• આમાંના ઘણાંખરાં કામની જાહેરાતો સપ્તાહ-અંતેના ખરીદીનાં સમાચારોમાં અથવા સુપરમાર્કેટ નોટીસ બોર્ડ પર વિનામૂલ્યે અથવા ઓછી કિંમતે છાપવામાં અથવા મૂકવામાં આવે છે
[પાન ૧૧ પર બૉક્સ]
ઘર બહાર કામ ઊભું કરવું
• ઘર-સંભાળ (જ્યારે લોકો વેકેશન પર હોય છે અને તેઓનાં ઘરોની સંભાળ લેવાનું ઇચ્છે છે)
• સફાઈઃ દુકાનો; ઓફિસો; બાંધકામ થઈ ગયા પછી, આગ લાગી હોય ત્યાર પછી, લોકોની બદલી થઈ હોય પછી ઘરો અને એપાર્ટમેન્ટો; ઘરકામ (બીજાઓનાં ઘરનાં કામ); બારીઓ (બજારોમાં અને ઘરોમાં)
• સમારકામઃ બધી જાતનાં ઓજારો (પુસ્તકાલયોમાં સમારકામ કરવાના સહેલાયથી સમજાય એવાં પુસ્તકો હોય છે)
• પરચુરણ કામોઃ ઘરોની દિવાલોને અસ્તર લગાવવું; કબાટો, બારણાં, પરશાળ બાંધવી; રંગકામ કરવું; વાડ બાંધવી; છતનું કામ કરવું
• ખેતર કામઃ વાવણી કે કાપણીનું કામ, ફળ ચૂંટવાં
• આંતરિક સુશોભન અને વનસ્પતિ સંભાળઃ ઓફિસોમાં, બેન્કોમાં, શોપિંગનાં મકાનો તથા બહુમાળી ઇમારતોમાં
• મિલકતની વ્યવસ્થાઃ દરવાન, વ્યવસ્થાપક (જેમાં ઘણી વખત રહેવા માટે વિનામૂલ્ય ઘર આપવામાં આવે છે)
• વીમો, સ્થાવર મિલકત
• કાર્પેટ પાથરવી, એનું સફાઈકામ
• છાપાં વહેંચવાં (જે મોટાં અને બાળકો પણ કરી શકે), ચીજ વસ્તુઓ પહોંચાડવાની અન્ય સેવાઓઃ જાહેરાતો કરવી, નગરપાલિકાનાં બીલ ભરવાં
• બદલી કરવાનું કામ, સ્ટોર કરવાનું કામ
• ભૂમિરચના, ઝાડ સોરવાં, ઘાસની લોનની સંભાળ, લાકડાં કાપવાં
• સ્કૂલબસના ડ્રાઈવર
• ફોટોગ્રાફી (વ્યક્તિગત અને જાહેર બનાવોની)
• માછીમાર માટે ગલની સામગ્રી
• કામનો વિનિમયઃ વીજળીકામ માટે કાર સમારકામ, નળકામ માટે સીવણ, વગેરે.
“મારા પસંદ કરાએલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.”—યશાયાહ ૬૫:૨૨