વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૮/૮ પાન ૫-૮
  • ઇંટરનેટ એની સેવાઓ અને સાધનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઇંટરનેટ એની સેવાઓ અને સાધનો
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • સમાચારવૃંદ
  • માહિતીના સહભાગી થવું અને વિષય શોધવો
  • જગતવ્યાપી જાળ
  • નેટ પર મુસાફરી
  • સામાન્ય “ગપસપ” શું છે?
  • ઇંટરનેટ માટે ખર્ચ કોણ ઉપાડે છે?
  • ઇંટરનેટના જોખમથી હું કઈ રીતે બચી શકું?
    સજાગ બનો!—૨૦૦૦
  • ઇંટરનેટ શા માટે સાવધ રહેવું?
    સજાગ બનો!—૧૯૯૭
  • ઇંટરનેટ શું છે?
    સજાગ બનો!—૧૯૯૭
  • ઇંટરનેટ શું તમને ખરેખર એની જરૂર છે?
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૮/૮ પાન ૫-૮

ઇંટરનેટ એની સેવાઓ અને સાધનો

ઇં ટરનેટ દ્રારા પૂરું પાડેલ સામાન્ય સાધન ઈ-મેલ તરીકે જાણીતું ઈલેક્ટ્રોનિક મેલ, માહિતી મોકલવા અને મેળવવા માટેની જગતવ્યાપી પદ્ધતિ છે. હકીકતમાં, ઈ-મેલ ઇંટરનેટ માર્ગવ્યવહારનો મોટો ભાગ રજૂ કરે છે અને ઘણાં તો ઇંટરનેટમાં ફક્ત એનો જ ઉપયોગ છે. એ કઈ રીતે કાર્ય કરે છે? એ પ્રશ્નના જવાબ માટે, ચાલો આપણે પ્રથમ સામાન્ય ટપાલ પદ્ધતિની સમીક્ષા કરીએ.

કલ્પના કરો કે તમે કૅનેડામાં રહો છો અને મોસ્કોમાં રહેતી તમારી દીકરીને પત્ર મોકલવા ઇચ્છો છો. પરબીડિયાં પર યોગ્ય રીતે સરનામું લખ્યા પછી, તમે એને ટપાલ કરો છો, આ રીતે પત્રની મુસાફરી શરૂ થાય છે. ટપાલખાતાની સુવિધા માટે, પત્ર નજીકના સ્થળે, કદાચ પ્રાદેશિક કે રાષ્ટ્રીય વિતરણ કેન્દ્રએ, અને પછી તમારી દીકરીના રહેઠાણ નજીક સ્થાનિક ટપાલ કાર્યાલયે જાય છે.

આવી જ પ્રવૃત્તિ ઈ-મેલ સંબંધી જોવા મળે છે. તમારા કૉમ્પ્યુટર પર તમારો પત્ર તૈયાર કરવામાં આવ્યા પછી, તમારે ઈ-મેલ સરનામું સવિસ્તર વર્ણવવું જોઈએ કે જે તમારી દીકરીની ઓળખ આપે. એક વાર તમે આ ઈલેક્ટ્રોનિક મેલ મોકલો, એ તમારા કૉમ્પ્યુટરમાં થઈને પ્રવાસ કરે છે, હંમેશા મોડેમ કહેવાતા યંત્ર મારફતે, જે તમારા કૉમ્પ્યુટરને ટેલિફોન નેટવર્ક મારફતે ઇંટરનેટ સાથે જોડે છે. એનાથી એની મુસાફરી આરંભી, અનેક કૉમ્પ્યુટરે જાય છે કે જેનું કાર્ય સ્થાનિક અને રાષ્ટ્રીય ટપાલખાતાની અમુક રસ્તે મોકલવાની સુવિધા જેવું હોય છે. એની પાસે એટલી માહિતી હોય છે કે પત્રને આખરી કૉમ્પ્યુટરે પહોંચાડવો, જ્યાં તમારી દીકરી એને પ્રાપ્ત કરી શકે.

સામાન્ય ટપાલથી ભિન્‍ન, ઈ-મેલ હંમેશા એના આખરી મુકામે, અન્ય ખંડોમાં પણ, મિનિટ કે એથી ઓછા સમયમાં પહોંચે છે, ત્યારે જ નહિ જ્યારે નેટવર્કના અમુક ભાગો અતિશય ભરેલા હોય કે હંગામી રીતે ક્રિયાશીલ ના હોય. તમારી દીકરી પોતાના ઈલેક્ટ્રોનિક મેલબૉક્સમાં તપાસે ત્યારે, તેને તમારો ઈ-મેલ મળી આવશે. ઈ-મેલની ઝડપ અને જેટલી સરળતાથી એ સમગ્ર જગત ફરતે અનેકવિધ મેળવનારાઓને એ મોકલવામાં આવી શકે છે એને માહિતી સંચારનું લોકપ્રિય રૂપ બનાવે છે.

સમાચારવૃંદ

બીજી એક લોકપ્રિય સેવા યુઝનેટ કહેવાય છે. યુઝનેટ, સમાચારવૃંદોને ખાસ વિષયો પર વૃંદ ચર્ચાવિચારણા કરવા માટે પરવાનગી આપે છે. અમુક સમાચારવૃંદ અનેકવિધ વપરાશી વસ્તુઓ ખરીદવા કે વેચવા વિષે વાત કરે છે. હજારો સમાચારવૃંદો છે, અને એક વાર યુઝનેટમાં જોડાઓ પછી તેમના ગ્રાહક થવા માટે કોઈ કિંમત થતી નથી.

ચાલો આપણે કલ્પના કરીએ કે કોઈ વ્યક્તિ ટપાલ-ટિકિટ ભેગી કરતા સમાચારવૃંદમાં જોડાય છે. આ વૃંદને બીજા ગ્રાહકો દ્રારા આ શોખ વિષેના નવા સંદેશાઓ મોકલી આપવામાં આવે ત્યારે, સંદેશાઓ આ નવાઓ માટે પ્રાપ્ય બને છે. આ વ્યક્તિ ફક્ત કોઈ વ્યક્તિએ સમાચારવૃંદને શું મોકલ્યું એટલું જ નહિ પરંતુ બીજાઓએ પ્રત્યુત્તરમાં શું લખ્યું એ પણ વાંચી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ ખાસ ટપાલ-ટિકિટની શૃંખલા વિષેની માહિતી માટે વિનંતી કરે તો, ત્યાર બાદ થોડા વખતમાં જ તેને જગત ફરતેથી ઘણા પ્રત્યુત્તર મળી શકે, આ સમાચારવૃંદના ગ્રાહક થયેલ સર્વને રજૂ કરેલ માહિતી તરત જ પ્રાપ્ય બને છે.

બુલેટીન બૉર્ડ સીસ્ટમ (બીબીએસ)માં આનાથી થોડું ભિન્‍ન છે. બીબીએસ યુઝનેટ જેવું જ છે, સિવાય કે સર્વ ફાઇલો એક કૉમ્પ્યુટરમાં આવેલી હોય છે, જેને સામાન્યત: એક વ્યક્તિ કે વૃંદ દ્રારા સંભાળવામાં આવે છે. સમાચારવૃંદોની માહિતી પરથી જેઓ એનો ઉપયોગ કરે છે તેઓની ભિન્‍ન અભિરુચી, દૃષ્ટિબિંદુઓ, અને નૈતિક મૂલ્યો પ્રતિબિંબિત થાય છે, જેથી સાવચેત રહેવું જરૂરી છે.

માહિતીના સહભાગી થવું અને વિષય શોધવો

ઇંટરનેટનો એક મૂળ ધ્યેય ગોળાવ્યાપી માહિતીના સહભાગી થવાનો હતો. અગાઉના લેખમાં વર્ણવવામાં આવેલ શિક્ષકને ઇંટરનેટ પર બીજો શિક્ષક મળ્યો છે જે પહેલેથી વિકસેલ અભ્યાસક્રમની સામગ્રીના સહભાગી થવાની ઇચ્છા રાખે છે. ૩,૨૦૦-કિલોમીટરનું અંતર હોવા છતાં એક જ મિનિટની અંદર ફાઇલ સ્થાનાંતરથી મળી ગઈ.

ઇંટરનેટની અંદર વિષય ક્યાં આવેલો હોય શકે એ કોઈકને ખબર ના હોય ત્યારે કઈ મદદ પ્રાપ્ય છે? ટેલિફોન ડિરેક્ટરીનો ઉપયોગ કરીને આપણે ફોનનો નંબર શોધી કાઢીએ છીએ એમ જ, ઉપયોગ કરનાર સર્ચ સાઈટો તરીકે ઓળખાતી જગ્યા દ્રારા ઇંટરનેટ પર પોતાને જોઈતું સ્થળ લખીને શોધી કાઢી શકે. ઉપયોગ કરનાર શબ્દ કે વાક્ય લખે, ત્યાર બાદ એ સાઈટ ઇંટરનેટના સ્થિતિસ્થાનની યાદી સાથે જવાબ આપે છે જ્યાં માહિતી મળી શકે છે. સામાન્ય રીતે, સર્ચ મફત હોય છે અને એ ફક્ત થોડી જ પળો લે છે!

અગાઉ જણાવેલા ખેડૂતે પરિસુદ્ધ ખેતી કહેવાતી નવી રીત વિષે સાંભળ્યું હતું, જે કૉમ્પ્યુટર અને ઉપગ્રહનો ઉપયોગ કરે છે. સર્ચ સાઈટ પર એ વાક્ય મૂકવાથી, તે ખેડૂતોનાં નામો શોધી શક્યો જેઓ એનો ઉપયોગ કરતા હતા વધુમાં પદ્ધતિ વિષેની સવિસ્તર માહિતી પણ મેળવી.

જગતવ્યાપી જાળ

ઇંટરનેટના એક ભાગને વર્લ્ડ વાઈડ વૅબ અથવા વૅબ (જગતવ્યાપી જાળ) કહેવામાં આવે છે જે લેખકોને એક જૂની-ઢબના વિચારને​—⁠એટલે કે નિમ્નનોંધને​—⁠નવી રીતે ઉપયોગ કરવા દે છે. સામયિકના લેખ કે પુસ્તકના એક લેખક નિમ્નનોંધ ચિહ્‍ન મૂકે ત્યારે, આપણને પાનની નીચે જોવા અને કદાચ બીજા પાન કે પુસ્તક તરફ દોરવામાં આવે છે. ઇંટરનેટ કૉમ્પ્યુટર દસ્તાવેજના લેખકો પણ એવી જ ટેકનિકનો ઉપયોગ કરીને કે જે પોતાના દસ્તાવેજમાં શબ્દ, વાક્ય, અથવા પ્રતીક નીચે લીટી દોરીને કે ચિહ્‍ન કરી સ્પષ્ટ કરી શકે છે.

વાંચક માટે ઉપસાવેલ શબ્દ કે ચિહ્‍ન માર્ગદર્શક છે કે ઇંટરનેટમાં એને સબંધિત બીજો દસ્તાવેજ છે. આ ઇંટરનેટ દસ્તાવેજ વાચક માટે તાત્કાલિક પડદા પર લાવવામાં અને પ્રદર્શિત કરવામાં આવી શકે. દસ્તાવેજ અલગ કૉમ્પ્યુટર પર હોય કે જે બીજા દેશમાં આવેલું હોય શકે. ડેવિડ પેલ, એકશેસ ધ ઇંટરનેટ!ના લેખકે, નોંધ્યું કે આ ટેકનિક “તમને એવા દસ્તાવેજ સાથે જોડાણ પણ કરાવી આપે છે, ફક્ત એની મહિતી જ નથી આપતી.”

