મધમાખીનો ઉછેર “મધુર” વર્ણન સજાગ બનો!ના ગ્રીસમાંના ખબરપત્રી તરફથી
પ રોઢનું આછું અજવાળું ધીમે ધીમે પોતાનો રંગીન પ્રકાશ આકાશની ચારે બાજુ ફેલાવે છે. વહેલી સવારે ઠંડી અને ઝાકળ વચ્ચે, પહાડના ઢોળાવના ભાગ પર માર્ગની બાજુમાં એક પીકઅપ ગાડી ધીરેથી આવી ઉભી રહે છે. બે પડછાયા નજરે પડે છે—હાથમોજાં, બૂટ, સુતરાઉ ખુલ્લો પોશાક, પારદર્શક બુરખો, પહોળી કિનારીવાળો ટોપો પહેરેલો છે. તેઓ સાવચેતીથી પરંતુ આતુરતાથી, ગાડી પર લાકડાની અનેક પેટીઓનો ભાર લાદી રહ્યા છે. શું આ બંને ચોર છે જે સહેલાઈથી કંઈક ચોરી રહ્યા છે? ના, મધમાખીનો ઉછેર કરનારાઓ પોતાની મૂલ્યવાન મધમાખીની સેનાની સારી કાળજી રાખે છે—બીજા મુકામે જવા તૈયાર છે, જ્યાં મધુર રસ પેદા કરતા છોડવા છે.
મધમાખીનો ઉછેર કરનારાઓ ખાસ જાતિના લોકો છે, જેઓ ખાસ પ્રકારના જંતુ સાથેના સંબંધનું ગૌરવ લે છે. એક તરફ, એ મધમાખી, સર્વ જંતુઓમાં કદાચ આર્થિક રીતે સૌથી મૂલ્યવાન છે, જે મધ અને મધપૂડાનું મીણ બનાવે છે અને અનેક પાકોનું પુષ્પપરાગ પેદા કરે છે. બીજી તર્ફે, અમુક લોકો જેઓ મધમાખીનું જતન કરી થોડીક આવકમાં નિભાવતા હોય છે અને જેઓ એ જ સમયે આ નાના જંતુને ચાહતા હોય છે અને “તે જીવાત વિષેની પૂરેપૂરી જાણકારી હોય છે,” તેમાંના એકના જણાવ્યા પ્રમાણે.
“રોજિંદા ચમત્કારો”ની કાળજી રાખનાર
મધમાખીનો ઉછેર કરનાર બનવું સહેલું લાગી શકે: મધમાખીથી ભરેલી વસાહતો વાળા કૃત્રિમ મધપૂડા મેળવો, અને એને મધુર રસ પેદા કરતા સ્થળે મૂકો, અને થોડાક મહિનાઓ બાદ પેદાશની નિપજ મેળવવા પાછા ફરો. પરંતુ એટલું જ પૂરતું નથી. વાસ્તવમાં એમાં શાનો સમાવેશ થાય છે એ શોધ કરવા, અમે મધમાખીના ઉછેરનો ધંધો કરનાર જોન અને મારીયા સાથે વાત કરી, જેમણે પોતાના પ્રિય વ્યવસાય વિષે અમને ખુશીથી જાણકારી આપી.
“મધમાખીનો ઉછેર કરવો એ રોજિંદા ચમત્કારોમાં એક ભારે કામગીરી છે,” જોન ખુલ્લા મધપૂડા પર નમતા જણાવે છે. “જો કે હજુ, કોઈ પણ વ્યક્તિ મધમાખીનું સારી રીતે તૈયાર કરેલું સામાજિક જીવનનું માળખું, આગળ પડતી સંચાર આવડતો, અને બુદ્ધિમય કાર્ય આદતો સ્પષ્ટપણે સમજ્યું નથી.”
મધમાખીના ધંધાદારી ઉછેરના ઇતિહાસનો અભ્યાસ કરતા, જોન જણાવે છે કે પહેલાંના મધમાખીનો ઉછેર કરનારા મધમાખીની વસાહતોનો વિનાશ કરીને મધ મેળવતા હતા, જે વૃક્ષોના કાણાં અને અન્ય પોલાણમાં વસતી હતી. છતાં, ૧૮૫૧માં, લેરેન્ઝો લોરૈન લેનસ્ટ્રોથ, એક અમેરિકન મધમાખી પાળનારે, શોધી કાઢ્યું કે મધમાખી મીણ પૂડાઓ વચ્ચે લગભગ છ મિલિમીટર જગ્યા છોડે છે. આમ, માનવ-સર્જિત લાકડાના મધપૂડામાં ચોકઠા વચ્ચે એટલી જ જગ્યા રાખી ઉપયોગ કરી શકાય. મધપૂડામાંથી એકએક વ્યક્તિગત ચોકઠાઓ દૂર કરી અને વસાહતનો નાશ કર્યા વગર મધ અને મીણ મેળવવું હવે શક્ય બન્યું છે.
“મધમાખીના ઉછેરની સફળતા માટે,” જોન કહેવાનું ચાલુ રાખે છે, “તમને તમારી મધમાખીની વસાહત માટે ગાઢ પ્રેમ હોવો જ જોઈએ. તમે તમારી મધમાખીઓના પિતા જેવા છો, અને હું માનું છું કે એઓ આ જાણશે અને તેથી પ્રત્યુત્તર આપશે. તમે તેમના તબીબ, તેમની કાળજી લેનાર, શિયાળાના મુશ્કેલ સમયો દરમિયાન તેમને ખોરાક પૂરો પાડનાર પણ બનો.”
મારીયા ઉમેરે છે: “એક સારો મધમાખી ઉછેરનાર મધપૂડા પર ફક્ત દૃષ્ટિપાત કરવાથી ઘણું કહી શકે છે, જેમાં સામાન્ય રીતે ૮ હજારથી ૮૦ હજાર મધમાખીઓ હોય છે. તમે અનુભવી હોય તો, તમે મધપૂડો ખોલો ત્યારે, ગણગણાટના કેવળ અવાજ તમને કહેશે કે વસાહત આબાદ છે કે; ફળદાયક, અને ‘ખુશ’ છે; એ ભૂખી; મધમાખીની રાણી મરણ પામવાને કારણે એ ‘અનાથ’ થઈ છે; કંઈક અજુકતી બાબતને કારણે એ ઉશ્કેરાઈ ગઈ છે, અને બીજુ ઘણું વધારે.”
મધમાખીના સફળ ઉછેર માટે મહત્ત્વના ઘટકો
“જગ્યાની કાળજીપૂર્વક પસંદગી કરવી જ્યાં મધમાખીનો ઉછેર કરનારાઓ પોતાના મધપૂડાં મૂકવાનો નિર્ણય કરી શકે,” જોને જણાવ્યું. “અમે ફૂલવાળી જગ્યા શોધી કાઢવા મહેનત કરીએ છીએ, જ્યાં મધમાખીઓ ખોરાક શોધી શકે.
“તેમની વસાહતોને વ્યસ્ત રાખવા માટે મધમાખીનો ઉછેર કરનાર નારંગી અને બાસવુડના બગીચા શોધી શકે. ઉનાળો અને પાનખર ઋતુ દરમિયાન, ચીડ અને દેવદારના વૃક્ષોથી ભરેલો વિસ્તાર સ્પષ્ટ રતાશ રંગનું સારી ગુણવત્તાવાળું મધ પેદા કરવા મદદ કરશે, જે બજારમાં સારી રીતે વેચાય છે. જંગલી અજમાના ખેતરો સારું મધ બનાવવામાં મદદ કરશે—એને મધમાખી પાળનારાઓ, રાજા મધ તરીકે ઓળખાવે છે. મધમાખી શફતલ, વનમેથી, અને રજકા પર પોતાનો ખોરાક શોધવા નીકળે છે.”
સામાન્ય બુદ્ધિ મહત્ત્વની છે. મારીયા જણાવે છે: “અમે મધપૂડા માટે પહાડી પ્રદેશમાં જગ્યા કરીએ છીએ ત્યારે, એને પર્વતની તળેટીમાં મૂકવું લાભદાયી છે. મધમાખીઓ પોતે ઉંચા ઢોળાવોમાં ઉડી શકે છે, ફૂલ-ભરેલાં વૃક્ષોની મુલાકાત લઈ શકે છે, અને પછી—મીઠાશ ભરીને—નીચે પોતાના પૂડા તરફ સહેલાયથી ઉડીને આવી શકે છે. મધપૂડાઓ ઢોળાવો પરનાં વૃક્ષોની ઉંચાઈથી ઉપર હોય તો, એ મધમાખીઓને થકવી નાખશે અને વસાહતની ઉત્પાદનશક્તિમાં અવળી અસર પાડશે.
“મધમાખીનો ઉછેર કરનાર દરેક વ્યક્તિ વસાહતની સુખાકારી અને ઉત્પાદનશક્તિમાં રાણી દ્વારા ભજવવામાં આવતો જરૂરી ભાગ સમજે છે,” એક પૂડાને સાવધાનીથી પકડતા કે જેની વચમાં યુવાન રાણી બેઠી છે, જોન કહે છે. “એક મધપૂડામાં જે ઓછા પ્રમાણમાં બાળકો અને મધ ઉત્પન્ન કરે છે, રાણીને મારીને બીજી લાવવી પડે છે. યુવાન રાણીઓ સાથેની વસાહતો વધુમાં વધુ મધ બનાવે છે. ઉપરાંત, અમે નવી વસાહતો બનાવવા માંગતા હોઈએ ત્યારે, આપણે મધમાખીઓથી ઉભરાતો આરોગ્યપ્રદ બેવડો મધપૂડો મેળવીએ છીએ અને ઉપરની અને નીચેની જગ્યા અલગ પાડીએ છીએ. એક પૂડામાં રાણી હોય છે, તેથી અમે બીજા પૂડામાં યુવાન રાણી મૂકીએ છીએ. મૉર ખીલી રહ્યા હોય ત્યાં સુધીમાં, નવી રાણી ઈંડા મૂકશે, મધપૂડાને યુવાન શ્રમિક મધમાખીઓથી ભરી રહી હશે.”
એક મધમાખી કેટલું લાંબુ જીવે છે? અમને જણાવવામાં આવ્યું છે કે કામદાર મધમાખીના જીવનકાળનો સંબંધ એની ઉદ્યમતાથી વિપરીત છે. ઉનાળામાં, જ્યારે મધમાખી દિવસના ૧૫ કલાક રસ ચૂસે છે અને કલાકના કંઈક ૨૧ કિલોમીટર ઝડપે ઉડે છે, ત્યારે એ ફક્ત છ સપ્તાહ જ જીવે છે. શિયાળાનો સમય મધમાખીઓ માટે ઓછા શારીરિક કષ્ટનો સમય હોય છે, કેમ કે એ વખતે તે દિવસમાં ફક્ત બેથી ત્રણ કલાક કામ કરે છે, અને એથી તેઓ વધારે મહિનાઓ જીવે છે.
ભિન્ન ઉત્પાદન
આપણે મધમાખીઓના ઉછેરની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ મનમાં પહેલાં મધનું નામ આવે છે. આ મીઠું, ચીકણું પ્રવાહી કામદાર મધમાખી દ્વારા બદલવામાં આવેલ પુષ્પરસ છે. સરેરાશ મુજબ, એક વ્યવસાયિક પૂડો વર્ષમાં ૨૯ કિલોગ્રામ મધ ઉત્પન્ન કરી શકે છે. મધમાખીની પ્રવૃત્તિમાં મધપૂડાનું મીણ એ એક વધુ મૂલ્યવાન આડ-પેદાશ છે. એક મધમાખીનો પૂડો લગભગ પાંચથી છ વર્ષ સુધી ઉપયોગી નિવડે છે. ત્યાર પછી, એનો રંગ કાળાશ પડતો થઈ જાય છે કારણ કે એના પર ભિન્ન જીવાણુંઓ અને પરોપજીવી રહ્યા હોય છે અને એને બદલવા જોઈએ. નકામા મધપૂડાને મધપૂડાના મીણને માટે અમુક ક્રિયા કરવામાં આવે છે. દરેક એક ટન મધના ઉત્પાદન માટે મીણનું સરેરાશ વ્યવસાયીક ઉત્પાદન ૯થી ૧૮ કિલોગ્રામ જોઈએ.
પુષ્પપરાગ એ—રાણી, કામદાર, અને નર મધમાખીના વિકાસ માટે પ્રોટીન, વિટામિન, ખનિજ અને ચરબીનો મુખ્ય ઉદ્ભવ છે—કેટલાક લોકો એને અનેક શારીરિક માંદગીઓની ઉત્તમ કુદરતી દવા તરીકે પણ માને છે. એક મધપૂડો વર્ષમાં લગભગ પાંચ કિલોગ્રામ પુષ્પપરાગ આપી શકે છે. મક્ષી ગુંદર એક પદાર્થ છે કે જે મધમાખી પોતાના મધપૂડાને આચ્છાદન કરવા અને એમાં ઘૂસેલી કંઈ પણ વસ્તુ અલગ પાડવા ઉપયોગ કરે છે એ એટલા મોટા કદનું હોય છે કે એ એને દૂર કરી શકતા નથી.
સીધી રીતે કે આડકતરી રીતે, આપણે જે ખોરાક લઈએ છીએ એનું લગભગ એક ચતુર્થાંસ, ફસલોનું પરાગથી ઉત્પાદન કરવાની મધમાખીની ક્ષમતા પર આધાર રહે છે. સફરજન, બદામ, તરબૂચ, જરદાળુ, નાસપતી, કાકડી અને ઠળિયા વગરનાં ફળ પરાગ માટે મધમાખીઓ પર આધારિત હોય છે. એ જ બાબત બીજા વિવિધ બી વાળાં પાક માટે પણ સાચી છે, જેમાં ગાજર, ડુંગળી, અને સૂર્યમુખીનો પણ સમાવેશ થાય છે. માંસ અને દૂધ પેદાશો પણ મધમાખીઓથી અસર પામે છે, જે રજકાને પરાગિત કરે છે કે જે જાનવરોનો ચારો છે.
‘અતિશય શાણી’
“હું વિચારું છું કે મોટા ભાગના મધમાખી પાળનાર દેવમાં વિશ્વાસ કરે છે,” મારિયા કહે છે, આપણે મધમાખીઓનું સામાજિક માળખું, એમનો જટિલ સામાજિક જીવનનો મુગ્ધ કરે એવો વિકાસ, દિશા અને સંચારમાં તેમની ઉત્તમ ક્ષમતાઓ સમજવાની આપણી અક્ષમતાઓની યાદ દેવડાવે છે. અનેક લોકો જે અભ્યાસ કરે છે અને મધમાખીનો ઉછેર કરે છે તેઓ તરત જ આ સર્વ એ હકીકત સાથે સાંકળે છે કે મધમાખીઓ ‘અતિશય શાણી’ છે, અને આ સહજ ભાવ આપણા ભવ્ય ઉત્પન્નકર્તા, યહોવાહ દેવે તેમને ઉદારપણે આપ્યો છે.—સરખાવો નીતિવચન ૩૦:૨૪.
ફૂલથી તમારા ટેબલ સુધી મેદાનની મધમાખી ફૂલ પર જાય છે અને પુષ્પરસ ભેગો કરે છે તેઓ ફૂલ પર જાય છે ત્યારે, મધમાખી પોતાની મધ થેલીમાં પુષ્પરસ ભેગો કરે છે, જે પોતાના અન્નમાર્ગનો મોટો થયેલો ભાગ છે. આ થેલીને ભરવા માટે, મધમાખીને દરેક ફૂલ પર ૧,૦૦૦થી ૧,૫૦૦ વાર જવું જ પડે છે. મધપૂડામાં પાછી આવીને, પુષ્પરસને મધપૂડામાં સંગ્રહ કરે છે મધપૂડામાં પ્રવેશ કરતી વખતે, મેદાનની મધમાખી એક યુવાન કામદાર મધમાખીના મોંમાં પોતાની મધ થેલીને ખાલી કરે છે. પછીથી કામદાર મધમાખી પુષ્પરસને એક ખાનામાં મૂકી દે છે અને પુષ્પરસને મધમાં બદલવા જરૂરી કાર્ય કરે છે. મધમાખી ઉછેરનાર મધ કાઢે છે ગરમ બ્લેડથી, તે એ મીણને કાપે છે કે જે દરેક ચોકઠામાંનાં ખાનાઓથી ઢાંકેલું હોય છે. પછી તે ચોકઠાઓને એક મશીનમાં નાખે છે, જે મધને સેન્ટ્રિફ્યુગલ દ્વારા અલગ કાઢે છે. મધને મોટી બરણીઓમાં નાની બૉટલોમાં પેક કરવામાં આવે છે મધની બરણીઓ પરના લેબલ બતાવે છે કે મધમાખીઓએ કયા છોડના રસ ચૂસ્યા હતા. બરણી પારદર્શક હોય તો, તમે મધના રંગ પરથી એની ગુણવત્તા તપાસી શકો. તમારા આરોગ્ય માટે મધ સારું છે! મધ સહેલાઈથી શરીરમાં પચી જાય છે અને જલદીથી શક્તિમાં ફેરવાય છે. અહેવાલો બતાવે છે કે એ બળેલા ઘા પર અને અનેક પ્રકારના શારીરિક જખમનો ઉપચાર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
[Caption on page ૧૬]
૧
[Caption on page ૧૬]
૨
[Caption on page ૧૬]
૩
[Caption on page ૧૬]
૪
[Caption on page ૧૬]
૫