વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૮/૮ પાન ૨૪-૨૫
  • શું વિજ્ઞાન અને બાઇબલ એકમત થાય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું વિજ્ઞાન અને બાઇબલ એકમત થાય છે?
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું ચમત્કારો અવૈજ્ઞાનિક છે?
  • શું બાઇબલ વિજ્ઞાનની વિરૂદ્ધ છે?
  • ઉચ્ચ ઉદ્‍ભવ તરફથી જ્ઞાન
  • વિજ્ઞાન વિશે યહોવાના સાક્ષીઓના વિચારો શું છે?
    વારંવાર પૂછાતા સવાલો
  • શું બાઇબલ અને વિજ્ઞાન સુમેળમાં છે?
    સજાગ બનો!—૨૦૧૧
સજાગ બનો!—૧૯૯૭
g97 ૮/૮ પાન ૨૪-૨૫

બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ

શું વિજ્ઞાન અને બાઇબલ એકમત થાય છે?

વિ માનો અને પરમાણુ બૉંબથી લઈને, જીન્સ દ્વારા અદલાબદલી કરવામાં આવેલી કોષિકાઓ અને ઘેટાના ક્લોનિંગ કરવા સુધીની, આપણી ૨૦મી સદી પર વિજ્ઞાને સંપૂર્ણ અંકુશ ચલાવ્યો છે. વૈજ્ઞાનિકોએ માણસોને ચંદ્ર સુધી પહોંચાડ્યા છે, શીતળાનો મૂલોચ્છેદ કર્યો છે, ખેતીકાર્યનું રૂપ બદલ્યું છે, અને કરોડો લોકો માટે તાત્કાલિક, વિશ્વવ્યાપી વાતચીત શક્ય બનાવી છે. તેથી, વૈજ્ઞાનિકો જે કંઈ કરે કે કહે એનો લોકો સ્વીકાર કરે છે, એમાં કોઈ આશ્ચર્યની બાબત નથી. પરંતુ જો વૈજ્ઞાનિકો બાઇબલ વિષે શું કહે છે? અને એના બદલામાં બાઇબલ વિજ્ઞાન વિષે શું કહે છે?

શું ચમત્કારો અવૈજ્ઞાનિક છે?

“વૈજ્ઞાનિક મન ધરાવતા લોકો ‘કારણ-અને-અસરʼના સબંધમાં માને છે. તેઓને લાગે છે કે દરેક બાબતો માટે સંપૂર્ણ સ્વાભાવિક વ્યાખ્યા હોય છે,” એમ એક સમકાલીન એન્સાયક્લોપેડિયા કહે છે. બાઇબલ વિદ્યાર્થીઓ પણ સ્થાપિત બાઇબલ સિદ્ધાંતોનો સ્વીકાર કરે છે. તેમ છતાં, તેઓ સ્વીકારે છે કે બાઇબલ અવારનવાર એવા ચમત્કારિક બનાવોની ચર્ચા કરે છે જેને વર્તમાન જ્ઞાન અનુસાર વૈજ્ઞાનિક રીતે સમજાવી શકાય નહિ. દાખલા તરીકે, યહોશુઆના સમયમાં સૂર્યનું એક જગ્યાએ થોભવું અને ઈસુનું પાણી પર ચાલવું. (યહોશુઆ ૧૦:​૧૨, ૧૩; માત્થી ૧૪:​૨૩-૩૪) તેમ છતાં, આ ચમત્કારોને એ રીતે રજૂ કરવામાં આવ્યા છે જેમ એ કોઈ અલૌકિક રીતે કાર્ય કરી રહેલી દેવની શક્તિને કારણે થયા હોય.

આ મુદ્દો મહત્ત્વનો છે. બાઇબલ એવો દાવો કરે કે લોકો દૈવી મદદ વગર પાણી પર ચાલી શકે છે અથવા આકાશમાં સૂર્યની ગતિને સ્પષ્ટ કારણ વગર રોકવામાં આવી શકે છે તો, આ વૈજ્ઞાનિક હકીકતોની વિપરીત હોય એવું દેખાઈ શકે. તેમ છતાં, એ એવી ઘટનાઓનું નિમિત્ત દેવની શક્તિને આપે છે ત્યારે, વિજ્ઞાનનું ખંડન કરવાના બદલે, એવી ઘટનાઓના બાઇબલ અહેવાલ, ચર્ચાને એવા વિસ્તાર તરફ લઈ જાય છે કે જ્યાં વિજ્ઞાન હજુ પણ પહોંચી શકે નહિ.

શું બાઇબલ વિજ્ઞાનની વિરૂદ્ધ છે?

બીજી તર્ફે, એ ઘટનાઓ વિષે શું, જ્યાં બાઇબલ લોકોના જીવનની સામાન્ય ઘટનાઓની ચર્ચા કરે છે અથવા ઉપલક રીતે છોડવાં, જાનવરો કે કુદરતી ઘટનાઓના વિષે કહે છે? રસપ્રદપણે, આવી બાબતોમાં આપવામાં આવેલી માહિતીના સંદર્ભને ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે એવું કોઈ ઉદાહરણ પુરવાર કરવામાં આવ્યું નથી કે જ્યાં બાઇબલ વૈજ્ઞાનિક હકીકતોની વિરૂદ્ધ હોય.

દાખલા તરીકે, ઘણી વાર બાઇબલ કાવ્ય ભાષાનો ઉપયોગ કરે છે કે જે હજારો વર્ષ પહેલાં જીવતા લોકોની સમજવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. અયૂબનું પુસ્તક કહે છે કે યહોવાહ આકાશને હલાવે કે આગળ વધારે છે “ગાળેલી ધાતુની આરસીના જેવું મજબૂત છે” તો, એ આકાશને સારી રીતે એવી ધાતુના અરીસાનું વર્ણન કરે છે જે પ્રકાશમય પ્રતિબિંબ આપે છે. (અયૂબ ૩૭:૧૮) આ દૃષ્ટાંતને શાબ્દિક રીતે લેવાની કોઈ જરૂર નથી, જેમ તમે પૃથ્વીના “પાયા” અથવા એના “ખૂણાનો મુખ્ય પથ્થર”ના દૃષ્ટાંત શાબ્દિક રીતે લેશો નહિ.​—⁠અયૂબ ૩૮:​૪-૭.

એ મહત્ત્વપૂર્ણ છે કારણ કે અનેક ટીકાકારોએ એવા દૃષ્ટાંતોને શાબ્દિક રીતે લીધાં છે. (૨ શમૂએલ ૨૨:૮; ગીતશાસ્ત્ર ૭૮:​૨૩, ૨૪ જુઓ.) તેઓએ નિષ્કર્ષ કાઢ્યો છે કે બાઇબલ કંઈક આમ શીખવે છે, જે ધ એન્કર બાઇબલ ડિક્સનરીમાંથી ટાંકવામાં આવ્યું છે.

“આ પૃથ્વી પર માનવજાતિ રહે છે, એ ગોળ, સખત પદાર્થ, કદાચ એક ચક્રની રીતે જોવામાં આવ્યું છે, જે બેહદ પાણીની સીમા પર તરી રહી છે. આ સૌથી નીચેના પિંડની સમાંતર, ઉપર પણ એવી જ પ્રકારનું એક બીજું પિંડ છે, જેનાથી પાણી વરસાદના રૂપમાં આકાશી નહેરને છેદીને પાણીના રૂપમાં પડે છે. ચંદ્ર, સૂર્ય અને બીજા પ્રકાશ આપનારા એક વાંકી વળેલી સંરચના પર લગાવવામાં આવ્યા છે જે પૃથ્વી પર ઢળે છે. આ સંરચનાત્મક યાજકીય વર્ણનના પરિચિત ‘આકાશ’ (રેકિયા) છે.”

એ સ્પષ્ટ છે કે આ વર્ણન આધુનિક વિજ્ઞાનથી વિપરીત છે. પરંતુ શું આ આકાશના સંબંધમાં બાઇબલ શિક્ષણનું યોગ્ય મૂલ્યાંકન છે? જરાય નહિ. ધ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ બાઇબલ એન્સાયક્લોપેડિયા બતાવે છે કે હેબ્રી વિશ્વનું આ પ્રકારનું વર્ણન “વાસ્તવમાં જૂના કરારના કોઈ વાસ્તવિક કથનથી વધારે અંધકાર યુગ દરમિયાન યુરોપમાં પ્રચલિત વિચારો પર આધારિત છે.” એ મધ્ય યુગના વિચારો ક્યાંથી આવ્યા? ધ બીગનીંગ્સ ઑફ વેસ્ટન સાયંસમાં ડેવિડ સી લિંડબર્ગ સમજાવે છે કે, તેઓ મોટે ભાગે પ્રાચીન ગ્રીક તત્ત્વજ્ઞાની એરિસ્ટોટલના બ્રહ્માંડ વિજ્ઞાન પર આધારિત હતુ, જેમનું કાર્ય વધારે મધ્યકાલિન શિક્ષણ પર આધારિત હતું.

દેવનું બાઇબલ એવી ભાષામાં અભિવ્યક્ત કરવું બુઠ્ઠુ અને વિચલિત કરનારું લાગ્યું હશે જે ૨૦મી સદીના વૈજ્ઞાનિકોને આકર્ષક લાગત. વૈજ્ઞાનિક સૂત્રના બદલે, બાઇબલ લોકોના રોજબરોજના જીવનમાંથી લીધેલા વિવિધ દૃષ્ટાંતોમાંથી જીવંત બને છે જેનાથી તેઓને પહેલાં લેખન કર્યું​—⁠એવાં ચિત્રો કે જે આજે પણ સમયહીન પ્રભાવથી સજીવ થાય છે.​—⁠અયૂબ ૩૮:​૮-૩૮; યશાયાહ ૪૦:​૧૨-૨૩.

ઉચ્ચ ઉદ્‍ભવ તરફથી જ્ઞાન

તેમ છતાં, રસપ્રદપણે, કેટલાક બાઇબલમય સંદર્ભ વૈજ્ઞાનિક જ્ઞાનનું પ્રતિબિંબ પાડે છે કે એ જે સમયમાં જીવતા લોકોના સમયમાં પ્રાપ્ય ન હતું. અયૂબ, દેવનું “ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે, અને પૃથ્વીને અધર લટકાવે છે” તરીકે વર્ણન કરે છે. (અયૂબ ૨૬:⁠૭) પૃથ્વી હવામાં “અધર લટકાવે” છે એ વિચાર મોટા ભાગના પ્રાચીન લોકોની કાલ્પનિક વાત, કે જે એને હાથી કે દરિયાઈ કાચબા પર મૂકી છે કરતાં વધારે જુદી હતી. મૂસાના નિયમમાં આરોગ્યશાસ્ત્ર સંબંધીની જરૂરિયાતો હતી જે એ સમયના તબીબી જ્ઞાનની સરખામણી કરતાં વધારે આગળ હતી. જે લોકો વિષે શંકા હોય છે કે તેને કોઢનો રોગ છે, એમને અલગ રહેવાનો નિયમ અને શબને અડકવાના નિષેધ વિરૂદ્ધ નિઃશંક ઘણા ઈસ્રાએલીઓના જીવન બચાયા. (લેવીય ૧૩; ગણના ૧૯:​૧૧-૧૬) બરાબર એનાથી વિરૂદ્ધ, આશ્શૂરીઓના તબીબી કાર્યોને “ધર્મ, જાદુમંત્ર અને દુષ્ટાત્માઓના સમાવેશનું વર્ણન કરવામાં આવ્યું છે અને એમાં કૂતરાની વિષ્ટા” અને માનવ મૂત્રથી સારવાર કરવાનો સમાવેશ છે.

જેમ કે એક વ્યક્તિ ઉત્પન્‍નકર્તાથી પ્રેરિત પુસ્તકથી કદાચ આશા રાખે, બાઇબલમાં એવી વૈજ્ઞાનિક જાણકારી છે કે જે સ્પષ્ટ રીતે એના સમયથી આગળ વધેલી છે, છતાં, આ ક્યારેય એવાં વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણોમાં તલ્લીન થતી નથી જે પ્રાચીન સમયના લોકો માટે અર્થહીન અથવા મૂંઝવણમાં મૂકનારી હોય. બાઇબલમાં એવી કોઈ પણ બાબત નથી જે વૈજ્ઞાનિક ઘટનાઓની વિરૂદ્ધ હોય. બીજી તર્ફે, બાઇબલમાંની એવી ઘણી માહિતી છે જે અયોગ્ય સિદ્ધાંતો સાથે સહમત થતી નથી, જેવી કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત.

[Caption on page ૨૪]

NASA

[Caption on page ૨૫]

અયૂબની પૃથ્વી ‘અધ્ધર લટકેલી’ છે ટિપ્પણી એવું જ્ઞાન બતાવે છે જે એના સમકાલીનો પાસે ન હતું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો