વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૧૧/૧ પાન ૩
  • ભ્રષ્ટાચાર કેટલી હદે ફેલાયેલો છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભ્રષ્ટાચાર કેટલી હદે ફેલાયેલો છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સરખી માહિતી
  • પરમેશ્વરના શિક્ષણથી ભ્રષ્ટાચારનો સામનો કરવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ચારેબાજુ ભ્રષ્ટાચાર—શા માટે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ઈશ્વરની સરકારમાં ભ્રષ્ટાચાર નહિ હોય
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૧૧/૧ પાન ૩

ભ્રષ્ટાચાર કેટલી હદે ફેલાયેલો છે?

“અમારી કંપની એક સરકારી ખાતાને અમુક સેવા પૂરી પાડે છે. એ સેવા માટેનું પેમેન્ટ મેળવવા અમારે ઘણી વાર ત્રણથી ચાર મહિના સુધી રાહ જોવી પડે છે. હાલમાં એક સરકારી કર્મચારીનો મને ફોન આવ્યો કે તે પેમેન્ટ જલદીથી કરાવી આપશે, એ માટે જો તેને બક્ષિસ આપવામાં આવે તો.”—જોન.a

શું તમે કદી ભ્રષ્ટાચારનો શિકાર થયા છો? ઉપર જેવો અનુભવ કદાચ તમને થયો નહિ હોય, પણ અમુક અંશે ભ્રષ્ટાચારની અસરનો ભોગ બન્યા હશો.

ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલ સંસ્થાના ૨૦૧૧ના કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સb પ્રમાણે, ૧૮૩ દેશો અને વિસ્તારોમાંથી મોટા ભાગનાને એવો ક્રમ મળ્યો છે, જે દર્શાવે છે કે તેઓના દેશમાં ભ્રષ્ટાચારની ગંભીર સમસ્યા છે. બે વર્ષ પહેલાં, ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલે ૨૦૦૯ના વાર્ષિક અહેવાલમાં ભ્રષ્ટાચાર વિશેની હકીકત જણાવી: ‘દુનિયાનો એવો કોઈ ખૂણો નથી, જ્યાં ભ્રષ્ટાચાર નથી.’

“પોતાના અંગત લાભ માટે પોતાને મળેલી સત્તા કે પાવરનો કોઈ પણ રીતે દુરુપયોગ કરવો એટલે ભ્રષ્ટાચાર. સત્તા ધરાવતા અધિકારીઓની ઈમાનદારી પર જેઓનું જીવન-ગુજરાન અથવા સુખ નભતું હોય અને એ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે ત્યારે લોકોને દુઃખ પહોંચે છે.”—ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલ

અમુક કિસ્સાઓમાં ભ્રષ્ટાચારની અસર ખતરનાક હોઈ શકે. દાખલા તરીકે, હૈતીમાં આવેલા ૨૦૧૦ના જબરદસ્ત ભૂકંપમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો. અમુક અંશે એનું કારણ “ભ્રષ્ટાચાર અને બેદરકારી” પણ હતાં, એમ ટાઈમ મૅગેઝિને જણાવ્યું. આગળ જણાવતા મૅગેઝિને આમ કહ્યું, “સરકારી અધિકારીઓને ઘણી લાંચ આપવામાં આવે છે અને એન્જિનિયરોના સાવ ઓછાં માર્ગદર્શનથી બિલ્ડિંગો બંધાતી જાય છે.”

ભ્રષ્ટાચારને મિટાવવાનો કોઈ ઇલાજ છે? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં, ચાલો ભ્રષ્ટાચાર પાછળનાં મૂળ કારણો સમજીએ. આપણે હવે પછીના લેખમાં એની ચર્ચા કરીશું. (w12-E 10/01)

a નામ બદલ્યું છે.

b કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ દેશોના સરકારી ખાતાઓમાં કેટલો ભ્રષ્ટાચાર છે, એને ધ્યાનમાં રાખીને એ દેશોને ક્રમ આપે છે.—ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો