પરવાળાના ખડકોને બચાવવા શું થઈ શકે?
જગત ફરતેના ઘણા વૈજ્ઞાનિકો માને છે કે ગોળાવ્યાપી ગરમી અસર કરે છે અને વિકસી રહેલા દેશો ઔદ્યોગિક વિકાસમાં આગેકૂચ કરે છે તેમ એ બગડવાનું ચાલું જ રાખશે. ઉર્જા માટે કોલસો, તેલ, અને લાકડા જેવા ઈંધણના બળતણ દ્વારા, અને વનવિનાશના બળતણ દ્વારા વાર્ષિક કંઈક ત્રણ અબજ મેટ્રિક ટન કાર્બન ડાયોક્ષાઈડ (CO2) ગોળાવ્યાપી વાતાવરણમાં ઠાલવવામાં આવે છે. કેટલાક વૈજ્ઞાનિકો અનુસાર, ઈંધણના બળતણના વાયુઓથી પરિણમતી કહેવામાં આવતી ગ્રીનહાઉસ અસર, આવતી સદીના મધ્ય સુધીમાં વાતાવરણને ૩થી ૮ ડીગ્રી ફેરનહીટ સુધી ગરમ કરવાની ધમકી આપે છે. ગરમીમાં થયેલો એ વધારો પરવાળા માટે અને ખડકના સમાજો માટે ઘાતક હશે.
પરંતુ પરવાળાના ખડકોનું મરણ પાર્થિવ જીવનને પણ પ્રતિકૂળ અસર કરશે. નેચરલ હિસ્ટ્રી સામયિકે અવલોક્યું: “જોકે, ખુદ પરવાળાના ખડકો ગ્રીનહાઉસ દૃશ્યમાં ચાવીરૂપ ઘટકો છે અને ગ્રીનહાઉસ વાયુઓ ઘટાડવામાં ઉષ્ણકટિબંધના વર્ષાજંગલ જેટલાં જ અગત્યનાં છે. પરવાળા પોતાનાં માળખાં માટે કેલ્શિયમ કાર્બોનેટ જમા કરે છે તેમ, સમુદ્રમાંથી મોટા પ્રમાણમાં CO2નો જથ્થો દૂર કરે છે. પરવાળા ઝૂઝેન્થેલા [પરવાળાની સહજીવી સેવાળ] વગર ચયાપચન કરે છે એ કાર્બન ડાયોક્ષાઈડના વપરાશનું પ્રમાણ અસરકારકપણે ઓછું થાય છે. વ્યંગાત્મકપણે, સમુદ્ર તળેની ઈકોસિસ્ટમને થયેલું નુકસાન પરવાળાના મરણને ઘણું વેગીલું બનાવે છે.”
કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે બળતણથી છૂટતા બીજા વાયુઓ ગ્રીનહાઉસ અસરમાં ઉમેરો કરે છે. નાઈટ્રોઅસ ઓક્ષાઈડ એક વાયુ છે અને ક્લોરોફ્લુરોકાર્બન્સ (CFCs) બીજા વાયુ છે. હકીકતમાં, CFC (સીએફસી)નો દરેક કણ ગરમી સમાવવામાં CO2ના એક કણ કરતાં ૨૦,૦૦૦ ગણો વધુ કાર્યક્ષમ છે. ઓઝોન સ્તરને પાતળું કરવા CFCને મુખ્ય કારણ તરીકે ચીંધવામાં આવ્યો છે, જે ઓઝોન વાયુ હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ખાતેનું ઓઝોન સ્તર કાણું પડવા જેટલું પાતળું થઈ ગયું છે. પરવાળા માટે એ વધુ માઠા સમાચાર છે. ગરમ પાણીથી તણાવ અનુભવી ચૂકેલા પરવાળાના ખડકના નાના ટુકડા પરના પ્રયોગમાં થોડોક અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વધારતાં ઉજ્જડ થવાનું વધ્યું. સાયંટિફિક અમેરિકન સામયિકે વ્યથિતપણે અવલોક્યું: “આજે ક્લોરોફ્લુરોકાર્બન્સ ઠાલવવાનું બંધ કરવામાં આવે તો પણ, સ્ટ્રેટોસ્ફેરીક ઓઝોનનો નાશ કરતા રાસાયણિક પ્રત્યાઘાતો ઓછામાં ઓછી એક સદી સુધી ચાલુ રહેશે. એનું કારણ સાદું છે: એ મિશ્રણ ઠાલવવાનું બંધ કર્યાને ઘણા સમય પછી પણ વાતાવરણમાં એ એટલો લાંબો સમય સુધી રહેશે અને ટ્રોપોસ્ફેરીક સંગ્રહમાંથી સ્ટ્રેટોસ્ફેરીકમાં ફેલાવાનું ચાલુ રહેશે.”
વ્યક્તિગતપણે, વ્યક્તિ સમુદ્ર કે કિનારાના વિસ્તારોને કચરો કે પ્રદૂષકોથી દૂષિત ન કરીને જવાબદાર રીતે વર્તી શકે. તમે ખડકની મુલાકાત લો તો, પરવાળાને સ્પર્શ ન કરવાની કે એના પર ઊભા ન રહેવાની સૂચના અનુસરો. પરવાળાની યાદગીરીની નિશાનીઓ લેશો કે ખરીદશો નહિ. ઉષ્ણકટિબંધના ખડકો પાસે બોટીંગ કરતા હો તો, લંગર રેતાળ તળિયા પર કે દરિયાઈ સત્તાવાળાઓએ પૂરા પાડેલા તરતા લંગર પર લાંગરો. તમારી બોટના યાંત્રિક પંખાની ઝડપથી તળિયાને ડહોળશો નહિ. બોટમાંનો મળમૂત્ર સમુદ્રમાં ઠાલવશો નહિ; એનો નિકાલ કરતું બંદર કે બીજી વ્યવસ્થા શોધો. લૂએ કી નેશનલ મરિન સેંક્ચ્યુરી (ફ્લોરિડા, યુ.એસ.એ.)ના મેનેજર બિલ કોસીએ નોંધ્યું: “કદાચ માણસ જ એવો કોયડો પેદા કરે છે જેનાથી અસમતોલપણું પેદા થાય છે. આપણે ગોળાવ્યાપી ચિંતા કરનાર બનવું જોઈએ. આપણે ઘણી ખરી ઈકોસિસ્ટમ ગુમાવવાના જોખમની જનતાની વાકેફગારી વધારવાનું ચાલુ રાખીશું તો, કદાચ આપણે પરિસ્થિતિ બદલી શકીએ.”
પ્રાદેશિક ધોરણે, પરવાળાના ખડકોને રક્ષવાના નિયમોને મંજૂરી આપવામાં આવી રહી છે અને અમલ કરવામાં આવી રહ્યો છે. ફ્લોરિડાનું રાજ્ય ખડકોને નુકસાન પહોંચાડતા વહાણોના માલિકો પર દાવો માંડે છે. પરવાળાના ઘણાં એકરોને ખોદી નાખનાર માલવાહક જહાજના માલિકોએ $૬૦ લાખ દંડ ભર્યો. એ પૈસાનો એક ભાગ દરિયાઈ વસાહત પુનઃસ્થાપિત કરવા ઉપયોગમાં લેવામાં આવ્યો. તાજેતરમાં, ૧૯૯૪માં એક જહાજે પરવાળાને કરેલા નુકસાનને જીવવૈજ્ઞાનિકો ખાસ ગુંદર વાપરીને ફરીથી ચોટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક કંપની પાસેથી તેના માલવાહક જહાજે ફ્લોરિડાના ખડકને કરેલા નુકસાન પેટે $૩૨ લાખનો બીજો દંડ ઉઘરાવવામાં આવ્યો. બીજા દેશો પણ એવા જ કાયદાનો અમલ કરી રહ્યા છે. કેરેબીયનમાંના કેમન આયલેન્ડ જેવા ડૂબકી મારવાના જાણીતા સ્થળોમાં ડૂબકી મારવાની પરવાનગીવાળા મર્યાદિત વિસ્તારો છે. ઓસ્ટ્રેલિયાએ ત્યાંની પ્રવૃત્તિઓ પર નિયત્રંણ કરવા ગ્રેટ બેરિયર રીફ મરિન પાર્ક બનાવ્યો. પરંતુ બધાએ જોયું છે તેમ, જેટલા વધુ ડૂબકી મારનારા હોય છે એટલું ખડકોને વધારે નુકસાન થાય છે.
શું બધા રાષ્ટ્રો લડતમાં જોડાશે?
ગોળાવ્યાપી સ્તરે, સજાગ બનેલા વૈજ્ઞાનિકો અને આગેવાનો નિષ્કર્ષ પર આવ્યા કે ઉકેલ એક રાષ્ટ્ર કે રાષ્ટ્રોના જૂથની શક્તિ બહાર છે. પ્રદૂષણ ગોળાફરતે ભ્રમણ કરતા હવા તથા પાણીના પ્રવાહોથી વહન થાય છે, જેની ખડકો પર અસર પડે છે. વ્યક્તિગત રાષ્ટ્રોને પોતાના પાણીના વિસ્તાર બહાર કોઈ અધિકાર નથી. પ્રદૂષકો ખુલ્લા સમુદ્રમાં ઠાલવવામાં આવે છે જે આખરે કિનારા સુધી આવે છે. એકતામય ગોળાવ્યાપી પ્રયત્ન અને ઉકેલ જરૂરી છે.
નિઃશંકપણે, જગતમાં ઘણા નિખાલસ અને સક્ષમ લોકો પરવાળાનો આશ્ચર્યકારક ખજાનો બચાવવા સંઘર્ષ કરવાનું ચાલુ રાખશે. પૃથ્વીના પર્યાવરણ માટે સંવેદનશીલ હોય અને એને માટે કાળજી રાખતી હોય એવી સરકાર સ્પષ્ટપણે અને તાકીદે જરૂરી છે. આનંદની વાત છે કે, ખુદ ઉત્પન્નકર્તા ગોળાવ્યાપી પર્યાવરણ બચાવશે. દેવે પ્રથમ માનવીઓને બનાવ્યા ત્યારે, તેમણે કહ્યું: “સમુદ્રનાં માછલાં [અને સર્વ દરિયાઈ જીવન] પર, . . . તેઓ અમલ ચલાવે.” (ઉત્પત્તિ ૧:૨૬) દેવે દરિયાઈ જીવનનો ઉપદ્રવ કે શોષણ ન કર્યું હોવાથી, માણસજાતને આપેલી તેમની આજ્ઞાનો અર્થ એવો જ થતો હોવો જોઈએ કે માણસે ગોળાવ્યાપી પર્યાવરણની કાળજી રાખવી. બાઇબલ ભાખે છે: “આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ [દેવનું આકાશી રાજ્ય] તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.” (૨ પીતર ૩:૧૩) નજીકના ભાવિમાં, એ આકાશી સરકાર આ પ્રદૂષિત પૃથ્વીને પૂરેપૂરી સાફ કરશે, જેમાં એના સમુદ્રોનો સમાવેશ થાય છે. ત્યારે, દેવના રાજ્યના નાગરિકો સુંદર સમુદ્રો અને એમાંના દરિયાઈ રહેવાસીઓની કાળજી રાખશે અને એનો પૂરેપૂરો આનંદ માણશે. (g96 9/22)
પાર્શ્વભૂમિકા: ફિજી પાસે પેસિફિક સમુદ્રમાંનો પરવાળાનો સુંદર ખડક
ઈનસેટ: ૧. ક્લાઉન માછલીનો પાણીની અંદરનો ફોટો, ૨. ટેબલ જેવો દેખાતો પરવાળો, ૩. પરવાળા પર સફાઈ કરતો શ્રીમ્પ
પાન ૧૮ પાર્શ્વભૂમિકા: Fiji Visitors Bureau