મે લે રિ યા વિરુદ્ધની લડતમાં પાયા તરફ આવવું
જગત નાગરિક યુદ્ધો, ગુના, બેકારી, અને બીજી કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યુ છે ત્યારે મેલેરિયા દ્વારા મરણ ભાગ્યે જ પ્રાઈમ-ટાઈમના સમાચાર છે. તથાપિ, વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) કહે છે કે જગતની લગભગ અડધા ભાગની વસતી આજે મેલેરિયાના ભય હેઠળ જીવે છે અને દર વર્ષે કંઈક ૩૦ કરોડથી ૫૦ કરોડ જેટલા લોકો તેના લીધે બીમાર પડે છે, મેલેરિયા “ઉષ્ણકટિબંધના પ્રદેશના રોગોમાં આ સૌથી વ્યાપક અને જીવલેણ રોગ છે.” કેવું ભયંકર?
દર ૨૦ સેકન્ડે એક વ્યક્તિ મેલેરિયાથી મરે છે. દર વર્ષે ભોગ બનનારાઓની સંખ્યા ૧૫ લાખની થાય છે—એ સંખ્યા આફ્રિકાના બોસ્ટાવા રાષ્ટ્રની આખી વસ્તી જેટલી છે. મેલેરિયા મરણના દસમાંથી નવ કિસ્સા ઉષ્ણકટિબંધીત આફ્રિકામાં બને છે, જ્યાં ભોગ બનનારા મોટા ભાગનાં બાળકો છે. અમેરિકા ખંડમાં હુએ એમેઝોન વિસ્તારમાં મેલેરિયાના સૌથી વધુ કિસ્સા નોંધ્યા. વનવિનાશ અને બીજાં આર્થિક બદલાણોએ જગતના એ ભાગમાં મેલેરિયાના ભોગનો વધારો કર્યો. બ્રાઝિલના કેટલાક એમેઝોનીયન સમાજોમાં, સમસ્યા હવે વધુ ગંભીર બની છે દરેક ૧,૦૦૦ રહેવાસીઓમાંથી ૫૦૦ કરતાં વધુ અસરગ્રસ્ત છે.
એ આફ્રિકા, અમેરિકા, એશિયા કે ગમે ત્યાં હોય, મેલેરિયા મહદંશે સૌથી ગરીબ લોકોના વૃંદોને અસર કરે છે. હુ નોંધે છે, આ લોકો “પાસે સ્વાસ્થ્ય સેવાનો સૌથી ઓછો અવકાશ છે, વ્યક્તિગત બચાવનો ઓછો પ્રયત્ન હોય શકે અને મેલેરિયા નિયંત્રણ પ્રવૃત્તિ સંગઠનથી ઘણે દૂર છે.” એમ હોવાથી, એ ગરીબ લોકોની સ્થિતિની કોઈ આશા નથી. ઉષ્ણકટિબંધ-રોગ સંશોધન પર એક સમાચાર પત્ર, ટીડીઆર ન્યૂઝ કહે છે, તાજેતરનાં વર્ષોમાં, મેલેરિયાથી થતા મરણ રોકવાની સૌથી અસરકારક રીતોમાંથી એક રીત હવે વધારે પ્રાપ્ય છે. એ જીવન બચાવનાર વસ્તુનું નામ? જંતુનાશક-ભરપૂર મચ્છરદાની.
ચોખ્ખા લાભો
મચ્છરદાનીનો ઉપયોગ એ ઉકેલ માટે પાછા જવું છે, ડૉ.એબ્રાહિમ સમ્બા, હુની આફ્રિકા ઑફિસના નિર્દેશકે પૅનોસ ફીચર્સ પૅનોસ ઈન્સ્ટિટ્યૂટના સમાચારને કહ્યું, મેલેરિયા વિરુદ્ધની લડતમાં મચ્છરદાનીની અસરકારકતાની અજમાયશે “ખૂબ જ ઉત્તેજક પરિણામો” બતાવ્યાં. ઉદાહરણ તરીકે કેન્યામાં, જૈવ-વિભાજીય જંતુનાશકોથી ભરપૂર મચ્છરદાનીના પ્રયોગે પાંચ વર્ષથી નીચેનાં બાળકોમાં મેલેરિયાથી થતા મરણને જ નહિ પરંતુ અન્ય પ્રકારના મરણને પણ એક તૃત્યાંશ જેટલો ઘટાડો કર્યો છે. જીવન બચાવવા સિવાય, “મચ્છરદાની સ્વાસ્થ્ય સેવા પર સંપૂર્ણ બોજો ઘટાડી શકે” કારણ કે તાવના દરદીને મેલેરિયા માટે હૉસ્પિટલ સારવારની જરૂર પડશે.
છતાં, હજુ પણ એક સમસ્યા ઉકેલવાની છે: મચ્છરદાની માટે ખર્ચ કોણ ચૂકવશે? એક આફ્રિકી રાષ્ટ્રમાં લોકોને પ્રદાન માટે પૂછવામાં આવ્યું ત્યારે, મોટા ભાગનાએ પીઠ ફેરવી લીધી. અને એમાં કંઈ આશ્ચર્ય નથી કે ગામડામાં રહેતા લોકો સ્વાસ્થ્ય કાળજી માટે દર વર્ષે વ્યક્તિ દીઠ ૫ ડૉલર (યુ.એસ.) કરતાં ઓછો ખર્ચ કરે છે—જંતુનાશક સાથે કે વગર—એ એશઆરામ છે. છતાં, એનો ખર્ચ મેલેરિયા દરદીઓને સારવાર આપવાના ખર્ચ કરતાં રોકવાની રીત માટે ઓછો હશે, યુએન નિષ્ણાતો નોંધે છે કે “સરકારી ફાળાને વહેંચણી અને ભરપૂર મચ્છરદાની ફાળાનો ઉપયોગ ઘણો ખર્ચ અસરકારક હશે.” ખરેખર, સરકાર માટે, મચ્છરદાની પૂરી પાડવી ફાળો બચાવવાની રીત હોય શકે. છતાં, પોતાના લાખો ગરીબ નાગરિકો માટે, એ ઘણુ વધારે છે—તેઓ માટે તેનો અર્થ જીવન બચાવું છે.
[Caption on page ૩૧]
CDC, Atlanta, Ga.