યુવાન લોકો પૂછે છે . . .
શું રેવ-સંગીત બિનહાનિકારક મઝા છે?
“હું હવામાં મારા હાથ ફેલાવી નાચી રહી હોઉં છું અને સંગીત મારા શરીરમાં લહેરાઈ રહ્યું હોય છે ત્યારે, બીજાઓને નાચતા જોઈને હું પણ વધુ ઉત્સાહિત થાઉં છું. એ એક હર્ષાવેશ જેવું છે.”—જીના.
જી ના રેવમાં હાજર રહેવાનું વર્ણન એ રીતે કરે છે. આ નૃત્ય મેળાવડાઓ, જે સામાન્ય રીતે આખી રાત ચાલતા હોય છે, પ્રથમ બ્રિટનમાં ૧૯૮૦ના દાયકામાં લોકપ્રિય થયાં. હવે એ ગોળાના સર્વ ભાગોમાં દેખા દે છે, જેમાં કૅનેડા, જર્મની, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅંન્ડ, બેલ્જિયમ, ભારત, અને યુનાઈટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે.
રેવ્સ ક્લબો, ખાલી ગોદામો, મેદાનોમાં ભરાય છે—ગમે ત્યાં, લોકો આખી રાત ગાંડાતૂરની જેમ, સતત નાચવા માટે ભેગા મળી શકે છે. “રાત્રિક્લબોની જગ્યાએ રેવ હવે ધીરેધીરે યુવાનિયાઓનું મનપસંદ આનંદપ્રમોદ બનતું જાય છે,” જોહાનીસબર્ગ, દક્ષિણ આફ્રિકાના સંડે ટાઇમ્સ મેગેઝીનમાં એડમ લીવને લખ્યું. “તમારા તરુણોએ હજુ સુધી એનો ઉલ્લેખ ન કર્યો હોય તો,” તે ઉમેરે છે, “તમારે વાતચીત સંચારની સમસ્યા છે.”
રેવ પર એક નજર
રેવ્સને ઘણી વાર છાનુંછુપું રાખવામાં આવે છે, પ્રસંગના દિવસ સુધી એના સ્થળની જાહેરાત કરવામાં આવતી નથી. છતાં પણ, જબરજસ્ત રોશનીમાં ધકધક કરનાર ટેક્નો સંગીત શરૂ થાય છે ત્યારે, ગમે ત્યાં વિચિત્ર પોશાક પહેરેલા યુવાનિયાઓ પચીસથી માંડીને હજારો સુધીની સંખ્યામાં જોવા મળી શકે છે. “એ લોકોના ઉમટતા એકસમાન ટોળાં જેવા હોય છે જે સંગીતના તાલે નાચીને પોતાની દુશ્મનાવટો દૂર કરી રહ્યા હોય છે,” એક કૉલેજ વિદ્યાર્થીની, કેટી કહે છે.
છતાં પણ, રેવ ફક્ત નૃત્ય કરતાં વધુ છે. એ એક સંસ્કૃતિ પણ છે જેમ કે એને રેવ્સ કહેવાનું ગમે છે. જાતિ, રાષ્ટ્રીયતા, કે જાતીય માન્યતા ભલે ગમે તે હોય—કહેવાતી શાંતિ, પ્રેમ, એકતા અને આદર સામાન્ય રીતે રેવના મૂળ સિદ્ધાંતો છે. “અમે આ મેળાવડાઓમાં સંસ્કૃતિઓને ભેગી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,” નૃત્ય સંગીતમાં નિષ્ણાત એક દુકાનદાર કહે છે. “હેતુ છે એકતા લાવવી,” તે ઉમેરે છે, “અને સાથે મળીને નાચવું એને લાવવાની અસરકારક રીત છે.”
એવી કલ્પનાઓ એટલી ઉમદા દેખાય છે, તમે પૂછી શકો, ‘રેવ્સમાં ખોટું શું હોય શકે?’ પરંતુ રેવ સાંગીતની બીજી બાજુ પણ છે જેનો તમારે વિચાર કરવો જોઈએ.
રેવ્સની મલિનતા
કેટલાક દાવો કરે છે કે રેવ્સમાં દારૂનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે. છતાં પણ, કેફી પદાર્થની વાત અલગ છે. “કોઈને નવાઈ લાગે કે ત્યાં કેફી પદાર્થો આટલી મોટી માત્રામાં પ્રાપ્ય ન હોત તો શું લોકો રેવ સંગીતને વધારે સરળતાથી સ્વીકાર કરત,” બ્રાયન નામનો એક રેવર સ્વીકારે છે. “અલબત્ત,” તે ઉમેરે છે, “અન્ય ઘણાને નવાઈ લાગે છે કે કેફી પદાર્થો વગર રેવ ચાલે જ કેવી રીતે.”
જોકે અમુક રેવ્સમાં ગાંજો અને એલએસડી પ્રખ્યાત છે, રેવર્સની પસંદગીનો કેફી પદાર્થ એમડીએમએ જોવા મળે છે, જે સામાન્ય રીતે એક્સટસી તરીકે ઓળખાય છે. વાપરનારાઓ દાવો કરે છે કે એક્સટસી સંબંધિત રીતે સલામત છે. તેઓ આગ્રહ કરે છે કે આ આખી રાત કેવળ નાચતા રહેવા માટે ઉત્સાહિત કરે છે અને તેમની ખુશીનો લાગણીઓ વધારે છે. છતાં, “લોકપ્રિય કેફી પદાર્થ મગજને નુકશાન પહોંચાડી શકે છે” મથાળાં હેઠળ, ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ નોંધે છે કે એક્સટસી “ભૂખ, ઊંઘ, મનોભાવ, લાગણીવશ, અને અન્ય માનસિક કામગીરી પર દીર્ઘકાલિન, નુકશાનકારક અસર પાડી શકે છે.” અને ફક્ત એટલું જ નહિ. “એક્સટસીને કારણે કેટલાક મોત પણ થયા છે,” ડૉ. હવર્ડ મૅકીન્ની દાવો કરે છે, “અને અન્ય એવા કેટલાય કિસ્સા છે જ્યાં લોકોએ આ સામાન્ય માત્રામાં લીધું હતું અને તેમની હૃદય ગતિ બંધ થઈ ગઈ, યકૃતોએ કામ બંધ કરી દીધું, અથવા તેઓ અભાનાવસ્થા અનુભવી.” સારાં કારણોસર ડૉ. સીલવાન ડી મીરાન્ડા કહે છે: “રેવમાં-જઈને એક્સટસી લેનારા મોત સાથે નાચી રહ્યા છે.”
ઑર્ગેનિક કેફી પદાર્થ પણ—જેમ કે હર્બલ ઍસિડ, એક્સલરેશન, હર્બલ એક્સટસી, કે રસ—નુકશાનકારક હોય શકે છે. દાખલા તરીકે, એવો દાવો કરવામાં આવે છે કે અમુક પરિસ્થિતિઓ હેઠળ, ઑર્ગેનિક કેફી પદાર્થ એક્સલરેશનથી હૃદયરોગનો હુમલો અને મોતમાં પણ પરિણમી શકે. જેઓ હજુ પણ આગ્રહ રાખે છે કે રેવ્સમાં ઉપયોગમાં લેવામાં આવેલ કેફી પદાર્થો નુકશાનકારક નથી, તેમણે બીજા એક ઘટક પર વિચાર કરવો જોઈએ. કૅનેડાનો પોલીસ જાસુસ ઈઅન બ્રિગ્ઝ દાવો કરે છે કે એક્સટસી તરીકે વેચવામાં આવેલ ૯૦ ટકા કેફી પદાર્થો વાસ્તવમાં એક્સટસી હોતા જ નથી. “એ ઘણાં પીસીપી અથવા અન્ય જોખમકારક કેફી પદાર્થો હોય છે,” તે કહે છે. “આ કેફી પદાર્થોને વેચનારાઓ સિદ્ધાંતહીન હોય છે. કેફી પદાર્થોની અસર શરૂ થાય છે ત્યારે તેઓ ત્યાંથી પલાયન થઈ જાય છે.”a
a પીસીપી (ફેનસીક્લીડીન) એક નિશ્ચેતક છે જેને અમુક વાર આબેહૂબ માનસિક કલ્પનાઓ ઉત્પન્ન કરવા માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવે છે.
દેખીતી રીતે, કેટલાક રેવ્સ કેફી પદાર્થથી મુક્ત હોય શકે. છતાં પણ, રેવર્સ પણ સ્વીકારશે કે રેવમાં આવનાર એક, અનેક, કે મોટા ભાગનાઓ કોઈ ગેરકાયદે પદાર્થના નશા હેઠળ હશે કે નહિ એ પહેલેથી બતાવવું હંમેશા અશક્ય છે.
શું રેવ ખરેખર તમારા માટે છે?
સ્વાભાવિક રીતે સંગીત અને નૃત્યમાં કંઈ ખોટું નથી, મઝા કરવાની ઇચ્છા રાખવી પણ અયોગ્ય નથી. આખરે તો, બાઇબલ કહે છે કે “આનંદ કરવાનો વખત” અને “નૃત્ય કરવાનો વખત” છે. (સભાશિક્ષક ૩:૪, ટૂડેઝ ઇંગ્લીશ વર્શન) એ આગ્રહ પણ કરે છે: “તારી જુવાનીમાં તું આનંદ કર.” (સભાશિક્ષક ૧૧:૯) એથી ઉત્પન્નકર્તા ઇચ્છે છે કે તમે ખુશ રહો! છતાં પણ, તમારે યાદ રાખવું જોઈએ કે “આખું જગત તે દુષ્ટ [શેતાન અર્થાત ડેવિલ]ની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) આમ, એમાં કંઈ આશ્ચર્ય નથી કે આ જગત આનંદપ્રમોદના પ્રકારોને જે મહિમા આપે છે એમાં હંમેશા કંઈક બિનઆરોગ્યપ્રદ તત્ત્વો હોય છે.
દાખલા તરીકે, જેઓ રેવ્સમાં હાજરી આપે છે તેમના વિષે વિચારો. શું તેઓ બાઇબલની ‘પોતાને દેહની તથા આત્માની સર્વ મલિનતાથી દૂર કરવાની’ તાકીદને અનુસરી રહ્યા છે? (૨ કોરીંથી ૭:૧) સાચું, રેવર્સ શાંતિ, પ્રેમ, અને એકતાનો સ્વીકાર કરી શકે. પરંતુ, “જે જ્ઞાન ઉપરથી છે” એ “સલાહ કરાવનારૂં” કરતાં વધુ છે; એ “નિર્મળ” પણ છે. (યાકૂબ ૩:૧૫, ૧૭) પોતાને પૂછો, ‘શું રેવ્સમાં જનારાઓના નૈતિક મૂલ્ય દેવના શબ્દ, બાઇબલમાં આપવામાં આવેલા ધોરણો સાથે બંધબેસે છે? શું હું આખી રાત તેમની સાથે વિતાવવા ઇચ્છું છું જે “દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા” છે?’—૨ તીમોથી ૩:૪; ૧ કોરીંથી ૬:૯, ૧૦; સરખાવો યશાયાહ ૫:૧૧, ૧૨.
આ મહત્ત્વના પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ, કેમ કે પાઊલે લખ્યું કે “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) જેઓ દેવના નિયમોની ઉપેક્ષા કરે છે તેમની સંગત કરવાથી આખરે એ વિપત્તી તરફ દોરી જાય છે, કેમ કે બાઇબલ જણાવે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચન ૧૩:૨૦.
હકીકત એ છે કે અનેક રેવર્સ વાસ્તવમાં કેફી પદાર્થોના મેળાવડાઓ છે અને જેઓ એમાં જાય છે તેઓને કડવા પરિણામો ભોગવવા પડી શકે. દાખલા તરીકે, અમુક રેવ્સ પર પોલીસ છાપા મારે છે અને એને બંધ કરાવી દે છે, કેમ કે ક્યાં તો એ ગેરકાયદે ભરવામાં આવેલા હોય છે અથવા તો ત્યાં કેફી પદાર્થો હોય છે. શું તમે તેઓમાં ગણાવા ઇચ્છશો જેઓ નિયમ-પાલક નથી? (રૂમી ૧૩:૧, ૨) નિયમ તોડવાની વાત ન આવતી હોય તો પણ શું તમે આવા મેળાવડામાં જઈને “જગતથી . . . નિષ્કલંક” રહી શકો છો? (યાકૂબ ૧:૨૭) કેમ કે જલસાઓ, કે “જંગલી મેળાવડાઓ” (બાઇંગ્ટન)ને, બાઇબલ દોષિત ઠરાવે છે, શું રેવમાં તમારી હાજરી તમને દેવ અને માણસોની સમક્ષ એક શુદ્ધ અંત:કરણ જાળવી રાખવા શક્તિમાન કરશે?—ગલાતી ૫:૨૧; ૨ કોરીંથી ૪:૧, ૨; ૧ તીમોથી ૧:૧૮, ૧૯.
સ્પષ્ટ રીતે, ખ્રિસ્તીઓએ રેવ્સના ભયથી સાવધ રહેવું જોઈએ. પરંતુ હતાશ ન થાઓ. એનાથી પણ વધુ આનંદપ્રમોદ છે જેનો તમે આનંદ માણી શકો. દાખલા તરીકે, યહોવાહના સાક્ષીઓ મધ્યે અનેક કુટુંબોએ હિતકર મેળાવડાઓનું આયોજન કર્યું છે.b કાળજીપૂર્ણ યોજના અને દેખરેખથી, એમાં હાજરી આપનાર સર્વ આત્મિક રીતે અને શારીરિક રીતે તાજગી અનુભવે છે. વધુ મહત્ત્વનું, ઉત્તેજનકારક સંગત “સ્તુત્ય દેવ” યહોવાહને આનંદ આપે છે, જે ઇચ્છે છે કે તેમના લોકો આનંદ કરે.—૧ તીમોથી ૧:૧૧; સભાશિક્ષક ૮:૧૫.
b વધુ માહિતી માટે, ચોકીબુરજ, નવેમ્બર ૧, ૧૯૯૨, પાન ૨૪-૨૯, અને સજાગ બનો!, જૂન ૮, ૧૯૯૭, પાન ૮-૧૦ જુઓ.
ટેક્નો શું છે?
સાદી રીતે કહીએ તો, ટેક્નો ઈલેક્ટ્રોનીક નૃત્ય સંગીતનો નિર્દેશ કરે છે. એમાં અનેક પ્રકારનો સમાવેશ થાય છે. મોટા ભાગના લોકો ટેક્નોને તાલબદ્ધ તરીકે વર્ણવશે, કેમ કે સામાન્ય રીતે એમાં પ્રત્યેક મિનિટે ૧૧૫થી ૧૬૦ બીટ્સ હોય છે.
“જેઓ એનાથી પરિચિત નથી,” ધ યુરોપિયન કહે છે, “તેમને ટેક્નોના અવાજો દાંતના-દાક્તરના ડ્રિલમાંથી નિકળતા ઘોંઘાટ જેવા સંભળાય છે, એ ઘોંઘાટો તમે કલ્પો છો કે સદોમ અને ગમોરાહના વિનાશની રાત્રે થયા હશે.” છતાં પણ, કેટલાક સાંભળનારાઓ, ટેક્નોના સતત તાલથી આકર્ષાય છે. ૧૮ વર્ષની ક્રિસ્ટીન કહે છે, “મને આ સંગીત બેહદ સ્વતંત્રતા અને મુક્તિની લાગણી કરાવે છે.” જોન્યાને પણ એવું જ લાગે છે. “શરૂઆતમાં,” તે સ્વીકારે છે, “મને ટેક્નો સંગીત જરાય પસંદ નહોતું. પરંતુ તમે એને જેટલું વધારે સાંભળો છો, એટલું જ એ વધારે આનંદદાયક બને છે. તમે એના વાસ્તવિક ઘોંઘાટ તરફ ફરો તો, તમે ધમાકેદાર તાલથી ભાગ્યે જ બચી શકો. તમે પોતે જ હલવા લાગો છો. તમે સાવધ ન રહો તો, તાલ તમારા આખા શરીર પર અંકુશ કરી લે છે.” ૧૯ વર્ષની શર્લી ટેક્નોમાં એથી વધારે જોવે છે. તે કહે છે: “એ ફક્ત સંગીત કરતાં વધુ છે.” “એ એક આખો જીવનમાર્ગ છે, જે પહેરવેશ અને ભાષામાં વ્યક્ત થાય છે.”
ખ્રિસ્તીઓ ઇચ્છે છે કે ‘પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લેવું.’ (એફેસી ૫:૧૦) એ કારણે, તેઓએ ટેક્નો વિષે સાવચેતી રાખવી જોઈએ જેમ તેઓ સંગીતના અન્ય કોઈ પણ પ્રકાર સાથે રાખે છે. તમે પોતે ટેક્નો તરફ આકર્ષાયા હોય તો, પોતાને પૂછો: ‘આ પ્રકારનું સંગીત મારા પર કેવી અસર કરે છે? શું એ મને આનંદી, શાંત, અને સુલેહભર્યો બનાવે છે? અથવા શું એ મને ઉશ્કેરે છે, કદાચ મારામાં આવેશી કે અનૈતિક વિચારો પણ પેદા કરે છે? આ પ્રકારના સંગીત તરફ મારું આકર્ષણ શું મને એની જીવન-શૈલી તરફ પણ ખેંચશે? શું હું આ પ્રકારના સંગીતને સાંભળવા કે એના પર નાચવા માટે રેવમાં જવાને માટે લલચાઈ જઈશ?’
વાસ્તવમાં, મહત્ત્વની વાત એ છે: સંગીતમાં તમારી રુચિ જે કંઈ પણ હોય, એને તમારી અને તમારા આકાશી પિતા વચ્ચે કદી ન આવવા દેશો.