મધમાખી ક્યારે મધમાખી નથી હોતી?
મધમાખીઓ વ્યસ્ત જીવન જીવે છે, દિવસ દરમિયાન હજોરો ફૂલોની પાસે જઈ ફૂલોનો રસ મધપૂડામાં લાવે છે. વસંતઋતુ આવે છે ત્યારે, નર મધમાખી સાથીની શોધ કરે છે. આના માટે તેઓ દૃષ્ટિ કે સુગંધ ઉપર આધાર રાખતા હોય છે. છતાં, ટૂંકીદૃષ્ટિવાળી મધમાખી પણ એક વિચિત્ર વસ્તુ શોધી કાઢે છે અને અ છે—ઑર્કિડ.
દક્ષિણ યુરોપમાં, પુષ્કળ જંગલી ઑર્કિડ છે જેને ફલીત થવાનો આધાર તેઓના માંદા મધમાખીને છેતરવા પર રહેલો છે. આ ઑર્કિડને પુષ્પરાગનું “પાર્સલ” સાથી ઑર્કિડ પાસે મોકલવાની જરૂર છે. મધમાખીઓ આદર્શ લઈ જનાર છે. પરંતુ ઑર્કિડને મધમાખીને આકર્ષિ શકે એવો કોઈ સ્વાદિષ્ટ રસ ન હોવાથી, એમે છેતરામણી સહાય લેવી પડે છે જેમ એ હતું. અને ચાલાકી એ કરે છે કે ફૂલો દેખાવમાં અને સુગંધમાં માંદા મધમાખીને ઘણા બધા મળતા આવે છે જેથી નર મધમાખી એની સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે! આ ઑર્કિડ્સના દરેક પ્રકારને એનો પોતાનો બનાવટી દેખાવ અને સુગંધ હોય છે.
મધમાખીને પોતાની ભૂલ જણાય ત્યાં સુધીમાં તો, ઑર્કિડ્સ પુષ્પરાગનું ચીંકણુ પેકેટ એના શરીર પર ચોંટાડી દે છે. પછી મધમાખી ત્યાંથી ઉડી જાય છે, ફક્ત બીજા ઑર્કિડ્સ દ્વારા મૂર્ખ બનવા માટે, જે પુષ્પરાગ મેળવે છે. આવી ઘણી છેતરામણી પછી, મધમાખીને ભાન થાય છે કે આ ઑર્કિડ પર ભરોસો રાખવા જેવો નથી. એ સમય સુધીમાં, એણે અમુક ફૂલોને પરાગથી ઉત્પન્ન કરી દીધા હશે.
કઈ રીતે આ અવિચારી ઑર્કિડને મધમાખીને છેતરવા માટે એવી જ સુગંધ અને દેખાવ રાખવાની બુધ્ધિ મળી હશે? આવી નોંધપાત્ર ક્રિયાઓ બુધ્ધિશાળી રચના કરનારની સાક્ષી આપે છે, જેની ઉત્પત્તિ આશ્ચર્ય પમાડવા અને દંગ કરી નાખવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી.