વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧/૮ પાન ૨૮
  • વિ શ્વ નિ હા ળ તા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિ શ્વ નિ હા ળ તા
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ભયાનક ગેરસમજણો
  • ચેપી રોગો વધી રહ્યા છે
  • જગતવ્યાપી ગેરકાયદે કેફી દ્રવ્યોનો ઉપયોગ
  • “પવિત્ર શહેર”ની મૃત થતી ભક્તિ
  • ભારતને ખાઈ રહેલો રોગ ક્ષય
  • અંગ છેદ છોકરીઓ,
  • પ્રદૂષણ અને બાળપણમાં કેન્સર
  • તરૂણોમાં જાતીયતા
  • રીમોટ કંટ્રોલ કોણે પકડવું જોઈએ?
  • હાથ ધોવાની આળસ
  • લોહી અને એચઆઈવી ચેપ
  • હાથીનો વાતચીત સંચાર
  • ફેફસાંના રોગ
    સજાગ બનો!—૧૯૯૯
  • જીત અને હાર
    સજાગ બનો!—૧૯૯૮
  • વિશ્વને નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૬
  • ટ્યૂબરક્યુલોસીસ ફરીથી હુમલો કરે છે!
    સજાગ બનો!—૧૯૯૬
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧/૮ પાન ૨૮

વિ શ્વ નિ હા ળ તા

ભયાનક ગેરસમજણો

_

વર્ષ ૧૯૭૭ની એક જગતની સૌથી ખરાબ હવાઈ દુર્ઘટનામાં એક નાના શબ્દની ગેરસમજણે ભાગ ભજવ્યો હતો ધ યુરોપીયન સમાચાર પત્ર અહેવાલ આપે છે. બોઈંગ ૭૪૭ના ડચ પાયલોટે વાયરલેસ દ્વારા સંદેશો મોકલ્યો કે તે “તે ચઢાણ લેવાની તૈયારીમાં જ છે,” જેને ટેનેરીફ, કેનરી ટાપુના હવાઈ માર્ગદર્શક નિયંત્રકો સમજ્યા કે વિમાન નિશ્ચલ થઈ ગયુ છે. છતાં, પાયલોટનો કહેવાનો અર્થ હતો કે તેનું વિમાન ઘટ્ટ ધુમ્મસ વાળા રન-વૅ પર ઉતરી રહ્યું છે અને એ લગભગ શરૂ થવાની તૈયારીમાં જ હતુ. પરીણામે, વિમાન બીજા ૭૪૭ને ટકરાયુ અને લગભગ ૫૮૩ લોકો માર્યા ગયા. એની જેમ જ ૧૯૯૬માં, ભારત ખાતે દિલ્હી નજીક થયેલ હવાઈ અથડામણમાં ભાષાની ઓછી જાણકારી કારણ હતું જેમાં ૩૪૯ લોકો માર્યા ગયા. જોકે ગંભીર ભૂલો ભાગ્યે જ બને છે અને ઉડ્ડયન ટોળકી આદર્શ અંગ્રેજીમાં સખત તાલીમ મેળવે છે છતાં, હવાઈ ટોળકી ખૂબજ મર્યાદિત શબ્દો જાણે છે. કટોકટી ઉભી થાય ત્યારે ચિંતામાં તેઓ ભાષાને પૂરેપૂરી ભૂલી જઈ શકે. એકદમ સાચો હવાઈ વાતચીત સંચાર જાળવવા માટે નિષ્ણાતો પાયલોટ કેબીનમાં કોમ્પ્યુટર તકનીકને સ્થાપવાની ભલામણ કરે છે.

ચેપી રોગો વધી રહ્યા છે

_

નાસૌઇસ્ચે નોઈ પ્રેસે અહેવાલ આપે છે, “છેલ્લા ૨૦ વર્ષો દરમિયાન, ૩૦ સંપૂર્ણ નવા અને એકદમ ચેપી રોગો આવ્યા છે.” આમાના મોટા ભાગના—જેવા કે એબોલા, એઈડ્‌સ અને હેપિટાઈટિસ સી—નો કોઈ ઇલાજ નથી. વધુમાં, મલેરીયા, કોલેરા અને ક્ષય જેવા ચેપી રોગો પણ વધી રહ્યા છે. શા માટે? વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ના જણાવ્યા પ્રમાણે, “ઘણી બીમારીઓ ફરીથી દેખાઈ રહી છે કારણ કે જીવાણુ વિનાશકની પહોળી મર્યાદાથી વધુને વધુ વાઈરસ પ્રતિરોધક થઈ રહ્યા છે. જીવાણુ વિનાશક દવાઓ બનાવવાનો ખર્ચ ખૂબ જ હોવાથી થોડી જ દવાઓ બનાવવામાં આવી છે.” આ વલણને પાછુ પાડવાના પ્રયત્નમાં, સરકારને અને દવા બનાવતી સંસ્થાઓને હુ અરજ કરે છે કે “નવી જીવાણુ નાશક દવાઓ બનાવવામાં વધુ પૈસા ખર્ચો અને ચેપી રોગ છે કે નહિ એ તપાસવાની પદ્ધતીઓ સુધારો.” વર્ષ ૧૯૯૬માં ચેપી રોગોથી ગોળા વ્યાપી મરણનો આંકડો લગભગ ૫.૫ કરોડ હતો.

જગતવ્યાપી ગેરકાયદે કેફી દ્રવ્યોનો ઉપયોગ

_

યુએન અહેવાલ કહે છે કે, ગેરકાયદે કેફી દ્રવ્યોનું વેચાણ આંતરરાષ્ટ્રીય વેપારના ૮ ટકા જેટલી આવક મેળવે છે અને ૪૦૦ અબજ ડૉલર જેટલી ઊપજ પેદા કરે છે. ગેરકાયદે કેફી પદાર્થોની જગતવ્યાપી અસરનો પૂરેપૂરો અભ્યાસ સમાવતો પ્રથમ ૩૩૨ પાનનો અહેવાલ રજૂ થયો છે. એ બતાવે છે કે જગતની વસ્તીના લગભગ ૨.૫ ટકા—લગભગ ૧૪ કરોડ લોકો—મેરેજુએના અથવા એની ઉપજ ગાંજો પીએ છે. ત્રણ કરોડ લોકો ઉત્તેજક દ્રવ્યોનો ઉપયોગ કરે છે અને ૮૦ લાખ લોકો હેરોઈન લે છે. ગુનાશોધક શાખા હજારો ટન મેરેજુએના, કોકેઈન, હેરોઈન અને મોર્ફીઈન પકડી પાડે છે એ સમયે એથી પણ વધુ રહી જાય છે. અહેવાલે કહ્યું કે કોકેન માટે નડતર દર ૩૦ ટકા છે અને હેરોઈન માટે ફક્ત ૧૦થી ૧૫ ટકા છે. આતંરરાષ્ટ્રીય કેફી પદાર્થોનો વેપાર કરનારા ઘણા વિકસીત છે. યુએન કેફી પદાર્થ નિયંત્રણ કાર્યક્રમના ડાયરેક્ટર જનરલ જોર્જો જાકોમેલી કહે છે, “આ સમસ્યા એ ગોળાવ્યાપી સમસ્યા છે અને એને એકલદોકલ દેશો દ્વારા ઉકેલી ન શકાય.”

“પવિત્ર શહેર”ની મૃત થતી ભક્તિ

_

રોમને એક પવિત્ર શહેર તરીકે ગણવામાં આવે છે અને એ કેથલીક ચર્ચના બિશપનું મુખ્ય શહેર છે છતાં, ત્યાંના લોકો કેટલાક વિચારે છે તેમ ધાર્મિક નથી. થર્ડ યુનિવર્સિટી ઑફ રોમ દ્વારા લીધેલા રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ, ઈટાલી વાસીઓના લગભગ ૧૦ ટકા લોકો “સંપૂર્ણ” રીતે ખ્રિસ્તીત્વમાં રસ નથી ધરાવતા, પરંતુ રોમમાં એની સંખ્યા ૧૯ ટકાની છે. સમાચાર પત્ર લા રીપબ્લીકા નોંધે છે કે રોમના વધારાના ૨૧ ટકા લોકોને કેથલીક ચર્ચમાં “થોડો” રસ છે. બીજી તર્ફે, ફક્ત ૧૦ ટકા લોકો જ ધર્મમાં વધુ રસ ધરાવે છે. સમાજશાસ્ત્રી રોબર્ટ ચિપેરીયનીના જણાવ્યા પ્રમાણે, રોમની ૪ વ્યક્તિમાંથી ફક્ત ૧ જ વ્યક્તિ વલણ અને વર્તન સંબંધી ચર્ચની વાતોને અનુસરે છે.

ભારતને ખાઈ રહેલો રોગ ક્ષય

_

ક્ષયના બેક્ટેરીયાને નિયંત્રણમાં લાવવાનાં વિસ્તૃત પ્રયત્નો છતાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) દાવો કરે છે કે ભારતમાં દરેક ૨ પુખ્ત વ્યક્તિઓમાંથી ૧ એનાથી અસર પામેલો છે. ધ એશિયન એજ સમાચારપત્ર અહેવાલ આપે છે કે ભારતના ૯૦ કરોડ કરતાં વધુ લોકો મધ્યે, ૨૦ લાખ કરતાં વધુ લોકો દર વર્ષે સક્રિય ક્ષયના ભોગ બને છે અને લગભગ ૫,૦૦,૦૦૦ લોકો એનાથી મરણ પામે છે. હુના જણાવ્યા પ્રમાણે ચેપની અસર અને અસર થવાના ભયનું પરિણામ અતિગણુ વધારે છે. ક્ષય થયો છે એવા લોકોને ફક્ત રોગના લક્ષણો સામે જ લડવાનું નથી હોતું પરંતુ તેઓએ આ રોગ સાથે જોડાયેલા લાંછન સાથે પણ જીવવું પડે છે. આ પડોશીઓ, કાર્યકરો, સાથીકામદારો તરફથી તરછોડાયેલ તરફ દોરી જઈ શકે. યુવાન પત્નિને ક્ષય માલુમ પડે તો ઘણી વાર તેને પીયર પાછી મોકલી દેવામાં આવે છે એવા કારણ સાથે કે એ બાળકો પેદા કરવા અસમર્થ છે.

અંગ છેદ છોકરીઓ,

તરૂણાવસ્થામાં જન્મ

_

“દર વર્ષે લગભગ ૨૦ લાખ છોકરીઓનાં અંગ છેદ કરવામાં આવે છે,” પ્રોગ્રેસ ઑફ નેશન્સ બાળકોનું સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ પર પ્રકાશન યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડની ૧૯૯૬ની આવૃત્તિ નોંધે છે. “બધા કિસ્સાના ૭૫ ટકાનો અહેવાલ ઇજીપ્ત, ઈથોપીયા, કેન્યા, નાઈઝીરીયા, સોમાલીયા અને સુદાન આપે છે. જીબાઉતી અને સોમાલીયામાં ૯૮% છોકરીઓનાં અંગ છેદ કરેલાં છે.” એ કાપવાની પદ્ધતિમાં, દુ:ખ સિવાય ચેપ લાગવો, લાંબા સમય સુધી લોહી પડવું, વાંઝીયાપણું અને મરણ પરિણમી શકે. “અંગ છેદ કરવું કોઈ પણ ધર્મમાં જરૂરી નથી. અહેવાલ નોંધે છે કે એ કુંવારાપણુ જાળવવા, લગ્‍નની સલામતી મેળવવા અને જાતીય આવેગો પર કાબૂ રાખવા માટે અપનાવેલું પરંપરાગત માળખુ છે.” સ્ત્રીઓના હક અને બાળકીની ભલાઈ માટે કામ કરતા સંગંઠનો અને વૃંદો આ આચરણને બંધ કરાવવા માટે સરકાર પર દબાણ કરે છે.

બીજો અહેવાલ બતાવે છે કે ઘણા દેશોમાં તરુણાવસ્થામા જન્મો સમસ્યાઓ ઉભી કરે છે. દાખલા તરીકે યુનાઈટેડ સ્ટેટ્‌સમાં ઔદ્યોગીક જગતના ઊંચા દરો છે: ૧૫થી ૧૯ વર્ષની ૧,૦૦૦ છોકરીઓ દર વર્ષે ૬૪ જન્મો આપે છે. દર વર્ષે ફક્ત ચાર જન્મો સાથે જાપાનનો સૌથી નીંચો આંક છે. તરૂણાવસ્થામાં જન્મો ફક્ત યુવાન સ્ત્રીના વિકાસ, શિક્ષણ અને પ્રગતિની સારી તકોને જ અસર કરતા નથી પરંતુ તે બાળક પર પણ અસર પાડી શકે જેમ કે કાળજી લેવાની ખામી, ગરીબી અને કુટુંબનું અસ્તવ્યસ્ત બંધારણ.

પ્રદૂષણ અને બાળપણમાં કેન્સર

_

લગભગ ૨૨,૪૦૦ બ્રિટીશ બાળકોના ૨૭ વર્ષના અભ્યાસના પૃથ્થકરણ પછી, એપીડેમીઓલોજીસ્ટની ટુકડીએ શોધી કાઢ્યુ કે બીજે ક્યાંય પણ જન્મેલા હોય એ કરતાં પ્રદૂષણ ઉદ્‍ભવથી પાંચ કીલોમીટરના અંતરમાં જન્મેલા બાળકોને લ્યુક્યેમીયાથી મરવાની અને બાળપણમાં કેન્સર થવાની ૨૦ ટકા વધુ શક્યતા છે. લંડનનું ધ ટાઈમ્સ અહેવાલ આપે છે, હવાને કારણે થતું પ્રદૂષણ “મોટા ભાગે પરિણામ મેળવવાની પદ્ધતિ જેવું હોય છે” જે બાળપણમાં કેન્સર થવાના કેસોનું કારણ છે. અને પ્રદૂષણ થવાનું કારણ તેલ કંપનીઓ, ઓટોમોબાઇબલ ફેકટરીઓ, બિન-ન્યુકલીઅર ઉર્જા સ્ટેશનો, સ્ટીલ અને સીમેન્ટના કારખાનાઓ દ્વારા છોડવામાં આવતા રાસાયણિક પદાર્થો અને ધુમાડા છે. અભ્યાસ એ પણ અહેવાલ આપે છે કે હાઈવે અને રેલ્વે ટ્રેકના ચાર કિલોમીટરના વિસ્તારમાં જન્મતા બાળકો મધ્યે કેન્સરના કારણે મરણનું પ્રમાણ ઊંચુ છે. અહેવાલના લેખક દાવો કરે છે કે પેટ્રોલ અને ડીઝલ એનું કારણ હોય શકે.

તરૂણોમાં જાતીયતા

_

નાઈઝીરીયાનું સમાચાર પત્ર વીકએન્ડ કોન્કર્ડ જણાવે છે એ પ્રમાણે, તાજેતરનો અભ્યાસ બતાવે છે કે “નાઇઝીરીયાના તરુણો જાતીયતાની બાબતમાં જગતમાં સૌથી વધુ સક્રિય છે.” વર્ષ ૧૪થી ૧૯ વચ્ચેના કંઈક ૬૮ ટકા છોકરાઓ અને ૪૩ ટકા છોકરીઓ સંભોગ કર્યો હોવાનું સ્વીકારે છે. આ બાબત ઘણી ન જોઈતી ગર્ભાવસ્થામાં દોરી જાય છે. એક જુદો અભ્યાસ બતાવે છે કે “નાઈઝીરીયામાં ૧૯ વર્ષથી નીચેની યુવાન સ્ત્રીઓના મરણના ૭૧ ટકા ગર્ભપાત સંબંધી હોય છે,” કોન્કર્ડ કહે છે.

રીમોટ કંટ્રોલ કોણે પકડવું જોઈએ?

_

ઈટાલીમાં EURISPES (રાજનૈતિક, આર્થીક અને સામાજીક અભ્યાસ માટેની સંસ્થા)ના સંશોધકોએ તાજેતરમાં ટીવી જોવાની ટેવ પર અભ્યાસના પરિણામો પ્રકાશીત કર્યા. લગભગ ૨,૦૦૦ ઈટાલીયન કુટુંબોના ઈંટરર્વ્યું લેવામાં આવ્યા. તેઓને બીજા પ્રશ્નો મધ્યે એ પણ પૂછવામાં આવ્યુ કે કુટુંબમાં મોટે ભાગે કોણ ટીવી રીમોટ કંટ્રોલ હાથમાં રાખે છે, સમાચાર પત્ર દ્વારા એનું ઉપનામ આપવામાં આવ્યુ કુટુંબમાં આધુનિક દિવસની સત્તાની લાકડી. મોટાભાગના કિસ્સાઓમાં નિયંત્રણ કરનાર તરીકે પિતાનું નામ ઉલ્લેખવામાં આવ્યું હતું. ચેનલ બદલવાની વાત આવે છે ત્યારે નિર્ણય લેનાર તરીકે બાળકો બીજા નંબરે હતા. કુટુંબમાં રીમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખવાની બાબતમાં માતા છેલ્લા સ્થાને આવે છે.

હાથ ધોવાની આળસ

_

ફ્રેંચ ઔષધીય સમાચાર પત્ર લે ક્વોટીડીયન ડુ મેડીસનમાં તાજેતરનો લેખ વધતા જતાં ચિંતાજનક વલણો ચમકાવે છે—જમતા પહેલાં કે ટોયલેટના ઉપયોગ પછી હાથ ન ધોવાનું વલણ. ડૉ. ફ્રેડરીક સાલ્ડમોનના જણાવ્યા પ્રમાણે, વ્યક્તિગત સ્વચ્છતાની આ સાદી ખામી આરોગ્યનું ઘણું મોટુ જોખમ છે અને એ વિસ્તૃત રીતે ફેલાયેલી સમસ્યા દેખાય છે. લેખ એક અભ્યાસ ટાંકે છે જેમાં ઈંગ્લૅન્ડના પબ્સમાં ચાવણુંના વાટકામાં ૧૨ જુદાજુદા વ્યક્તિઓના મૂત્રના ચિહ્‍નો જોવા મળ્યા. અમેરીકાની શાળાનો બીજો એક અભ્યાસ બતાવે છે કે નિયમીત હાથ ધોવાય છે કે નહિ એની શિક્ષક દ્વારા દેખરેખ રાખતા પાચનની સમસ્યાને લીધે ગેરહાજર રહેતા બાળકોની સંખ્યામાં ૫૧ ટકાનો ઘટાડો અને શ્વાચ્છોશ્વાચ્છની સમસ્યાથી પરિણમતી ગેરહાજરીમાં ૨૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. બાળકોને નાનપણથી જ સ્વચ્છતાનું પાયાનું શિક્ષણ આપવાના મહત્ત્વ પર ભાર મૂકતાં લેખની સમાપ્તિ થઈ.

લોહી અને એચઆઈવી ચેપ

_

જગતવ્યાપી એચઆઈવી/એઈડ્‌સથી અસર પામેલા ૨.૨ કરોડ લોકોમાં, ૯૦ ટકા કરતાં વધુ લોકો વિકસી રહેલાં દેશોમાં રહે છે. “વિકસી રહેલાં દેશોમાં લગભગ નવા ૧૦ ટકા જેટલાં એચઆઈવીના કેસ લોહી બદલાણને કારણે હોય છે,” પેનોસ, લંડન આધારિત માહિતી સંગઠન અહેવાલ આપે છે. ઘણા દેશોમાં લોહીનો પૂરવઠો સલામત નથી કારણ કે એચઆઈવીનું પરીક્ષણ કરતી લેબોરેટરી પૂરેપૂરી સુરક્ષિત નથી. દાખલા તરીકે પાકિસ્તાનમાં, લગભગ અડધા કરતા ઓછી બ્લડ બૅંકને એચઆઈવીને તપાસવાના સાધનો છે. પરિણામે, નવા એચઆઈવી ચેપના ૧૨ ટકા લોહી બદલાણને કારણે હોય છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં એઈડ્‌સનો પ્રથમ કિસ્સો નોંધાયો ત્યારથી, જગતવ્યાપી ત્રણ કરોડ લોકો એચઆઈવી વાયરસ જે રોગનું કારણ છે એના સંપર્કમાં આવ્યા છે.

હાથીનો વાતચીત સંચાર

_

હાથીની ધ્વનીજનક રજ્જૂઓ એટલી વિશાળ હોય છે કે તેઓ ઉત્પન્‍ન કરે છે એ અવાજની ક્ષમતા એક સેકંડના ૨૦ ચક્ર કે એથી પણ ઓછી હોય છે—માનવ શ્રવણશક્તિની ક્ષમતાથી ઘણી ઓછી હોય છે. આવા ઊંડા અવાજો દૂર સુધી પહોંચે છે અને હાથીઓ એને લગભગ દોઢ કીલોમીટર દૂરથી ઓળખી શકે છે. એઓ લગભગ ૧૫૦ જુદાજુદા હાથીઓના અવાજને ઓળખી શકે છે, અને એના પ્રત્યુત્તરમાં એઓ પોતાના કુટુંબના સભ્યો કે પોતાના વૃંદના હાથીઓ તરફ પ્રયાણ કરે છે. સામાન્ય રીતે હાથીઓ અજાણ્યા હાથીના અવાજને અવગણે છે અથવા એ સાંભળવાથી વ્યાકુળ થઈ જાય છે. કેન્યાના રાષ્ટ્રીય પાર્ક એમ્બોસલીમાં એક અભ્યાસ પછી, પ્રાણી વર્તણૂકનું ધ્યાન રાખનાર બ્રિટન્સ યુનિવર્સિટી ઑફ સુસેક્સની ડૉ. કેરન મેકોમ્બ સમજાવે છે કે “આવો અદ્‍ભૂત વાતચીત સંચાર બીજા કોઈ પણ સ્તનીય પ્રાણીઓમાં જોવા મળતો નથી,” લંડનનું ધ ટાઈમ્સ અહેવાલ આપે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો