અ મા રા વા ચ કો ત ર ફ થી
વિશ્વ નિહાળતા હું વર્તમાનપત્રમાં કામ કરું છું, અને મારા ઘણા સહકાર્યકર તેઓના પોતાના કામમાં ઉપયોગમાં લેવા “વિશ્વ નિહાળતા” કોલમ વાંચવાનું પસંદ કરે છે. હું કબૂલું છે હું પોતે એમાંના કેટલાક લેખોથી પ્રેરણા પામ્યો છું. હું ખાસ કરીને તમારા ભાષાંતરકારો અને પ્રૂફ સુધારનારની પ્રશંસા કરું છું. ભાષા માટેનું આવું ઊંચું ધોરણ બીજા સામયિકોમાં સામાન્ય નથી.
જે. બી., ઝેકીયા
વર્ષો પહેલાં મેં સજાગ બનો! વાંચવાનું શરૂ કર્યું ત્યારે, “વિશ્વ નિહાળતા” વાંચવામાં મને ઓછો આનંદ આવતો હતો. હવે હું એને અત્યંત માહિતીપ્રદ તરીકે વિચારણામાં લઉં છું. હકીકતમાં, દુનિયાના ઘણા બનાવો કે જે મેં ટીવી સમાચાર પ્રસારણમાં જોયા ન હતા એ “વિશ્વ નિહાળતા”માં આવરેલા જોવા મળ્યા છે. આવું ઉત્કૃષ્ટ કામ કરવાનું ચાલુ રાખો!
આઈ. કે. એમ. સી., બ્રાઝિલ
પુંમૈથુનિઓ “બાઇબલનું દૃષ્ટિબિંદુ: શું ખ્રિસ્તીઓએ પુંમૈથુનિઓને ધિક્કારવા જોઈએ?”
લેખવાળું જાન્યુઆરી ૮, ૧૯૯૮નું સજાગ બનો! મેં મેળવ્યું ત્યારે છક થઈ ગઈ. આ એકદમ સંવેદનશીલ વિષયને સરસ અને સમતોલ રીતે આવરી લખવામાં આવ્યો હતો.
એલ. ડબલ્યુ., યુનાઈટેડ સ્ટેટ્સ
કંટાળો મેં મારા સુપરવાઈઝરને “શું તમે તમારા કામથી કંટાળી ગયા છો?” (જાન્યુઆરી ૮, ૧૯૯૮)ના લેખની પ્રત આપી. બીજા દિવસે સવારે કામ પર, તેમણે મને કહ્યું કે ખૂબ જ સરસ લેખ હતો. તેમણે મારા સહકાર્યકર્તાઓમાં એ લેખ વાંચવા આપ્યો અને એ લેખની એક પ્રત અમારા બેઠકરૂમમાં મૂકી. તમારો લેખ એકદમ સમયસરનો હતો!
વી. એલ., યુનાઈટેડ સ્ટેટ્સ
તમારી રસપ્રદ માહિતી માટે આભાર. હું ૧૭ વર્ષની છું અને પૂરા-સમયનું કાર્ય કરું છું. લેખે મને કઈ રીતે મારું કાર્ય વધારે આનંદદાયક બનાવી શકું એની ઉત્કૃષ્ટ સલાહ આપી. આભાર!
ઈ. એ., ઇટાલી
તમારા લેખ માટે ઘણો ઘણો આભાર. તાજેતરમાં હું હમણાં એપ્રેન્ટીસના બીજા વર્ષમાં છું અને હું ઉદાસ બની ગઈ હતી કેમ કે મને કામમાં જરાય આનંદ આવતો ન હતો. આ લેખે મને મારા કામમાં ફરીથી આનંદ પ્રાપ્ત કરવામાં મદદ કરી.
આઈ. એફ., જર્મની
રેવ્સ હું ૧૯ વર્ષની છું અને ખરેખર ટેકનો સંગીત સાંભળવાનો આનંદ આવે છે. પરંતુ “યુવાન લોકો પૂછે છે . . . શું રેવ-સંગીત બિનહાનિકારક મઝા છે?” (જાન્યુઆરી ૮, ૧૯૯૮) એ લેખથી મને ઘણી ખુશી થઈ. આ પહેલો જ લેખ મેં જોયો કે જે સંગીતના પ્રકારનું ચોકસાઈપૂર્વકનું વર્ણન કરે છે. હું ખાસ કરીને “શું રેવ્સ ખરેખર તમારા માટે છે?” લેખ માટે આભારી છું. પ્રશ્નો અને શાસ્ત્રવચનોના આધારે, મને સાદા અને તાર્કિક નિષ્કર્ષ પર આવવા મદદ મળી.
એ. પી., સ્લોવેનિયા