એ વૅબ ફોટોગ્રાફ, રેખાકૃતિ, કાર્ટૂન, વિડીયો, અને ધ્વનિનો સંગ્રહ કરવા અને પુનઃપ્રાપ્ત, કે વગાડવા માટે પણ ટેકો આપે છે. લોમા, અગાઉના લેખની શરૂઆતમાં વર્ણવેલ ગૃહિણીએ, વિશ્વની શરૂઆત સંબંધી વર્તમાન સિદ્ધાંતની ટૂંકી રંગીન ફિલ્મ પ્રાપ્ત કરી અને ચાલું કરી હતી. તેણે તેની કૉમ્પ્યુટરની ઑડિયો પદ્ધતિ મારફતે સવિસ્તર સાંભળ્યું.

નેટ પર મુસાફરી

વૅબ બ્રાઉસરનો ઉપયોગ કરીને, વ્યક્તિ સહેલાયથી અને ઝડપથી માહિતી મેળવી શકે અને રંગબેરંગી રેખાકૃતિ જોઈ શકે કે જેનો કદાચ અનેક ભિન્‍ન દેશોમાં કૉમ્પ્યુટર પર સંગ્રહ કરેલો હોય છે. વૅબ બ્રાઉસરનો ઉપયોગ કરવો કોઈ મુસાફરી સાથે સરખાવી શકાય, એટલુ જ કે એ ખૂબ સહેલું છે. કોઈ પણ વ્યક્તિ મૃત સરોવર વીંટો કે હોલોકોસ્ટ મેમોરીયલ મ્યુઝિયમને વૅબ પ્રદર્શનની મુલાકાત દ્રારા જોઈ શકે છે. એક ઇંટરનેટ વૅબ સાઈટથી બીજી સાઈટ સુધી ઝડપથી આવ-જાને સામાન્યત: નેટ પર મુસાફરી કહેવામાં આવે છે.

વ્યાપારી અને અન્ય સંગઠનોને વૅબમાં પોતાની પેદાશો કે સેવાઓની જાહેરાત કરવા તથા અન્ય પ્રકારની માહિતીની રજૂઆત કરવા વૅબમાં રસ વધી રહ્યો છે. તેઓ વૅબ બનાવે છે જે પેજ, ઇલેક્ટ્રોનિક પ્રદર્શન બારીનો એક પ્રકાર છે. એકવાર સંગઠનના વૅબ પેજનું સરનામું ખબર પડી જાય પછી, સંભવિત ગ્રાહકો બ્રાઉસરનો ઉપયોગ કરી “ખરીદી કરવા” કે માહિતી શોધવા માટે જઈ શકે. તથાપિ, કોઈ પણ બજારોમાં હોય છે તેમ, ઇંટરનેટ પર પૂરી પાડવામાં આવતી સર્વ પેદાશો, સેવાઓ કે માહિતી ફાયદાકારક નથી હોતી.

સંશોધનકર્તાઓ ઇંટરનેટને ખાનગી અને સુરક્ષિતપૂર્ણ લેવડદેવડો માટે પૂરતું સલામત બનાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. (સલામતી વિષે આપણે વધુ માહિતી પછીથી જોઈશું.) બીજું એક જગતવ્યાપી ઇંટરનેટ​—⁠કેટલાક એને ઇંટરનેટ ૨ કહે છે​—⁠વધતા જતા વેપારને કારણે આ વ્યાપારી પ્રવૃત્તિ ઉત્પન્‍ન કરવામાં આવી રહી છે.

સામાન્ય “ગપસપ” શું છે?

ઇંટરનેટની બીજી સામાન્ય સેવા ઇંટરનેટ પ્રસારિત ગપસપ કે, ગપસપ છે. ગપસપ લોકોના વૃંદોને ઉપનામનો ઉપયોગ કરીને, એકબીજાને ત્વરીત સંદેશાઓ મોકલવા પરવાનગી આપે છે. વિવિધ ઉંમરનાં વૃંદો દ્રારા ઉપયોગ થાય છે તેમ છતાં, એ ખાસ કરીને યુવાન લોકો મધ્યે પ્રચલિત બન્યું છે. એકવાર જોડ્યા બાદ, ઉપયોગ કરનાર, જગત ફરતેના બીજા ઉપયોગ કરનારાઓની મોટી સંખ્યાના સંપર્કમાં આવી શકે.

કહેવાતા ગપસપ સ્થાનકો, કે ગપસપ ચેનલો રચવામાં આવી છે કે જેની વિશિષ્ટતામાં વૈજ્ઞાનિક નવલકથા, ફિલ્મો, રમતગમતો, કે પ્રેમકથાની જેમ એક ખાસ વસ્તુવિષય રજૂ કરે છે. ગપસપ સ્થાનકોની અંદર જ ટાઈપ કરવામાં આવે છે એ સર્વ સંદેશાઓ ગપસપ સ્થાનકો માટે સર્વ ભાગ લેનારાઓનાં કૉમ્પ્યુટર પડદા પર સાથોસાથ દેખાય છે.

ગપસપ સ્થાનક લોકોના મેળાવડાને ખૂબ મળતું આવે છે, જેમાં એક જ સામાન્ય સમયે એકબીજાને મળી અને વાતચીત કરાય છે, સિવાય કે આમાં સર્વ લોકો ટૂંકો સંદેશો ટાઈપ કરે છે. વાતચીત સ્થાનકો સામાન્ય રીતે દિવસના ૨૪ કલાક કાર્યરત હોય છે. અલબત્ત, ખ્રિસ્તીઓ સંગત વિષેના બાઇબલ સિદ્ધાંતો સમજે છે, જેમકે એક સિદ્ધાંત ૧ કોરીંથી ૧૫:૩૩માં મળી આવે છે, જે ગપસપ વૃંદો સાથે ભાગ લેવા માટે પણ એવી રીતે જ લાગુ પડે છે જેમ જીવનનાં સર્વ પાસામાં લાગુ પડે છે.a

ઇંટરનેટ માટે ખર્ચ કોણ ઉપાડે છે?

તમે કદાચ વિચારતા હશો, ‘ઇંટરનેટ પર લાંબા પ્રવાસ કરવાનો ખર્ચ કોણ ઉપાડે છે? ખર્ચો સર્વ ઉપયોગ કરનાર દ્રારા સામૂહિક અને વ્યક્તિગત રીતે મળીને ચૂકવવામાં આવે છે. તથાપિ, એ જરૂરી નથી કે અંતિમ ઉપયોગ કરનાર અનેક આંતરરાષ્ટ્રીય સ્થાનો પર ગયા હોય તો તેણે લાંબા-અંતરના ટેલિફોન બિલ ભરવા પડે. મોટા ભાગના ઉપયોગ કરનારાઓ પાસે ઇંટરનેટ સેવા પૂરી પાડનાર સ્થાનિક વ્યાપારી કંપનીમાં ખાતુ હોય છે, જે ઘણી જગ્યાઓએ ઉપયોગ કરનાર પાસે માસિક ફી નક્કી કરે છે. આ વ્યાપારી કંપનીઓ ફોનનો વધારે ખર્ચ દૂર કરવા માટે સામાન્ય રીતે સ્થાનિક નંબર આપે છે. સામાન્ય રીતે એની માસિક પરવાનગી ફી લગભગ $૨૦ (યુ.એસ.) હોય છે.

તમે જોઈ શકો છો તેમ, ઇંટરનેટની ક્ષમતા પ્રચંડ છે. પરંતુ શું તમારે આ માહિતીના રાજમાર્ગ પર જવું જોઈએ?

[Footnotes]

a ગપસપ સ્થાનકો સંબંધી સાવધાનીની જરૂર વિષે ભાવિમાં ચર્ચાવિચારણા કરવામાં આવશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો