એ કયો દેશ હોય શકે?
સામાન્ય રીતે વિકસિત દેશોના લોકો માને છે કે લાંચ, ભ્રષ્ટાચાર, અને ગરીબી આફ્રિકી અને લેટિન-અમેરિકી દેશોમાં પ્રચલિત છે. તેથી નીચેનું અવતરણ કયા દેશને લાગુ પડે છે?
“સરકારી પ્રધાનો જૂઠું બોલે છે, વેપારીઓને ભ્રષ્ટાચારને લીધે જેલ થઈ છે, સરકારી નોકરો લાંચ લેતા ઝડપાયા છે, રાજકારણ બદનામ થયું છે, અને [રાજકારણીઓને] બેઆબરૂ, પીધેલા, અને જાતીયતાથી સમ્મોહિત થયેલા તરીકે જોવામાં આવે છે. . . . આખા દેશમાં ધોરીમાર્ગ પરની લૂંટ ફરી ચાલુ થઈ છે. . . . સામાન્ય ગુનાઓની સાથે સાથે ઉદ્યોગોમાં, વેપારમાં, અને જાહેર સેવાઓમાં ભ્રષ્ટાચારનો ઉછાળો આવ્યો છે. . . . હવે ૧.૧ કરોડ લોકો ત્રણ કે એથી વધુ પાયારૂપ જીવન જરૂરિયાતોની ખામી ધરાવે છે, . . . અને સખતપણે ગરીબ—સાત કે એથી વધુ જરૂરિયાતોની ખામી ધરાવતા—લોકોની સંખ્યા ૨૫ લાખમાંથી વધીને ૩૫ લાખ થઈ છે.”—ફિલિપ નાઈટ્લી, ધ ઓસ્ટ્રેલિયન મેગેઝીન.
શું તમારું અનુમાન ખરું હતું? જવાબ છે બ્રિટન. પરંતુ એ આપણા સમયનું દુઃખદ વિવેચન છે કે ઉપરની હકીકત ડઝનબંધ દેશોને લાગુ પડી શકે. આપણને બધાને કેટલી તાકીદે સારા, પ્રમાણિક, નેક શાસનની જરૂર છે! હા, આપણને એ રાજ્ય દ્વારા દેવના શાસનની જરૂર છે જેને માટે ઈસુએ પોતાના અનુયાયીઓને પ્રાર્થના કરતા શીખવ્યું કે, “તારૂં રાજ્ય આવો.”—માત્થી ૬:૧૦. (g96 7/8)